soundarya - 8 books and stories free download online pdf in Gujarati

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૮)

" સૌંદર્યા-એકરહસ્ય "(ભાગ -૮) . બેભાન રહેલી એ યુવતી ભાન માં આવે છે.એને સૌંદર્યા તરીકે નામ આપવામાં આવે છે. સૌંદર્યા ને ' માં ' પોતાની દિકરી ગણી ને એને સાંત્વના આપે છે.. સૌંદર્યા ને સ્નાનાદિ કાર્ય કરી ને આવવાનું કહે છે.... કલ્યાણી એની બે સખીઓ સાથે આશ્રમ માં આવે છે.... હવે આગળ....ગભરાતી કલ્યાણી બોલી," માં.. આજે સવારે મારા એ... જડીબુટ્ટી લેવા સામે કિનારે ગયા હતા... જડીબુટ્ટી લેતા લેતા. તપોભૂમિ પાસે પહોંચ્યા...તો એમને નવાઈ લાગી." "શું થયું અને શું જોયું કલ્યાણી બોલ?" માં ચંદ્ર કલા માં બોલ્યા..... " માં " એમણે તપોભૂમિ નું સુચના બોર્ડ જોયું તો એમાં ફક્ત "તપોભૂમિ" -' માં' ચંદ્ર કલા માં..જ લખેલું હતું... બીજું લખાણ ગાયબ થઈ ગયું હતું..". આ સાંભળી ને 'મા' વિચાર માં પડ્યા.પછી થોડું સ્મિત આપી ને બોલ્યા," કલ્યાણી,આ સુચના બોર્ડ ની મને ખબર છે. તું ચિંતા ના કર.. આજે મારી નવી નાની દિકરી આવી છે.. એટલે આજે રવા નો હલવો બનાવજે..ને હા.. હું એ દિકરી સાથે પરિચય કરાવીશ...પણ તારે ને લતાએ એના માટે તાત્કાલિક કપડાં તૈયાર કરવા પડશે..એ સ્નાન કરીને આવે એટલે એના કપડા માટે માપ લેવા. હવે હું થોડી વાર માટે મારા કક્ષમાં જઉ છું.". એમ બોલી ને માં પોતાના કક્ષ માં જાય છે.વિચારે છે કે,આ સૌંદર્યા ની વાત કોઈ ને કરવી નથી...પણ..પણ...મારે ગુરુ જી ને આ સૌંદર્યા ની કહાની અને તપોભૂમિ ના સુચના બોર્ડ વિશે કહેવું પડશે... લાગે છે કે ઈશ્વરે ખાસ કોઈ કાર્ય ની પૂર્તિ માટે જ આ સૌરભ નો સૌંદર્યા તરીકે પરિવર્તન કરાવ્યું લાગે છે.એટલે..એટલે..જ... ........ ઇશ્વરે હવે એની જવાબદારી મને સોંપી છે.. લાગે છે કે સૌંદર્યા પાસે ઈશ્વર કોઈ વિશિષ્ટ કાર્ય કરાવવા માંગે છે.. ગુરુજી નું માર્ગદર્શન લેવું જ પડશે................ આ બાજુ આઘાત પામેલી સૌંદર્યા ફ્રેશ થવા અને સ્નાનાદિ કાર્ય કરવા જાય છે. સૌંદર્યા ના કક્ષ માં ગૌરી સૌંદર્યા ની રાહ જુએ છે... થોડી વારમાં સૌંદર્યા સ્નાન કરીને સફેદ વસ્ત્ર પહેરીને બહાર આવે છે.. એને જોતાં જ ગૌરી એનું આવું રૂપ જોઈ ને આશ્ચર્ય ચકીત થાય છે.. બોલે છે," ખરેખર સૌંદર્યા બોલ તું અપ્સરા જ છે ને.. સાચું કહેજે..આવી કન્યા હજુ મેં જોઈ નથી. સૌંદર્યા તું પહેલા તારા લાંબા કેશ ને રૂમાલ થી બરાબર લુછજે.પછી તારા કેશ ને હું સરસ રીતે ઓળી આપું..હા..કાજલ નો ટીકો તને લગાવવો પડશે. ક્યાંક તને કોઈ ની નજર નાં લાગે. " સૌંદર્યા ને પણ નવાઈ લાગે છે .. આ દીદી આવું કેમ બોલે છે?.. સૌંદર્યા કક્ષ માં રાખેલા દર્પણ પાસે જાય છે.. ધવલ વસ્ત્ર ધારણ કરેલું પોતાનું આ રૂપ જોઈ ને થાય છે કે ,આ કોણ છે? હું.. હું.. છું? મારું અસ્તિત્વ? સૌરભ નું તો અસ્તિત્વ જ નહીં...