Blooming buds - 3 books and stories free download online pdf in Gujarati

ખીલતી કળીઓ - 3

ખીલતી કળીઓ - ૩


બીજા દિવસે અનય કોલેજ પહોંચે છે.. તે અસમંજસમાં છે કે નમાયાને કહીશ કેવી રીતે કે તે મારી મદદ કરે..! જો મારા દોસ્તો સામે તેની સાથે વાત કરવા જઈશ તો મને જ ચીડવશે..! દિવસ આમ જ નીકળી જાય છે. લેક્ચર પત્યા બાદ પ્લેમાં જેને ભાગ લીધો હોય તે બધા ઓડિટોરીયમમાં ભેગા થાય છે.

જેનિફર મેડમ બધાને તેમની પોઝિશન અને ડાયલોગ કેવી રીતે બોલવા તે સમજાવે છે. પ્રેકટીસ ચાલુ થઈ જાય છે. મેડમ બધાને પંદર દિવસ આપે છે તેમના ડાયલોગ્સ યાદ રાખવાં માટે... અનય તે વખતે પણ નમાયા સાથે વાત નથી કરી શકતો..! તે દિવસે અનય નમાયાને નથી કહી શકતો..!

ઘરે જઈને અનિતાબેન અનયને પૂછે છે, વાત કરી બેટા?

અનય- ના, મોમ.. ના કરી શક્યો..!

અનિતાબેન- કાલે ફરી ટ્રાય કરજે...

અનય- હા...


એના પછીનાં દિવસે અનય નક્કી કરે છે કે આજે તો વાત કરીને જ રહેશે..! લેક્ચર પત્યા બાદ અનયનું ગ્રૂપ ઘરે જતું રહે છે કેમ કે અનયને કોલેજ પત્યા બાદ પ્રેક્ટીસ માટે રોકાવાનું હોય છે. નમાયા અને અનય બંને ઓડિટોરીયમ તરફ જતાં હોય છે. અનય વાત કરવાંની ટ્રાય કરે છે.

અનય- હાય, નમાયા...

નમાયાને થોડી નવાઈ લાગે છે અને તો અનયને હાય કહે છે.

અનય- તારી એક હેલ્પ જોઈતી હતી...

નમાયા- ઓહ... હમણાં સમજાયું કે ‘ધ અનય મહેતા’ મને કેમ હાય કહે છે...! મને પહેલા તો નવાઈ જ લાગી કે અનય મને કેમ હાય કહે છે...

અનય- એવું નથી....

નમાયા- હા.. શું હેલ્પ જોઈએ છે?

અનય- મને પ્લેમાં એક્ટીંગ કરવાનો કોઈ જ અનુભવ નથી... મને તો એ પણ નથી ખબર કે ડાયલોગ્સ કેવી રીતે બોલવા... શું તું હેલ્પ કરીશ?

નમાયા- નહોતું આવડતું તો ભાગ કેમ લીધો?

અનય- આ મારી પનીશમેન્ટ છે...

નમાયા- ઓહ... ઓકે... એક શરતે હેલ્પ કરીશ...

અનય- કંઈ શરત?

નમાયા- એ જ કે તું મારા પ્રેમમાં ના પડતો...

આવું સાંભળીને અનય જોર જોરથી હસવાં લાગે છે.

અનય- તને અને પ્રેમ...? મને હાથી કરડ્યો છે કંઈ... મારી ગર્લફ્રેન્ડ છે જ.. કેયા..!

નમાયા- મને પણ ખબર જ છે કે તારી ગર્લફ્રેન્ડ છે જ એમ...

અનય- પણ તે એમ કેમ કહ્યું કે તારા પ્રેમમાં ના પડતો..?

નમાયા- કારણ તો ના કહી શકુ.. બસ આટલું ધ્યાન રાખજે...

અનય- તારા પ્રેમમાં તો નહીં જ પડુ.. ડોન્ટ વરી... તો ક્યારથી શીખવાડીશ મને?

નમાયા- કાલ થી?

અનય- હા, કેમ નહીં..! મારા ઘરે આવી જજે કાલે ત્યાં જ પ્રેક્ટીસ કરીશું...

નમાયા- હું નહીં.. તું મારા ઘરે આવજે...

અનય- વોટ...!

