Sonu - 1 books and stories free download online pdf in Gujarati

સોનુ - 1

" સોનુ " તમને થતું હશે કે મે આ નવલકથાનું નામ સોનુ જ કેમ રાખ્યું ? તો પહેલા જ કહી દઉ કે સોનુ નામનો છોકરો એ આ નવલકથા નું મુખ્ય પાત્ર છે . આ વ્યક્તિ માત્ર નામથી જ સોનુ નથી ખરેખર તેના પરિવાર માટે સોના જેવો જ કિમતી છે.

છોકરીઓનું જીવન સહેલું નથી હોતું, તેમને જીવનમાં ઘણી તકલીફો આવે છે , છોકરીઓને માતાપિતાનું ઘર મૂકીને સાસરે જવું પડે છે , જવાબદારીઓ વધું હોય છે એવી ઘણી વાતો આપણે સાંભળી હોય છે. આ બધી વાતો સાચી પણ છે.

તો શું છોકરાઓનું જીવન સહેલું હોય છે?? તેમની જવાબદારીઓ નથી હોતી? તેમના જીવનમાં તકલીફો નથી હોતી??

એવું નથી હોતું. છોકરો હોય કે છોકરી જવાબદારીઓ બંનેને હોય છે. બંનેનું જીવન સહેલું નથી હોતું.

અહી હું સોનુ નામના છોકરાના જીવનની વાત કરવાની છું. સોનું એટલે દિપક. એક મધ્યમ વર્ગનો છોકરો.

દિપક એ જ સોનુ . દિપકને બધાં તેના ઘરે વહાલથી સોનુ કહેતાં . દિપક નો જન્મ વડોદરામાં થયો અને તે તેના દાદા દાદી નો ખૂબ જ વહાલો. સોનુના ઘરમાં સાત સભ્યો. દિપક પોતે દિપકથી મોટી તેની બે બહેનો. મોટી બેન પૂજા અને નાની બેન આરતી. દિપકના માતાપિતા અને તેના દાદા દાદી. દિપક તેના માતા પિતાની ત્રીજી સંતાન અને ઘરમાં સૌથી નાનો. માતા મંજુલાબેન અને પિતા હીરાલાલ સોનુંના જન્મથી ખૂબ જ ખુશ થયાં. સૌથી વધુ ખુશ તો સોનુ ના દાદા દાદી થયાં. સોનુના જન્મથી આખા પરીવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો.

સોનુનું બાળપણ ખૂબ જ સારું હતું. બધા તેને પ્રેમ કરતા. સોનુ ના પરિવારમાં તેના દાદા સાથે તેને વધારે પ્રેમ. નાનપણથી જ દાદા અને પોતાનો સબંધ મિત્ર જેવો. સાથે રમે , સાથે ફરે .જે સોનુ ને જોઈતું હોય તેના દાદા લઈ આપે એ પછી રમકડાં હોય કે કોઈ ખાવાની વસ્તું.

ધીમે ધીમે સોનુ મોટો થવા લાગ્યો છતાં પણ નાનપણથી જ શાંત સ્વભાવ એનો . હવે થોડો મોટો થયો એટલે તેના પરિવારે તેને સ્કૂલ મોકલવાનું વિચાર્યું. હવે સોનુ ને તો સ્કૂલ જવુ ગમતુ નહતું પણ તેની બહેનો અને તેની મમ્મી તેના ભણવા બાબતે જરા પણ ઢીલ મુકતી ન હતી. જબરદસ્તી મોકલી જ દે.

સોનુના દાદા તેને દરરોજ સ્કુટર પર સ્કૂલ મૂકવા જતા અને સોનુ પણ રડતાં રડતાં સ્કૂલ જતો રહેતો.

આમને આમ સોનુ મોટો થવા લાગ્યો હવે તે વાતો સમજતો પણ થઈ ગયો. તેના દાદા તેને કેટલીક વાર અલગ અલગ કિસ્સા પણ કહેતા અને આ સાંભળીને સોનુ ખુબ ખુશ થતો.

સોનુને એકવાર તેના દાદીએ કહેલું કે જ્યારે તારો જન્મ થયો એના બે વષૅ પહેલા જ તેમની નાની દીકરીનું મૃત્યુ થયું હતું અને તે મરતા પહેલા સોનુની મમ્મીને કહ્યું હતું કે હું તારા પેટે દિકરો બનીને જન્મ લઈશ અને તેનું નામ દિપક રાખજો આના બે વર્ષ પછી જ સોનુ નો જન્મ થયો તેથી તેનું નામ દિપક રાખવામાં આવ્યું. હવે આ સંજોગ હતો કે શું એ તો કહી ન શકાય. તેથી સોનુ હંમેશાથી તેના દાદા દાદી નો વહાલો રહ્યો.

સોનુના પપ્પા હંમેશા ઈચ્છતા હતા કે તેમનો દિકરો બધું કામકાજ શીખે અને બહારની દુનિયાને જોવે . સોનુના પપ્પાને શાકભાજીનો ધંધો હતો તે જ્યારે પણ સોનુને સ્કૂલમા રજા હોય અથવા સ્કૂલનું વેકેશન હોય તો તે તેને પોતાની સાથે શાકભાજીની દુકાને લઈ જતાં અને માર્કેટ પણ લઈ જતાં, તેને કામકાજ શિખવાડતા . અત્યારે સોનું ધોરણ 4માં હતો. હવે તેને બહારની દુનિયાને જોવાની હતી અને નવા અનુભવો મેળવવાના હતાં.

સોનુ એ બહારની દુનિયાના અનુભવની એક નાનકડી શરૂઆત તો કરી જ દીધી હતી પણ શું આગળ પણ બધું સારુ જ રહેશે??

આગળ જતા તેને કેવા કેવા અનુભવો થશે ?? આગળનું જીવન તેનું કેવું રહેશે?? તે આપણે ભાગ 2 માં જોઈશું.

આભાર.

_Dhanvanti jumani _Dhanni