મારા માં બાપ ને ખબર પડશે તો એમને તો આઘાત લાગશે. આ વિચાર કરતા સૌંદર્યા ડરી જાય છે.અને ચીસ પાડી ને બેભાન થઈ જાય છે. " માં " પોતાના કક્ષ માં હોય છે ને ગૌરી દોડતી દોડતી કક્ષ માં આવે છે..ગભરાતી બોલે છે," ' માં ' સૌંદર્યા ફરીથી બેભાન થઈ ગઈ.કદાચ એને ફીટ..વાઈ આવતી હશે?." આ સાંભળી ને ગૌરી ની સાથે ' માં ' સૌંદર્યા ના કક્ષ માં જાય છે.. પાછળ રાધા પણ હળદર વાળું દૂધ લઈ ને આવે છે. સૌંદર્યા બેભાન જેવી હોય છે.. ' માં ' સૌંદર્યા નું માથું પોતાના ખોળામાં લે છે.વહાલ થી એના માથે હાથ ફેરવે છે..શરીર થોડું ગરમ લાગે છે.. કદાચ ફીવર હશે?.. ના..ના...આ અચાનક બનેલા બનાવથી એને આઘાત લાગ્યો હશે... ધીમા સ્વરે ' માં ' ઈશ્વર ને વિનવે છે... સૌંદર્યા ના માથા પર સ્નેહ ભરેલો હાથ ફરવાથી એને ભાન આવે છે.. " માં " માં...આ મારૂં આ રૂપ ? કેવીરીતે જીવીશ?". ' માં ' એને સાંત્વના આપે છે. " મારા બચ્ચા શું થાય છે? ગભરાઈ ના જતી. ....તું તો મારી દીકરી છે.બહુ ડાહી છે.સમજુ છે... બધું સારું થશે.. ઈશ્વર ઇચ્છા...થી જ આ થાય છે....... હવે તું બેઠી થા... તારૂં આ અનુપમ સૌંદર્ય જોઈ ને તો કોઈ ને પણ ઈર્ષા આવે... ગૌરી, કાજલ લાવ..એને કાળો ટીકો કરવો પડશે..". પછી માં સૌંદર્યા સામે જોઈ ને બોલ્યા," લે. હવે આ ગરમા-ગરમ દૂધ...હળદર વાળું છે..પીધા પછી સારૂં લાગશે..આતો તારામાં હજુ નબળાઈ છે...ને હા..એક કલાક પછી અશ્વગંધા શતાવરી વાળું દૂધ પીવાનું છે..જો તારા કેશ સુકાઈ જાય એટલે હું મારા હાથે તારા માથા માં બ્રાહ્મી આમળાં તેલ લગાવી આપીશ..આતો નબળાઈ ના લીધે શરીર ગરમ લાગે છે.". થોડી વારમાં સૌંદર્યા હળદર વાળું દૂધ પીએ છે.. એને થોડી વાર આરામ કરવાનું કહે છે..સાથે ગૌરી ને રહેવાનું કહે છે.... સૌંદર્યા માં ના પગે પડી વંદન કરે છે..બોલે છે," માં..પાયલ લાગુ.." માં એને આશીર્વાદ આપે છે.. મારી ડાહી દિકરી..બોલી ને ગલે લગાવે છે.. આંખો માં થી આંસુ આવી જાય છે... થોડી વારમાં ' માં ' અને રાધા કક્ષ માં થી બહાર આવે છે... માં પોતાના કક્ષ માં આવી ને રાધા ને કહે છે," રાધા, તું લતા ને બોલાવ.". "પણ માં હું છું ને તમારી પાસે." રાધા બોલી. "જો.રાધા...મને લાગે છે કે આ સફેદ વસ્ત્ર પણ સૌંદર્યા ને હમણાં ના પહેરાવાય.. કદાચ એનો પણ આઘાત લાગ્યો હશે! મને લાગે છે કે એને ચાર દિવસ સુધી " ભીખારી " ની જેમ... એટલે કે...જે બહુ લાડલુ હોય ને એક નું એક હોય એને બીજા ના કે થોડા જુના વસ્ર પહેરવા આપવામાં આવે છે... એને થોડા આછા કલર ના કપડા....હા....યાદ આવ્યું..લતા પણ સૌંદર્યા જેટલી જ ઉંચી અને પતલી છે..એના વસ્ર આવી રહેશે..