Prem Nu Prakaran - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નું પ્રકરણ - 2 - ઇન્તજાર

સવારના આઠ વાગ્યા છે.. ચા નાસ્તો કરી લીધો, તૈયાર થઈ ગયા. હવે શું?.. હવે પાંચ મિનિટ ફોન ચેક કરીને પછી જૉબ ઉપર અને લાગી જવાનું. હા, એજ બોરિંગ કામ માં.

હું કામ એક Computer Operator ( કોમ્પ્યુટર ઓપરેટર ) નું કરું છુ. હવે ઓફિસ તરફ જવા માટે રવાના થઈએ.

હેલ્લો... હાય.. હેય... કેમ મજામાં ને?... શુભ પ્રભાત... ( આ બધુ મારા સાથે કામ કરતા સાથીઓ માટે.. હવે કામ ઉપર લાગી જઈએ. )



10 મિનિટ ની વાર છે. પછી કામ થી ફ્રી અને પછી..... અરે યાર તમને તો ખબર જ છે ને. ( અને પછી એકલો બેઠો - બેઠો તેના વિચાર મા ખોવાઇ ગયો. )

ઇન્તજાર ખત્મ હુઆ, અબ આયા વો હમારા વક્ત જબ હમ બહોત ખુશ હોતે હૈ. જેમ આકાશ - ધરતી બંને સવાર કરતા સાંજના શણગારે વધારે શોભે એવીજ રીતે એ મારી સાથે શોભી રહી હોય એવું મને લાગ્યા કરે છે. અરે.. નઈ નઈ નઈ.. આવા વિચારો ક્યાંથી આવે છે. મારી અને એની વચ્ચે એવું પ્રેમ જેવું કઈ નથી.

( નક્કિ કરેલ સ્થાને એટલે કે Coffee Shop મા પહોંચી ગયો. હવે અંદર જઈએ. )

સામે ટેબલ ઉપર એ બેઠિ છે. દેખાવનું વર્ણન સાદા અને સરળ શબ્દો માં કરું તો ; તેની થોડી મોટી - મોટી આંખો.. સૂર્યમુખી ના જેમ સંપુર્ણ ખીલેલો તેનો સુર્ય સમાન તેજસ્વી અને આકર્ષક ચહેરો.. નિસ્વાર્થ ભાવ સાથે આવેલ તેના હોઠ પરનું સુંદર સ્મિત અને... અને એના વાળની એક લટ એ એના ગાલ ઉપર આવીને હલી રહી હતી.. પ્રેમથી અડકી રહી હતી અને જાણે એ ગાલ સાથે મસ્તી કરી રહી છે અને પછી તેને એની આંગળી વડે એ લટ ને તેના કાન ની પાછળ મુકી.. અને આ બધુ જોઇને અચાનક જ મારા મુખ માંથી વાહ... નિકળી ગયું અને એ પણ થોડુંક જોરથી. પછી બધાની નજર મારી સામે અને મારી નજર એના ચહેરા સામે. પછી હું એના પાસે ગયો.. બેસ્યો અને પછી તેને પુછ્યું કે;

એક તો Let ( મોડુ ) આવવાનું અને એમાય આવા નાટક કરવાના.. વાહ કેમ બોલ્યો?.. એવું તે કેવું ર્દશ્ય જોયું કે આમ જોરથી વાહ બોલ્યો..?

એતો બસ એમ જ...

અરે યાર બોલને.. મારે પણ વાહ.. બોલવું છે.

જગ્યા કેટલી સુંદર છે..😍 બસ એજ જોઇને.

( હાસ્ય અને કટાક્ષ સાથે એ બોલી)
આટલા દિવસ પછી ધ્યાન ગયું આ તરફ?.. કે પછી મને જ જોયા કરતો હતો રોજ.? હં?..

ના..... હા, તને જ જોયા કરતો હતો.

એમ!.. તો પછી મારા વખાણ તો કર્યા નથી કોઈ દિવસ. ચલ આજ મારા વીશે કંઈક બોલ. જેમ કોઇ કવિ પોતની કવિતાને શણગારે તે જ રીતે તુ તારા શબ્દોથી મને શણગાર.

( અને પછી હું થોડા પ્રેમાળ રીતે તેને કહું છુ કે..)

જેમ ચંદ્ર તારાઓ થી વધારે શોભતો હોય છે એજ રીતે ચંદ્ર રૂપી તુ તારા રંગબેરંગી વસ્ત્રોથી શોભી રહી છે. તારા હાથ - પગ ફૂલની પાંખડી જેવા સુવાળા છે. તારી આ કાતિલ આંખોએ મને ઘાયલ કરી નાખ્યો છે. તારા હોઠ એ કમળ જેવા ગુલાબી છે. તારું આ મુખ એ મને દમયંતી કરતા પણ વધારે સુંદર લાગી રહ્યું છે. અત્યારે તુ એવી લાગી રહી છે કે જાણે કોઇ ચિત્રકારની કલ્પનાની રૂપમૂર્તી સામે આવીને ઉભી હોય. તુ કોઇ અપ્સરા જેવી લાગી રહી છે.. અતિ સુંદર. આ રહી તારી સુંદરતા.

આ... આ તુ જ છેને..?

કેમ?.. વખાણ મા કઈ ભુલ થઈ..?

ના.. ના.. I Like it But.. ( મને આ ગમ્યું પણ.. )

But What..? ( પણ શું..? )

પણ વિશ્વાસ જ નથી થતો કે આ તુ બોલ્યો.

કેમ ના બોલી શકું?

બોલી શકે પણ આવી ઉપમા.. કમળ, ચંદ્ર, દમયંતી... મારી અપેક્ષા કરતા વધારે વખાણ કરી દીધા. અને એવું લાગે છે કે બસ કહેવા ખાતર જ વખાણ કરી દીધા.

ના.. ના.. સાચે જે મન માં આવ્યુ તે બોલી ઊઠ્યો.. અને જે કહ્યુ એ બધુ સાચું જ કીધું છે.

જો તને હું આટલી જ પસંદ છુ તો પછી પેલા દિવસ પ્રેમ ના સોદા માટે ના શા માટે કહ્યુ હતુ?.. બોલ.

I Like You But ( હું તને પસંદ કરું છુ પણ ) એનો અર્થ એવો નથી કે હું તને પ્રેમ પણ કરતો હોઇશ. અને પ્રેમ નો અહેસાસ.. પ્રેમ ની અનુભૂતિ હજી સુધી મને થઈ જ નથી તો.. તો હું આ સંબંધના બંધનમા કઈ રીતે બંધાઈ શકુ?.. અને આ જ કારણથી મે તને ના કહ્યુ હતું.

Okay.. સારું.

આજની 20 મિનિટ અહીયાં પુરી થાય છે. અને હવે કાલથી 20 ની જગ્યાએ 40 મિનિટ માટે મળીશું કેમ કે, હવે જૉબ મા પ્રમોશન મળી ગયું આજે અને કામ કરવાનો સમય પણ ઓછો થઈ ગયો.

Wow! Congratulations.. It's a good news. ( વાહ! અભિનંદન.. આતો સારા સમાચાર છે. ) કાલના દિવસ નો ઇન્તજાર રહેશે.

આમે આજની 20 મિનિટ પતી ગઈ. હવે કાલે જલદી મળીએ અને હા, 40 મિનિટ માટે. અને કાલે ખાસ તારા માટે એક સરપ્રાઇઝ પણ છે.



[ ક્રમશ ]