નમાયા- સોરી... પણ હું કોઈના ઘરે નથી જઈ શકતી... અને ફરીથી તને કારણ નહીં કહી શકુ...

અનય- તારા ઘરે કોઈ બોલે નહીંને? આઈ મીન એક છોકરો ઘરે આવશે તો?

નમાયા- ડોન્ટ વરી.. મારા પપ્પા એવું કંઈ નહીં સમજે...

અનય- તારા મમ્મી?

નમાયા- આ દુનિયામાં નથી...

અનય- આઈ એમ સોરી...

નમાયા- ડોન્ટ બી.. કાલે પાંચ વાગ્યે ઘરે મળીએ..

અનય- ઓકે...!

બંને પ્રેક્ટીસ કરી પોત પોતાના ઘરે પહોંચે છે.


બીજા દિવસે લેક્ચર પતાવી ઓડીટોરિયમમાં પ્રેક્ટીસ કરી નમાયા અનયને તેના ઘરનું એડ્રેસ આપે છે અને પાંચ વાગે ઘરે આવવાનું કહે છે.

પાંચ વાગ્યે અનય નમાયાના ઘરે પહોંચે છે.

નમાયાના પપ્પા દરવાજો ખોલે છે.

નૈનેશભાઈ- કોનું કામ છે?

અનય- હલો અંકલ હું અનય.. નમાયાનો ક્લાસમેટ..! જે કોલેજમાં પ્લે થવાનો છે એમાં મેં પણ ભાગ લીધો છે.

એટલાંમાં જ નમાયા આવે છે.

નમાયા- પપ્પા, અનય છે તેને અંદર આવવા દો.. મેં જ બોલાવ્યો છે.

નમાયા કીચનમાં જાય છે અને નૈનેશભાઈ પણ કીચનમાં જાય છે.

નૈનેશભાઈ- બેટા.. તું કહેતી હતી તે જ છે આ મારામારી કરી હતી?

નમાયા- હા, પપ્પા..

નૈનેશભાઈ- આને શું કામ ઘરે બોલાવ્યો?

નમાયા- એને હેલ્પ જોઈતી હતી... તમને ખબર છે કે હું કોઈના ત્યાં નથી જતી એટલે અહીં જ બોલાવી દીધો.. મને પણ પ્રોબ્લમના થાય અને તમને પણ..!

અનય અંદર આવીને સોફા પર બેસે છે. અનય ઘરને નિહાળવા લાગે છે.

નમાયાનું ઘર બહુ મોટું પણ નહીં અને નાનું પણ નહીં એવું મીડિયમ હોય છે. નમાયાએ ઘરને બહુ જ સુંદર રીતે સજાવ્યું હોય છે. સારું એવું ઈન્ટિરીયર કરેલું હોય છે, મેચીંગનું રાચરચીલુ ફર્નીચર, સોફા, વોલપીસ..! અનયનું ધ્યાન એક ફોટોફ્રેમ પર પડે છે. તે ઊભો થઈ ફોટો જોવા જાય છે અને ત્યાં જ નમાયા આવી જાય છે.

નમાયા- આ પાણી પી લે પછી તને સમજાવી દઉં...

અનય- હા...

બંને ત્યાં લીવિંગરૂમમાં બેસીને જ પ્રેક્ટીસ કરે છે. નમાયા અનયને બરાબર સમજાવી દે છે કે કેવી રીતે એક્ટીંગ કરવી અને કેવી રીતે ડાયલોગ્સ બોલવા..!

અઠવાડિયું આવી જ રીતે અનય નમાયાનાં ઘરે જઈને પ્રેક્ટીસ કરે છે. આ દરમ્યિાન અનય નમાયા માટે કંઈ અલગ જ ફિલ કરે છે. જે રીતે તે નમાયાને જોતો હતો એટલે કે બહેનજી ટાઈપ.. તેનો નજરીયો પણ બદલાય જાય છે. તેઓ બંને દોસ્ત બને છે પરંતુ અનય કોલેજમાં નમાયાને બોલાવતો પણ નહીં..!