એને બોલાવ.". રાધા લતા ને બોલાવી ને માં ના કક્ષ માં આવે છે... માં બોલ્યા," લતા ,તને એક વાત કરવાની છે..માનીશ ને.". "હા, માં.. તમારી બધી વાત માનીશ.તમે તો મને તમારી દીકરી માની ને મારા કુટુંબ ને બહુ મદદ કરી છે.". " તો સાંભળ લતા, આ મારી નાની દિકરી સૌંદર્યા આવી છે.. મેં માન્યું છે કે એને કોઈ ના પહેરેલા કે જુના વસ્ત્રો પહેરાવવા.. સૌંદર્યા અને તારી હાઈટ અને શરીર લગભગ સરખું લાગે છે..તો તારા કોઈ વસ્ત્રો અહીં હમણાં હોય તો જણાવ. તમે અહીં તમારા કપડાં રાખો છો તો જો ને.". "પણ.. માં..અમે..તો...તો..તો.... ને અમારા પહેરેલા? નવા પણ છે..". " જો..લતા.. ઈશ્વર ના દરબાર માં કોઈ ઊચ નથી કે કોઈ ... ભેદભાવ નથી...હા..એ પહેરશે.". " માં અહીં મારા બે ગાઉન છે..એક નવું છે અને બીજું પહેરેલું છે..તેમજ એક સાડી છે..પણ એ અમારા ગાંવ માં પહેરે એવી સસ્તી છે..કોટન ની... બીજી સારી સાડીઓ મારા ઘરે છે. તમે કહેતા હો તો મંગાવી લાવું.". "અને અહીં બીજા કપડાં છે? " "હા.. માં ..છે..પણ એ પહેરશે?" "હા.. હું કહીશ તો પહેરશે....બોલ... " "બે જોડી લહેંગા ,ચોલી અને ચુનરી છે..પણ..એ લાલ , પીળા રંગની છે... પણ પછી અહીં બદલવા માટે મારી પાસે....પાસે..." "લતા, તું ચિંતા ના કર તારી પાસે અહીં છે એ કપડાં લાવ..ગાઉન,સાડી તેમજ લહેંગા ચોલી અને ચુનરી..પણ...તારા નવા કપડાં માટે બપોર પછી જબલપુર જઈને લેતી આવજે.એના રૂપિયા મારી પાસે થી લેતી જજે...પણ જતા પહેલા મને મલી જશે.. હમણાં તો તું એક ગાઉન આપ. સાંજે..સૌંદર્યા સત્સંગ વખતે લહેંગા,ચોલી ને ચુનરી પહેરશે.. ..હજુ એને સાડી પહેરતા આવડતું નાહોય...તો તારે એને શીખવાડવું પડશે..બે દિવસ માં એને તૈયાર કરી દેવાની છે." થોડી વારમાં લતા એના બધા કપડા લાવી અને માં સાથે સૌંદર્યા ના કક્ષ માં ગઈ... સૌદર્યા ને હવે સારું લાગવા માંડ્યું... માં બોલ્યા," સૌંદર્યા,આ સફેદ વસ્ત્ર બદલી ને આ ગાઉન પહેરી લે..આ બધા વસ્ત્રો નું ફીટીગ જો જે..આ લતા તને કેવીરીતે પહેરવું તે શીખવાડશે..તેમજ જો ઢીલા લાગે તો એ ફીટીગ કરી આપશે...જો હમણાં રાધા અશ્વગંધા વાળું દૂધ લાવે છે.એ પીવાનું છે..અશક્તિ છે..ને.. ને પછી ગૌરી સાથે બહાર આપણા નાના બાગ માં થોડું ચાલજે..મન સારૂં થાય....તેમજ શંકર ભગવાન નું નાનું મંદિર પણ છે.. ત્યાં દર્શન કરજે....એક વાત કરવાની તો ભુલી ગ ઈ... જો તારે કોઈ ચિંતા કરવી નહીં..આ બધી તારી દીદી જ છે..જો તારે વહેલી સવારે તારા નિત્ય ક્રમ મુજબ ગાયત્રી મંત્ર ના જાપ તો કરવાના જ.. સંધ્યા કાળે પણ.... મને ખબર છે તું ગાયત્રી મંત્ર કરે છે. લાવ હવે તારા કેશ માં બ્રાહ્મી આમળાં તેલ લગાવી આપું જેથી તારૂં મગજ પણ થોડું ઠંડું રહે તેમજ આરામ મલે.". માં ના આ હેત ભર્યા શબ્દો સાંભળી ને સૌંદર્યા માં ના પગે પડી ને પ્રણામ કર્યા... પાય લાગું.. માં.... માં તમે કેટલા સારા છો.. મારી સગી મા ની જેમ જ.. મારૂં પણ હવે કોઈ આ દુનિયામાં છે... " આમ સૌંદર્યા નો વ્યવહાર સામાન્ય થતો ગયો.