Lovedosze Unlimited - 1 books and stories free download online pdf in Gujarati

લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧ - ૧૨ જાન્યુઆરી ૨૦૨૦

નમસ્કાર મિત્રો આ વર્ષ ના પ્રથમ દિવસે જ મેં મારા બ્લોગ અને સોશ્યિલ મીડિયા દ્વારા જાહેરાત કરેલ કે આ વર્ષ થી હું દર રવિવારે એક નવી જ વાર્તા સાથે આવી રહ્યો છું. દર રવિવારે અલગ અલગ ઝોનર ની વાર્તા સાથે આગળ વધીશું.જેમાં બીજા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ કે જેમાં વાત કરીશું લવ સ્ટોરી ની. આજ ની આ વાત શરુ કરતા પહેલા હું એ બધા જ મિત્રો નો, પરિવારજનો અને ખાસ કરીને મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર્સ નો હું આભારી છું. કેમકે આ વાત ને લોકો સુધી પહોંચાડવા અને મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે એમનો જ ભાગ છે.

મિત્રો તમે આજ સુધી ઘણી બધી લવ સ્ટોરી સાંભળી હશે કે પછી વાંચી પણ હશે અને આઈ થિન્ક દરેક લવ સ્ટોરી માં બે પ્રેમીઓ ની વાત અને એક વિલન. પણ આ બધા માં પણ જેમની લાઈફ માં આ સ્ટોરી બની હોય કે જે કોઈ ને પ્રેમ કરતા હોય એને માટે આ સ્ટોરીઓ કરતા વધારે એમનો પ્રેમ મહત્વનો લાગે આપણા માટે ઘડી બે ઘડી નું એન્જોયમેન્ટ લાગે પરંતુ હવે વધારે વાત ના કરતા ડાયરેક્ટ એ બે યુવા દિલ ની વાત પર આવું છું.આમ તો ૨ દિવસ પછી ઉતરાયણ છે અને એના પછી લગ્ન ની સીઝન ચાલુ થશે. એટલે આજે વાત પણ એવી જ એક લવસ્ટોરી ની કરીયે કે જેમાં આ બંને આવી જાય .

આજ થી કદાચ ૧૫ વર્ષ પહેલા ની વાત છે. અંજલિ એક સુંદર અને ખુબ જ હોશિયાર પ્રોફેસર. હાઈસ્કૂલ માં મેથ્સ ભણાવતી. દિવાળી ના દિવસો હતા અને શાળા માં પણ રજા નો માહોલ અને પાછળ જ એની મોટી બહેન ના લગ્ન હતા એટલે એને દિવાળી ના ૨૧ દિવસ ની રજા ઉપર બીજા એક મહિના ની રજા પણ મૂકી દીધી હતી. અને ધનતેરસ ની સવારે પોતાના ગામે જવા માટે એસ.ટી. બસ સ્ટેન્ડ પર પહોંચી. હાથ માં હેવી લગેજ અને ખભે પર્સ સાથે પોતાના ગામડે જવાની બસ ને શોધતી ઉતાવળ માં જ જતી હતી અને આજ સમયે એક નોટંકીબાજ રાજ ની એન્ટ્રી પડી. આ ભાઈ આમ તો ડૉક્ટર હતા પરંતુ મેડિકલ કોલેજ માં લગભગ દરેક સેમ માં ૨-૨ કેટીઓ કરી ને પાસ થયેલ અને પોતાનું નાનું એક ક્લીનીક પણ શરુ કરેલ. રાજ પણ દિવાળી ના રજા માટે ગામડે જય રહ્યો હતો. કહેવાય છે જોડીઓ ઉપર વાળો બનાવે છે બસ આમ ના કેસ માં પણ કૈંક એવું જ થયું. બને જણ પોતાની બસ શોધવામાં અને ઘેર જવાની ઉતાવળ માં જઇ રહ્યા હતા અને એક બીજા સાથે અથડાયા. અને એક બીજા ની ઉપર પડ્યા. રાજે અંજલિ ને અને અંજલિ એ રાજ ને જોયો લગભગ દસેક સેકન્ડ એકબીજા ને જોયા પછી બંને સોરી કહી ને ફરી પોતાના રસ્તે જવા નીકળ્યા. પણ બંને ના મન માં એકબીજા ને ફરી મળવાની ધૂન લાગી અને બંને એ પાછળ વળી ને જોયું તો બંને જાણ ગાયબ. ના રાજ ને અંજલિ દેખાય કે અંજલિ ને રાજ. અંજલિ પોતાના ગામ ની બસ માં બેસી ગઈ અને બસ માં આગળ ની સીટ પર જ અંજલિ બેઠી હતી અને બાકી આખી બસ ભરેલી. બસ ઉપડી ગઈ અને કદાચ એસ.