અનયનાં ગ્રૂપમાં કોઈને નહોતી ખબર કે અનય નમાયાના ઘરે જઈ પ્લેની પ્રેક્ટીસ કરે છે અને હવે તેઓ સારા દોસ્ત પણ બની ગયા છે અને અનય તેમને જણાવવા નહોતો માંગતો કેમ કે તેને એવું હતું કે જો આ બધા જાણશે તો મારી ઉડાવશે અને હસસે.. અને શું વિચારશે તેથી અનય તેનાં દોસ્તોથી આ વાત છૂપાયને રાખે છે.

નમાયા તો દસ જ દિવસમાં બધા ડાયલોગ્સ યાદ કરી લે છે. અનયને થોડી વાર લાગે છે... તેને હજી થોડા ડાયલોગ્સ યાદ નહોતા રહેતા તેથી તે રાત્રે પ્રેક્ટીસ કરતો..!

એક દિવસ અનય પ્લેની બૂક ભૂલથી નમાયાના ઘરે જ ભૂલી જાય છે. નમાયા અનયની બૂક તેની બેગમાં મૂકી દે છે અને કાલે કોલેજમાં આપી દેશે તેવું વિચારે છે.


બીજા દિવસે કોલેજમાં અનય તેના દોસ્તો સાથે કેન્ટિનમાં બેઠો હોય છે. નમાયા અનય પાસે જઈને તેની બૂક આપતાં કહે છે, તું કાલે આ બૂક મારા ઘરે ભૂલી ગયો હતો..

અનયને યાદ આવે છે કે હા.. બૂક તે ભૂલી ગયો હતો પણ હવે જો બધા સામે હું સ્વીકારીશ તો આ લોકો શું વિચારશે.. કે હું આની સાથે એના જ ઘરમાં?

અનય અજાણ્યો બનતો હોય તેમ તેના દોસ્તોની સામે નમાયાને કહે છે, સોરી... આ બૂક મારી નથી.. મારી બૂક તો મારી પાસે જ છે.. અને હું ક્યારે તારા ઘરે ગયો હતો?

નમિત- ઓ બહેન... શું જોઈને તું કહે છે કે અનય તારા ઘરે કાલે હતો?

કરન- સપનાં જોતી હતી કે શું?

અનયનાં ગ્રૂપમાં બધા જ હસવાં લાગે છે.. અનય પણ હસે છે.

નમાયા સમજી જાય છે કે અનય તેની મારી સાથેની દોસ્તી તેના દોસ્તોથી છૂપાવવા માંગે છે. નમાયા કંઈ બોલ્યા વગર ત્યાંથી જતી રહે છે. અનયને અંદરથી નથી સારું લાગતું પણ તે કંઈ કરી નથી શકતો...!


સાંજે અનય નમાયાના ઘરે પ્રેક્ટીસ કરવા જાય છે. ઘરનો દરવાજો નૈનેશભાઈ ખોલે છે અને નમાયા તરત તેના પપ્પાને કહે છે, પપ્પા અનયને અંદરના આવવા દેતા એને કહેજો કે બહાર જ વેઈટ કરે..!

નૈનેશભાઈ- શું થયું બેટા?

નમાયા- પછી કહું તમને...

નૈનેશભાઈ અનયને કહે છે, નમાયા જે કહ્યું તે સાંભળી જ લીધુ હશે.. તો બહાર જ રહે..!

અનય- હા..

અનયને ખ્યાલ આવી જાય છે કે સવારે જે કોલેજમાં થયું તેના લીધે જ કદાચ નમાયા આવું કરે છે.

નમાયા બહાર આવે છે અને અનયને કહે છે, હવે તો તને એક્ટીંગ કરતાં ફાવી જ ગયું છે ફક્ત ડાયલોગ્સ યાદ નથી રહેતા તે એ આમ પણ તારે યાદ રાખવાનાં છે તો જાતે કરી લેજે..!

અનય- સોરી નમાયા.. એ લોકોને ખબર પડી જાત તો મારી મજાક ઉડાવતે.. એટલે હું જૂઠ્ઠું બોલ્યો..!

નમાયા- જો કોઈ સાથે દોસ્તી કરોને તો નિભાવતા શીખો... અને કોઈને નીચા દેખાડવુ એને દોસ્તી નિભાવવીના કહેવાય.. સામે વાળી વ્યક્તિ જેવું હોય એવું એને અપનાવતાં શીખો તો જ સાચા દોસ્ત કહેવાશો.. અને મને આવી દોસ્તી નહીં ફાવે..! સોરી તને લેક્ચર લાગ્યું હશે..! તું હવે જઈ શકે છે.. મારે પણ ઘણા કામ છે. બાય..!

