Sangath - 2 books and stories free download online pdf in Gujarati

સંગાથ - 2

સંગાથ

અખિલભાઈ આવ્યા ત્યારે ‌ખૂબ જ ગુસ્સામાં હતા. એમાંય આધ્યા મોડી આવી અને શાંતિથી નાસ્તો કરતા જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયા.


" તને ખબર નહીં પડતી કે તારા લીધે અમારો પણ સમય બગડે છે. બિઝનેસમાં પણ નુકસાન થાય છે." અખિલભાઈ
" જો આને સમયની કિંમત ખબર હોત તો હમણાં દાદાના પૈસા આમ ના ઉડાવતી ના હોત. એ જાતે કમાણી કરતી હોય." આલોક


( આધ્યા હસે છે.)
( સિદ્ધાર્થનો પરિવાર પણ ત્યાં જ હોય છે. એ બધા જોતા જ રહ્યા કે શું થઈ રહ્યું છે.)

( હરેશભાઈ અખિલ અને આલોકને રોકવાનો પ્રયત્ન કરે છે.)

" જો આધ્યાએ પૈસા ખચૅ કર્યા છે તૈ મને ખબર છે અને આટલા પૈસા કેમ ખચૅ કર્યા એ પણ મને ખબર છે અને કયા કારણથી ખચૅ કર્યા છે એ પણ આને બિઝનેસમાં નુકસાન તારી લાપરવાહી ના લીધે થાય છે. નહીં કે આધ્યાના લીધે " દાદા અનિરુદ્ધ

(આ સાંભળીને અખિલભાઈ અને આલોક ચૂપ થઈ જાય છે.)

" આધ્યાએ સાબિત કરી બતાવ્યું છે કે એ કોઈ પણ કામ માટે કાબિલ છે. એને તમારા સામે સાબાતી આપવાની જરૂર નથી." દાદી મંજુલા

" પૂછો તમારી લાડલી ને કે શું કર્યુ છે એને" અખિલભાઈ

" શું કર્યુ છે એણે?
મારી જૂની કંપની હતી એ જ તો એણે બંધ કરાવી છે." દાદા અનિરુદ્ધ

" તમે આમ શાંત કેવી રીતે રહી શકો?
એ કંપનીમાંથી બધાથી વધારે નફો આવતો હતો અને આને ખબર પણ શું પડે છે કે બિઝનેસ કોને કહેવાય?." અખિલભાઈ

"તમે ધીરજના ફળ મીઠા એ કહેવત તો સાંભળી જ હશે . તો સમય આવ્યે બધું સમજાઈ જશે." આધ્યા

" તારી આટલી હિંમત કે તું તારા બાપને કહેવાનું પણ જરૂરી નથી સમજતી? " અખિલભાઈ

" તમે શાંત થઈ જાઓ નહિ તો તમારી તબિયત ખરાબ થઈ જશે" નયનાબેન

" આજે ઘરની બહાર કોઈ નહિ જાય " દાદા અનિરુદ્ધ
( આધ્યા ઘરની બહાર જતી હોય છે)

" દાદુ એ કહ્યું એ સાંભળ્યું નહીં ?" નયનાબેન
" એ વાત તમારા માટે છે મારા માટે નહીં . દાદુ હું જઉં? " આધ્યા

" હા પણ થોડીવાર પછી જા અમારે વાત કરવી છે. " દાદી મંજુલા

"ઠીક છે " આધ્યા

" હરેશ મને માફ કરજે કંપનીમાં તુ પણ હિસ્સો ધરાવે છે પણ પરિસ્થિતિ જ એવી હતી કે કંપની બંધ કરવી જ પડી." દાદા અનિરુદ્ધ

" અંકલ તમે માફી ના માંગશો , કંપની બંધ કરવા પાછળ કોઇ મહત્વનું કારણ હશે એટલે જ તમે કોઈ ને જણાવ્યા વગર બંધ કરી નાખી." હરેશભાઈ

" કાલે પાર્ટી પત્યા પછી આધ્યા મારા રૂમમાં આવી હતી. એને કંપની વિશે વાત કરી કે કંપનીમાં કોઈ ‌ગદાર છે જે આપણા વિશે ભડકાવી રહ્યા છે . અને કાલે આપણે પાર્ટીમાં મશગુલ હતા ત્યારે કોઈએ એ કંપનીના પેપર ચોરવાની કોશિશ કરી હતી અને આધ્યાએ એને પકડી લીધો હતો. " દાદા અનિરુદ્ધ

" પપ્પા , કોણે આવું કરવાની હિંમત કરી?" અખિલભાઈ ( ગુસ્સામાં બોલે છે.)


" પેપર ચોરવાની કોશિશ કરી એમાં કંપની બંધ કરવાની ફરજ ક્યાંથી પડી?" આલોક


" કારણ કે એ કંપનીના પેપરના ફોટા પાડીને બીજાને મોકલી આપવામાં આવ્યા હતા અને આમ પણ એ કંપનીને બંધ કરવાનો સમય આવી ગયો છે. " દાદા અનિરુદ્ધ

એટલીવારમાં જ સિદ્ધાર્થ આવે છે.

" તમે ન્યૂઝ જોઈ? " સિદ્ધાર્થ
"ના " (બધા એક સાથે બોલે છે.)

એટલીવારમાં જ આધ્યા ટેલિવિઝન ચાલું કરી ન્યૂઝ બતાવે છે. ન્યૂઝ જોઈને બધા રાહતનો શ્વાસ લે છે.


" હવે ખબર પડી કે મેં કેમ આ કંપની બંધ કરવાનો નિર્ણય લીધો?" દાદા અનિરુદ્ધ

"હા" (અખિલભાઈ અને હરેશભાઈ બંને બોલે છે.)


" પણ પપ્પા તમને કોણે કહ્યું કે આમ અચાનક જ આ પ્રોડક્ટમાં મંદી આવશે અને છેલ્લે એમાં નવું પ્રોડક્શન પર બેન લાગશે?" અખિલભાઈ


" અનુભવ અને સલાહ" દાદા અનિરુદ્ધ

"દાદુ હું જઉં?" આધ્યા
( દાદા હસીને જવાનો ઈશારો કરે છે.)

" સાંજે સમય પર આવી જજે. કાલે પ્રેસ કોન્ફરન્સ રાખી છે. એમાં બધાનું હોવું જરૂરી છે. અને હરકિશન તમે પણ અહીં જ રહો મારે તારા સાથે પણ જરૂરી વાત કરવી છે." દાદા અનિરુદ્ધ


ધીરે ધીરે આલોક , સિદ્ધાર્થ, રચના , પ્રાચી પણ ત્યાંથી જતા રહ્યા.
ક્રમશઃ