Rajkumari Suryamukhi - 1 books and stories free download online pdf in Gujarati

રાજકુમારી સૂર્યમુખી-1

રાજકુમારી સૂર્યમુખી-1


શ્વેતપ્રદેશની આ વાત છે.


શ્વેતપરીઓ વાદળાના દેશમાં રહે છે.


હમણાં-હમણાં બધી જ યુવાન પરીઓના રંગો છીનવાઈ ગયા.જાદુ પણ છીનવાઈ ગયો.રાજકુમારી સૂર્યમુખી એ શ્વેતઋષિની ખૂબ જ મજાક ઉડાવી.આથી તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં પોતાના નાનકડા કમન્ડળમાંથી પોતાના જમણા હાથમાં પાણી લઈ બોલ્યા...


"મહારાજા પુષ્પદેવના રાજ્યમાંથી તમામ યુવાન પરીઓના રંગો છીનવાઈ જાય.જાદુ છીનવાઈ જાય.અગર કોઈ યુવાન પરી પોતાના શણગાર માટે શ્વેત રંગ સિવાય બીજા રંગનો ઉપયોગ કરશે તો તેની સુંદરતા નષ્ટ થઈ જશે."


રાજકુમારી પોતાના પ્રેમી રાજકુમાર અમન સાથે વિહાર કરવા નીકળ્યા છે.રાજકુમારી સૂર્યમુખી શ્વેતઋષિના ચરણોમાં પડી ગયા.ખૂબ જ આજીજી કરવા લાગ્યા. માફી માંગવા લાગ્યા.


શ્વેતઋષિએ રાજકુમારીને ઉભા કરતા કહ્યું "રાજકુમારી સૂર્યમુખી, હવે શ્રાપમુક્ત થવું ખૂબ જ કઠિન છે."


એટલામાં જ બધી જ યુવાન પરીઓના રંગ છીનવાઈ જતા ખુદ મહારાજા પુષ્પદેવ પોતાના રાજ્યગુરુ શ્વેતઋષિને શોધતા-શોધતા ઋષિ-આશ્રમ પહોંચી ગયા.


ત્યાં જ રાજકુમારી સૂર્યમુખી પોતાના પિતા પાસે દોડીને આવ્યા .પોતાના પિતાને બાથ ભીડીને રડવા લાગ્યાને બોલ્યા


"પિતાજી, હું અને રાજકુમાર અહીં વિહાર કરવા માટે નીકળ્યા. શ્વેતઋષિ શ્વેત કપડાં પહેરે છે.મેં શ્વેત ધોધ ઉપરથી શ્વેત નદીમાં પડતા પાણીમાં થોડે દૂર શાંત પાણીમાં મારું પ્રતિબિંબ જોયું.હું મારી સુંદરતાને રંગોના કમાલથી અભિમાનમાં આવી ગઈ.ઘમંડથી ભરાઈ ગઈ.


પછી અમે બન્ને થોડું ચાલ્યા.ત્યાં જ શ્વેતઋષિ મળ્યા.જે માત્રને માત્ર શ્વેત કપડાં ધારણ કરે છે.કોઈ પણ રંગોનો ઉપયોગ કરતા નથી.હું અભિમાનમાં ઋષિને કહેવા લાગી


"શ્વેતઋષિ ઈશ્વરે દુનિયામાં આટલા બધા રંગો બનાવ્યા છે.તેમ છતાં તમે માત્ર શ્વેત રંગનો જ ઉપયોગ કેમ કરો છો?"


ત્યારે મને શ્વેતઋષિએ કહ્યું રાજકુમારી શ્વેત રંગ શાંતિનો પ્રતિક છે.હું મારા મનની અને દિલની શાંતિ માટે ઇશ્વરને ભજવા માટે હું શ્વેત સિવાય બીજા કોઈ પણ રંગ ધારણ કરતો નથી.


આથી, હું તેમના પર હસવા લાગી.તાળીઓ વગાડવા લાગીને બોલવા લાગી "તમે આ રાજ્યના સૌથી મુર્ખ વ્યક્તિ છો"


પછી હું પછી ખડખડાટ હસવા લાગી.તાળીઓ વગાડવા લાગીને બોલી "રાજકુમાર અમન!!! ખરેખર, ઋષિ બેવકૂફ છે. તેને જિંદગી જીવવાની સમજ નથી.મારા રાજ્યમાં આટલા બધા રંગો છે.તેનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે.


સુખ શાંતિથી જીવી શકે છે.તેમ છતાં આ મૂર્ખ ઋષિ શ્વેત રંગ ધારણ કરીને કેવા લાગે છે!!!તેની સુંદરતા અસીમ છે.તેમ છતાં શ્વેત રંગ ધારણ કરીને તે પોતાની બેવકૂફીને પ્રગટ કરે છે.વિવિધ રંગો ધારણ કરીને પણ આપણે ઈશ્વરને ભજી શકીએ છીએ."


