paragini - 10 books and stories free download online pdf in Gujarati

પરાગિની - 10

પરાગિની ૧૦

સવારે પરાગ ઓફીસમાં આવે છે.. રિનીને તેના ડેસ્ક પર કામ કરતી જોઈ તે તેના કેબિનમાં જાય છે.

થોડી જ વારમાં ટીયા પરાગનાં કેબિનમાં જાય છે.

ટીયા- સોરી પરાગ સર.. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે.. મે રિની પાસે જઈ માફી માંગી લીધી છે અને તમને પણ સોરી કહું છું. કાલે મારી બર્થ ડે છે અને જ્યાં આપણું ફોટોશુટ છે ત્યાં જ સાંજે મે પાર્ટી રાખી છે. તમે આવશોને?

પરાગ- ઓકે.. જો કામ નઈ હોય તો આવવાનો ટ્રાય કરીશ...!

ટીયા- તમે આવશે તો ગમશે મને..!

પરાગ- ઓકે આવીશ હું.

ટીયા- થેન્ક યુ.

સમર રિની પાસે આવે છે અને કહે છે આજનો દિવસ તારે મારી સેક્રેટરી બનવું પડશે, આજે મારી અગત્યની મીટિંગ છે. રિની સમર સાથે મીટિંગ રૂમમાં જાય છે. થોડીવારમાં ક્લાઈન્ટ આવી જાય છે. સમર તેની મીટિંગ ચાલુ કરે છે.

સિયા પરાગની કેબિનમાં જાય છે અને શાલિનીએ આપેલ કોન્ટ્રાક્ટ પેપર પરાગને આપે છે.

સિયા ત્યાં જ ઊભી હોય છે પેપર્સ આપીને..

પરાગ- કંઈ કહેવું હતું સિયા?

સિયા- હા, સર

પરાગ- તો જલ્દી કહો..!!

સિયા- સર, તમારે આ કોન્ટ્રાક્ટ પેપરમાં આપેલ ટર્મ્સ એન્ડ કંડીશન વાળું પેજ વાંચી લેવું જોઈએ કેમ કે પાછળથી આપણી કંપનીનં નુકસાન પણ થઈ શકે છે જો એક વખત સાઈન થઈ જશે તો આપણે કંઈ નહીં કરી શકીએ..!

પરાગ બધી શરતો વાંચે છે અને તેને સિયાની વાત સાચ્ચી લાગે છે. પરાગ મીટિંગ રૂમ તરફ જાય છે.

આ તરફ શાલિની ઘરે બેઠી બેઠી તેના લેપટોપમાં સીસીટીવી ફૂટેજ લાઈવ જઈ રહી હોય છે જે મીટિંગ રૂમની હોય છે.

પરાગ મીટિંગ રૂમમાં આવે છે. ક્લાઈન્ટ સાથે શરતો બાબતે ચર્ચા કરે છે.

પરાગ- તમારી એક શરત અમારી કંપનીને નુકસાન કરવી શકે એવી છે જો તમે એ શરત પાછી લેશો તો જ અમે તમારી સાથે કામ કરીશું અને તમારે એ શરત માન્ય રાખવી હોય તો મારે તમારી સાથે કોઈ ડિલ નથી કરવી.

સમર- ભાઈ તમે આ શું કહી રહ્યા છો?

પરાગ- જે સાચું છે તે જ કહું છું કંપનીને નુકસાન થાય એ હું ક્યારેય નહીં કરું.

ક્લાઈન્ટ ડીલની ના કહી જતા રહે છે.

સમર- (ગુસ્સામાં) ભાઈ હું મીટિંગ કરી રહ્યો હતોને તો તમે કેમ આવ્યા..?

પરાગ- સમર, કંપનીને નુકસાન થાય એ હું નહીં થવા દઉં.

સમર- તમારો જેટલો હક છે તેટલો જ હક મારો પણ છે.

પરાગ- હકની વાત નથી... કામની વાત છે. નુકસાન અને ફાયદની વાત છે.

