Conflict..Part 3 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ..ભાગ 3

મિત્રો આપણે પ્રકરણ બે મા જોયું કે સંઘર્ષ જો સાચી રીતે કરવામાં આવે તો તે આપણા માટે ફળદાયી જ બને છે. હવે પ્રકરણ 3 માં આપણે જોશું કે જીવનમાં જે સંઘર્ષ કરે છે તે તો અવશ્ય સફળતા સુધી પહોચે છે.

હા પણ જ્યારે પણ આપણે આપણા લક્ષ સુધી પહોંચીયે તે પહેલા કેટલીય મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે અને સંઘર્ષ કરવા પડે છે.જે પણ આ સંઘર્ષ હાર ન માની હસતા હસતા સામનો કરે છે.તે જ સાચો સંઘર્ષનો હીરો ગણાય છે. તે માટે હું તમને એક પ્રસંગ કહું છું.

એક ગરીબ કિશાન નો છોકરો હોય છે. જેને ભણવાનો ખૂબ જ શોક હોય છે, તેથી તે ગામની જ પાઠશાળામાં અભ્યાસ કરતો હોય છે.તે એટલો હોશિયાર હોય છે કે બીજા કરતા વધારે તે યાદ કરી લે છે. કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય તો તે સોથી આગળ જ હોય, અને એટલું જ નહી પણ તેનું પરિણામ પણ એટલું જ સારુ આવતું.

પણ તે જ્યા અભ્યાસ કરતો હતો તે શાળા માં ખાલી 8 જ ઘોરણ હતા.અને બીજુ ભણવું હોય તો બીજી શાળા માં જવું પડે અને વળી શાળા ની ફીસ પણ મોગી હતી અને તે તો ગરીબ હતો તેથી તેના પિતાએ કહ્યુ કે હવે તું ખેતર નું જ કામ કર આપણે ક્યાં વળી ભણીગણી ઑફિસર બનવાના, પણ તેના પિતા શું કરે એક તો ગરીબ માંડ માંડ ઘરનું પુરુ કરે એમાં કુશ ની માતા બિમાર હતા તેથી અડધા પૈસા તો દવા માં જ જતા રે પછી ક્યાંથી ભણાવે

પણ કુશ હાર માને તેવો ન હતો તેણે વિચારી જ લીધું હતું કે તે કંઇ પણ કરશે પણ તેના ડૉક્ટર બનવાના સપના ને પુરુ કરશે તેના માટે તેને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે પણ તે કરશે અને સંઘર્ષ કરી પોતાના લક્ષ ને હાસીલ કરશે, પણ તેને વિચારી તો લીધું પણ તે કેવી રીતે કરશે તે આપણે જોઇએ.
કુશ પેપર માં વાંચ્યું હતુ ગામમાં એક ગેરેજમાં કામદાર ની જરૂર છે તો કુશ ફટાફટ એ ગેરેજ વાળાભાઇ જોડે ગયો અને કહ્યુ કે

મને અહી કામ મળશે ?

ગેરેજવાળઆ---અરે ! બેટા તારી તો આ ભણવાની ઉંમર છે તુ તો હજું નાનો છે તને કેવી રીતે કામ આપી શકું!

કુશ --કાકા કાકા મહેરબાની કરીને મને કામ આપો ને, હું બહું જ મહેનત કરીશ તમે મારુ કામ તો જોવો પહેલા

ગેરેજવાળા ----અરે બેટા તું નાનો છે સમજ પણ મને આશ્ચર્ય લાગે છે કે તારે વળી કામ ની શી જરૂર પડી છે એટલી બધી

કુશ બધી પોતાની પરિસ્થિતિ કહી અને કહ્યુ કે મારે ભણવું છે પણ એ કોઈ ની મહેરબાની થી નહીં પણ પોતાના જ સંઘર્ષ કરી. આ સાંભળી પેલા ગેરેજ વાળા દિલ ખુશ થઈ ગયું અને તેને કુશ કામ તો આપ્યું સાથે જ તેનુ એડમીશન સારી સ્કુલમાં કરાવ્યું.