રાજકુમારીને અટકાવતા રાજકુમાર બોલ્યા "રાજકુમારી,તમે તમારા પિતાજીના ને તમારા ગુરુજીની આ રીતે મજાક ન ઉઠાવી શકો.ચલો,માફી માંગો તેમની પાસે.એ આ સંસારથી પર છે.એ છે, એટલે જ આપણે છીએ."


ત્યારે હું બોલી કે રાજકુમાર અમન તમે પણ ખરેખર બેવકૂફ છો.શ્વેત ઋષિની માફક.ડોળાઈ ગયેલા પાણીમાં પડેલા કીડાની જેમ શ્વેત ઋષિ બહારની દુનિયાને જોઈ શકતા નથી.તેને એવું લાગે છે કે આ ડોળુ પાણી જ પૂરી દુનિયા છે.હકીકતમાં એવું હોતું નથી.વાસ્તવિકતા કંઇક અલગ છે.


આપણે બધાઈ શ્વેત રંગને ધારણ કર્યા વગર પણ ઈશ્વર ભજી શકીએ છીએ.


ત્યારે શ્વેત ઋષિ એ ગુસ્સામાં મને શ્રાપ આપી દીધો કે "તમામ યુવાન પરીઓના રંગો છીનવાઈ જશે.જાદુ છીનવાઈ જશે.તે માત્ર શ્વેત રંગ ધારણ કરી શકશે.અગર કોઈ યુવાન પરી બીજા રંગથી પોતાના શરીરને સમજાવવાનો પ્રયત્ન કરશે તો તેની સુંદરતા હણાઈ જશે."


પોતાની પુત્રીની ભૂલનો સ્વીકાર કરતા મહારાજા પુષ્પદેવ અને રાજકુમાર અમન ઋષિના પગે પડીને માફી માંગવા લાગ્યા.


શ્વેત ઋષિએ કહ્યું મહારાજા, કયારે કોઈ આગળ નમતો નથી.તમે મને પાપમાં પાડો છો.આ શ્રાપથી મુક્ત થવા માટે પૃથ્વી પર જવું પડશે.મનાલીમાં આવેલા અંજની મહાદેવની બીલીપત્રથી પૂજા કરવી પડશે.


પછી જ શ્વેત પ્રદેશની પરીઓ રંગોને ધારણ કરી શકશે પણ એ પહેલાં પૃથ્વી પર જવા માટે તમારે મેઘધનુષ્યના રંગોની જાદુઈ દુનિયા પાર કરીને જવું પડશે.એ દુનિયા જાદુની છે.પણ ત્યાં તમારા જાદુનો ઉપયોગ નહીં થઈ શકે.


શ્વેત ઋષિએ કહ્યું રાજકુમારી સૂર્યમુખી આ સફરમાં તમારે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. દરેક રંગના અંતે તમને એક નવો રંગ મળશે.એક રંગને પાર કરી તમે બીજા રંગની દુનિયામાં જઈ શકશો અને પછી પૃથ્વી પર જવા માટેના દ્વાર ખુલશે.


અગર તમે મુશ્કેલીનો સામનો કરી શકતા નથી તો તમે બીજા રંગની દુનિયામાં જઈ શકશો નહીં.


ત્યારે રાજકુમાર અમન બોલ્યા "શ્વેતઋષિ હું આ સફરમાં રાજકુમારી સૂર્યમુખીનો સાથ આપવા માંગું છું.હું એમને ખૂબ જ પ્રેમ કરું છું.હું એમના વગર અહીં નહીં જીવી શકું."


શ્વેત ઋષિએ કહ્યું "રાજકુમાર અમન મારા આશીર્વાદ તમારી સાથે છે."


રાજકુમારી સૂર્યમુખી એ કહ્યું "અગર તમે આજ્ઞા આપો તો હું મારા પરિવારને મળીને આ સફર શરૂ કરવા માંગુ છું.?"


ઋષિએ કહ્યું જેવી તમારી ઈચ્છા.તમારા પરિવાર સાથે અમુક ક્ષણ વિતાવી મને યાદ કરજો.હું તમને મેઘધનુષની રંગોની દુનિયામાં જવાનો રસ્તો કરી આપીશ.


રાજકુમારી સૂર્યમુખી એ કહ્યું આપનો ખૂબ-ખૂબ આભાર.


મહારાજા પુષ્પદેવ રાજકુમાર અમન અને રાજકુમારી સૂર્યમુખી ઘરે પહોંચ્યા.


