I am your lover forever - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમી છું તારો સદાયાનો - 2

જ્યારે અંશુના પપ્પાને ખબર પડી કે અંશુ અમર સાથે વાત કરી રહી હતી....એજ વકતે એના પપ્પાએ એની પાસેથી મોબાઇલ લઈ લીધો....
છેલ્લા ૨-૩ વર્ષથી ના વાત ના મુલાકાત....બન્ને
એક બીજા વગર રહી શકતા ન હતા અને
આ સમસ્યા કોને કેહવી એ પણ સમજાતું ન હતું...
બન્નેને ભણવાનું પતી ગયું અને નોકરીની શોધમાં નીકળી પડ્યા.... અંતે તેમને નોકરી મળી ગઈ.... બન્ને એક જ કંપનીમાં નોકરી મળી હતી...
કિસ્મત ક્યારે અને શું કરે એ ક્યાં કોઈને ખબર પડવાની છે...
આમને પણ કંઈ એવું જ થયું બન્નેને એક જ કંપનીમાં નોકરી મળી.... પણ બ્રાન્ચ
અલગ- અલગ એક દિલ્હીમાં તો બીજું અમદાવાદમાં....
બન્ને કામમાં એવા લીન બની ગયા કે એક જ વર્ષમાં બન્નેને પ્રમોશન મળી ગયું....
અંશુંનું પ્રમોશન સાથે એનું ટ્રાન્સફર સુરતમાં થઈ ગયું....
બન્ને એવા કામમાં વ્યસ્ત થઈ જાય છે કે એક બીજા ની યાદ પણ આવતી નથી...ધીરે ધીરે તે એક બીજાને ભૂલવા લાગ્યા અને કામમાં જ વ્યસ્ત થવા લાગ્યા
શું આવો જ સાચો પ્રેમ હોય છે?
જો આવો જ હોતો હોયને તો આને પ્રેમ ના કેહવ્યા...
ખરેખર આપડી વચ્ચે સાચો પ્રેમ રહ્યો જ નથી માત્ર સ્વાર્થ પૂરો થાય ત્યાં સુધી એના પ્રેમમાં પછી એ કોણ ને હું કોણ...
અંશુ પોતાનો ભૂતકાળને ભૂલી જઈને આગળ વધવા લાગી તે પોતાને પસંદ આવે એવો છોકરો ગોતવા લાગી...
જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તેમ તેમ અંશુ ને અમરની યાદ પાછી આવા લાગી....કેમ કે એ જે છોકરો જોવા જાય એ છોકરામા અમર જેવું તો કંઇક ને કંઇક હોય જ અને એના લીધે અંશુને અમરની યાદ હવે ખૂબ જ સતાવા લાગી...
એક પ્રેમ અને એક નશીબ આ બે એવી વસ્તુ છે કે જે આપડે માંગીએ નહિ તે આપણને તરત મળી જાય અને જે માંગી માંગીને થાકી જઈએ તો પણ એ વસ્તુ તો ના જ મળે...
વર્ષ પત્વા આવ્યું અને દરેક કંપનીમાં હોય કે નવા વર્ષની શરૂઆત સારી કરવા પાર્ટી રાખે...
આ કંપની ની બ્રાન્ચ આખા ભારત દેશમાં છે...
એટલે જે રાજ્ય હોય તેમની બધી જ બ્રાન્ચ એક જ શેહરમાં પાર્ટી રાખે......
અને આ વખતે પાર્ટી અમદાવાદમાં હતી...એટલે ગુજરાતની બધી જ બ્રાન્ચના મેમ્બર્સ એ અમદાવાદ આવા માટે નીકળી ગયા...અંશુ અમદાવાદ થી પરિચિત હતી....
પાર્ટી O7 ક્લબ માં રાખી હતી બધા પાર્ટીમાં આવા લાગ્યા હતા.....અમર અને અંશુ પણ આવી પોંચ્યા હતા.....બન્ને એક બીજાની સામે થી નીકળી ગયા પણ વર્ષો સુધી જોયા ન હતા તેથી ઓળખી ના શક્યા....પાર્ટીમાં એવોર્ડ ફંકશન રાખવામાં આવ્યું હતું....એવોર્ડ ના નામો જાહેર થવા લાગ્યા એક પછી એક નામો બોલા તા ગયા અને એ લોકો આવતા ગયા.....અમર નું નામ પણ એવોર્ડ લિસ્ટમાં હતું....સ્ટેજ ઉપર અમર પ્રફુલભાઈ મેહતા જાહેર થયું....અને આ નામ અંશુ ને સંભળાતા જ આંખ માંથી આંસુ અને મુખ ઉપર રોનક આઇ ગઈ....અને જ્યારે અમરને જોયા પછી તો એ પોતાને રોકી જ ના શકી અને તરત જ સ્ટેજ ઉપર પોચી ગઈ અને અમર ને તરત જ ગળે મળીને રડવા લાગી....અમર એ બહેન ને આવી રીતે જોઇને ચોંખી ગયો કેમ કે અમર જાણતો ન હતો કે આ અંશુ છે....અમર એ બહેન ને પૂછે એની પેહલા તો અંશુ એ એના વિશે કંઈ દીધું અને આ સાંભળતા જ અમરની આંખમાં આંસુ સાથે અમર એ અંશુ ને પાછું ગળે મળી દીધું
ત્યાં ઊભા ઊભા અમર એ પાછું......
🙏🏻🙏🏻વાંચવા બદલ તમારો આભાર🙏🏻🙏🏻
જો તમને આ સ્ટોરી ગમી હોય અને આગળ વાંચવી હોય તો તમે આમાં સંદેશ મોકલો
Gmail :- ravandevil08@gmail.com
Instagram :- @arya_shah08__
Wattsapp :- 94845 94545