An untoward incident Annya - 11 books and stories free download online pdf in Gujarati

An untoward incident અનન્યા - ૧૧

આગળના ભાગમાં સોહમ એક અઠવાડિયાથી શિવ મંદિરે ગૌરીની રાહ જોઈ રહ્યો હતો, છતાં પણ તે આવી નહિ, તેના મનની ગૂંચવણ ઝંખના જાણી ગઈ, તેથી તેણે સોહમને તેના ઘરે જવા જણાવ્યું, તે ગૌરીના ઘરે જાય છે, તો તેને ખબર પડી કે બરોડા જતા અકસ્માતમાં તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે, અને તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે, હોસ્પિટલ જતાં ખબર પડી કે વધુ તબિયત બગડવાને કારણે તેને બરોડા લઈ જવામાં આવી છે,તેથી તે નિરાશ થઈ ઘરે આવે છે.. તેની મમ્મીએ ઝંખનાને ફોન કરવા કહ્યું, ફોન કર્યો તો તેને અર્જન્ટ કામ છે, કહીને ઘરે બોલાવે છે, ત્યાં ગૌરીને જોઈ તે નવાઈ પામે છે, હવે આગળ..

********

વાણીનો સ્પર્શ મૌન થયો,
કેમ હૃદય કરે ઘોંઘાટ ઘણો..?
પીડાનો પ્રસ્વેદ ઘણો રહ્યો,
કેમ કરી સંભળાવું હવે.!

હા, હું અહીં..! તને નવાઈ લાગે છે ને.! (આ કુદરતની કમાલ છે..!) ગૌરીએ કહ્યું..

હું કંઈ સમજ્યો નહીં.!

સોહમ, "દરેકના સમજની બહાર છે.! જો ઝંખના નહિ હતે તો મારું શું થાત..?"

ઝંખુ, "આ ગૌરી શું કહી રહી છે.?"___

"હું તને કહું છું, તું ફ્કત આજે સાંભળ, મને તારી નાની નાની ચીજોનું ધ્યાન રાખવું ખૂબ જ ગમતું હતું, જ્યારે પણ તું શિવમંદિરમાં તાંડવ સ્તોત્રનો પાઠ કરતો.. ત્યારે હું શિવજીને જળ અભિષેક કરતા તને જ માંગતી હતી." પણ, મારા મનની વાત હું તને ક્યારેય કહી શકે નહીં.. અને તું ક્યારે પણ સમજી શક્યો નહીં.. "મને એવું હતું કે એક દિવસ તુ જ પ્રેમનો સ્વીકાર કરશે.!" તુ જ મને પ્રપોઝ કરશે.! આમ, મારી પહેલ કરવાની ક્યારેય પણ હિંમત જ નહીં થઈ.. હું ચૂપ જ રહી..

ગૌરી..! "તું મને પ્રેમ કરે છે." પણ હું તો __

હા, મને ખબર છે કે તું ઝંખનાને પ્રેમ કરે છે, મને ત્યારે ખબર પડી, જ્યારે તે શિવ મંદિરે ઝંખનાની મારી સાથે મુલાકાત કરાવી, મને એવું લાગ્યું કે તું શિવ અભિષેક માટે મારી રાહ જોઈ રહ્યો હશે.. પણ ત્યાં તે મને દેખી ને પણ અનદેખી કરી, એટલું જ નહિ મારી સાથે વધુ વાત પણ નહીં કરી, અને ઝંખનાનો હાથ પકડીને મંદિરમાં લઈ ગયો. ત્યારે જ મેં તને ખોવી દીધો.. પણ ઝંખના જાણે મારી આંખોના ભાવ સમજી ગઈ.. અને તેને પાછું વળીને જોયું, બસ, ત્યારથી જ હું તેની સાથે જ છું..

હું કંઈ સમજ્યો નહીં, તું શું કહેવા માંગે છે.!?

સાંભળ જે દિવસે મંદિરે આવતા મને મોડું થયું હતું, એ દિવસે હું નહીં પણ મારી આત્મા તારી પાસે આવી હતી..

ઓહ, તો તમે બંને હવે મને આત્મા નામે બીવડાવો છો.? શું તમને ખરેખર મૂર્ખ લાગું છું.? અને આ બધો શું બક્વાસ માંડ્યો છે.? તું આત્મા છે.. છતાં હું તને જોઈ શકું છું.! ઝંખના તને જોઈ શકે છે.! ગૌરી, "તને આટલો મોટો મજાક કરતા શરમ નથી આવતી..?"