વાદળોની વચ્ચે આ રાજ્ય આવેલું છે.જ્યાં ઢગલાબંધ વાદળાઓ છે.ચહેરાને સ્પર્શ થતા વાદળ રોમેરોમ રોમાંચિત કરી મૂકે છે.ચહેરાને ઠંડક આપે છે અને શરીર ઉપર રુવાંટી ઉભી કરીદે તેવું આહલાદક વાતાવરણ છે.


અહીંના લોકો જાદુ કરી શકે છે.સુંદર સફેદ વાદળાઓના દેશમાં વસતા આ લોકોના દેશને શ્વેતપ્રદેશ કહેવામાં આવે છે.પરંતુ રાજકુમારી સૂર્યમુખીના ગેરવર્તનથી શ્વેત ઋષિ ગુસ્સે થઈ ગયાને રાજકુમારી એ ખૂબ જ મુશ્કેલી વહોરી લીધી.


મહારાણી પુષ્પાદેવીને મહારાજે બધી જ વાત કરી.


શ્વેત વાદળાઓના પણ અલગ-અલગ રાજ્યો છે.પુષ્પ દેવના રાજ્યથી થોડે દુર અમરદેવ નામના રાજાનું રાજ્ય છે.તેમને અમન નામનો રાજકુમાર છે.રાજકુમાર અમનની માતાનું નામ અંબિકાદેવી છે.


આ લોકો પણ પુષ્પદેવના રાજ્યમાં આવેલા છે. મહારાણી પુષ્પાદેવી ખૂબ જ રડવા લાગ્યા ત્યારે રાજકુમારી સૂર્યમુખી નીડર થઈને બોલ્યા


"માતા, આ મુશ્કેલી આ સમસ્યા મેં જાતે ઊભી કરી છે. તેનો હલ પણ હું જાતે જ કરીશ.રાજકુમાર અમન તમારે મારી સાથે આવવાની કોઈ આવશ્યકતા નથી.હું એકલી જ જઈશ અને હું દરેક પરિસ્થિતિ સામે લડી,દરેક સમસ્યાને મુશ્કેલી સામે લડીને હું વિજય બનીને પરત ફરીશ."


ત્યારે મહારાજા અમરદેવ બોલ્યા "રાજકુમારી સૂર્યમુખી નહીં.તમારી સાથે રાજકુમાર અવશ્ય આવશે જ.મારા પ્રિય મિત્ર પુષ્પદેવની પ્રિય પુત્રી રાજકુમારી સૂર્યમુખીને મારો પુત્ર એકલીને સમસ્યાને મુશ્કેલીનો સામનો કરવા માટે નહીં છોડે."


પુષ્પદેવના રાજયમાં રહેલી તમામ પરીઓ હાજર થઈ.તમામ રાજકુમારી સૂર્યમુખીની સખીઓ છે. રાજકુમારી સૂર્યમુખી સ્વભાવે ખૂબ જ શાંત અને મળતાવડા સ્વભાવના છે.તે બધી જ પરીઓમાં શક્તિશાળી છે.બધી જ પરી કરતા તેમની પાસે વધારે જાદુ છે.


પણ તેઓ અહંકાર,અભિમાન અને ઈર્ષાળુ સ્વભાવમાં આવીને શ્વેતઋષિની મજાક ઉડાવી જેથી તેઓની સામે સમસ્યાઓ આવી.રાજકુમારી સૂર્યમુખી અને તમામ પરીઓ પોતાની પ્રિય સખીને મળવા લાગી.દરેકે ભીની આંખે રાજકુમારી સૂર્યમુખીને વિદાય આપવા માટે તૈયાર થયા.


રાજકુમારી સૂર્યમુખી એ શ્વેત ઋષિને યાદ કર્યા.તેઓ તરત જ પ્રગટ થયા.


તેમણે કહ્યું રાજકુમારી સૂર્યમુખી પહેલા તમારે લાલ રંગની દુનિયામાં જવાનું છે.પછી લીલારંગની દુનિયામાં જવાનું છે.પીળા રંગની,નારંગી,જાંબલી,વાદળી અને છેલ્લે નીલો રંગ આવશે. દરેક રંગમાં ખૂબ જ મુશ્કેલીઓ આવશે.


આ મુશ્કેલીઓનો સામનો કરી તમે પૃથ્વી પર જવા માટેનો માર્ગ મળશે અને ત્યાં હિમાચલ પ્રદેશમાં મનાલી નામના રાજ્યમાં અંજની મહાદેવ વિદ્યમાન છે.તેમની પૂજા-અર્ચના કરવાથી તમને તમારા તમામ રંગો પરત મળી જશે.પુષ્પદેવના રાજ્યની તમામ પરીઓને રંગો પાછા મળી જશે.જાદુ પણ.