Prem ane prem books and stories free download online pdf in Gujarati

પ્રેમ અને પ્રેમ

આજે સવારે ઉઠ્યો ત્યારથી નક્કી કરી રાખ્યું હતું કે આજે તો બસ જલસા જ કરવા છે, એમ વિચારી મનને પથારી માં થી ઉતરી દિનચર્યા શરુ કરવા નું નક્કી કર્યું ,ત્યાંજ ડોર બેલ વાગ્યો, ધટ્ટ તેરી કી આ સવાર સવાર માં રવિવારે, કોણ નવરું પડી ગયું? બેલ ધડાધડ વાગતો રહ્યો.

"આવે, ભાઈ આવે". કોણ જાણે આ રસ્મિ પણ ક્યાં જતી રહી, નહિ તો સવારે પાંચ વાગ્યા માં ઉઠી ને ઘર માં ખખડ ખખડ ચાલુ કરી દે, અને આજે ........


નીચે આવી બારણું ખોલ્યુ તો સામે ની વ્યક્તિ જોઈ ને એ અસમંજસ માં પડી ગયો, આને શું કેહવું, દરવાજા માં ઉંધી ફરી એક નારી દેહ ઉભો હતો, કાળા લામ્બા રેશમી વાળ, જે હજુ થોડો વખત પહેલાજ ધોવાયેલા હૉય એમ લાગતું હતું. લાલ ચટ્ટાક સાડી એના ગૌર વર્ણ ની શોભ વધારી રહ્યો હતો , મનન હજુ કઈ બોલે તે પેહલા તો એ ફરી, અને સુરાહીદાર ગરદન ને એક ઝાટકો આપી ભીના વાળ ની થપાટ એના ઊંઘરેટિયા ચેહરા પાર મારી ઘર માં પ્રવેશી ગઈ.

"એ, એ, એ આ સવાર સવાર મ શું માંડયુ છે, આમ આ સમયે ......"

"અરે રહેવાદોને , તમે સુતા હતા અને મારે, મંદિરે ,શ્રાવણ, ની પુજા કરવા જવાનું હતું, તે ઘાઈ ઘાઈ માં ચાવી લઇ જવાનું ભૂલી ગઈ. પણ તમેય શું, બારણું ઉઘડતા આટલી વાર લગાવી?" એનો તાજોજ ન્હાયેલો ભીનો વાન મનનને આમંત્રી રહ્યો હતો અને મનન એના તારફ લપક્યો, જાણે એને ખબર હોઈ, તેમ એ એક ડગલું બાજુ ખસી ગઈ અને ,

"સવાર સવાર માં શું છે, ચાલો જલ્દી રોજનીશી પતાવો અને મને રસોડા માં મદદ કરો."

"શૂઉઉઉઉઉઉઉઉ" મનનના મોઢા ના ભાવ જોવા જેવા હતા, રશ્મિ એનું મોં જોઈ મલકાઈ,

"મને ખબરછે આજે રવિવાર છે અને તમે આરામ કરવાનો વિચાર કરી રાખ્યો છે, પણ મને મદદ તો કરવીજ પડશે."

મનને કમને નિત્યક્રમ પતાવીને રસોઈગૃહમાં પ્રવેશ કર્યો.

"બોલો સરકાર, શુ હુકમ છે બંદા માટે?" અને ઝૂકી ને કુર્નિશ બજાવતા કહ્યું.

" લો આ કાંદા સમારી આપો. ત્યાં સુધીમાં હું બીજા કામ પતાવી દઉં." મનનની સામે મીઠું હસી કહ્યું.

" સવાર સ્વરમાં શુ કામ મારી પાસે અશ્રુપ્રવાહ વહેવડાવી રહી છે."

"કેમ ત્યારે, કાંદાના ભજિયાં તો ચપો ચપ ખવાય જાય છે? તો કોઈક દી કાંદા કાપી તો અપા યજ ને? અને આમે પત્નીઓએ જ રડવાનો ઠેકો લઇ રાખ્યો છે કાંઈ" રશ્મિએ હસતા હસતા કહ્યું.

"થીક છે, હું તને પ્રેમ કર છું એટલે આટલું કામ કરી આપું છું, પણ મારો અશ્રુ પ્રવાહ તને જોવા નહિ મળે એ ચોક્કસ વાત છે."

"લાગી શરત."

