My Aashiqi - 1 books and stories free download online pdf in Gujarati

મારી આશિકી... - 1

મારી આશિકી...

અરે યાર પ્યાર છે કે કોઈ મજાક?! પ્રીતિની હિંમત શું થઈ, એણે એવું કહેવાની?! દિલ તો એવું કરતું હતું કે એણે જઈને એક ઝાપટ મારી જ આવું, પણ શું કરું, હિમ્મત જ ના ચાલી!

હેમંત, એનું નામ હેમંત! લાગે પણ બહુ જ સ્માર્ટ, પણ મને તો એની વાતો જ બહુ ગમતી!

જ્યારે એ ક્લાસમાં એન્ટર થાય કે હું જ નહિ, પણ ક્લાસની બાકી બધી છોકરીઓ પણ એની સામે જોવા લાગતી! પણ એ મહાશય તો એની બુક્સમાં જ ખોવાયેલા જોવા મળે! એક એ જ તો આદત હતી, જે અને બંનેમાં કોમન હતી!

"શું વાંચ્યાં કરું છું, ચાલ કેન્ટીનમાં ચા પીવા જઈએ!" મેં એક વાર એણે કહી જ દીધું, જે હું છેલ્લાં કેટલાક દિવસોથી કહેવા માગતી હતી!

"હા... ચાલને!" એણે એક લાંબી સ્માઇલ આપતા કહેલું.

થોડી જ વારમાં અમે બંને કેન્ટીનમાં એક ટેબલ પર સામસામે હતા.

"રમાન્યા, આ તે કેવું નામ?!" મારા નામને જાણ્યાં બાદ એણે આવું રીએકશન આપ્યું!

"હા તો નામ જેવું નામ છે! તું મને રીના, રેનું, રમુ કંઈ પણ બોલાવી શકું છું!" મેં એણે છૂટ આપવાનાં આયશથી કહ્યું.

"હું તો તને તાન્યા કહીશ!" એણે ત્યાં જ મારું એક નવું જ નામ પાડી દીધું હતું, પણ મને એનાથી કોઈ જ આપત્તિ નહોતી!

"ઓકે, હેવ માય નંબર પ્લીઝ!" મેં એણે બહુ જ પ્યારથી કહ્યું.

"ઓકે!" કહીને એણે એનો પણ નંબર એક્સચેન્જ કર્યો.

"ચાલને એક ફિલ્મ જોવા જઈએ!" મેં ચાનો એક સબળકો બોલાવતા કહ્યું.

"નો, આઈ ડોન્ટ લાઈક ધેટ!" એણે સહજતાથી કહ્યું.

"પરમ દિવસે જ શહેરમાં બહુ જ મોટો પુસ્તક-મેળો છે... સાથે જઈશું, ઘણાં બધાં ઓફર પણ છે!" એણે કહ્યું.

"વાઉ! હા, ચોક્કસ! હું તને પિક કરવા તારા ઘરે આવીશ, ઓકે!" એણે કહી દીધું!

એ દિવસે તો બહુ જ મજા આવી હતી! આખો દિવસ હેમંત અને એની વાતો! મેં આટલી ખુશી પહેલાં ક્યારેય નહોતી અનુભવી! આટલો જ્ઞાની હોવા છતાં સહજ અને સ્માર્ટ હોવા છત્તા એ ઘમંડ વિનાનો હતો!

એની હાજરીમાં મને તો જાણે કે સ્વર્ગ જ ના મળી ગયું હોય?! હું તો ઘેલી ઘેલી બની ગઈ હતી! એ પણ મને જોયા કરતો અને મારું ખૂબ જ ધ્યાન રાખતો. એ પછી તો એના કૉલ પણ મને નિયમિત આવતા.

"હેલો, તાન્યા, તાનું... મને બહુ જ ગમે છે તારા અવાજને સાંભળવાનું!" એ પ્યારથી કૉલ પર કહેતો તો હું તો મારા બેડ પર શરમથી ચાદરને ચહેરા સુધી આખી જ ઓઢી લેતી!

"અરે પાગલ, માથું તો બરાબર ઓળવીને આવવું હતું ને!" હેમંતે મારા અસ્ત વ્યસ્ત વાળ જોતાં કહ્યું.

"મારે તો શું હવે, મરવું છે!" મેં એક નિશ્વાસ નાંખતા કહ્યું.

"ઓય, શું દુઃખ પડી ગયું તને?!" એણે ધારદાર નજરે જોતાં પૂછ્યું.

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 2 અને અંતિમ ભાગ(ક્લાઈમેક્સ)માં જોશો: "પણ થયું શું?!" એણે મારા હાથને પકડવા ચાહ્યો, પણ મેં હાથને દૂર કરી દીધો!

મારી બસ આટલી હરકતથી જ એણી જમણી આંખમાંથી એક આંસુ વહીને નીચે પડી ગયું! પણ હું એણે નિષ્ઠુર બનીને બસ જોઈ રહી, જાણે કે કોઈ ઠોઠ વિદ્યાર્થીને સજા આપીને શિક્ષક એના દર્દથી દૂરી કરી લે!

પણ અહીં એવું તો હતું જ નહિ, મને પણ દર્દ થઈ રહ્યું હતું! મેં બુક ઓપન કરી અને એમાં માથું નાખી દીધું! પણ ચૂપચાપ બાજુમાં આવીને બેસી ગયો. એનો હસતો ચહેરો બહુ જ ગંભીર અને ઉદાસ થઈ ગયો હતો!