Life journey - 5 books and stories free download online pdf in Gujarati

જીવનયાત્રા - 5

પ્રકરણ - 5
આપણે પ્રકરણ-4 માં છેલ્લે જોયું હતું કે અડધી રાત્રે દોઢ વાગ્યે કોઈ બારણું ખખડાવી રહ્યું છે. વીરેન અને તેના મિત્રો જાગી જાય છે. તેમને શું થયું હશે? પ્રશ્ન બધા ના મનમાં થાય છે. વીરેન ધીમેથી બારણું ખોલે છે. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળ શું થાય છે તે જોઈએ.
વીરેન જેવું બારણું ખોલે છે અને જુએ છે તો એપાર્ટમેન્ટમાં ઉપરના બધા ફ્લેટમાં રહેતા લોકો દોડીને નીચે જઈ રહ્યા હોય છે. વીરેન આ બધું જોઈને હેરાન હતો. જે ભાઈએ બારણું ખખડાવ્યું હતું તેને વીરેન પૂછે છે. આ બધા કેમ નીચે જાય છે? શું થયું છે? પેલા ભાઈ કહે છે, તમે પણ જલદી ચાલો એપાર્ટમેન્ટમાં આગ લાગી છે. આ સાંભળી વીરેન અને તેના મિત્રો ઘભરાઈ ગયા અને ત્રણે મિત્રો કહે, ચાલ વીરેન ઝડપથી આપણે નીચે ઉતરી જઈએ. વીરેન કહે, હા જલદી ચાલો. ચારેય જણા દોડતા દોડતા નીચે ઉતરી જાય છે. નીચેથી તેઓ જુએ છે તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. વીરેન લોકો રહેતા તે ફ્લેટ ત્રીજે માળે હતો. થોડીવારમાં તો આખુ એપાર્ટમેન્ટ ખાલી થઈ જાય છે. બધા નીચે ઊભા રહીને આગ ને નિહાળી રહ્યા છે. વીરેનને યાદ આવે છે કે પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ અંદર જ પડ્યા છે અને સાથે પોતાના ત્રણ મિત્રોના પણ ડોક્યુમેન્ટસ, માર્કશીટ વગેરે હતું. આગ વધી રહી છે. વીરેન દોડીને અંદર પ્રવેશે છે. ઝડપથી પગથિયાં ચડીને પોતાના ફ્લેટમાં જાય છે. આગ હજુ તેમના ફ્લેટ સુધી આવી ન હતી. એક બેગની અંદર ચારેય જણાનાં ડોક્યુમેન્ટ્સની ફાઈલ મૂકી છે અને તે બેગ લઈને ઝડપથી નીચે ઉતરી જાય છે.
વીરેન સહી સલામત નીચે ઉતરી ગયો છે એટલે તેના મિત્રો શાંતિ અનુભવે છે. ફાયરસ્ટેશનમાં ઇમર્જન્સી કોલ કરવાથી આગ બુઝાવવા વાળા ચાર બમ્બા આવી ગયા છે. તેઓ આગને કાબૂમાં લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પાંચમે માળે શોર્ટ સર્કીટ થવાને કારણે આગ લાગી હતી. બધા ઊભા હતા તેઓ અંદરો-અંદર એવી વાતચીત કરી રહ્યા હતાં. એટલું સારુ હતું કે આગ દુર્ધટનામા કોઈ જાનહાની થઈ નથી. પરંતુ બિલ્ડીંગને ઘણું બધું નુકશાન થયું હતું. એક કલાકના પ્રયત્નબાદ આગ પર નિયંત્રણ આવી જાય છે. પરંતુ હજુ પણ ધુમાડાના ગોટા ઉડતા હોય એવુ દેખાઈ રહ્યું છે. ધીમે ધીમે તે પણ સમી જતા જણાય છે. ત્યારબાદ બધાલોકો પોતપોતાના ફ્લેટમા જતા રહે છે. ઉપરના ફ્લેટમા ઘણું નુકસાન પણ થયું હતું. વીરેન અને તેના મિત્રો પણ પોતાના ફ્લેટમા જાય છે. ત્યાં બધી વસ્તુઓ સહી સલામત હતી. તેમને હાશકારો થાય છે, પછી ચારેય જણા પાછા સૂઈ જાય છે.
