who am I? - 1 books and stories free download online pdf in Gujarati

હું કોણ છું ??( ભાગ 1)

હું કોણ છું?? (ભાગ 1)

નોંધ : વાર્તા કાલ્પનીક છે વાસ્તવિકતા સાથે કોઈ નિસબત નથી..પણ આપણી આસપાસ બનતી ઘટના પર એક પ્રકાશ પડવાની મારી કોશિશ જરૂર છે..


***


અમી એક ખાનગી સ્કૂલમાં જોબ પર લાગી .. મોટી સ્કૂલ બહુ નામના એટલે પ્રાઇવેટ પણ નોકરી કરવામાં વાંધો આવે એમ નહોતું.

આમતો નામના કરતા બદનામી પણ ઘણી મળેલી હતી એટલે શરૂમાં મન અચકાતું પણ પછી એણે નક્કી કર્યું મારા કામથી મતલબ રાખીશ ઝાઝો ચંચુપાત નહીં કરવાનો..

ફર્સ્ટ ડે સ્ટાફ ને મળી.. અંદરોઅંદર બધા વાતો કરતા.. આમતો અમીનો સ્વભાવ મળતાવડો પણ આ સ્ટાફ જરા ઓડ ટાઈપ એટલે એ કામ પૂરતી જ વાત કરતી અને ફ્રી સમયે પોતાના મોબાઈલમાં રચી પચી રહેતી..

પ્રિન્સિપલ મેડમ જરા કડક સ્વભાવના હતા એટલે એ હોય ત્યાં સુધી સ્ટાફના લોકો કામ માં ધ્યાન આપતા. પણ જેવા એ જાય કે.. ગુસપુસ થયા કરતી.. અમીને કાને કેટલાક શબ્દો અથડાયા.

બસ ટાટમાટ થઈને ફરવા જતી રહે છે.. ઘેર તો કોઈ રાખતું નથી અને અહીં ટાંટિયો ટકતો નથી પોતાના આશિક સાથે જ રખડે આખો દિવસ અને આપણને આમ ગધેડા જેમ કામ કરાવે ને સેલરી ટીપાં જેટલી આપે છે.. પોતે તો મેનેજમેન્ટ સબંધના કારણે લાખોની કમાણી કરે છે.. સંચાલકની રાખેલ..

અને અમી બધું સાંભળી અવાક થઈ ગયી.. એક વિચાર ઝબુકયો..
શુ રહસ્ય હશે એ મેડમનું અને બાળકોની વાર્ષિક ફિસ તો 4 લાખ છે તો સ્ટાફને કેમ એટલો ઓછો પગાર અને તનતોડ મહેનત મજૂરી કરાવે છે..

થોડી વાર પછી પાછી એના કામમાં પરોવાઈ ગયી..
પિરિયડ લેવા ગયી અને બાળકો સાથે મસ્તી સાથે શિક્ષણ પૂરું પાડતી..અને સમય પૂરો થતાં રીસેસ પડી..બધા ટેણીયા ક્લાસની બહાર..એ પણ બહાર નીકળતી જ હતી ને..

ત્યાં બાજુના ક્લાસમાંથી એક બાળકીના રડવાનો અવાજ આવ્યો..

એ દોડીને ત્યાં ગયી.. કોઈ હતું નહીં કલાસ પૂરો ખાલી ..

શુ થયું સીયા કેમ રડે છે..?

સિયા: મેમ મેં હોમવર્ક નથી કર્યું ને મેડમનો લેક્ચર આવે છે જો મારુ હોમવક નહિ જુએ તો મને પણ રુચા ની જેમ.. સ્યુસાઈડ..

શટ અપ તું શું બોલે છે.. ગાંડી થઈ કે.. કોઈ ટીચર મારે નહીં બેટા આજ હોમવર્ક ન કર્યું એનું કારણ હશે ને તારે કહી દેવાનું .

ના એ મેમ બહુ કડક છે.. મને બહું બીક લાગે છે.. રિચા પણ એવું જ કહ્યું હતું એ બિમાર હતી એટલે હોમવર્ક ન કરી શકી પણ મેમ એ એ ના સાંભળ્યું અને એને ....

એ જોરજોરથી રડવા લાગી..

એને આ હાલતમાં વધુ પૂછવું યોગ્ય ન લાગતા અમી એ એને હોમવર્ક કરવામાં મદદ કરી અને એ ખુશ થઈને ટીચરને વળગી ઓડી થેંક્યું અમી ટીચર..તમે મબે બચાવી લીધી ..આઈ લવ યુ..
એ ખુશીથી ઉછળી પડી..

બહાર પટાવાળો આ બધું જોઈ ગયો અને મેડમને કોલ કર્યો..

થોડા દિવસ બધું શાંત રહ્યું અને 15 દિવસે સિયાને એ ક્લાસમાંથી હટાવીને બીજા ક્લાસમાં શિફ્ટ કરાઈ જ્યાં અમી ને ખબર ન પડે એ રીતે .

અમી રોજ સિયાને જોવા કલાસમાં ડોકિયું કરતી પણ રોજ દોડીને એને વળગી પડતી સિયા 2-3 દિવસથી આવી નહોતી.. એ સિયા ને શોધવા દરેક કલાસ ફેંદી વળી પણ એને ક્યાંય એની ભાળ મળી નહીં.. એને સિયા સાથે કંઇક અજુગતું થયાની ભીતિ લાગી એના મમ્મીને મળવા ગયી.

સિયા ત્યાં રમતી હતી પણ એના ચહેરા પરનું તેજ ગાયબ હતું એ સ્મિત પણ નહોતી કરતી અને એક રૂમમાં જ રહેતી.. એના મમ્મી ને પણ એ વાતનું આશ્ચર્ય થતું..

આખરે, સિયાને મળવા રૂમમાં ગયી પણ સિયા એ સરખા જવાબ ન આપ્યા અને રિચા સાથે શુ થયું હતું એવું પૂછતાં જ એ ડરીને એના મમ્મી ને લપાઈ ગયી..

એના મમ્મી એ પણ અમી ને કાઈ જ ન પૂછવા વિનંતિ કરી.. અને ત્યાથી અમી નીકળી ગયી..

વધુ આવતાં અંકમાં

આવજો..