Proposal - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પ્રસ્તાવ - 1

"નશા હૈ યે પ્યાર કા નશા હૈ , નશે મેં યારોં હમ ડૂબ જાયેં ........." મીલન આ ગીત ગણ ગણતો પારુલ ના આવવાની રાહ જોઈ રહ્યો હતો. પરુલ ને એ એક ડેટિંગ સાઈટ પર મળ્યો હતો, અને આજે એની સાથે ની આ પહેલી મુલાકાત હતી. મીલન એક બહુ રાષ્ટ્રીય કંપની માં મેનેજર હતો, અને પારુલ એમ.બી.એ. ના છેલ્લા વર્ષ ની પરીક્ષા આપી પરિણામ ની રાહ જોઈ રહી હતી. બેવ જણ છેલ્લા એક વર્ષ થી વાત કરતા હતા. પારુલ નું ભણતર પૂરું ના થાય ત્યાં લાગી એલોકોએ મળવાનું મોકૂફ રાખ્યું હતું. બને એક બીજા ને સારી રીતે સમજતા હતા ને આજ કાલ ના વેવલા વેળા એમન માં સહેજે નોતા .આમ તો મળવાનો સમય ૬ વાગ્યા નો હતો પણ એ અર્ધો કલાક પહેલા જ પોહચી ગયો હતો. કાળા જિન્સ પર આસ્માની રંગ ના ટીશર્ટમાંથી એનો કસાયેલો બાંધો ચિત્તાકર્ષક લાગતો હતો. હાથ માં પહેરેલી કાંડા ઘડિયાળ મા એ વારે વારે સમય જોયા કરતો હતો એને આ અર્ધો કલાક એક યુગ સમો લાગતો હતો. વેઈટર બે વાર આવી ન ઓર્ડર પૂછી ગયો.

બરાબર ૬ વાગે, એણે, રેમ્પ વોક કરતી મોડેલ ને પણ ઝાંખી પાડી દે એવી ચાલ સાથે એક રૂપગર્વિતા ને અંદર દાખલ થતી જોઇ, એણે કાળા રંગ નું સ્લીવલેસ ટોપ ની નીચે ઘેરા ભૂરા રંગ નું જીન્સ પહેર્યું હતું. ખભા લગીના છુટ્ટા વાળ એની ચાલ સાથે લયબદ્ધ રીત ઝૂલી રહ્યા હતા. આંખો પર થી સન ગ્લાસ કાઢી એણે આમ તેમ જોવા માંડયું , જાણે કોઈ ને શોધી રહી હોય. એ પારુલ હતી, મિલન ને જોઈ એ એક હાથ ઊંચો કરી સ્મિત રેલાવતી એની પાસ પોહચી. મીલને ઉભા થઇ, સામે ની ખુરસી પાછળ ખેંચી એને બેસવા આમંત્રી. તે આભાર કહી બેઠી, અને હાથ માંનું પર્સ ટેબલે પર મૂક્યું. મીલન એની સામે બેઠો. ઔપચારિકતા પતાવી એણે પૂછ્યું,

" અહીં ની મોચા કોફી ઘણી સારી આવે છે, તને એ ફાવશે?"

" હા, ને સાથે સમોસા પણ મંગાવી લે, કોફી સાથે સારા લાગશે."

બે મોચા અને બે સમોસા નો ઓર્ડર આપી ને બંને વાતે વળગ્યા.

"પારુલ, પરિણામ આવ્યા પછી આગળ શું વિચાર કર્યો છે ?"

" કોઈ સારી જોબ મળે તો કરવી છે, ઘરમાં મોટા ભાઈ માટે છોકરી જોવાય રહી છે, ઘરમાં ભાભી આવે એટલે મારા લગ્ન ની તૈયારી થશે. ત્યાં લાગી જોબ કરીશ, પછી આગે આગે ગોરખ જાગે"

" આ તો ગજબ થયો"

"કેમ"

એટલા માં વેઈટર ઓર્ડર મૂકી ગયો.

પારુલે સમોસા મા એક બટકું મારી એનો પ્રશ્ન પાછો પૂછ્યો,

"કેમ, ગજબ થયો, કહે છે?"

"કોફી પતાવી પછી વાત કરું."

બને કોફ નિચુસ્કી લેતા લેતા અલક મલ ક ની વાતો કરતા રહ્યા.આ સમય દરમ્યાન, મીલન એની દ્વિધા માંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો, કે પુછાયેલા પ્રશ્ન નો જવાબ સાચે સાચો આપવો કે વાત ને ઉડાવી દેવી. કોફી ને સમોસા પત્યા એટલે એણે કહ્યું,

" ચાલ આપણે દરિયા કિનારે ચાલતા ચાલત વાત કર્યે "

બિલ ચૂકવી બંને જણ બહાર નીકળ્યા.

