Cafeaesta Jindagi - 3 books and stories free download online pdf in Gujarati

કેફિએસ્ટા ઝિંદગી - 3

છાયા કોલિંગ... ફરી એકવાર પલાશી વિચારોના વમળમાં ગરકાવ થઈ. આ છાયા કોણ છે. એનો ફોન શા માટે આવ્યો ? ઉપડવો જોઈએ કે નહીં. પલાશી ના મનોમસ્તીશ ને જનઝોડતા સવાલોના જવાબ કદાચ ફોન ઉપાડી લેવાથી જ મળશે એમ માની તેણે ફોન ઉપાડ્યો.

હે... હેલો..

સામેથી અવાજ આવ્યો.. હા...ઇ.. હુઝ ધીઝ.. આ તો...

હા આ પુનિતનો જ નંબર છે. તમે..??

હું છાયા.. છાયા કામટે. પુનિતની.... એક મિનિટ હું શા માટે તમને આ બધું કહું છું. "आपण कोण आहात" અને પુનિતનો ફોન તમારી પાસે ? પુનિત ક્યાં છે ? છાયા સુપેરફાસ્ટ એક્સપ્રેસની જેમ વરસી પડી. એ.. એક મિનિટ છાયાબેન.. પલાશી છાયા ના વર્તનથી થોડી બેચેન જુરૂર હતી પરંતુ પોતાના પર સંયમ રાખતા બોલી, "જુઓ મારુ નામ પલાશી છે. હું પુનિતની મિત્ર..." મિત્ર ?? મને તો પુનિતે ક્યારેય તમારું નામ કહ્યું નથી. તો..

જી હોઈ શકે કારણકે અમે માત્ર થોડો સમયથી જ મિત્રો છીએ... નહીં મિત્રો હતા.. પણ..

શું.. શું કહ્યું આપે.. હતા એટલે.. અને જો હવે મિત્રો નથી તો પુનિતનો ફોન તમે કેવી રીતે લીધો. આ બધું શું ચાલી રહ્યું છે મને સમજાવશો.

પલાશી એ ખૂબ જ ધીરજ રાખતા કહ્યું કે, " હું એમ કોઈને પણ કઈ રીતે પુનિત વિશે જણાવું. આપ કોણ છો એ જણાવો." હું.. અમમ.. પુનિતની એક્સ ગિર્લફ્રેન્ડ... આઈ મીન હું એને પસંદ કરતી હતી અને આજે પણ કરું છું.. પરંતુ... હવે તમે જણાવશો ક્યાં છે પુનિત ?

જી.. તમે ભાટિયા હોસ્પિટલ આવી જાવ.. આટલું કહેતા પોતાની ધીરજ ખોઈ ચુકેલી પલાશી જમીન પર ફસડાઈ પડી. સામેથી હેલો.. હેલો.. નો અવાજ આવતો રહ્યો.

છાયા કશું પણ વિચાર્યા વગર પહેરેલા કપડે ભાગતી નીચે ઉતરી. ચર્ચ ગેટથી ભાટિયા હોસ્પિટલનું અંતર સામાન્ય રીતે 15 મિનિટમાં કાપી શકાય. પણ આજે એ 15 મિનિટ છાયા ને 15 કલાક જેવી લાગતી હતી. ટેક્સી માં બેઠા બેઠા એ પહેલીવાર પુનિતને મળી ત્યારના વિચારોમાં ખોવાઈ ગઈ.

10 વર્ષ પુનિત અંધેરીની એક કલબમાં જિમ ઇન્ટરકટર હતો. છાયા ત્યાં પોતાના મિત્રો સાથે આવી હતી. બનેની મુલાકાત થઈ. છાયા ને પુનિતનો કેરિંગ સ્વભાવ તથા સ્પષ્ટવક્તાપણું ખૂબ ગમ્યું હતું. બને પોતાનો ખાલી સમય સાથે વિતાવતા થયા. એક દિવસ છાયા એ પોતાના જન્મદિવસ પર પુનિતને પોતાના ઘરે ડિનર માટે આમંત્રિત કર્યો.

પુનિતને પોતાના મનની વાત આજે કરી જ દેશેની આશા સાથે છાયા એ કેન્ડલ લાઈટ ડિનરની વ્યવસ્થા કરી હતી. સાંજના 7 વાગ્યા હતા. ડોરબેલ વગતાની સાથે છાયા એ દોડતા જઈ દરવાજો ખોલ્યો અને પુનિતને જોઈને હરખાય એ પહેલાં પુનિત બોલ્યો, "હેપી બીર્થડે સ્વીટહાર્ટ. માફ કરજે તને પૂછ્યા વગર જ હું બેલને સાથે લઈ આવ્યો. છાયા એ કમને બંનેને અંદર આવવાનું કહ્યું. સોફા પર બેસતા ની સાથે પુનિત બોલ્યો, " છાયા આ છે બેલા.. મારી લાઈફ અને જો પરિસ્થિતિ ઓ સાથ આપશે તો મારી વાઈફ પણ બનશે... પોતાના બધા અરમાનો, પ્રેમ, લાગણીઓ પર જાણે કોઈએ નિષ્ઠુરતાથી વાર થયો હતો. તે પાણી લાવવાના બહાને અંદર તો ગઈ પરંતુ મનની લાગણીઓને વધુ રોકી શકી નહીં અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

પછી પોતાને સમજાવતી હોય તેમ ઉભી થઇ ફરી બહાર જઈ બેઠી. એ દિવસે એણે નક્કી કર્યું કે પોતે પુનિતને પ્રેમ કરે છે એની જાણ ક્યારેય નહીં થવા દે. પ્રેમના સંબંધ ને કોઈ નામ આપવાથી જ સાર્થક બને છે એવું નથી. જો સાચા અર્થમાં અને કોઈ સ્વાર્થ વિના પ્રેમ કર્યો હોય તો તેની શાશ્વત અનુભૂતિ પણ પર્યાપ્ત છે એ છાયા જાણતી હતી.

વિચારોના મનોચિંતન વચ્ચે અચાનકથી આવજ આવ્યો, "મેડમ, હોસ્પિટલ આવી ગઈ છે." છાયાનું સ્વપ્ન વિખેરાયું હોય એમ ઝટકા સાથે બોલી, " હા.. ઓકે.. થેક્યુ.."

ફરી એકવાર એણે પુનિતના નંબર પર ફોન કર્યો, ક્યાંકને પુનિત ફોન ઉપડી લે તો દિલને સાંત્વના મળે. પણ એવું થયું નહીં.. પલાશી એ ફોન ઉપડ્યો, "હા છાયાબેન... તમે આવી ગયા. પ્લીઝ બીજા માળે રૂમ નંબર 201 માં આવો." છાયા ધીમે પગલે કઈક ન બનવાનું બન્યું છે ની ખાતરી સાથે રૂમ નંબર 201 ના દરવાજા પાસે પહોંચી. અડધા ખુલેલા દરવાજામાંથી એને પુનિતનો હાથ પકડી બેઠેલી પલાશી દેખાઈ...

ક્રમશઃ