Love story - 3 books and stories free download online pdf in Gujarati

Love story - 3 - અનકહી

આગળ આપણે જોયું કે મૌલી અને આદિત્ય ની ઔપચારિક ઓળખાણ થઈ હોય છે..

મૌલી કોલેજમાં વ્યસ્ત થઈ જાય છે અને આદિત્ય સાથેની ઔપચારિક મુલાકાત નેં ભૂલી જાય છે.

તો આદિત્ય પણ ઘરે જતાં એનાં ભાભીને વાત કરે છે અને ઈશા અનેરીને ઓળખી જાય છે. અને કહે છે હાં તેજલ મારી મિત્ર બની ગઈ છે. બ્યુટીક પર આવે છે ક્યારે ક્યારેક શોપિંગ કરવા.

બસ આદિત્ય પણ એનાં ડાન્સ શો માં બિઝી થઈ ગયો હતો.

આદિત્ય ખુબ સમજુ અને પ્રેમાળ છોકરો હોય છે. એને પહેલાંથી જ ડાન્સમાં રુચિ. એ ભણ્યો ફાર્મસી નું પણ એને નોકરી નહોતી કરવી. એને પોતાની ડાન્સ એકેડેમી ખોલવી હતી અને પપ્પાને આ બધું બિલકુલ પસંદ નહતું. એમનાં તરફથી કોઈ મદદની આશા નહોતી.

પણ આદિત્ય એમ નિરાશ થાય એવો નહતો. અને એનું મિત્રવર્તુળ ખૂબ વિશાળ હતું અને એકને મદદ માટે કહે તો દસ જણ તૈયાર હતાં. પણ એણે એનાં ખાસ મિત્રો ની મદદથી પોતાની ડાન્સ એકેડેમી ખોલી અને દિવસ રાત મહેનત કરવા લાગ્યો હતો.

એની મહેનત ખૂબ રંગ લાવી રહી હતી.‌ એની ડાન્સ શિખવાડવાની સ્ટાઈલ, એનાં નવાં જ સ્ટેપ્સ અને એટલાં પ્રેમાળ અને વાક્ચાતુર્ય થી સૌનાં દિલ જીતી લીધા હતા.

લગભગ એક વરસમાં એટલાં બધાં શોઝ કર્યા અને મિત્રો ની પોણા ભાગની રકમ આપી દીધી હતી. એની ફી પણ ખૂબ ઊંચી રહેતી અને શિખવા વાળા હોંશે હોંશે આપતાં પણ ખરાં.

એનાં પપ્પા એ જાણ્યું તો એમનાં વર્તનમાં ફેરફાર થવા લાગેલો. દરેક પિતા પોતાના પુત્રને સારું કમાઈ.. એમનાંથી આગળ વધવા લાગે એવું ઈચ્છતા હોય.
હવે એ સામેથી દિકરાના ડાન્સ એકેડેમી માં રસ લેવા લાગ્યા હતા અને નાની મોટી સલાહ પણ આપતાં હતાં.‌
એમને એવું પણ કહ્યું કે તારે બીજા એરિયા માં પણ ડાન્સ એકેડેમી ખોલી દેવી જોઈએ.‌એ મદદ કરશે પણ એક શરતે અડધાં રુપિયા આદિત્ય પણ નિકાળે.‌ આમ તો એ પુરેપુરી રકમ ની મદદ કરત પણ હજી થોડી જવાબદારી નાખવી જોઈએ તો એમનો દિકરો વધુ ઘડાય. એવી એમની ભાવના હતી.


આદિત્ય એ દિવસે ખૂબ જ ખુશ હતો અને એ દિવસે જ મૌલી મળી હતી. આમ તો આદિત્ય નાં ડાન્સ એકેડેમી માં શિખવા આવતી ઘણી બધી છોકરીઓ એનાં પર મોહિત થઈ ગઈ હતી પણ આદિત્ય એની મર્યાદા સમજતો હતો અને એથી એ આવાં બધાં થી દૂર રહેતો.. જ્યાં એનાં ચારિત્ર્ય ને લઈને એનાં એકેડેમી નું નામ ખરાબ થાય. એવું એને બિલકુલ પસંદ નહતું એ પ્રેમથી છોકરીઓ ની પ્રપોઝ ને ના પાડી દેતો. એવી રીતે ના કહેતો કે સામેવાળી વ્યક્તિ નેં ખરાબ નાં લાગે.

એ છેલબટાઉ નહોતો અને એ એકવાર માં પ્રેમમાં પડી જાય ને કોઈ ખોટું પગલું ભરે એવો નહતો.‌

તો...આ બાજુ મૌલી ડોકટરનુ ભણતી હતી. એને હજી ચાર સેમેસ્ટર બાકી હતા. પછી એની ડોકટરી પરીક્ષા આપી સફળ આંખના સર્જન બનવા માંગતી હતી. આઈ સર્જન માં એનું નામ રોશન કરવા માંગતી હતી.
મૌલી એનાં મમ્મી-પપ્પા ની ખૂબ લાડકી દિકરી હતી. એને બે ભાઈઓ હતાં. એનાં પિતા સફળ હાર્ટ સર્જરીના નિષ્ણાત હતાં. બંને ભાઈઓ પણ ડોક્ટર હતાં. એક ભાઈ અમેરિકામાં ડોક્ટર ની જોબ કરતો હતો અને બીજો ભાઈ સેટેલાઈટ વિસ્તારમાં જ પોતાનું કિલિનિક ખોલ્યું હતું.

અને મૌલી પણ હોશિયાર હતી. પણ એક ગોઝારા દિવસે એનાં મમ્મી-પપ્પા શ્રીનાથજી નાં દર્શન કરી પાછા ફરતાં હતાં અને ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
એ દિવસો કેટલાં દુઃખમાં પસાર થયાં હતાં. ધીમે ધીમે ઘરનાં સૌ આઘાત માથી બહાર આવી રહ્યા હતા.
મૌલી મમ્મી પપ્પા ને યાદ કરી દિવસમાં એકવાર તો રડી લેતી. દાદી હતાં એટલે એનાં મનની વાત કહી શકતી એમને. મમ્મી પપ્પા ની યાદોં સાથે એ બમણી મહેનત કરવા લાગી હતી ભણવામાં. જેથી એ મજબૂત ઈરાદા સાથે આગળ વધે. તૂટી નાં જાય. મૌલી ભાઈ ભાભી અને દાદી સાથે સુખદ જીવન પસાર કરી રહી હતી. બીજો ભાઈ અમેરિકા આવવા દબાણ કરતો હતો. પણ મૌલીને ભારત ગમતું હતું અને એને દાદી અને બંને ભત્રીજી ની માયા બંધાઈ હતી.

ક્રમશઃ

શું મૌલી નાં જીવનમાં કોઈ ઘટનાં બનવાની છે? આદિત્ય નું મળવું કોઈ સંકેત હશે? કે કોઈ ઋણાનુબંધ હશે? કે પછી એનું ભવિષ્ય એને અમેરિકામાં ખેંચી જશે?

એ માટે વાચક મિત્રો જોતાં રહો" અનકહી".


રુપ ✍️©