રવિવારનો દિવસ હોવાથી સવારે ચારેય જણા શાંતિથી જાગે છે. નાહીધોઈને ફ્રેશ થઈ જાય છે. પછી ચારેય જણા યોગ કરવા માટે બેસી જાય છે. અડધા કલાક સુધી યોગ કરે છે. પછી ચા-નાસ્તો કરી લે છે. ચારેય જણા વિચારે છે કે આજે ક્યાં ફરવા જવું. વીરેન એક ચોપડી હાથમાં લે છે. મનમાં જ વાંચતો જાય છે અને સાથે- સાથે મિત્રો સાથે વાત પણ કરતો જાય છે.એટલામાં રેશ્માનો ફોન આવે છે. વીરેન ફોન રીસીવ કરે છે.
હા, બોલ રેશમા.
રેશમા કહે, હું અહીં આવી ગઈ છું.
તું તો કહેતી હતી કે બે-ત્રણ દિવસમાં આવીશ. તો આજે કાઈ રીતે?
હા, પણ મારી બીજી સહેલીઓ આવવાની હતી તો હું પણ તેમની સાથે-સાથે આવી ગઈ.
સારું કર્યું રેશ્મા, આજે ફરવા જવાનું વિચારીએ છે. આવવું હોય તો ચાલ.
ના યાર. બધા હોય એટલે મજા નઈ આવે. એક કામ કરને, તારા મિત્રોને જવા દે. આપણે બે શોપિંગ કરવા જઈએ.
વીરેન તેના મિત્રોને વાત કરે છે. તેના મિત્રો ફિલ્મ જોવા જવાની વાત કરે છે. વીરેન રેશ્મા સાથે શોપિંગ કરવા જશે એવું નક્કી થાય છે. રેશ્મા માસીની છોકરીનું એક્ટિવા લઈને વીરેનના ફલેટે જાય છે. વીરેન આજનું છાપું વાંચી રહ્યો હતો. તેના ત્રણેય મિત્રો ફિલ્મ જોવા જતા રહ્યા છે. ફ્લેટનો દરવાજો ખુલ્લો જ છે. રેશ્મા અંદર જાય છે.
વીરેન બોલ્યો, આવને રેશ્મા બેસ. રેશ્મા વીરેનની બાજુમાં બેસે છે. શોપિંગ કરવા ક્યાં જવું છે?
રેશ્મા કહે, ચાલને તું સાથે, હું તને લઇ જાવ ને! આજે રવિવાર એટલે માસીની છોકરીની એક્ટિવા ઘરે જ હતી તો હું લઇ આવી.
તને ગાડી ચલાવતા પણ આવડે છે? વાહ. તારી પાસે લાઇસન્સ છે?
હા છેજ ને. લર્નિંગ લાઇસન્સ. ઘરે હતી તો કઢાવી લાવી. પાકું લાઇસન્સ હજુ આવ્યું નથી.
તું આજે સરસ લાગે છે. વેકેશનમાં તારી તબિયત વધી ગઇ એવું નથી લાગતું રેશ્મા?
રેશ્મા હસતાં-હસતાં કહે, છોડને હવે તું. મને શું કહે, તું કેટલો જાડો થઇ ગયો જોને.