સૌદર્યા વસ્ત્રો પહેરતા શીખી ગઈ....... બધી દીદીઓની કંપની માં મન લાગ્યું.. તેમજ રસોઈ માં પણ રસ લેવા માંડી... ગૌરી અને રાધા સાથે સંગીત ને ભજનો ની તૈયારી કરવા લાગી. સૌંદર્યા એ કહ્યું એને નરસિંહ મહેતા નું ગાંધીજી નું પસંદ વૈષ્ણવ જન...આવડે છે એ ગાશે...તેમજ શ્રી કૃષ્ણ ભગવાન ની ધુન પણ આવડે છે... આમ સાંજ ના સત્સંગ ની તૈયારી થવા લાગી. સાંજે લતા એના વર સાથે જબલપુર, આશ્રમ ના કપડા અને પોતાના કપડા ખરીદવા ગઈ. સાંજે માં એ કલ્યાણી ને કહ્યું," સત્સંગ વખતે પ્રસાદ માં છુટી બુંદી બનાવજે... ભગવાન ને ભોગ ધરાવવા..ને સૌંદર્યા ના હાથે ભોગ ધરાવવાનો છે.... અને હા.. સુચના બોર્ડ પર લખજે..કે કાલે મહીલાઓ માટે વસ્ર દાન છે..તો સવારે અગીયાર વાગે જરૂરિયાત વાળી મહીલાઓ એ આવી જવું..આ વસ્ર દાન સૌંદર્યા ના હાથે કરાવવાનું છે.જો વસ્ર ભંડાર માં દાન માટે પચીસ કે ત્રીસ સાડીઓ છે કે નહીં?". કલ્યાણી બોલી," હા, માં...હજુ બે દિવસ પહેલા જ જબલપુર ના અગ્રવાલ વાળા પચાસ સાડીઓ દાન માટે આપી ગયા છે. ". "સારૂં.. સારું..ને હા..જો કાલે કોઈ જબલપુર જવાનું હોય તો આ વસ્ત્રદાન ડોનેશન નો ચેક ₹દસ હજાર નો આવ્યો છે.. બેંક માં જમા કરાવવાનો છે..". હા... માં.. કાલે મારા..એ. જવાના છે..". "કલ્યાણી.. તને એક વાત પુંછું? " "હા, માં...બોલો.. " " આ તારા વર ને કર્ણ વેધ આને નાક વેધ..છેદન.. આવડે છે?". " હા.. માં..પણ કોનું કર્ણ વેધ કરવાનું છે.? મને પણ આવડે છે.હુ શીખી ગઈ છું.. એમણે મને શીખવાડ્યું છે..ગામ માં નાના બચ્ચા ના કર્ણ વેધ હું કરું છું.". "સારું..આ મારી દિકરી સૌંદર્યા નું. પણ...તારા વર ને પણ બોલાવજે. ચાંદી ની વાળી નાખવાની છે..આવતી કાલે.. વસ્ત્ર દાન પછી.. અગીયાર વાગે... તું પણ સાથે રહેજે.". "સારું માં... બીજું કોઈ કામ હોય તો કહેજો..આપ જ અમારા માટે વંદનીય છો.". સાંજે આશ્રમ માં સત્સંગ સભા શરૂ થાય છે... સૌંદર્યા એ લાલ પીળા રંગની ગામઠી લહેંગા,ચોલી અને ઓઢણી પહેરી છે... આ ડ્રેસ માં સૌંદર્યા ખૂબસૂરત દેખાય છે... માં એ સત્સંગ સભા શરૂ કરી... પ્રાથમિક આશિષ પ્રવચન આપ્યું. રાધા અને ગૌરી એ સંગીત મય વંદના શ્રી ગણેશ ની સ્તુતિ કરી... પછી.. સરસ્વતી વંદના..મધુર અવાજે... અને સાથ સૌંદર્યા એ પણ આપ્યો... ભક્ત જનો આ મધુર સંગીત મય વંદના સાંભળી ને ભાવ વિભોર થયા.... ગૌરી અને રાધા એ હરિ ઓમ શરણ નું પ્રખ્યાત ભજન શરૂ કર્યું.. मैली चादर ओढके कैसे द्वार तुम्हारे आऊँ ।।
हे पावन परमेश्वर मेरे मन ही मन शरमाऊँ ।। આ પછી શંકર ભગવાન નું ગીત ગાયું... नमो-नमो जी, शंकरा
भोलेनाथ, शंकरा
जय त्रिलोकनाथ, शंभु