"લાગી, જો કાંદા કાપતી વખતે માર આંખ માથી પાણી ના નીકળે તો તારે, મારી પાસે કોઈ કામ કર વું નહિ અને, આજે આખ્ખો દિવસ, હુકહું તેજ કરવાનું. બોલ મંજુર?"

"ચોક્કસ", પણ હું જીતુ તો, તારે મારા કહ્યા માં રહેવાનું?

"એમાં શું મોટી વાત છે, આમ બંદા પેહલે દિવસ થી તારા રૂપ ના ગુલામ જરહ્યા છે ને?" એમ કહી રશ્મિ ને આશ્લેષ મા લઇ લીધી.

"છોડો હવે, તમને તો .......મ.. મ.. મ.. મ.. મ." રશ્મિ આગળ કઈ બોલી ન શકી. એના ગુલાબી, હોઠો પર મનને પ્રગાઢ ચુંબન જડી દીધું.

"ચાલો હવે કામે લાગો, બહુ પ્રેમ થઇ ગયો"

"જાનેમન અભી તો યે શુરુઆત હૈ, આગે આગે દેખો હોતા હૈ ક્યા?"

રશ્મિ મોઢું નચાવી એને ચીડવતી એના કામે લાગી ગઈ. મનન કાંદા લઇ ફ્રીઝ પાસે જઈ, ન ઉભો રહ્યો.

"એમ ઉભા રહેવાથી કઈ ના થઇ, ચાલો ચાલો કાંદા કાપો." મનને સાંભળ્યું ના સાંભળ્યું કર્યું, ને કાંડ ફ્રીઝ મા મૂકી દીધા, અને પેપર ખોલી વાંચવા બેસી ગયો.

પાંચ દસ મિનિટ મા રશ્મિ આવી ને આ દ્રશ્ય જોઇ બોલી,"રડવું ન પડે એટલે કાંદા નહી કાપો, તો પણ તમે જ હારેલા કેહવાશો અને ભજીયા ખાવ નહિ મલે એ નફા માં." કહી એણે આંખ મિચકારી.

"એવું છે?, ચાલ ત્યારે કાંદા કાપી નાખું, ને તું મારી સામે બેસ ને જો મારો જાદુ"

ફ્રીઝ માંથી કાંદા કાઢી ને એને કાપવા મંડ્યા, થોડીકજ વાર માં બધા કાંદા કપાય ગયા, અને મનનની આંખ માંથી એક પણ આંશુ ના ટપક્યું. રશ્મિ આ જોઈ બઘવાઈ ગઈ," અસંભવ, આવું થાય જ કેવી રીતે"

"ચાલો ચાલો, રાણી, હવે અમારી વાત સાંભળો, પેહલા ગરમ ગરમ ભજીયા બનાવો, સાથે એક કપ ચા પણ."

"જી હજૂર" કહી રશ્મિ રસોડા મા ગઈ. પાછી આવી, ત્યારે મનન એની રાહ જોઈ ન બેઠો હતો. રશ્મિ ચા નો સબડકો બોલાવી ને પૂછ્યું, હવે એ તો કહો કે આ કેવી રીતે શક્ય બન્યું.

મનને કહ્યું," કાંદા, કાપવા પેહલા થોડો સમય ફ્રીઝ માં મુકવાથી, આવું થાય"

"ચાલ હવે ઝટ તૈયાર, થઇ જા . આજે મારી જીત ની ખુશી માં આખો દિવસ તને રાણી ની માફક શહેર ની સેર કરા વું. બપોરે પિક્ચર જોશું, ને પછી બહાર ડિનર લઇ, રાત્ર ઘરે આવસુ. અને પછી તું ને હું......

"સમજી ગઈ સમજી ગઈ, બધું બોલવાની જરૂર નથી, સવારથી તમારી આંખો ના ભાવ હું વાંચી ચુકી છુ , એમ કહી એ તૈયાર થવા જતી રહી.


મનન રશ્મિનો પ્રેમ પ્રવાહ હવે એક વણાંક લેનાર છે, જેમાં રશ્મિમાં એક એવું પરિવર્તન થાય છે જે ભવિષ્ય માં મનનનના પ્રેમ માં ભાગ પડાવશે. રસ્મિ આ પરિવર્તનની વાત કેવી રીતે મનનને કહેશે, અને મનનની મનોદશા એ સાંભળી શું, થશે?

બસ થોડાજ સમય માં આપ સૌ ની આતુરતા નો અંત આવશે.