અનય કંઈ બોલે એની પહેલા નમાયા ઘરમાં જતી રહે છે.

અનય જાણે છે કે ભૂલ તેની છે પણ તે બસ એક વખત તેની ભૂલ સૂધારવાં માંગતો હતો.. તે પછી તેના ઘરે જવાં નીકળી જાય છે.

નમાયા નૈનેશભાઈને બધી વાત કહે છે. નૈનેશભાઈ નમાયાને કંઈ ખાસ કહેતા નથી કેમ કે તેઓ તેમની છોકરીને ખુશ જોવા માંગતા હોય છે.


આ બાજુ અનય ઘરે વહેલો પહોંચી જતાં અનિતાબેનને નવાઈ લાગે છે. તેઓ અનયને પૂછે છે, શું થયું? કેમ આટલો વહેલો આવી ગયો?

અનય બધી વાત તેની મમ્મીને કહે છે..

અનિતાબેન- બેટા તે આ ખોટું કર્યુ છે... આવું નહોતું કરવું જોઈતું...

અનય- હા, મોમ... મને મારી ભૂલ સમજાઈ ગઈ છે... પણ તે હવે મારી સાથે વાત કરવા નથી માંગતી..!

અનિતાબેન- કંઈ નહીં એને થોડો ટાઈમ આપ અને તું તારી ભૂલ સુધારજે..!

અનય- હા, મોમ.. આઈ વીલ ટ્રાય..

અનિતાબેન- ચાલને આજે ડિનર માટે બહાર જઈએ...

અનય- ના, મોમ... મારો મૂડ નથી...

અનિતાબેન- એટલે જ કહું છું... ચાલ જઈએ... તારા પપ્પાને પણ કહીશું...

અનય- એતો બીઝી જ હશે...

અનિતાબેન- તું કોલ કરીને પૂછી જો...

અનય ફોન કરી પૂછી લે છે અને ત્રણેય બહાર ડિનર માટે જવાનું નક્કી કરે છે.


પ્લેની તારીખ હવે નજીક આવવાની હોય છે. નમાયા હજી સુધી અનય સાથે વાત નથી કરતી હોતી... પ્લેની પ્રેક્ટીસ દરમ્યિાન અનય ઘણી વખત નમાયા સાથે વાત કરવાંની કોશિશ કરે છે પણ નમાયા ના જ કહી દેતી..! આ વાત અનયને બેચેન કરી દેતી.. ભલે નમાયા તેની સાથે વાત ન કરતી પણ અનય નમાયા તરફ જ ખેંચાયેલો રહેતો..!

અનય હવે તેના દોસ્તોને ઓછો સમય આપતો અને કોલેજ પછી પ્લેનું બહાનું કરી સીધો નમાયા પાસે પહોંચી જતો..! અનયની ગર્લફ્રેન્ડ હોવા છતાં નમાયાને જોવાં તેની આંખો તરસતી..! કેયા પણ નોટિસ કરે છે કે અનય પહેલા જેવું તેની તરફ ધ્યાન નથી આપતો..! કેયાએ બે-ત્રણ વખત અનયને કહ્યું પણ અનય પ્લેનું બહાનું કાઢતો કે તે પ્લેની પ્રેક્ટીસમાં બીઝી છે.

અનયને નમાયા સાથે વિતાવેલ સમય યાદ આવતો કે કેવી રીતે નમાયાએ તેને એક્ટીંગ શીખવી હતી અને હાવભાવ સાથે ડાયલોગ્સ બોલવા..! અનયને ખૂદને નહોતી ખબર કે તે નમાયા તરફ વળતો જતો હતો..!


આ તો હતી અનયનાં મનની વાત અને નમાયાની તરફ વધતું જતું આકર્ષણ.. પણ શું નમાયાને પણ અનય માટે લગાવ હતો?

શું અનય બધા સામે નમાયાની દોસ્તી સ્વીકારશે?

નમાયાનો શું જવાબ હશે?

જાણવાં માટે વાંચતા રહે આગળનો ભાગ - ૪