HANDS-FREE - 2 books and stories free download online pdf in Gujarati

હેન્ડસ-ફ્રી - 2

પ્રકરણ-2

કારમાં ડ્રાયવર સાથે બેસેલો અને અત્યાર સુધી ચુપચાપ બેઠેલો માણસ રાજૂલની બૂમાબૂમ અને બચવાના પ્રયાસોના કારણે રાજૂલ તરફ જોઇને તેને દબડાવતા બોલ્યો

“ઓ મેડમ,ચૂપચાપ બેઠી રહો વર્ના જાનસે હાથ ધોને પડેંગા” બોલતા બોલતા ધારદાર ચાકુ તેના ગળા સુધી લઇ ગયો.રાજૂલ એકદમ ખામોશ થઇ ગઇ પણ તેની આંખોમાથી આંસુ ધસી આવ્યા.તેની પાસે હવે ખામોશ થઇને આ ગુંડાઓના શરણે થવા સિવાય કોઇ ચારો ન હતો.સ્થિતી હવે તેની સામે એકદમ સ્પસ્ટ થઇ ગઇ હતી કે તેનું અપહરણ કરાયું છે એટલે તે તેમને આજીજી,વિનંતી કરવા સાથે તેના ગરીબ મા-બાપ પર દયા ખાવાનું કહેતા હીબકા ભરવા લાગી.તેણે તે લોકોને પોતાને છોડી મુકવા પૈસા, ઘડીયાળ, મોબાઇલ તથા પોતે પહેરેલા દાગીન સહિત બધુંજ આપી દેવાની વાત પણ કહી.પરંતું તેનો કોઇજ જવાબ તે લોકો તરફથી મળ્યો નહીં.આ દરમ્યાન કારના ડ્રાયવરના મોબાઇલ પર રીંગ વાગી.ડ્રાયવરે ફોન રિસીવ કર્યો તો રાજૂલ જોરજોરથી બચાવોની બૂમો પાડવા લાગી પરંતુ ડ્રાયવર બોલ્યો “મેડમ કિતનાભી ચીલ્લાવ કોઇ સુનને વાલા નહીં હૈ,યહ તો હમારા હી આદમી હૈ” કહીને તે ફોન પર વાત કરતા બોલ્યો “લડકીકો ઉઠા લીયા હૈ..પૂરા પૈસા તૈયાર રખના..અબ તુમ ફોન મત કરના. હિંમતનગર કે બાદ મૈં ખુદ ફોન કરુંગા.”કહીને ફોન કાપી નાખ્યો.પછી બોલ્યો “અબ સમજ ગઇ મેડમ?” ડ્રાયવરની વાત રાજૂલ માટે જાણે વજ્રાઘાત સાબિત થઇ તે ભવિષ્યની કલ્પના કરીને ફફડી ઉઠી અને રડતાં રડતાં સતત બારીની બાહર જોતા બૂમો પાડવા લાગી.વાતાવરણમાં હાલ પણ અંધારૂ ફેલાયેલુ હતુ. સતત રડવાને કારણે તેનો ચહેરો આંસુઓથી લથબથ થઇ ગયો.તેણે આંસુ લુછવા હાથરૂમાલ કાઢવા માટે પર્સમાં હાથ નાંખ્યો તો હાથ રૂમાલ સાથે સ્વિસ નાઇફ પણ તેના હાથમાં આવ્યું.રૂમાલ વડે આંસુ લુછતા સમયે નાઇફ તેના બીજા હાથમાં જ હતુ.સ્વિસ નાઇફ હાથમાં આવતા તેના મગજમાં ઝબકારો થયો તેને આ ગુંડાઓથી બચવા સ્વિસ નાઇફનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો.સ્વિસ નાઇફની ઘાતકતા તેને ખબર હતી કે તેના એક પ્રહાર વડે માણસને અત્યંત ખરાબ રીતે ઘાયલ કરી શકાય છે અને જીવ પણ લઇ શકાય છે.જોકે સ્વિસ નાઇફ તે નાની મોટી જરૂરત તથા સલામતી ખાતર પર્સમાં રાખતી હતી.થોડી ક્ષણોમાં તેણે નાઇફનો ઉપયોગ કરવાનો જોખમી અને ખતરનાક ઇરાદો કરી લીધો. રાજૂલે પોતાના જોખમી અને કાતિલ વિચારને અમલમાં મુકતા પહેલા ઊંડા શ્વાસ લઇ સ્વસ્થતા ધારણ કરી.અંતે પ્રલયના દેવ શિવજીનું નામ લઇને મન ને શાંત કરી પૂરી તાકત સાથે ચીલ ઝડપે ડ્રાયવરનાં સાથીદાર પર ત્રાટકી અને તેના ગળા પર પોતાના હાથની આંટી મારી તેના ગળા પર ઉંડે સુધી સ્વિસ નાઇફ ઘુસાડતા કારના ડ્રાયવરને લલકારતા કહેવા લાગી.