हे शिवाय, शंकरा
नमो-नमो जी, शंकरा
भोलेनाथ, शंकरा
रुद्रदेव, हे महेश्वरा
चंद्रमा ललाट पे, भस्म है भुजाओं में
वस्त्र बाघ-छाल का, है खड़ाऊँ पाँव में
प्यास क्या हो तुझे
गंगा है तेरी जटाओं में, जटाओं में, जटाओं में
दूसरों के वास्ते (भोलेनाथ, शंकरा)
तू सदैव ही जिया (हे शिवाय, शंकरा)
माँगा कुछ कभी नहीं (भोलेनाथ, शंकरा)
तूने सिर्फ़ है दिया (हे शिवाय, शंकरा)
समुद्र मंथन का था समय जो आ पड़ा
(था समय जो आ पड़ा, था समय जो आ पड़ा)
द्वंद्व दोनों लोक में विषामृत पे था छिड़ा
(विषामृत पे था छिड़ा, विषामृत पे था छिड़ा)
अमृत सभी में बाँट के, प्याला विष का तूने खुद पिया
नमो-नमो जी, शंकरा
भोलेनाथ, शंकरा
जय त्रिलोकनाथ, शंभु
हे शिवाय, शंकरा
नमो-नमो जी, शंकरा આ ગાતાં ગાતાં ગૌરી અને રાધા એ સૌંદર્યા અને " માં " સામે જોયું.... ભક્ત જનો ભજન સંગીત માં રસમય ,ભાવભિવોર થયા......... હવે ગાવા નો વારો સૌંદર્યા નો આવ્યો..... સૌંદર્યા એ જે ગીત ની શરૂઆત કરી એ સાંભળીને માં, ગૌરી અને રાધા. આશ્ર્ચર્ય થી જોવા લાગ્યા. રાજ રાજેશ્વરી ત્રિપુરા સુંદરી,
દૂર તેરા દરબાર,
હો...રાજ... રાજેશ્વરી...

કૈસે મૈં આઉં મૈયા,(૨)
મૈં હું લાચાર,
રાજ રાજેશ્વરી....
આશ કી દોરી,તૂટી ગઈ હૈ,(૨)
મૈયા જૈસે રૂઠ ગઈ હૈ,(૨)
બીગડી બના દે મૈયા,(૨)
કર દે બેડા પાર,
રાજ રાજેશ્વરી....

ના કર દેરી,વિપદા હર મેરી,
યે અનાથ માં,હૈ તેરી બેટી,
સાચી હૈ તુહી મૈયા,(૨)
સાચા દરબાર....
રાજ રાજેશ્વરી.... આ ગીત ગાતાં ગાતાં ભાવ વિભોર થયેલી સૌંદર્યા ફુટ ફુટ( ધ્રુસકે ધ્રુસકે) કર રોઈ.... તરત જ "માં " ઉભા થયા.. ને સૌંદર્યા ને પોતાની ગોદમાં લઇ ને શાંત રાખવા કોશિશ કરી... અને સૌંદર્યા ને લઈ ને પોતાના કક્ષ તરફ લઈ ગયા... ગીત..ભજન..ને આગળ વધારતા... ગૌરી અને રાધા એ એક ભજન ગાયું... रचा है सृष्टि को जिस प्रभु ने,(२)
वहीं ये सृष्टि चला रहें हैं,(२)

जो पेड़ हमने लगाया पहले,
उसी का फल अब हम पा रहे है,
रचा है सृष्टि को जिस प्रभु ने...

इसी धरा से शरीर पाया,
इसी धरा में फिर सब समाये,(२)

है सत्य नियम यही धरा का,(२)
इक आ रहे है,इक जा रहे है,
रचा है सृष्टि को जिस प्रभु ने... *** (ક્રમશઃ ભાગ-૯) માં..આવતા ભાગ માં સૌંદર્યા દ્વારા વસ્ર દાન, સૌંદર્યા નો કર્ણ વેધ તેમજ " માં " દ્વારા સૌંદર્યા તરીકે ના છઠ્ઠા દિવસે વિધિવત્ નામ સંસ્કાર.... આ નામ સંસ્કાર માં "માં " પોતાની માનેલી મોટી દિકરી ડો.સુનિતા ને આમંત્રણ આપે છે.....પણ...પણ..... વધુ જાણવા વાંચો મારી ધારાવાહિક વાર્તા "સૌદર્યા-એક રહસ્ય"( મિત્રો આ તહેવારોની શુભકામના અને આવનારા તહેવારો ની શુભેચ્છાઓ...આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏). @કૌશિક દવે તા.૧૪/૦૮/૨૦૨૦