Badlata Sambandho - 3 books and stories free download online pdf in Gujarati

બદલાતાં સબંધો ભાગ 3

બદલાતાં સબંધો ભાગ- 3


ત્યારે ભાવિન તેનાં રૂમમાં તૈયાર થઈને બહાર નીકળી રહ્યો હતો. સોનિયા તેનાં સામે આવી અને કહ્યું ભાવિન ચાલ મારી સાથે.


ભાવિન કહ્યું હા કેમ નહિ ચાલ


ભાવિન અને સોનિયા આગણમાં ચા અને નાસ્તો કરી રહ્યા છે.


ભાવિન કહ્યું સોનિયા ગાર્ડનમાં પેલો છોકરો કોણ હતો જસ્ટ એમ પૂછું છું ....


સોનિયા કહ્યું ઓહ એટલે તું મારી પાછળ ગાર્ડન સુધી આવ્યો હતો એમ. અને તે છોકરો મારો સ્કૂલ નો મિત્ર છે. ભાવિન ભલે તે એમ જ કહ્યું પણ મને આ વાત ગમી નહીં.


ભાવિન કહ્યું સોનિયા સોરી મે એમજ પૂછ્યું તને કહ્યું તો ખરા જસ્ટ એમજ.


સોનિયા કહ્યું ભાવિન હુ તને પ્રેમ કરૂં છું અને તું મને અને આપણાં આ સબંધ એ વિશ્વાસ પર ટકી રહે માટે વિશ્વાસ ભરોશો રાખવો પણ જરૂરી છે.


ભાવિન કહ્યું ઓકે હુ મારી ભૂલ સ્વીકારી લીધી બસ.


સમય વિતવા લાગ્યો બે વર્ષ તેમનાં પ્રેમ સબંધ બધું ગાઢ બનતો ગયો. ભાવિન એ વધારે માસી ઘરે રેહવા લાગ્યો કોલેજ પણ અગમ લાગવા લાગી. તેનાં મિત્ર પ્રણય ઘણું કહ્યું મિત્ર કોલેજ આવી જા. છતાં એ કોલેજ થોડાં દિવસોમાં જવું ના જવું કરતો રહ્યો.


ભાવિન કહ્યું હુ અહી રહીને અભ્યાસ કરી શકુ તો મારે ત્યાં આવની જરૂર નથી. અને તું મને પુસ્તકો આપ્યા છે, તો પણ હુ કોલેજ આવીશ.


ભાવિન અપડાઉન કરીને થોડાં દિવસો કોલેજ આવ્યો ફરી પાછો ગેરહાજર રહેવા લાગ્યા.


ભાવિન અને સોનિયા અને તેમના પરિવારના સભ્યો બધાં જમીને અગાસી પર વાતો અને ચર્ચા મઝાક કરી રહ્યા હતા. મઝાક મઝાક માં સોનિયા મમ્મી પૂછવામાં આવ્યું કે તમારે સોનિયા માટે કેવો છોકરો જોઈએ.


સોનિયાની મમ્મી કહ્યું હમણાં તો તેના લગ્ન નથી કરવાના પણ તેના માટે એવો છોકરો જોઈએ જે તેના યોગ્ય હોય અને સારી નોકરી અને બને તો સરકારી સારો પરિવાર અને તે ખુશ રહે બસ. પણ તેની ઉંમર વધતી જાય છે તો પછી હવે વિચારવું પડશે છે.


સોનિયાના લગ્ન વિશે ચર્ચા થઈ રહી હતી ત્યારે ભાવિન અને સોનિયા ધ્યાનથી સાંભળતા હતાં.


સોનિયા કહ્યું બસ ભાવિન મમ્મી પણ તેનો જમાઈ કેવા ગુણ જોઈએ તે પણ કહી દીધુ.


ભાવિન કહ્યું જે કહ્યું તેનાં બધા ગુણ છે બસ વાત નોકરીની તે પણ જલ્દી શોધી લઈશ.


સોનિયા કહ્યું તો કોલેજ નું.....


