Jivan safhar na sathi - 2 books and stories free download online pdf in Gujarati

જીવન સફરના સાથી - 2

પણ વિનય તો ફોરેનમાં છેને એતો સૌંદર્યા ના લગ્ન સમયે જ જર્મની જતો રહ્યો હતો અને આગળ ભણવા માટે અને હવે તે ત્યા જ સારી પોસ્ટ ઉપર છે અને વેલસેટ છે.
હા બેન એ જર્મની જતો રહ્યો હતો પણ ભણવા નહીં સૌંદર્યા થી દૂર થવા, તે નાનપણથી સૌંદર્યા ને પસંદ કરે છે પણ તેણે કયારેય કહ્યું નહીં એને ડર હતો કે કયાંક એની અને સૌંદર્યા ની મિત્રતા ટૂટી જાય તો એટલે એણે વિચાર્યું કે એકવાર લાઈફમાં વેલસેટ થઈ ગયા પછી સૌંદર્યા ને દિલ ની વાત કહેવાની અને એ હા પાડે તો તમને લગ્નની વાત કરવી.પણ એ પહેલા જ સૌંદર્યા ને મોહક ના લગ્ન નક્કી થઈ ગયા અને આ બધું એનાથી જોવાયું નહીં એટલે તે જર્મની જતો રહ્યો હતો.આ બધું હું નથી કહેતો વિનયે જાતે કહ્યું છે.બે દિવસ પહેલા તે અને તેના મમ્મી પપ્પા આવ્યા હતા તેઓ પોતાના દિકરા ને સુખી અને ખુશ જોવા માંગે છે એટલે તેમણે આ પ્રસ્તાવ મુક્યો અને અમે સહર્ષ સ્વીકારી લીધો મોહક ના પપ્પા એ વાત પૂરી કરી...

ખૂબ સરસ ભાઈ જો સૌંદર્યા અને વિનય ના લગ્ન થાય તો સોનામાં સુગંધ ભળે સાચું કહું તો હું પણ પહેલાં બન્ને ને સાથે ભણતા, ફરતા જોતી ત્યારે મને પણ આવો જ વિચાર આવ્યો હતો કે આ બન્ને જીવન ભર સાથે જ રહે તો કેવું સારું પછી વિચાર્યું કે એ બન્ને સારા મિત્રો છે ને હું આ શું વિચારું છું.લાગે છે હવે વિચાર અમલમાં મુકવાનો યોગ્ય સમય આવી ગયો છે.પણ સૌંદર્યા કેવી રીતે માનશે?તેના મમ્મી એ કહ્યુ.
બેન તમે એ બધી ફિકર ના કરો એને વિનય માનવી લેશે
તે થોડી જ વાર માં તેનાં માતા-પિતા સાથે આવી જશે.
એટલા માં સૌંદર્યા આવી અરે મમ્મી-પપ્પા તમે કયારે આવ્યા? બસ દિકરી થોડી વાર થઈ તું આવી ગઈ સૌમ્યા ને સ્કુલમાંથી લઈને?હા મમ્મી આ રહી સૌમ્યા.
સૌમ્યા આવી એટલે સૌંદર્યા ના પપ્પાએ તેને વહાલ થી ઉપાડી લીધી અને ચોકલેટ આપી.એ જોઈ સૌમ્યા ખુશ થઈ ગઈ અને ઘરમાં બધા ને બતાવવા દોડી ગઈ. સૌંદર્યાએ કહ્યું હું બધા માટે ચા-નાસ્તો લઈ આવું છું. અને જેવી પાછળ ફરી કે સામેથી વિનય ને આવતા જોઈને ઉભી રહી ગઈ.એને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો કે શું ખરેખર વિનય જ આવ્યો છે?
એટલા માં વિનય સૌંદર્યા ની સામે આવી ને ઉભો રહી ગયો. એને જોઈ સૌંદર્યા ની આંખો છલકાઈ ગઈ તે ઝડપ થી વિનય ને ભેટી પડી...
વિનય તું ક્યા જતો રહ્યો હતો? મારા લગ્નમાં પણ ન આવ્યો તને ખબર છે તારા ગયા પછી મારા જીવનમાં શું શું બની ગયું?
હા સૌંદર્યા મને બધીજ ખબર છે એટલે તો પાછો આવ્યો છું વિનય બોલ્યો એટલામાં પાછળથી તેના મમ્મી-પપ્પાને આવતા જોઈને સૌંદર્યા તેમની પાસે ગઈ અને તેમને પગે લાગી.અરે અંકલ આન્ટી તમે?
હા દિકરી પોતાના બાળકો તકલીફ માં હોય તો મા-બાપ ની ફરજ તો બજાવવી જ પડે ને વિનય ના મમ્મીએ સૌંદર્યા ના માથે હાથ ફેરવી કહ્યું...તમે બેસો હું બધા માટે પાણી લઈને આવું છું.
બધા બેઠકરુમમાં સોફા પર ગોઠવાયા એટલામાં સૌંદર્યા બધા માટે પાણી લઈને આવી. આ જોઈ તેના સસરાએ કહ્યું કે દિકરી વિનય આટલા વર્ષો પછી આપણા ઘેર આવ્યો છે તેની સાથે વાત કર આપણું ઘર બતાવ તારો રુમ બતાવ.સૌંદર્યા એ માથું હલાવી હા કહ્યું એટલે વિનય ઉભો થઈ ને તેની સાથે ચાલવા લાગ્યો જેમ કે તે આની જ રાહ જોઈ રહ્યો હતો...

(ક્રમશ)