Apradh - 4 books and stories free download online pdf in Gujarati

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 4


કહાની અબ તક: સ્મિતા ગાયબ છે તો એના ફ્રેન્ડ એંજલ અને હર્ષ એને શોધે છે... પણ એ ક્યાંય મળતી જ નથી! છેલ્લે થાકી, હારીને તેઓ એંજલ ના ઘરે આવે છે તો એંજલ ને કોઈ કૉલ કરે છે અને કહે છે કે એ તેમને બંનેને મળવા માંગે છે! એ એમ પણ કહે છે કે એંજલ એ હર્ષ ને કહ્યું જ હશે! બંને ચિંતાતુર થઈ એક બીજા માટે મરી પણ જઈ બચાવવાની વાત કરે છે. હર્ષ એંજલ ને ઉંચકીને બેડ પર લઈ જાય છે અનેં એને એના હાથથી પંપોરીને સુવાડે છે. સવારે કોફી અને નાસ્તો કરી બંને થોડી હિંમત અને ડર સાથે તથા એકબીજા પર બહુ જ વિશ્વાસ સાથે એ જગ્યા એ જઈ પહોંચે છે. એ લોકો જે જગ્યા એ પહોંચ્યા એ જગ્યા એકલવાઇ અને અલગ લગતી હતી. બંનેને બે ગાર્ડ એ અંદર લઇ ગયા તો એક વ્યક્તિ એમને ટેબલ પાસે લઈ ગયો અને કહ્યું કે ગંદા હૈ પર ધંધા હૈ! એને એમ પણ કહ્યું કે સ્વાતિના મર્ડરની સોપારી એને કોઈ એ આપી હતી. એને એનું નામ કહ્યું તો હર્ષ અને એંજલ ને ઝટકો લાગ્યો! એને જે નામ ઉપેન્દ્ર જાડેજા કહેલું એ બીજા કોઇનું નહિ પણ એંજલ ના જ ફાધરનું હતું! એ વ્યકિત પાસેથી એંજલ ને કઈ નહિ કરવા કહી બંને એંજલ ના ઘરે આવી ગયા હતા તો એંજલ એ રડતા અને હર્ષને ભેટી પડતા કહેલું કે આઇ જસ્ટ હેટ માય ડેડ! આ કહ્યા નું કારણ હર્ષ ને આશ્ચર્ય પમાડે એવું હતું!

હવે આગળ: "અરે પાગલ, કેમ આવું કહું છું તું?! ગમે તેવા એ તારા ફાધર છે ને?!" હર્ષ એ કહ્યું.

"ના... યાર તું હજી મારા ડેડ ને નથી જાણતો યાર! તને શું લાગે છે કે મને આમ મારી ફેમિલી થી દૂર આમ એકલા રહેવું સારું લાગતું હશે?!" એંજલ એ કટાક્ષ કરતા કહ્યું.

"મતલબ શું?! તું પૂરી વાત કર ને! તુંયે તો મને ક્યારેય તારા ફાધર વિશે તો કહ્યું જ નથી!" હર્ષ એ પૂછ્યું.

"અરે મારા પપ્પા બસ નામ ના જ બિઝનેસમેન છે! એમનો તો બહુ જ કાળા કામના બિઝનેસ છે! કિડનેપિંગ હોય કે કાળું નાણું છુપાવવાનું કામ! એ બધામાં જ તેઓ એક્સપર્ટ છે! મને એ બિલકુલ નથી ગમતા એટલે જ તો હું અહીં એકલી રહું છું!" એંજલ રડી રહી હતી.

"આનો તો બસ એક જ ઉપાય છે કે આપણે એમનું મર્ડર જ કરી દઈએ!" હર્ષ ગુસ્સામાં બોલી ગયો!

"હા... હું તો તૈયાર જ છું... બિચારા ગરીબોની મહેનતની કમાઈ તેઓ આમ ના લઈ શકે!" એંજલ બોલી રહી હતી.

"ચાલ એક પ્લાન બનાવીએ અને મારા જ ફાધરને મારી નાંખીએ!" બહુ જ સારા કામ માટે તેમને બહુ જ ખતરનાક અને બુરો રસ્તો શોધી કાઢ્યો હતો!

"હા... તમે જરાય ચિંતા ના કરશો... અમે એમને બીજી ડેડ બોડી મોકલીને કહી દઈશું કે એનું મર્ડર અમે કરી દીધું છે એમ!" પેલી વ્યક્તિ એ કૉલ પર એંજલ ને કહ્યું. ફૉન સ્પીકર પર જ હતો.

"સારું..." કહીને એંજલ એ કૉલ કટ કરી દિધો!

🔵🔵🔵🔵🔵

અમુક દિવસો વીતી ગયા છે... ન્યુઝ માં સેન્સેશન છે! બધી જ ન્યુઝ ચેન્લમાં બસ એક જ સમાચાર છે - "મહાન બિઝનેસમેન અને ઉદ્યોગમાં જાનીમાની હસ્તી મિસ્ટર ઉપેન્દ્ર જાડેજાનું થયું મર્ડર!!!"

આ ન્યુઝ જોઈ સાંભળીને પેલી વ્યક્તિ જે ખુદને સોપારી લેતો ગુંડો બતાવતી હતી એ એંજલ ને કૉલ કરે છે!

"હેલો, આ કામ તો તમારું હોય એવું લાગે છે! ચાલોને એક બીજી મિટિંગ કરીએ!" કૉલ પર જ બહુ જ હસતા એ વ્યક્તિ બોલ્યો.

"હા... કાલે!" કહીને એંજલ એ કૉલ કટ કર્યો.

🔵🔵🔵🔵🔵

"મને તો લાગે છે કે આ મર્ડર એ બીજા કોઈએ નહિ પણ ખુદ મિસ્ટર જાડેજાની છોકરી એટલે કે યુ મિસ એંજલ જાડેજા એ જ કર્યું છે!" એ જ જગ્યા એ બધા ટેબલ પર બેઠા હતા ત્યારે એ અણજાણી વ્યક્તિએ કહ્યું.

વધુ આવતા અંકે...

ભાગ 5માં જોશો: "બસ પછી તો શું હતું?! એ બેઠા મારી કારમાં અને મેં દૂરથી જ રીમોટની કી પ્રેસ કરી દીધી અને બ્લાસ્ટ!" એંજલ કહી રહી હતી તો લાગ્યું કે ગર્વથી કહી રહી છે!

"પ્લાન સક્સેસ! કહાની ખતમ, પૈસા હઝમ!" હર્ષ એ આ વખતે ડાયલોગ માર્યો!

પણ આ સાવ અજાણી વ્યક્તિ કેમ આવું પૂછી રહ્યો હતો?! એણે શું આ બધું જાણીને?!