“ગાડી રોક..સાલે હરામી ગાડી રોક..વર્ના ઇસ કુત્તે કે ગલેકી નસ કાટ ડાલુંગી.રોક ગાડી રોક.”

પણ ડ્રાયવરે સ્વસ્થતા અને ધંધાદારી ગુંડાની અદાથી કહ્યું. “ઓ મેડમ,બચ્ચોંકે ચાકુસે ડરાવ મત,પર્સમેં વાપસ રખલો.બહોત દેખી તુમ..”પરંતુ તેનું વાક્ય પુરૂ કરે તે પહેલા રાજૂલે ડ્રાયવરના સાથીદારના ખભા પર સ્વિસ નાઇફનો થોડો બળપૂર્વકનો પ્રહાર કરીને પોતાના કાતિલ ઇરાદાનો પરિચય આપી દીધો. એનસીસીની તાલિમ આજે તેને કામ આવી રહી હતી. “અબે અબ્દુલ ગાડી રોક,વર્ના યે લોંડીયા સાલી મેરા ગલા કાટ ડાલેગી..ચાકુકી ધાર બડી તેજ લગ રહી હૈ.” અબ્દુલે તેના સાથીદારની વાતથી તેના ડ્રાયવર મિરર દ્વારા એક નજર નાખી તો તેના ખભા પરથી લોહી ફૂટીને શર્ટની બાહર નીકળી ગયુ હતુ.અબ્દુલને ઘટનાની ગંભીરતા સમજાઇ ગઇ.પણ તે પણ છટા હુઆ બદમાશ થા એટલે તેણે પણ ઝડપથી નિર્ણય લઇ લીધો અને બોલ્યો “ઠીક હૈ ઠીક હૈ મૈડમ,ગાડીકો સાઇડમેં લગાતા હું.” તેણે ગાડીની સ્પીડ ધીમે કરીને થોડી સાઈડમાં લીધી પછી એકદમ સ્પીડ વધારી દીધી અને થોડે દૂર જઇને કારને જોરદાર શોર્ટ બ્રેક મારી.ડ્રાયવર અબ્દુલનો દાવ સફળ થઇ ગયો.શોર્ટ બ્રેકના કારણે રાજૂલે પોતાના શરીરનું બેલેન્સ ગુમાવ્યું અને તેના હાથમાંથી ચાકુ છુટીને અબ્દુલનાં પગ પાસે જઇને પડયું.રાજૂલ આગળની સીટ સાથે જોરદાર રીતે ભટકાઇને પાછળની તરફ ફંગોળાઇને પોતાની સીટ પર ગબડી પડી. આ તકનો લાભ લઇને અબ્દુલના સાથીએ તુરંત બાજી સંભાળી લીધી.રાજૂલનું ચાકુ પોતાના કબજામાં લઇને રાજૂલની ગળચી પકડીને ધમકી આપવા સાથે ગંદી ગાળ આપતા બોલ્યો. “સાલી..તુઝે માલુમ નહી હૈ,તેરે લીયે એક મહિનેસે હમ કયા કયા પાપડ બેલ રહે હૈં.તેરી હર બાત પર હમારી નજર થી.કાર કે કારણ હી હમેં દો બાર હમારા પ્લાન બદલના પડા થા.આજ મછલી કાંટેમેં ફસ હી ગઇ.તેરી હેન્ડસ-ફ્રી કે કારણ આજ હમારા કામ ઔરભી આસાન હો ગયા,સમજલે, ઉસીને તેરેકો ફસાયા હૈ.ઔર સુન,તુઝે ઐસે હી છોડને કે લિયે હમને નહીં ઉઠાયા હૈ...તેરે સે તો હમ માલ કમાયેંગે માલ.તુમ ગુજરાતીયોંકે પાસ ખૂબ પૈસે હોતે હૈં.ઔર કાન ખોલકર સુનલે,અબ જરાભી ચાલાકી મત કરના વર્ના હાથ-પાંવ તોડ દુંગા તેરે...જમીલ શેખ હું મૈં જરાભી દયા નહીં દીખાઉંગા સાલી.”કહીને એકદમ ગંદી ગાળ બોલતા રાજૂલને ધક્કો મારીને પોતાની સીટ પર બેસી ગયો.

પ્રકરણ-2