Mitrata thi prem sudhi - 6 books and stories free download online pdf in Gujarati

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 6

ભાગ - 5 માં આપણે જોયું કે ધ્વનિ પ્રેમને જણાવે છે કે , તેના પપ્પા કોઈ મુકેશ અંકલને ત્યાં વાસ્તુપૂજા માં જવાની વાત કરી રહ્યા હતા અને ત્યારે પ્રેમ કહે છે કે, મારા પપ્પાનું નામ મુકેશભાઈ છે . આ સાંભળીને ધ્વનિ કહે છે કે આ સંજોગો હોઈ શકે પરંતુ પ્રેમ તો ધ્વનિ ને મળવા ના વિચારો માં ખોવાઈ જાય છે અને ધ્વનિ કહે છે કે હું તને કાલે મારા પપ્પા પાસેથી બધું પૂછીને કહીશ હવે આગળ.......

××××××××××××××××××××××××××××××××××

પ્રેમ અને ધ્વનિ વાતો કરીને સુઈ જાય છે . સવાર પડતાં ધ્વનિ અને પ્રેમ બંને એકબીજાને ગુડ મોર્નિંગ વિશ કરીને પોતપોતાના કામે જાય છે . ધ્વનિ કોલેજમાં તેના બધા લેક્ચર અટેન્ડ કરે છે.

બીજી બાજુ પ્રેમનું આજે કામમાં બિલકુલ ધ્યાન હોતું નથી . તે તો એક જ પ્રાર્થના કરતો હોય છે કે , આ સંજોગ ન હોય .

ધ્વનિ પોતાની કોલેજ પતાવીને ઘરે આવે છે અને જમીને આરામ કરતી હોય છે . એટલામાં પ્રેમ નો ફોન આવે છે તે પૂછે છે કે ,

ધ્વનિ તારા પપ્પાને પૂછ્યું શું કહ્યું એમને ??આ સંજોગ નથી ને?? હું સાચું કહેતો હતો ને??

ધ્વનિ કહે છે કે , શાંત થા આટલો બધો હરખપદુડો કેમ થાય છે . હજી હાલ પપ્પા ઘરે નથી સાંજે આવશે એટલે પૂછીને તને કહીશ . અત્યારે તું કામ કર અને મને સુવા દે આમ કહી ધ્વનિ ફોન કાપી નાખે છે.

પ્રેમ ને તો એ જાણવાની ઈચ્છા હતી કે , આ સંજોગ ન હોય
પ્રેમ પણ તેના કામે વળગી જાય છે અને સાંજ પડવાની રાહ જુએ છે.

ધ્વનિ પણ વિચારે છે કે સાંજે પપ્પા આવે તો સરખી રીતે પૂછી લઉં નહી તો આ પ્રેમ મારો જીવ નહીં છોડે . થોડી જ વારમા ધ્વનિ ના પપ્પા ઘરે આવે છે અને જમવા બેસે છે .

ધ્વનિ તેના પપ્પા ને પૂછે છે કે , પપ્પા મુકેશ કાકા કોણ છે??

ત્યારે તેના પપ્પા કહે છે કે, તને કહ્યું તો હતું કે એ મારા મિત્ર છે.

ધ્વનિ કહે છે કે , એમ નહીં પપ્પા ક્યાં રહે છે, શું કરે છે એમ પૂછું છું.

ત્યારે તેના પપ્પા કહે છે કે , કાલે તો તને કંઈ સાંભળવામાં રસ ન હતો અને આજે અચાનક શું થયું ??

ધ્વની કહે છે કે , એમ જ મારે જાણવું છે બોલોને!!

ધ્વનિ ના પપ્પા કહે છે કે , મારો મિત્ર મુકેશ એ વડોદરા માં રહે છે અને તેનો શાકભાજીનો ધંધો છે તેને એક પુત્ર છે.

આટલું સાંભળી ધ્વનિ મનમાં હરખાય છે અને વિચારે છે કે પ્રેમ પણ વડોદરાનો છે અને વલસાડમાં તે જોબ કરે છે . ધ્વનિ કહે છે કે બીજું કહો એમના વિશે.

ધ્વનિ ના પપ્પા કહે છે કે, તું આ બધું જાણીને શું કરીશ ??

ધ્વનિ કહે છે કે , મારે તમારી સાથે જવાનું છે મને ખબર તો હોવી જોઈએ ને કે, હું જાઉં છું ત્યાં લોકો કેવા કેવા છે!

ધ્વનિ ના પપ્પા હસીને કહે છે કે સારું જણાવું છું.

ધ્વનિ ના પપ્પા તેના મિત્રો નું એડ્રેસ અને બીજી બધી વિગતો ધ્વનિ ને જણાવે છે .

હવે ધ્વનિ ને પ્રેમ ના પરિવાર વિશે એટલે કંઈ ખાસ ખબર નહોતી . તેથી તે પોતાના રૂમમાં જઈને પ્રેમ ના મેસેજ ની રાહ જુએ છે .

થોડી જ વારમાં પ્રેમ નો મેસેજ આવે છે,

hii ધ્વનિ !!

દરરોજ પ્રેમ hii કહ્યાં પછી ધ્વનિની પૂછતો કે, મજામાં !! એમ પરંતુ આજે તો પ્રેમ એ સીધું પૂછ્યું કે સંજોગ નથી ને??

ધ્વનિ વિચારે છે કે , દરરોજ પ્રેમ મને હેરાન કરે છે . તો આજે હું થોડી મજા કેમ ન લઉ.

ધ્વનિ કહે છે કે, આ સંજોગ જ છે હું તને કહેતી હતી ને.

આ સાંભળીને પ્રેમ સેડ ઈમોજી મોકલે છે.

ધ્વનિ કહે છે કે, ઉદાસ ન થઈશ મારા પપ્પાએ જે કહ્યું બધું તને કહું છું . ધ્વનિ બધું જ પ્રેમ ને કહે છે.

પ્રેમ તો ખુશ ખુશ થઈ જાય છે . ખુશ તો થાય જ ને હવે ખબર જે પડી ગઈ હતી કે આ સંજોગ નથી અને બંને થોડા જ દિવસોમાં એકબીજાને મળી શકશે.

પ્રેમ ધ્વનિને કહે છે કે , આ સંજોગ નથી આપડે થોડા જ દિવસોમાં મળીશું .

ધ્વનિ પણ આ સાંભળીને ખુશ થાય છે . બંને વાતો કરીને ખુશ ખુશાલ મને સૂઈ જાય છે અને બંને પોતાની પહેલી મુલાકાતની રાહ જોવા લાગે છે.

કહેવાય છે ને કે , પહેલી મુલાકાત હોય છે ખૂબ જ ખાસ , તો હવે પ્રેમ અને ધ્વનિ ની આ પહેલી મુલાકાત કેવી રહેશે તે આપણે ભાગ 7 માં જોઈશું.

આભાર.

Dhanvanti jumani _ Dhanni