prem ni alag paribhasha - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની અલગ પરિભાષા - 3

ભાગ 3

વીતી ગયેલી પળો
[રચના બધા સાથે બોલવા લાગી, રોહન નામના છોકરા સાથે તેની દોસ્તી થઈ ગઈ છે. અને રોહને લગ્નનો પ્રસ્તાવ મૂકતાં રચનાએ ના છૂટકે રોહનને પોતે કિન્નર છે, તે વાત જણાવી દીધી.]

રચના કિન્નર છે, તે વાત જાણીને રોહન તો પોતાનો હોશ જ ખોય બેસ્યો. પછી એકાએક બોલ્યો, " તો અત્યાર સુધી આ નાટક કેમ કર્યું? રચના બોલી, " હું તો મિત્ર તરીકે હજુ પણ તને પ્રેમ કરું છું ".
"પ્રેમ પ્રેમ શું કરે છે, આવો પ્રેમ હોય. મને તો મારા પર શરમ આવે છે કે, અત્યાર સુધી હું એક....... "રોહન અટકી ગયો.
કેમ એક કિન્નર ને પ્રેમ કરવાનો હક નથી? શું તેનામાં લાગણી ન હોય? રચનાએ કટાક્ષમાં કહ્યું.
લાગણી ને હક ને એ બધું હશે પણ સંબંધ બાંધવાની ક્ષમતા ન હોય તેનું શું, તારું આ સત્ય તો મને અહીં ઊભુ રહેવા પણ નથી દેતુ. ધિક્કાર છે તારા પર. "ના રોહન એવું ના કર." રચના આગળ કંઈ બોલે તે પહેલાં જ રોહન ચાલ્યો જાય છે. બધુ ખતમ કરીને.
રચના કલાકો સુધી બેઠી બેઠી રોવે છે, ઘરે કહી દે એવું મન થાય છે . અંતે તેણે ઘરે ફોન પણ કર્યો સામે થી અવાજ આવ્યો," હેલો, બેટા કેટલા દિવસે યાદ આવી!
શું કરે મારી લાડકી ?"પપ્પા, "પપ્પા મારે નથી રહેવું અહીંયા. તમે મને લઈ જાઓ અહીંથી" , "પણ બેટા..." રમેશભાઈ આગળ બોલે તે પહેલાં જ રચના રડતા રડતા બોલી "હું કઈ જાણતી નથી. તમે મને લઈ જાવ અહીંથી બસ" તેના પપ્પા પણ ગભરાયા અવાજે બોલ્યા ,"બેટા હું કાલે જ આવું છું ." આ સાંભળી રચનાએ ફોન કાપી નાંખ્યો .
થોડીક વાર પછી ત્યાંથી હોસ્ટેલ ગઇ ખુશી તો સુઇ ગઇ હતી પણ રચનાની આંખોમાં લોહીના આંસુ નીકળતા હોય તેમ આખી રાત રડતી હતી .ડર હતો આખરે બધા ને ખબર પડશે તો શું થશે! કોણ તેની સાથે બેસવા રાજી થશે? તેનાથી કહેવાય તો ગયું પણ બહુ ચિંતા થતી હતી. આ બધું વિચારતા વિચારતા ક્યારે આંખ બંધ થઈ ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો .અને સવારે તે ઊઠી ત્યારે બધા જોરજોરથી ઘોંઘાટ કરતા, તેની આજુબાજુ ઊભા હતા અને બોલતા હતા કે ,'હવે આ ને અહીં રહેવાનો કોઈ હક નથી આ થોડી કઈ કિન્નરોની હોસ્ટેલ છે '
.રચના કિન્નર છે આ વાત રોહને જ તેના મિત્રો દ્વારા ફેલાવી હતી.પણ ઘણા ના માન્યમાં ન હતું આવતું .પણ તેના વાત પરથી શંકા તો જાગતી જ હતી અને જો ખોટી વાત ઉડાડવાથી પણ વાત સાચી થતી હોય તો આ તો સત્ય જ હતું. રચના તો બહુ ગભરાઈ ગઈ હતી માણસોના ટોળા વચ્ચે આમતેમ નજર કરી તે ખુશી ને શોધતી હતી, અને ખુશી આવી ત્યારે તેની આંખને ઠંડક થઈ પરંતુ ખુશીએ તો તેને હાથ પકડીને હાથ માં તેનો સામાન આપી ને હોસ્ટેલમાંથી નીકળી જવા જ કહ્યું. અને બોલી ,"શરમ આવે છે કે અત્યાર સુધી હું એક કિન્નર સાથે રહેતી હતી."
જોતજોતામાં આ વાત આખા મેડિકલ કેમ્પસમાં ફેલાઈ ગઈ. રચના માટે બહુ જ મુશ્કેલ હતું હવે આ બધાનો સામનો કરવો ,એટલા માં જ અચાનક તેના પર ફોન આવ્યો ,તેનાં પપ્પા નો હતો એટલે જલ્દીથી ઊંચક્યો હજુ તો તે બોલવા જાય તે પહેલાં જ સામેથી અવાજ આવ્યો કે,' રચના તારા મમ્મી પપ્પા નું હાઇવે પર અકસ્માત થયું છે અને તે બહુ ગંભીર હાલતમાં છે." આટલું સાંભળતા જ રચનાના હાથમાંથી ફોન સરકી ગયો.
તે જમીન પર પડી ગઈ હાથમાં બેગ હતું ,એ પણ પડી ગયું. અને રસ્તા પર જોર જોરથી રડવા લાગી .સાવ નિઃસહાય તેને ત્યાં જવું હતું પણ કેમ જાવું બહુ જ જોરથી તે રડતી હતી.
અચાનક જ કોઈ અજાણ્યું વ્યક્તિ તેની તરફ આવ્યું, અને તેની પાસે બુલેટ હતું. હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો ચહેરો દેખાયો નહીં , અને તેને કહ્યું," મેડમ ક્યાં જવું છે , તમારે?" પણ રચના એ કાંઈ જવાબ ન આપ્યો હવે કોઈ અજાણી વ્યક્તિ પર તેને ભરોસો આવતો ન હતો .પરંતુ પોતાને પણ મદદની જરૂર હતી એટલે તેને કહ્યું ,"અમદાવાદ હાઈવે પર મારા મમ્મી પપ્પા નું અકસ્માત થયું છે, અને અજાણ્યાં માણસે પાછળ બેસવા ઈશારો કર્યો અને રચના બેઠી, પણ મનમાં ડર તો હતો જ. કેટલી મૂંઝવણોનો વંટોળ ચડ્યો હતો પરંતુ અત્યારે તો તેને અમદાવાદ હાઇવે પર પહોંચવું હતું .અને પેલો અજાણ્યો માણસ તેને ત્યાં લઇ ગયો. અને ત્યાં ઉતારી પણ રચના પહોંચી ત્યાં તો તેના મમ્મી-પપ્પા નો શ્વાસ બંધ થઈ ગયો હતો .બહુ ભારે કપરી પરિસ્થિતિ હતી હવે તેના માટે.