સમર ગુસ્સામાં ત્યાંથી જતો રહે છે. રિની સમરનો ગુસ્સો જોઈ તેની પાછળ જાય છે તેને શાંત કરવા..!

આ તરફ આ બધું જોઈને શાલિની ખુશ થાય છે.. સમર અને પરાગને લડતા જોઈ તે લુચ્ચું હાસ્ય કરે છે.

સમર તેના કેબિનમાં જઈ બેસી જાય છે.. રિની પાછળ આવે છે.. સમર બબડતો હોય છે.

રિની- શાંત થઈ જા.

સમર- (ગુસ્સામાં) ભાઈ એ આવું નહોતું કરવાનું..! તને શું લાગે છે ભાઈ એ બરાબર કર્યુ?

રિની- પહેલા પાણી પીલે..! કામની બાબતે પરાગસર આવું જ કરતા હોય છે. તે કોઈનું નથી સાંભળતા..!

સમર- મને તેમના કામથી પ્રોબ્લમ નથી. તેઓ તો મારી કરતા પણ વધારે જાણે છે કે કેવી રીતે કામ કરવું પણ આજે જે કર્યુ તે બરાબર નહોતું.

રિની- આઈ થિંક.. પરાગ સરે તમને ખોટું કામ કરવાથી રોક્યો છે. પરાગ સર માટે એમનો ભાઈ જ તેમની દુનિયા છે.

સમર- હા, આજે જોઈ લીધો મે તેમનો ભાઈ પ્રેમ..! આજે તેમને મને હર્ટ કર્યો છે.

પરાગ પણ આખો દિવસ ગુમસૂમ બેસી રહે છે. તેને બંને બાજુ ખોટું લાગ્યું હોય છે કે પોતે સમર પર ગુસ્સે થઈ ગયા અને સમર પણ જાણ્યા વગર ગુસ્સે થઈ ગયો. પરાગ વહેલો ઘરે જતો રહે છે.

સાંજે તે પુલ સાઈડ એકલો બેસી રહ્યો હોય છે અને ત્યાં જૈનિકા આવે છે.

જૈનિકા- બોસ તમે ઉદાસ દેખાય રહ્યા છો...!

પરાગ- એવું કંઈ નથી.

જૈનિકા- આખા ઓફીસમાં ખબર પડી ગઈ છે કે તું અને સમર લડ્યા છો..ક્યારેક લેટ ગો કરી લેવું જોઈએ.. આવી નાની નાની વાતો થયા કરતી હોય છે..!

પરાગ- તને એવું લાગે છે કે આ નાની વાત હતી?? જો ડિલ સાઈન થઈ જાત તો કંપનીને કરોડોનું નુકસાન વેઠવું પડતે..! આવું હું ક્યારેય ના થવા દઉં.

સમર હજી તેના કામને લઈને સીરિયસ નથી થતો અને તેને આ વાત વિચારી હોત તો આ બોલવાનું પણ ના થાત.

જૈનિકા- આ બધું છોડ.. એક કામ કર કાલે મારી સાથે શુટ પર ચાલ.. તારો મૂડ પણ સારો થઈ જશે.

પરાગ- શૂટ પર જવાથી મૂડ સારો થઈ જાય એ કોણે કીધું?

જૈનિકા- ઓફો.. શુટીંગની જે જગ્યા છે તે બહુ જ મસ્ત છે. શહેરથી થોડે દૂર એક ગામમાં રિસોર્ટ છે ત્યાં શુટીંગ છે.. મસ્ત જગ્યા છે ચાલને મજા આવશે.

પરાગ- સારું આવીશ..!

રિની પણ રિટાદીદી પાસેથી કાલે શુટીંગ પર જવાની પરમિશન લઈ લે છે.

પરાગ સમરને કોલ કરે છે પણ સમર ફોન ઉપાડતો જ નથી.

**********

રિની સવારે વહેલી ઊઠી કંપનીમાં જાય છે. શુટીંગ માટેના બધા ડ્રેસ તે કંપનીની ગાડીનાં મૂકાવે છે અને બધુ બરાબર ચેક કરે છે. એટલાંમાં પરાગ ત્યાં આવે છે રિનીને બધુ પૂછે છે કે બધો સામાન મૂકાઈ ગયો છે કે નહીં?