ભાવિન કહ્યું હુ ઘરે રહીને પરિક્ષા આપીશ એમાં છું.


સોનિયા કહ્યું તું બધું સંભાળી લઈશ.


ભાવિન કહ્યું હા કેમ નહિ.


થોડાં દિવસોમાં ભાવિનનાં ભાઈ પરેશ તેણે બેન્કમાં જોબ અપાવી અને તે ટ્રેનિંગ માટે સવારે વહેલો જાય અને સાંજે થાકી ઘરે આવી જતો પણ ભાવિન સોનિયાને સમય આપી શકતો નહતો માટે ક્યાંક નોક ઝોક થઈ પણ પછી મળી પણ ગયા. ભાવિન ને જોબ કરવા જરાય પસંદ ગમતું ના હતું. પણ સોનિયા માટે તે કરવા તૈયાર થયો હતો. આ નોકરીમાં ભાવિન ખુબ સરસ કામ કરવા લાગ્યો અને તેનાથી તેનું કામ પણ વધી ગયું. ભાવિન અને સોનિયા સાંજ સમયે ગાર્ડનમાં એક બેન્ચ પર બન્ને યુગલ બેસીને વાતો કરતાં હતાં.


ભાવિન કહ્યું આજના દિવસ આપણાં માટે ખાસ ખબર છે તને..


સોનિયા કહ્યું હા કેમ નહિ હુ તને જણાવું પણ તું આંખ બંદ કર તો પહેલાં.


ભાવિન કહ્યું ઓકે લે બંદ કરી બસ.


સોનિયા એક નાનું ગીફ્ટનું બોક્સ તેનાં હાથ માં મુક્યું અને કહ્યું આંખ ખોલ ભાવિન.


ભાવિન આંખ ખોલીને જોયું તો પછી તેને પણ કહ્યું તને યાદ હતું કે આજના દિવસે મે તને પ્રપોઝ કર્યું હતું.


સોનિયા કહ્યું હા ભાવિન હુ એ અવરણીય દિવસ કેવી રીતે ભૂલી શકુ.


ભાવિન કહ્યું ચાલ હવે હુ પણ તને એક ગીફ્ટ આપુ પણ તારે વચન આપ કે તું જરૂર સ્વીકાર કરીશ.


સોનિયા કહ્યું હા પ્રોમિસ બસ.


ભાવિન કહ્યું ચાલ આંખ બંદ કર જલ્દી અને તે એક સોનાની ચેન લાવ્યો હતો અને તેના ગળામાં પહેરાવે છે.


સોનિયા આંખ ખોલીને કહ્યું ના ભાવિન આટલી મોંઘી ગીફ્ટ ના લેવાઈ મારાથી.


ભાવિન કહ્યું મારી સેલરી નહિ પણ મારા બેસ્ટ પરફો્મન્સ પર આ બોનસ મળી હુ તેમાંથી લાવ્યો છું.


સોનિયા કહ્યું તો પણ હુ ના લઈ શકું ભાવિન બસ.


ભાવિન ગુસ્સેથી કહ્યું તો સોનિયા. આ ગિફ્ટ પણ તું પાછી રાખ ઓકે.


સોનિયા કહ્યું ભાવિન હુ જરૂર લઈશ પણ આપણાં પરીવાર સાથે એકવાર વાત થઈ જાય પછી.


ભાવિનને સોનિયા ઘણી સમજાવી પછી સોનિયાએ તેની ગીફ્ટ સ્વીકારી લીધી.


ભાવિન પણ સોનિયાની ગિફ્ટની ઘડિયાળ તેનાં હાથ પર પહેરી લીધી અને કહ્યું આ સમયે મને તારી યાદ અપાવશે.


બન્ને યુગલ વાતચીત કરતા હતા, ત્યાં ભાવિનને કહ્યું સોનિયા હવે મારા ખ્યાલથી આપને ઘરના સભ્યો સાથે આપણાં પ્રેમ સબંધની વાત કરી લેવી જોઈએ અને.....