થોડી વાર બંને જણા સૂનમૂન થઈને બેસી રહ્યા. એક-બીજાને નિહાળતા રહ્યા. રેશ્માએ વીરેનના હાથ પર હાથ મુકયો અને બોલી, ચાલ હવે. આમને આમ જોયા કરશું તો શોપિંગ કરવા જવાનું રહી જશે. એક્ટિવા હું તને ચલાવવા નહીં આપું. હું જ ચલાવીશ. તું પાછળ બેસજે વીરેન. મને દ્રાઇવિંગ કરવાની ખૂબ જ મજા આવે. પછી બંને જણા શોપિંગ કરવા માટે જાય છે. વીરેન પાછળ બેઠો છે અને રેશ્મા એક્ટિવા ચલાવી રહી છે. તું મને પાડતી નઇ હેં. ક્યાં લઇ જવાની છે એતો તું કે મને. રેશ્મા કહે, શાંતિ રાખને હવે. આવી જ જવાના. જો આ મોલ આવી ગયો તેમાં જઈએ ચાલ. સારું ગાડી પાર્કિંગમાં જવા દે. અહીં પણ બધું મોંઘુ બો હશે. બહારથી લેશું એ સારું પડશે રેશ્મા. તું પૈસાની ફિકર ન કર. પપ્પાએ કહ્યું છે કે જોઈએ એ લઈ લેજે. પૈસા હું મોકલાવી દઈશ. ગાડી પાર્ક કરે છે અને પાર્કિંગ બાજુના ગેટથી મોલમાં પ્રવેશ કરે છે. ગેટ પાસે તેમનું ચેકીંગ કરવામાં આવે છે. પછી બંને જણા અંદર જાય છે. રેશ્મા આજુબાજુ જોઈને બોલી વાવ... અહીં કેટલું મસ્ત છેને વીરેન મજા આવશે. ચાલને સેલ્ફી લઈએ કહી રેશ્મા પોતાનો ફોન કાઢે છે અને વીરેન સાથે ઘણીબધી
સેલ્ફી લે છે. જો આ ફોટા હું તને વોટ્સએપ પર મોકલી આપીશ બરાબર. નીચે કપડાંની ઘણીબધી દુકાનો હતી. બુટ-ચપ્પલ, ઘડિયાળ, મોબાઈલ, આઈસ્ક્રીમ વગેરેની દુકાનો હતી. ફેન્સી કપડાંની દુકાન બીજા માળે હતી. ત્યાં રેશ્મા વીરેનને હાથ પકડીને લઇ જાય છે. રેશ્મા અને વીરેન ઘણાબધા કપડાં જુએ છે. પરંતુ પસંદગી કરવામાં થોડું અસમંજસ અનુભવે છે. કારણ કે ઘણાખરા કપડાં ગમી જાય એવા જ હતા. રેશ્મા પોતાના માટે ડ્રેસ, ત્રણ ટી-શર્ટ, અને એક ફેન્સી જીન્સ લે છે. કપડાનો ભાવ પણ થોડો વધારે જ હતો. પછી રેશ્મા જેન્ટ્સના કપડાં હતા ત્યાં વીરેનને લઇ જાય છે. વીરેન કહે, મારે નથી લેવા. પણ રેશ્મા તેની વાત માનતી નથી. વીરેન માટે સરસ મજાના લાંબી બાંય વાળા બે ટી-શર્ટ પસંદ કરે છે અને એક જીન્સ પણ પસંદ કરે છે. રેશ્મા પોતાના ક્રેડિટ કાર્ડથી કપડાંનાં બિલનું પેમેન્ટ કરી દે છે. પછી તેઓ નીચે ઉતરે છે ત્યાં ઘણી બધી વસ્તુઓ જોય છે. રેશ્મા પોતાના માટે સરસ મજાનું ઘડિયાળ પણ લે છે. મોલમાં ફરતાં-ફરતાં ઘણો સમય જતો રહે છે. વીરેન કહે છે હવે ભૂખ લાગી છે. ચાલ ક્યાંક જમવા માટે જઈએ. રેશ્મા કહે, મને પણ ભૂખ લાગી જ છે પણ અત્યારે મારે આઈસ્ક્રીમ ખાવો છે. પછી બંને જણા ત્યાં આઈસ્ક્રીમ ખાય છે. આઇસ્ક્રીમ ખાઈને સીધા તેઓ પાર્કિંગમાં જાય છે. રેશ્મા ગાડી ચાલું કરે છે. વીરેન પાછળ બેસી જાય છે. રેશ્મા કહે, આપણે ડાઇનિંગ હોલમાં ગુજરાતી ડીશ જમવા માટે જઈએ. પછી નજીકમાં આવેલા સારા ડાઇનિંગ હોલમાં જઈને બંને જણા ભરપેટ જમી લે છે.
