prem ni samjan - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની સમજણ ભાગ ૪

પ્રેમ ની સમજણ ભાગ ૪

*પ્રેમ માણસ ને ક્યારે કરવામાં નથી દેતો, નફરત માણસને ખીલવા નથી દેતી.*

આ બે લીટી માં સરસ સમજૂતી સમજવી છે પ્રેમ ને લઈને.
જ્યારે તમને કોઈ નાં પ્રેમ થાય છે ને ત્યારે તમને સૌથી પહેલો પ્રેમ પોતાનાં થી થાય છે.

સામેવાળા નાં મન માં તમારા માટે શું છે એ તો તમે નથી જાણતાં પરંતુ તમે પોતાને પણ પ્રેમ કરવા માંડો છો, કઈ રીતે એ કહું...

૧. જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધુજ ગમવા માંડે છે.

૨.પોતાની જાત ને જ્યાં સુધારવાની જરૂર લાગે ત્યાં સુધારવાની કોશિશ કરવી.

૩. હું કઈક છું, નો અહમ છૂટી જાય છે.

૪. સમજાય છે કે તારા સાથ વગર હું અધુરો છું.

૫. અને એના માટે તમે એણે છોડી પણ શકો છો.

પ્રેમ નું નામ છે સમર્પણ ! એનું નામ તો માત્ર ને માત્ર આપવું છે. પ્રેમ અગર જો બંને તરફી હોય તો એ તમારા નસીબ છે અને જો એક તરફી હોય તો એમ માણસ ને દુઃખ મળે છે.

એકતરફી પ્રેમ ઘણીવાર લોકો ને તોડી નાખે છે. અને હું માનું છું કે પ્રેમ તો પ્રેમ છે યાર, એક તરફી હોય કે બે તરફી.
પ્રેમ માં માણસ નિખરી જાય છે .

આપણે હિન્દી મૂવી માં પણ જોયું છે કે પ્રેમ માણસ ને કેટલી હદે બદલી દે છે. હીરો મૂવી જૂનું જેણે જોયું હશે એણે ખબર હશે કે એક ગુંડો માણસ એક છોકરી ના પ્રેમ મા પાડીને પોલીસ બની શકે છે. તો તમે વિચારો તમારા પ્રેમ ને કારણકે તમે ક્યાં આગળ વધ્યા . અને જો તમારો પ્રેમ ના કારણે તમારા માં જોઈ પોઝિટિવ બદલાવ નથી આવ્યા તો, ક્યાંક ને ક્યાંક તમારો ઈગો આવે છે. અસ્વીકાર ને સ્વીકાર નાં કરી શકવાનો.

પ્રેમ તો બહું સુંદર છે ખોટાં માણસ જોડે થાય તો તમે ખુદ ને ખોઈ નાખશો, અને જો સાચા માણસ જોડે થઈ જાય ને તો ભલે એ વ્યક્તિ તમારા જીવન માં રહે નાં રહે કે પછી એકતરફી લાગણી હોય તમે ખુદને જાણી લેશો.

મને જેટલું પ્રેમ વિશે સમજાયું છે, એટલું એ છે કે, પ્રેમ તકલીફ નથી આપતો, પ્રેમ ક્યારેક નવી દિશા નવા સપનાં, નવી આશાઓ નવું જીવન આપે છે. પછી એ વ્યક્તિ સાથે હોય કે એ વ્યક્તિ વગર શું ફરક પડે છે.

કોઈને તમે ક્યારે ખોઈ નથી નાખતાં, બસ પોતાની જાત ને પામી લેતાં હોય છે. પોતાની જાત ને પામવું ક્યારેક આપણને ખબર નથી હોતી શું હોય છે. અને એ સમજાવી જાય છે આ પ્રેમ , ફરીથી હું અહીંયા એ વાત કરીશ કે પ્રેમ એક તરફી હોય કે બેવ તરફી ફરક નથી પડતો.

વાત તો અહીંયા લઘણીઓની છે સાહેબ! લાગણી કોઈ થઈ જાય જતી હોય છે. બસ એક શર્ત મૂકવાનું બંધ કરી દેવું જોઈએ મને જે વ્યક્તિ ગમે એણે પણ હું ગમુ એ જરૂરી નથી હોતું.

કોઈની લાગણી ખોટી નથી હોતી, અને કોઈ ની તમારા માટે નાં નો મતલબ એ નથી કે તમારા માં કોઈ ખામી છે.
એ બસ એટલું કે તમે એણે choice' નથી યાર.

આપણે પણ માતાપિતા ની choose કરેલા કપડાં પણ લેવા નથી ગમતાં. કહી દો છો ને મને નથી ગમતું. બસ એવુજ કઈ છે, તમને કોઈ ગમે તો એને તમે ગમો એવું નાં બની શકે.

અહીંયા બે તરફથી choice' હોવી જોઈએ. એટલું સમજવાનું જરૂર છે આપણે.