રિની- હા, સર બધુ ચેક કરી લીધુ છે અને હું જાતે જ ઊભી રહી હતી સામાન મૂકતી વખતે..!

પરાગ- ઓકે તો ચાલ મારી ગાડીમાં જ જઈએ.

રિની- સર હું તમારી સાથે?

પરાગ- કેમ? કંઈ કામ બાકી છે કે મારી સાથે આવવામાં કંઈ પ્રોબ્લમ છે?

રિની- ના, સર એવું કંઈ નથી. ચાલો નીકળીએ.

માનવને રજા હોવાથી પરાગ આજે ગાડી ચલાવે છે.

રિની નોટીસ કરે છે કે પરાગ ઉદાસ છે અને ગાડીમાં એ.સી. ચાલુ છે તો પણ તેને પરસેવો થાય છે.

રિની- સર, તમારી તબિયત તો સારી છેને?? એ.સી. ચાલુ છે તો પણ પરસેવો થાય છે તમને.....

પરાગ- હા, બસ સવારે નાસ્તો નહોતો કર્યો... એટલે..!

રિની- બીજું પણ કારણ છે અને એ મને ખબર છે..! અને એ છે સમર..! જો બહુ વિચારશો તો વધારે તબિયત બગડશે.

પરાગ- હા કાલનાં એના જ વિચારો આવે છે...!

રિની ઘરેથી સેન્ડવીચ બનાવી લાવી હોય છે તે તેના બેગમાંથી કાઢે છે અને કહે છે, સર તમે આ ખાય લો તો થોડું સારું લાગશે.

પરાગ- અત્યારે કેમનો ખાઉં? હું ગાડી ચલાવું છું.

રિની- જો તમને ઠીક લાગે તો... હું તમને ખવડાવું??? કેમ કે પહોંચવામાં વાર લાગશે અને વચ્ચે ઊભા રહીશું તો મોડું થશે..!

પરાગ- ઓકે.

રિની પરાગને સેન્ડવીચ ખવડાવે છે. પરાગની આનાકાની વચ્ચે રિની પરાગને એક આખી સેન્ડવીચ ખવડાવી દે છે.

પરાગ- નાનું ડેસ્ક ખોલજે.. એમાં મારી દવા છે.

રિની પરાગને દવા આપે છે અને પછી પાણીની બોટલ આપે છે.

પરાગ દવા લે છે. તેની દાઢી પર થોડું પાણી લાગી જાય છે, રિની ટીસ્યૂ પેપર કાઢી તેને સાફ કરવા જાય છે અને પરાગ પણ તેના હાથથી સાફ કરવા જતો હોય છે પરંતુ પરાગથી તેનો હાથ રિનીના હાથ પર મૂકાય જાય છે. રિની સાફ કરી દે છે.

પરાગ- થેન્ક યુ.. સેન્ડવીચ સારી બનાવી છે.

રિની- થેન્ક યુ.

આ બાજુ દાદી જોઈ છે કે સમર ઉદાસ છે અને બ્રેકફાસ્ટ કરવા પણ નથી આવ્યો, તેથી તેઓ સમર પાસે જાય છે અને શું થયું તે પૂછે છે..!

સમર ઓફીસમાં જે થયું તે બધુ કહે છે. દાદી તેને સમજાવે છે અને બ્રેકફાસ્ટ કરાવે છે. દાદી તેને કહે છે, બેટા તારી પાસે તો આખો પરીવાર છે પણ પરાગ એકલો રહે છે, તુ ક્યારેય એનો સાવકો ના સમજતો.

સમર- દાદી, ભાઈ મારી માટે ક્યારેય સાવકા નથી. એમણે જે કર્યુ એ નહોતું કરવાનું..!

દાદી- સારૂ.. જેણે જે કર્યુ હોય એ.. બંને પાછા બોલતા થઈ જાઓ.. હું કંઈ ના જાણું..! સાંજ સુધીમાં તમે બંને બોલતા થઈ જવા જોઈએ.