ટી. ની બહાર જતી હતી ત્યાં જ એક હાથ દેખાયો અને એને બસ રોકી એન્ડ યસ હિઝ રાજ. અંજલિ ની બાજુ ની સીટ ખાલી હતી અને રાજ નું બસ માં એન્ટર થવું. અંજલિ ની બાજુ માં જ બેસવાનું થયું અને બંને એ એક બીજા ને જોયા. બંને ના દિલ માં અને દિમાગ માં કશુંક થવા લાગ્યું. બંને એક બીજાની વિરુદ્ધ જોઈ ને ભગવાન ને થૅન્ક્સ કેહવા લાગ્યા. પણ હજી કોણ પહેલા વાત કરે એ અસમંજસ માં હતા. પણ પછી રાજે હિમ્મત કરી અને અંજલિ ને ફરી સોરી કહેતા વાત ચાલુ કરી. બંને એક બીજા ને પોતાનો ઈન્ટ્રો આપ્યો અને વાતો કરતા કરતા ૩ કલાક ક્યાં જતા રહ્યા એ જ ખબર ના પડી. અંજલિ નું ગામ આવી ગયું એટલે એ ઉતરી તો ગઈ પણ હજી રાજ એના દિલ માં વસી ગયો હતો અને રાજ ને પણ અંજલિ વસી ગયેલ. પણ બંને જણા દિવાળી ની ખુશીઓ માં પોતાના મન અને દિલ ને મનાવી ને બેસી ગયા. એકાદ મહિના માં અંજલિ ની મોટી બહેન ના મેરેજ આઈ ગયા. ઘર માં ખુશીઓ નો માહોલ હતો. જાન આવાની તૈયારી હતી એટલે અંજલિ એની બહેનપણીઓ સાથે જાનૈયા અને જીજાજી નું સ્વાગત કરવા દરવાજે ઉભી હતી અને જાનૈયા અને એના મિત્રો નાચતા નાચતા દરવાજા સુધી આઈ ગયા. અંજલિ એ એને જીજાજી નું નાક ખેંચ્યું અને આરતી ઉતારી પણ આ શું? અચાનક શિયાળા ની હવા આરતી ને પણ લાગી ગઈ અને આરતી ની થાળી માં જે દીવો હતો એ વિકરાળ બની ગયો. આ દિવા એ આગ નું સ્વરૂપ લઇ લીધું અને અંજલિ ના નવા કપડાં અને એ રેશમી વાળ બળવા લાગ્યા . ખુશીઓ ના માહોલ માં એક ભય નું મોજું આવી ગયું હોય એવું લાગ્યું. જાણે કે દરિયે રમતા હોય અને સુનામી આવી જાય. બધા અંજલિ ને આગ માંથી બચવા અને આગ બુઝાવા પ્રયત્નો કરી રહ્યા હતા અને આજ વખતે જાનૈયા માંથી એક યુવાન દોડતો આયો અને અંજલિ ને પકડી લીધી અને તરત જ પોતાનો કોટ ઓઢાડી ને એને ઉંચકી લીધી હજી બધા કઈ વિચારે એ પેહલા આ યુવાને આગ બુઝાઈ દીધી અને અંજલિ ને પણ બચાઈ લીધી. આગ ને લીધે અંજલિ બેહોશ હતી એટલે એને પ્રાથમિક દવાઓ આપી અને હોશ માં લાયો અને તરત જ પોતાના મિત્ર એટલે કે જેના મેરેજ હતા એની પાસે આવી ગયો બધા આ યુવક ની હિમ્મત ને દાદ આપી રહ્યા અને અંજલિ ના પરિવાર તથા બધાએ આનો આભાર માન્યો. ત્યાં જ અંજલિ થોડી સ્વસ્થ થઇ અને બહાર આવી. બધા અંજલિ પાસે દોડી ગયા અને અંજલિ ને પૂછ્યું કે ઠીક છે. અંજલિ એ કહ્યું હા અને પછી પૂછ્યું કે કોણ હતું એ જેને લીધે એ બચી. બધા એ યુવક તરફ ઈશારો કર્યો અને અંજલિ એનો આભાર માનવ ગઈ. યુવક