ત્યાં સોનિયા અચાનક કહ્યું ના ભાવિન અત્યારે નહિ સમયે આવે ત્યારે જરૂર હુ તને સામેથી કહીશ.


ભાવિન કહ્યું લગ્ન વિશે પણ કહી દેવું જોઈએ મને ખબર છે કે તારી ઉંમર હજી એક વર્ષ બાકી છે હુ તેનો ઇન્તજાર કરીશ.


સોનિયા કહ્યું હા તો પછી ચાલ હવે ઘરે તારે સવારે જોબ પર જવાનું હસે.


ભાવિન કહ્યું હા ચાલ.


ઘણા દિવસો પસાર થાય લાગ્યાં અને ભાવિન સોનિયાને સમય આપી શકતો ન હતો તેથી સોનિયા અને ભાવિન વચ્ચે અનબન થઈ.


ભાવિન છેલ્લે કહ્યું તુ કહે તો સોનિયા હુ જોબ છોડી દવ કેમ કે હુ કોલેજમાં નાપાસ થતાં રહી ગયો હુ બન્ને બાજુ સંભાળીને થાકી ગયો હોવ છું અને હું તને સમય નથી આપી શકતો એ વાત સાચી અને તું ફ્રી હોય છે મને ફોન કરીને હુ બેન્કમાં કામ વખતે ફોન કેવી રીતે ઉપાડુ તું કહે હવે. રાતે 1 વાગે તારે વાત કરવી હોય છે અને હુ જોબ થી થાકીને સુઈ ગયો હોવ છું.


સોનિયા કહ્યું એટલે બધું ભૂલ મારી જ છે એમ


ભાવિન કહ્યું હુ તને ક્યાં એમ કહ્યું


સોનિયા કહ્યું પણ મતલબ એ થયો ને...


ત્યાં પરેશ આવ્યો કહ્યું અરે કેમ ઝગડો છો શાંતિ પૂર્વક વાતચીત કરો.
ત્યારે બાદ બન્ને શાંત થઈ એકબીજાને સામે મોન થઈ ને બેસી રહ્યા ત્યાં પરેશ બહાર ચાલ્યો જાય છે.
(થોડા સમય બાદ)


સોનિયા કહ્યું ભાવિન હુ તને વાત ના થાય અને તારી યાદોને કારણે હુ થોડી ગુસ્સે હતી સોરી મને માફ કરી દે.


ભાવિન કહ્યું ભૂલ મારી પણ છે હુ તને સમય ના આપ્યો પણ આપનો વિશ્વાસ એક ભરોસો છે જે કાયમ રાખવાનો છે આમ નાની નાની વાતોમાં ગુસ્સે ના થા સોનિયા.


સોનિયા કહ્યું ચાલ જવાદે એ બધુ તારો બર્થ ડે આવે છે થોડાં દિવસોમાં તો શું કોઈ તૈયારી કરી કે નહિ.


ભાવિન કહ્યું ના એમાં શું તૈયારી નક્કી છે હુ મારા બેસ્ટ મિત્ર પ્રણય અને અન્ય મિત્રો સાથે બર્થ ડે એન્જોય કરીશ.


સોનિયા કહ્યું હા તમારાં મિત્ર ઘણું સાંભળ્યું છે તમારા મોઢે કોક દિ મુલાકાત કરાવજો.


ભાવિન કહ્યું હા કેમ નહિ જરૂર.


ભાવિન સવારે વહેલા ઊઠીને જોબ માટે જઈ રહ્યો હતો, ત્યારે તેણે ગાર્ડન તરફ જોયું તો આશ્ચયૅચકિત થઈ ગયો કેમ કે ત્યાં........


વધુ આવતા અંકે


મનિષ ઠાકોર, પ્રણય


તમારાં પ્રતિભાવ મને જરૂર આપજો અને આગળના ભાગની કલ્પના પણ અચૂક જણાવજો અને હા શેર અને કોમેન્ટ જરૂર કરજો


અન્ય કોઈપણ પ્રશ્ર્ન હોય તો મને inst ફોલો કે મેસેજ કરો માય id