એશા અને નિશા બંને મોલમાં જાય છે શોપિંગ કરવા ત્યાં તેમને માનવ મળી જાય છે.

એશા- યાર.. આ ચીપકૂ તો પાછળ જ પડી ગયો છે.. જ્યાં જઉં ત્યાં આવી જ જાય છે.

માનવ એશાને મળે છે, નિશાને હાય કહી ઓળખાણ આપે છે. નિશાને ખબર પડે છે કે આ એ જ છોકરો છે જે એશા પાછળ પાગલ છે. નિશાને માનવનું હ્યુમર નેચર ગમે છે. ત્રણેય જણાં મોલમાં ફરે છે, ખાય છે.

આ બાજુ પરાગ અને રિની રિસોર્ટ પર પહોંચે છે જ્યાં શુટીંગ હોય છે. રિની જગ્યા જોઈને નવાઈ પામે છે.

રિની- પરાગ સર.. કેટલી સુંદર જગ્યા છે...! આપણા ગુજરાતમાં પણ આવી જગ્યા છે મને તો ખબર જ નહોતી..! એકદમ રોમેન્ટિક જગ્યા છે. મૂવીસમાં જેવી રોમેન્ટિક જગ્યા બતાવે એવી જ..! પણ મને નથી લાગતું કે તમે રોમેન્ટિક મૂવી જોતા હોવ..!

એક નાના ગામની નજીક રિસોર્ટ બનાવ્યો હોય છે. જ્યાં ઊંચા પહાડ છે, નાનું સરોવર જેવું છે, પક્ષીઓનો મધુર અવાજ, તાજી શુધ્ધ હવા.. આહા.. જોતા જ કોઈને પણ ગમી જાય..!

પરાગ- તને કેમ એવું લાગ્યું?

રિની- કેમ કે તમે સહેજ પણ રોમેન્ટિક નથી લાગતા..!

પરાગ- હા, કેમ કે હું કોઈ છોકરી પાછળ ફૂલ લઈને નથી દોડતો..! મારી માટે રોમેન્ટિકની પરિભાષા અલગ છે.

રિની- ઓહ.. તો તમે રોમેન્ટિક છો એમ?

પરાગ- મારા મતે પ્રેમ દિલથી થવો જોઈએ.. આજકાલ તો લોકો પ્રેમ પૈસાને જોઈને કરે છે જે મને બિલકુલ નથી પસંદ.. બંને વ્યકિત વચ્ચે એ પ્રેમનો અહેસાસ હોવો જોઈએ. બાય ધ વે હજી મારા લાઈફમાં મને એવી છોકરી નથી મળી જે મારી આશા પર ખરી ઊતરી હોય..!

આ સાંભળીને રિનીને થોડું દુ:ખ થાય છે.

શુટીંગ ચાલુ થઈ જાય છે. કામ પત્યા બાદ ટીયા બર્થ ડે પાર્ટીનું અનાઉન્સમેન્ટ કરે છે.

રિની સમરને ફોન કરે છે.. તેને પાર્ટીમાં આવવા કહે છે પણ સમર ના કહેતો હોય છે.

સમર- ભાઈ પણ ત્યાં જ હશે... મારી ઈચ્છા ઓછી છે.

રિની- તમારા ભાઈની તબિયત બગડી ગઈ છે.. તારા વગર એ પણ ઉદાસ છે. તને લોકેશન મોકલી દઈશ મન થાય આવવાનું તો આવી જજે..!

થોડીવારમાં તે જગ્યાએ રાજ આવે છે. રાજ ટીયાને મળે છે.

ટીયા- તારે ટીયાની આજુબાજુ ફર્યા કરવાનું.. ફલર્ટ કરવાનું.. તારે બસ એ રિનીને પરાગથી દૂર રાખવાની.. અને મેં એની વ્યવસ્થા કરી દીધી છે.

ટીયા ફરીથી રિની સાથે શું કરશે?

સમર અને પરાગ પાછા બોલતા થઈ જશે કે નહીં?

વાંચતા રહો આગળનો ભાગ - ૧૧