એના મિત્રો સાથે ઉભો મસ્તી કરી રહ્યો હતો ત્યાં જ અંજલિ એ પાછળ થી એને બોલાવ્યો કદાચ અંજલિ ને તો એ ખબર પણ નહિ હોય કે ભગવાને એને નાનું દુઃખ આપી ને જીવનભર માટે ખુશીઓ આપી છે. અંજલિ એ થેંક્યુ કહ્યું અને આ યુવક પાછળ ફર્યો. અને એક સરસ સ્માઈલ સાથે યુ અલ્વેસ વેલકમ કહ્યું અંજલિ એ ઉપર જોયું અને એની આંખ માં અને દિલ માં એક ખુશી ના આસું આવી ગયા કારણ કે આ યુવાન બીજો કોઈ નહિ પણ રાજ હતો. અંજલિ ની આંખો જોઈ ને રાજ ના દિલ માં પણ એજ લાગણીઓ વરસી રહી હતી. બંને એક બીજા ને ભેટી ને કહી દેવા માંગતા હતા કે આઈ લવ યુ. પણ બંને ને લોકો ની આંખો નો ડર લાગ્યો . પણ બંને એક બીજા ને દિલ થી તો ચાહતા થઇ ગયા હતા એટલે બંને ખુશ હતા અને હવે લગ્નની વિધિ શરુ થઇ. પણ બંને ની નજરો એક બીજા પર જ હતી. પણ સમય ને રોકાતો નહિ એમ આ રાત પતિ ગઈ અને સવારે વિદાય નો પ્રસંગ આવી ગયો પણ એક જ રાત માં આ બંને વચ્ચે ગાઢ પ્રેમ થઇ ચૂકેલ અને વિદાય સમયે બંને ફરી મળશે એ વચન સાથે છુટ્ટા પડ્યા. પછી શું આ પ્રેમ આમ જ આગળ વધતો ગયો અને બંને ધીમે ધીમે મળવા લાગ્યા. સોમ થી શનિ બંને જણા કામ પર હોય અને રવિવારે બંને એક બીજા ને મલતા. ફાઈનલી ઉતરાયણ આઈ ગઈ અને અંજલિ એની બહેન ને ત્યાં અને રાજ પણ એના મિત્ર ને ત્યાં ઉતરાયણ ઉજવવા આવ્યા. બંને એ પોતાના દિલ ની વાત એની બહેન ને કરી અને એ લોકો પણ આ પ્રેમીઓ ને સપોર્ટ કરવા લાગ્યા. હવે રાજ વધારે રાહ જોઈ શકે એમ નહોતો એની ખુશીઓ માં જાણે જેકપોટ લાગ્યો હોય એવું લાગતું એ પોતાની ખુશીઓ માં જ અંજલિ ને મેરેજ માટે પ્રપોઝ કરી પણ આટલું ઈઝીલી થોડી હોય ઉતરાયણ નો તહેવાર અને એમાં પણ જયારે મુજસે શાદી કરોગી ફિલ્મ રિલીઝ થયેલ એટલે એની પતંગો પણ હતી. રાજે આજ પતંગ માં નીચે અંજલિ નું નામ લખીને એને આપી અને બદલ માં આજ પતંગ ને અંજલિ એ છૂટ આપતા આ પતંગ આસમાને ઉડવા લાગી. બસ હવે ખાલી પરિવાર ની જ હા બાકી હતી અને પછી તો સાત જન્મ ના બંધન માં બાંધવા બંને તૈયાર હતા. પરિવારે પણ હા પાડી અને પછી બંને જણા સાત જન્મ સુધી એક બીજા ના સાથી બની ગયા. કહેવાય છે ને છેલ્લે બધું જ ઠીક થઇ જાય છે હેપી એન્ડિંગ.
તો મિત્રો આ હતી રાજ અને અંજલિ ની લવ સ્ટોરી તમને કેવી લાગી એ મને જણાવજો સાથે સાથે આવતા મહિને બીજા રવિવારે જયારે પ્રેમ ની મોસમ ખીલી હશે ત્યારે એક નવી જ લવસ્ટોરી સાથે મળીશું.અને આવતા રવિવારે એક થ્રિલર સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી બધા ને ત્યાં સુધી હેપી વિક અગેઇન . તમે પણ કોઈ ને પતંગ માં લખી ને કોઈ વાત કેહવા માંગતા હોય તો કહી દેજો. એન્જોય યોર ઉતરાયણ એન્ડ હેપી એન્ડ સેફ ઉતરાયણ ટૂ ઓલ .આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.