"તુ કેવી રીતે આવી છે?"

" ola કરી હતી"

"ચાલ તો મારી બાઈક પર જઇયે, ને પછી હું ઘરે મૂકી દઈશ, તને કોઈ વાંધો તો નથી ને ?"

એણે ના મા માથું હ લાવ્યુ અને બન્ને એ બાઈક તરફ ચાલવા માંડયું . દરિયા કિનાર બાઈક પાર્ક કરી રેતી માં ધીરે ધીરે ચાલવા લાગ્યા.

"તારે જાણવું છે ન મેં કેમ ગજબ થયો કહ્યું? તો લે સાંભળ. "એવું તે કઈ હોતું હશે કે ભાઈ ના લગ્ન થયા પછીજ નાની બેન ના લગ્ન લેવાય?"

"કેમ? એમા ખોટું શું છે?"

"ના, ના, આમ ખોટું તો કાંઈ નથી, ને આમ બધુંજ ખોટું છે."

"આ તું શું ગોળ ગોળ વાત કરે છે?, ખોટું નથી પણ ખોટું છે?"

મીલન હજુ પણ કાશમકશ મા હતો.

"જો પારુલ, તું ભણેલી છે, હોશિયાર છે, તારા સારા નરસા નો વિચાર કરી શકે છે."

"હં , તો?"

"તો શું? તારા લગ્નન નો નિર્ણય તું કરી શકે છે."

"હા તો?"

"તો પછી ભાઈ ના લગ્ન સુધી કેમ રાહ જોવાની?"

"અરે!, તેમાં શું, થઇ ગયું?" પારુલ ને હવે થોડી થોડી ભનક આવવા લાગી હતી, કે મીલન ને ક્યાં પેટ મા દુખે છે. પણ એ ની આ કાશમકશ, નો આનંદ લઈ રહી હતી.

" કેમ શું થઇ ગયું, તારે પેહલા પરણવું હોય તોય ના પરણાય એ કેવું?"

"પણ તને કોણે કહ્યું કે મારે હમણાં લગ્ન કરવા છે."

"તો શું તું લગ્ન નથી કરવાની?"

"મેં એવું પણ ક્યાં કહ્યું છે?

"તો?"

"શું તો ?"

મીલન ગૂંચવાયો હવે શું કેહવું. એને લગ્ન નો પ્રસ્તાવ મુકવો હતો, પણ સમજ નોતી પડતી, કે પારુલ આ લગ્ન કરવા માંગે છે કે નહીં. આબાજુ પારુલ મન માં ને મન મા હસી રહી હતી. એણે પોતાના ઘરે મીલન વિષે વાત કરી હતી અને ત્યાં થી મંજૂરી પણ મળી ગઈ હતી. એક તો મીલન, દેખાવે સારો હતો, સારી કંપની મા સારા હોદ્દા પર હતો, અને પગાર પણ સારો હતો. વધુ માં એકજ જ્ઞાતિનો હતો.ઘર ના સભ્યો ને સૌથી વધારે જે ગમી હતું, તે એકે મીલન આટલા સમય થી વાતો કરતો હતો પણ એણે ક્યારેય મળવા માટે દબાણ નહોતું કર્યું, જે આજ ના સમય મા બહુ જૂજ જોવા મળે.

મીલન ચૂપ ચાપ ચાલી રહ્યો હતો. પારુલે કહ્યું ,

"હવે મને ઘરે મૂકી દે, મોડું થઈ રહ્યું છે."

"ચાલ ત્યારે" એમ કહી એણે એનું બાઈક ચાલુ કર્યું, પારુલ પાછળ બેસી ગગ. બને એના ઘર તરફ જવા માંડ્યું.

" પછી ક્યારે મળશુ ?"

"હૈં, શું બોલ્યો?", પવન હોવાથી અવાજ ફેલાઈ જતો હતો.

"હવે પાછા ક્યારે મળશુ?" એણે જોર થી પૂછ્યું

"તને ફોન કરીશ."

" મારે તને કંઈ કેહવું છે?"

"બોલ"

"હમણાં નહી, પાછા મળ્યે ત્યારે."

"કેમ"

"હમણાં તું જુદાજ મુડ માં છે."

"હમ, એવું કઈ નથી, કદાચ તુજ અચકાય છે?

ઘરે પહોંચ્યા એટલે પારુલે કહ્યું, " અંદર આવ બધા ને મળી લે "

"ના ફરી કોઈક વાર, આજ મોડુ થાય છે." એમ કહી બાઈક ઘર તરફ મારી મૂકી.

બીજી મુલાકાત મા શું મીલન લગ્ન નો પ્રસ્તાવ મુકશે કે પછી..........

આવતા પ્રકરણ મા વાંચ્યે .