જમીને તેઓ ફલેટે જતા રહે છે. વિરેનના મિત્રો હજુ આવ્યા ન હતા. મોલમાંથી જે કપડાં લાવ્યા છે તે બધા રેશ્મા બેગમાંથી બહાર કાઢે છે. રૂમમાં એક મોટો અરીસો હતો ત્યાં અરીસા સામે ઉભી રહે છે. પછી નવા કપડાં એક પછી એક બંને હાથથી ખભાપાસે પકડીને કેવા લાગે છે તે ચેક કરતી જાય છે. જો વીરેન આમાં હું કેવી લાગુ છું? આ ટી-શર્ટ તો બોવ જ મસ્ત છે. મને આ ડ્રેસ તો જોતા જ ગમી ગયો એટલે લીધો. આ પેરીશ તો હું કેવી લાગીશ. વીરેન કહે, તું કોઈપણ કપડામાં મને સારી જ લાગે છે. વીરેન તું આ તારું ટી-શર્ટ ટ્રાય કરને મારે જોવુ છે. વીરેન કહે, રહેવા દેને હવે. પછી હું પહેરીને ફોટો પાડીને મોકલીશ. રેશ્મા કહે, ના અત્યારે એટલે અત્યારે જ જોવું છે. પછી ટી-શર્ટ લઈને રેશ્મા વીરેનની નજીક જાય છે. વિરેનના બંને ખભાએ ટી-શર્ટને પકડી રાખે છે. અરે વાહ, આમાં તો તું હીરો જેવો જ લાગે છે. પછી બંને જણા ખૂબ હશે છે. વીરેન કહે છે, હવે કંઈપણ મારે ખરીદવું હોય તો તને જ સાથે લઇ જઈશ. મારે પૈસા બચી જશે. રેશ્મા કહે, જાને લુચ્ચા. દર વખતે હું પૈસા નહિ આપું. તારા લીધે મારાથી વધારે જમાય ગયું છે. ઊંઘ આવે છે હવે. વીરેન બોલ્યો, તું રહેવા દે હવે. તું જ જલ્દી ઊભી ન્હોતી થતી. થોડી-થોડી વારે રોટલી જ મંગાવ્યા કરે. મને તો એમ થયું કે આ કંઈ વધવા નઇ દેશે. તારે લીધે મારે વધારે ખાવું પડ્યું. મને પણ ઊંઘ આવે છે હવે. મારે થોડી વાર સુઈ જવું પડશે એવું લાગે છે. ચાલ તું ઘરે જા હવે. મારે સૂવું છે. રેશ્મા કહે, સારું તો હું જાવ છું. જો સાંજે ટાઈમ મળે તો હું આવીશ. એમ કહી રેશ્મા જાય છે. નીચે એક્ટિવા મૂકી છે તેને સેલ મારે છે. પણ સેલ લાગતો નથી. પાછી તે વીરેન પાસે જાય છે. વીરેનને ઉઠાડીને કહે છે ગાડી ચાલુ નથી થતી. ચાલને ચાલુ કરી આપ. વીરેન સાથે જાય છે અને એક્ટિવાને સેલ મારે છે. વીરેનથી પણ તે ચાલુ નથી થતી. પછી પેટ્રોલ ચેક કરે છે તો ટાંકી ખાલી થઈ ગઈ છે. વીરેન તેના મિત્રને ફોન કરે છે અને કહે છે કે, આવતી વખતે પેટ્રોલ પંપથી થોડું વધારે પેટ્રોલ નખાવી આવે. પણ તે મિત્રએ કહ્યું ફિલ્મ પુરી થાય પછી જમીને આવશું એટલે થોડું મોડું થશે. વીરેન કહે વાંધો નઇ પણ પેટ્રોલ લાવવાનું નઇ ભૂલતા. પછી વીરેન અને રેશ્મા બંને જણા પેલા મિત્રોની રાહ જોઇને રૂમમાં બેઠા છે. ઊંઘ પણ આવી રહી હતી. રેશ્મા પોતાના મોબાઈલમાં જે સેલ્ફી પાડી હતી એ વીરેનને બતાવી રહી છે.

ક્રમશ:.....

- ઢોડિયા ધવલ