love with family - 2 books and stories free download online pdf in Gujarati

પ્યાર - સપરિવાર - 2


કહાની અબ તક: ઘનશ્યામ એની ભાભી સાથે એની ભાભી ના ઘરે છે; જ્યાં રાધા એણે પ્યાર કરી બેસે છે! જ્યારે ઘનશ્યામ કહે છે કે કાલે તો હું ઘરે તો રાધા ભૂતકાળ વાગોળી રહી છે! એ યાદ કરે છે જે ઘનશ્યામ ને એ અત્યારે આટલો લવ કરે છે, એણે ખુદ પહેલાં નફરત કરતી હતી! એ એ પણ યાદ કરે છે કે ઘરમાં ટુંક જ સમયમાં બધાનો ફેવરાઇટ થઈ ગયેલ ઘનશ્યામ ને એણે એક વાર પ્રેમથી કહેલું કે મારું તો કહેલું કર તો એણે એની ઇરછા મુજબ જ સાત થી આઠ તળેલા મરચાં ખાઈ દીધા હતા! આખીર એની મમ્મી એ એ પ્લેટ છીનવી જ પડી!

હવે આગળ: "અરે... રાધા ખુશ તો થાત ને!" એ બોલી ગયો. અને એના એના દુઃખને છુપાવતા એક સ્માઈલ આપી.

રાધા ને પોતાના કર્યા પર બહુ જ દુઃખ અને અફસોસ થવા લાગ્યો!

"અરે એ કેટલો સારો છે! બધાનું કેટલું ધ્યાન રાખે છે!" એ મનોમન વિચારી રહી.

એ રાત્રે જાણે કે રાધા પર કોઈ જાદુ જ થઈ ગયું. રાત્રે એ એના બેડ પર એના પિલો(તકિયા)ને વળગીને બસ ઘનશ્યામ ના જ વિચારો કરવા લાગી. વારંવાર એણે તો બસ એનું એ સ્માઈલ વાળું ફેસ જ સામે આવતું હતું.

"અરે એ તો બિચારો કેટલો સારો છે... મારી ખુશી માટે તીખા તમતમતા મરચા પણ ખાઈ ગયો!" એ વિચારી રહી.

"અરે યાર... આ રાત કેમ નથી જતી?! મારે મારા ઘનશ્યામ ને મળવું છે! બાજુના જ તો રૂમમાં એ સૂતો છે... પણ કેમ આજે મને એણે મળવાની આટલી ઉતાવળ છે!?!" એ ખુદને જ સલાહ, અને સવાલ આપતી રહી.

સવારે બધા લિવિંગ રૂમમાં સોફા પર જ હતા... આજે સવારથી રાધા ઘનશ્યામ ને જ જોયા કરતી હતી. એટલામાં જ ડોર બેલ વાગી. બાજુમાં જ રહેતી વૈશાલી એન્ટર થઈ.

"ઓહ વૈશુ... બેસ ને!" ઘનશ્યામ બોલ્યો તો રાધા તો બસ એણે જ જોઈ રહી.

રાધા હવે એ બંનેને જોઈ રહી હતી તો એણે નોટિસ કર્યું કે વૈશાલી પણ ઘનશ્યામ ને જ જોયા કરે છે. એણે એક પળ માટે લાગ્યું કે કોઈ બંદૂકથી ગોળી મારી દઉં બંનેને!

"ચાલ... બાઈક કાઢ... મારે કોફી પીવી છે!" રાધા એ એક ટેક્સ્ટ મેસેજ બાજુના જ સોફા પર રહેલ ઘનશ્યામને કર્યો તો. એણે "ઓકે... ચાલ!" કહી રીપ્લાય આપ્યો.

થોડી વાર માં જ બંને એક કેફેમાં હતા. કઈ પણ ઓર્ડર કર્યા વિના ગુસ્સામાં રાધા તો બસ ઘનશ્યામને જ જોયા કરતી હતી.

"ટુ કોફી!" ઘનશ્યામ એ વેઇટર ને કહ્યું તો એ કોફી મૂકી ગયો.

"મરચા શું ખવાડ્યા તું મને ઝહેર પીવડીશ?!" ગુસ્સા અને ઘૃણા ની મિશ્ર લાગણી થી એ એની આંખોમાં જ જોઈ રહેતા બોલી.

"મારી અને વૈશાલી ની વચ્ચે કઈ જ નથી... વી આર... વી આર જસ્ટ ફ્રેન્ડ!" ઘનશ્યામ અટકતા અટકતા માંડ બોલી શક્યો.

"હું આઠના એંશી મરચા પણ ખાવા તૈયાર છું... બસ મારાથી આ ઝહેર નહી પીવાય... પ્લીઝ!" એ બોલી તો એની આંખોમાં આંસુઓ હતા.

"લીસન... અમારે એવું કઈ જ નથી! પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ!" ઘનશ્યામે રડમસ થતાં કહ્યું.

વધુ આવતા અંકે...

એપિસોડ 3માં જોશો: "ઓહ બેસને... મારે તને કઈક કહેવું છે..." રાધા એ એણે હાથથી પકડી બેડ પર બેસાડ્યો.

"તું કાલે કેમ સાબિત કરતો કે તારે અને વૈશાલી ની વચ્ચે કઈ જ નથી એમ! તો કોની વચ્ચે છે?!" રાધા એ સહેજ સિરિયસ થતાં કહ્યું.