Heirs books and stories free download online pdf in Gujarati

વારસદાર

શ્રી ગણેશાય નમઃ
જય શ્રી કૃષ્ણ..

નમસ્તે વાચક મિત્રો,
હું પ્રથમ વખત બે અંક ની વાર્તા લખી રહી છું. આશા છે કે તમને
આ વાર્તા ગમશે
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

રેખા ફોન પર વાત કરી રહી હતી, ફોન રાખતાં જ રેખાના ચહેરા પર ન સમજાય તેવી મુખરેખાઓ ઉપસી આવી હતી. તેના કાનો માં વારંવાર એક જ શબ્દો અથડાઈ રહ્યાં હતાં, ' હવે તુ જ મારો દીકરો છે' . રેખા ની આંખો માંથી આંશુ વહી રહ્યાં હતાં. તેને સમજાતું નહોતું કે તે પિતા ને શો ઉત્તર આપે! ફોન મૂકી તે ડુસકા ભરી રડવા લાગી. તેને સમજાતું નહોતું કે હવે શું કરવું! અચાનક રેખા ને ભાન થયું કે ઘરે કોઈ નથી અને તેની દીકરી રિયા તેને એકી ટશે જોઈ રહી હતી. તે રિયા પાસે આવી હાથ લંબાવી રિયા ને પોતાની પાસે બોલાવી રહી હતી. રિયા ખૂબ મુશ્કેલી થી તેની પાસે આવી. રેખાએ રિયા ને લઈ બેડરૂમ માં ગઈ અને તેને સુવડાવી દીધી પણ તેના વિચારો અને છેલ્લે પોતાના પિતા સાથે ફોન પર કરેલી વાતો આજે તેના અસ્તિત્વ માટે પ્રશ્નો ઊભા કર્યા હતા..

🌼 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


રેખા નો જન્મ એક સુખી સંપન્ન અને સમાજમાં સારી એવી નામના મેળવનાર પ્રવીણભાઈ ના ઘરે થયું હતું. પણ પ્રથમ સંતાન તરીકે એક દીકરી નો જન્મ તેમના માટે આનંદ આપનારું નહોતું. દીકરા ની લાલસા પાછળ તેમના ઘરે બીજી બે દીકરીઓનું જન્મ પણ થયો. રેખા માટે પિતાનો પ્રેમ એના ભાગ્ય માં નહોતું. તે તો તેમના માટે એવી દીકરી હતી જે તેની પાછળ બીજી બે બહેનો ને પણ લાવી હતી. પોતાનું મોટું બિઝનેસ સંભાળી શકે અને અનેક મિલકતોનો વારસદાર હોય તેવો પુત્રરત્ન ની અપેક્ષા પ્રવીણભાઈ ને કાયમ રેખા થી દૂર રાખી હતી. બીજી બે બહેનો ની પણ મહદઅંશે આવીજ પરિસ્થિતિ રહી હતી.
જેમ જેમ રેખા મોટી થતી ગઈ તેમ તેમ તે પિતા અને દાદી ની અણમાનીતી થતી ગઈ. પણ રેખાની માતા માટે તે સર્વસ્વ હતી પોતાના શરીર નુંએક અંશ
હતી તે. પોતાનું પ્રતિબિંબ તે રેખા માં જોતી હતી કદાચ તેણે પણ આવુંજ અનુભવ કર્યું હશે. પણ આ મોભાદાર પરિવાર ની સંસ્કારી વહુ બની હતી એટલે બધુજ દર્દ છુપાવી હસતા મોઢે સહન કરવાની શક્તિ તેને આપોઆપ મળી હતી. પણ પોતાની દીકરીઓને તે કેમ સમજાવે. સહન કરવાની શક્તિ તો ભગવાને સ્ત્રી જાત ને જ આપી છે.

થોડાક વરસ પછી ફરીથી પ્રવીણભાઈ નું ઘર કિલકિલાટ કરતો થયો આ વખતે તો ભગવાને લાજ રાખી હતી, આ સપન્ન પરિવાર નો વારસદાર નો જન્મ થયો હતો. રેખા અને તેની બહેનો અખો દિવસ માતા ની સેવા અને ઘર નાં કામકાજ મા લાગી રહેતાં. દાદી અને પિતા નો બદલાયેલો સ્વભાવ રેખા સમજી રહી હતી. તે જેમ મોટી થતી ગઈ તે પિતા થી દૂર થઇ ગઇ. હવે ઘરમાં રેખા નો ભાઈ વિશાલનું રાજ ચાલતું હતું. તેને ભાવતું ભોજન થી કરી ને કપડાં, તહેવારો ની ઉજવણી, કે પ્રવાસ જવામાટે નુ સ્થળ બધુજ વિશાલ ની પસંદ અને મરજી મુજબ થાતું.

રેખા હવે વીસ વરસ ની થઇ હતી, ઘરના કામકાજ મા માહિર હતી પણ ઉચ્ચ અભ્યાસ ની ઈચ્છા તેની અધૂરી રહી હતી. સારા અને સ્ટેટસ ની અનુરૂપ મિત્ર એવાં મોહનભાઈ ના પુત્ર રાજ સાથે રેખા નાં લગ્ન થયા.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

પ્રવીણભાઈ નાં જીવન માં એવી કઈ ઘટના બને છે અને રેખા ને શા માટે દિકરો કહે છે તે જોશું આવતાં અંકે..

તમારા પ્રતિભાવો મળશે તે આશા સાથે

જય શ્રી કૃષ્ણ