, હવે તો તેને એકલીએ સામનો કરવો પડે તેમ જ હતો, આજુબાજુના લોકોની મદદથી તે એમ્બ્યુલન્સ માં ઘરે લઈ ગઈ, અને પરિવારજનોની મદદથી તેમના મમ્મી પપ્પા નો અંતિમ સંસ્કાર કર્યો. પણ હવે તો તેને એકલા હાથે આ ઝાલીમ દુનિયાનો સામનો કરવાનો હતો. થોડીક વાર માટે તો તેને વિચાર આવ્યો કે આત્મહત્યા કરી લવ પણ તેને તેના પપ્પાનું સપનું પૂરું કરવું હતું.

હવે અમદાવાદ પણ કેમ જવું , કોણ બોલાવશે ત્યાં ? પછી અચાનક જ વિચાર આવ્યો કે લોકો ધિક્કારે છે મને, પણ સંસ્થાએ થોડી કાઢી મૂકી છે. આત્મબળ મજબૂત કરીને તેને અમદાવાદ જવાનો નિશ્ચય કર્યો .રાતે નવ વાગે તેની બસ હતી અને સાંજે 7:30 વાગ્યે ઘરેથી નીકળી બસ સ્ટોપ પર જવા .
અલગ જ મનમાં વિચારો ચાલતા હતા અને અચાનક જ કોઈ નો અવાજ આવ્યો . આ અવાજથી એ પરિચિત હતી,નાનપણમાં તો તેના પિતા બચાવી લેતાં, પણ આજે કોઇ ન હતું તેને બચાવવા , અજીબ દેખાતા મોટી ઉંમરના તેના જ જેવા તેમના જ સમાજના કિન્નરો હતા એ તેની તરફ આવતા હતા અને તેનો વિચાર તેને પકડીને લઈ જવાનો અને તેના જ જેવી બનાવવાનો હતો. .અંતે તે ભાગવા લાગી હતી,તે લોકો પણ તેની પાછળ પાછળ ભાગતા હતા અને આખરે જબરજસ્તી થી પકડવા જતા હતા, ત્યાં જ બુલેટ નો અવાજ આવ્યો અને પેલા લોકો કોઈ માણસને આવતા જોઈને ભાગી ગયા અને રચના બચી ગઈ.

કોણ હશે એ બુલેટમાં?

શું એ બુલેટમાં રોહન જ હશે? કે પછી રોહનની જ આ કોઈ નવી ચાલ હશે?
વધુ આવતા અંકમાં.
ક્ષતિ અને પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી.
riyamakadiya2506@gmail.com