હવે કુશ ને કામ પણ કરવાનું હતુ અને સાથે પોતાનું સ્વપ્ન પણ પુરુ કરવાનું હતું તેથી કુશ સવારે સ્કુલ અને પછી ગેરેજે કામ કરતો અને આમ હવે તેના જીવનમાં સંઘર્ષ વધી જ ગયું હતું, પરતું કુશ પોતાના લક્ષ ને જ કેન્દ્ર માં રાખી તેની પર જ મહેનત કરવા લાગ્યો.
એમ એમ કરતા તે ધોરણ 10 માં આવી ગયો, તેથી તેનું સઘર્ષ પણ વધ્યું. તેથી તે જ્યારે પણ નવરો પડતો અને વાંચતો રાત્રે પણ 2 વાગ્યા સુધી વાંચે પાછો 5 વાગે જાગી જાય વાંચે અઢળક મહેનત કરતો હતો, પણ ખબર નહી કેમ એકા એક એની પરીક્ષા લેવાતી હતી જીવન ની પરીક્ષા આે અને બન્યું એવું કે કુશ 10 ધોરણ પરીક્ષા એક મહિનો હતો અને તેની માતા નું દુઃખ દ અવસાન થયું. તેથી કુશ ભાગી જ પડયો.પણ તેના પિતાએ સમજાવતા કહ્યું કે બેઠા તું પરીક્ષા ધ્યાન આપ કેમ કે તારી માઁ એ જ ઇચ્છતી હતી કે જેવી મે ગરીબ જીંદગી જીવી છે એવી તું ના જીવે અને તુ પહેલા નંબરે ઉતીણ થાય.
તેથી કુશ ફરી મહેનત કરવા લાગ્યો હવે એનામાં બમણો જોશ આવી ગયો હતો.

અને આમ જ તેને પરીક્ષા આપી, અને જ્યારે પરિણામ આવ્યું તો તે પ્રથમ નંબરે ઉતીણ થયો હતો તે ને તેના માતા ફોટો આગળ પરિણામ મુકી પ્રણામ કરી તેના પિતા ને ગળે મળ્યો .ખૂબ ખૂશ હતો પરતું કુશ નું સંઘર્ષ માત્ર અહી જ પુરુ નથી થતું પણ સાચું સંઘર્ષ તો હવે શરૂ થાય છે. હવે તે 11 સાયન્સ માં પ્રવેશ મેળવવા માગે છે, પરતું તેની ફીસ ન હોવાથી તેને ના કહેવામાં આવે છે, પણ તેને યાદ આવે છે કે ગેરેજ માં કામ કરતો તો એક શિક્ષક મળ્યા હતા. અને જરૂર હોય તો યાદ કરજે એવું કહેલું, અને નંબર પણ તેને પોતાની ડાયરી લખેલો હતો તેમનો સંપકૅ કરે છે અને મળે છે, તોએ કુશ ને શિષ્યવૃત્તિમાટેની પરીક્ષા આપવાની કહે છે. અને બાકી સહાય તેઆો કરે છે. અને પછી તો કુશ સાયન્સ માં પણ સારુ પરિણામ મેળવે છે.

તેના મહેનત ના લીધે તેને M. B. B. S માં પ્રવેશ મળે છે અને તે સખત મહેનત અને લગન થી તે એક સારો ડૉક્ટર બની જાય છે. અને પોતાની હોસ્પિટલ ખોલે છે. તેમાં તે ગરીબ લોકો ની વિના મૂલ્યે સહાય પણ કરે છે.અને તે પોતાના સ્વપ્ન ને સાકાર બનાવે છે.

તો મિત્રો હું તમને એમ જ કહેવા માંગુ છું કે કુશ જોડેતો કંઈ ન હતું છતા પણ તેને કઠોર પરિશ્રમ અને સંઘર્ષથી તેને કદી હાર ન માની, તેને પોતાના સ્વપ્નો પુરા કરવા દરેક પરિસ્થિતિ થી લડી સંધર્ષથી જીત્યો, આજે સફળ બન્યો.
જે જીવનમાં સંઘર્ષથી નથી હારતો તેને તો કિસ્મત પણ નથી હરાવી સકતી

તો મિત્રો મે તમને અહી 3બાબત પર કેન્દ્ર કર્યું છે

1--જીવનમાં સંઘર્ષ ન હોય તો કેવી પરિસ્થિતિ સજાઁય છે.

2--જીવનમાં સંઘર્ષ કેવી રીતે કરવું.

3--જીવનમાં જે સંઘર્ષ કરે છે તે અવશ્ય ઉંચું ફળ પ્રાપ્ત કરે છે

એટલે જીવનમાં હંમેશા સંઘર્ષી બનો. અહી હું મારી વાત ને વિરામ આપું છું

આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏

Jumani bhagvati