મજાક તો કુદરતે કર્યો છે.. અમારું એક્સિડન્ટ થયું, ત્યારે મારી આત્મા શરીરની બહાર નીકળી ગઈ.. હું શરીરમાં પ્રવેશવા ઈચ્છતી હતી, મેં ઘણી કોશિશો કરી... પણ હું શરીરમાં પ્રવેશી શકી નહીં..! મને કંઈ સમજ પડી જ નહિ.. અચાનક મારી નજર મારા મમ્મી પપ્પાની ડેથ બોડી પર પડી, કારની હાલત જોઈ.. મે ઘણા લોકો પાસે મદદ માંગી, પણ અફસોસ.. ત્યાં મને સાંભળવા વાળુ કોઈ નહતું. દિવસ પૂરો થયો.. અને રાત પૂરી થઈ. બીજે દિવસે મારા મમ્મી પપ્પાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

"હું ભગવાનને પ્રાર્થના કરવા લાગી.. મારી આવી અવગતિ કેમ.!?" ત્યાં મને તારો વિચાર આવ્યો, અને હું શિવ મંદિરે આવી હતી. મારા મનની વાત કહેવા, મારે તને કહેવું હતું કે હું તને પ્રેમ કરૂં છું.. આ અધૂરી ઈચ્છાને કારણે હું મરીને પણ મરી નહિ, મારી આત્મા તારી પાસે આવી..! પણ જ્યારે મેં ઝંખનાને તારી સાથે જોઈ, ત્યારે હું ત્યાં જ ઉભી રહી ગઈ.. ત્યારે મને થયું કે આપણી વચ્ચે ફ્કત દોસ્તીનો જ સંબંધ છે. હું તને પ્રેમ કરું છું, પણ તું મને નહીં.. મારી આત્મા એક ચીસ નીકળી ગઈ.!

અકાળે ઝંખનાએ મારી તરફ પાછું વળીને જોયું, તેને ત્યારે જ ખબર પડી ગઈ કે હું આત્મા છું.. ત્યાં અચાનક મારો શ્વાસ રુંધાવા લાગ્યો.. મારું શરીર મારી આત્માને ખેંચી રહ્યું હતું.. હોસ્પિટલમાં ડોક્ટરો મને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. પણ તેઓ નાકામયાબ રહ્યા. એક જ કલાકની અંદર હું મૃત્યુ પામી..

તો તું બીજે દિવસે શિવ મંદિરે કેમ નહિ આવી.!

હું તો રોજ મંદિરે આવતી હતી. હું તારી આસપાસ જ રહેતી. તારી અને ઝંખનાની વાતો પણ સાંભળતી. જ્યારે તારા મનની વાત તું કહી રહ્યો હતો, ત્યારે ઝંખનાએ મને બીજી વાર જોઈ.. તેનામાં અજબ શકિત છે, મેં જ તેને મદદ કરવા કહ્યું હતું.. મારી ઈચ્છા અને મારા મનને ઓળખી તને મારા ઘરે મળવા જવા કહ્યું.. ત્યાં તને અમારા એક્સીડન્ટની ખબર પડી.. અને તું હોસ્પિટલ આવ્યો. મારો જીવ તારામાં જ હતો.. વળી, મારે મારા મનની વાત તને કહેવી હતી, તારી સાથે લગ્ન કરવાની મારી ઇચ્છા અધૂરી જ રહી.. મારું શરીર નાશ પામ્યું.. છતાં મારી આત્મા અહીં જ રહી ગઈ.. હોસ્પિટલથી હું તારી સાથે જ છું..

પણ, હોસ્પિટલમાંથી તો તને બરોડા લઈ જવામાં આવી હતી.! તે અધીરાઈથી બોલ્યો..

હા, મામા મને બરોડા લઈ જઈ.. મારો ઈલાજ કરાવા માંગતા હતા. કારણકે બરોડામાં જોબને કારણે સુરતમાં વધુ રોકાઈ શકાય તેમ નહતું.. મેડિકલ પેપર પણ તૈયાર હતા. બસ મને બરોડા લઈ જવાની તૈયારી હતી, પણ ભગવાનને કંઈ બીજું જ મંજુર હતું.. મામાએ અહીં જ મારી અંતિમ વિધિ કરી..

તો હું તને કેવી રીતે જોઈ શકું.!?

"પ્રેમની શક્તિથી..!?" સોહમ તું ગૌરીને પ્રેમની શક્તિથી જોઈ શકે છે.. ઝંખના બોલી..

મને વિશ્વાસ નથી આવતો..!

જ્યાં વિશ્વાસ નથી ત્યાં શ્વાસ ખૂટે છે, પણ જ્યારે શ્વાસ જ ખૂટી ગયા હોય ત્યારે... ઘણીવાર મન ના કહે છે કે આવું શક્ય જ નથી..! ત્યારે કુદરત કમાલ કરી જાય છે.! આ તારા અને મારા આ વિશ્વાસને બહારની વાત છે.. પણ ગૌરી આત્મા આજે પણ તને પ્રેમ કરે છે. આ પ્રેમની શક્તિ છે.. જેણે તું કે હું નકારી નહિ શકીએ.. (ખૂબ પ્રેમથી સમજાવતાં) ઝંખનાએ કહ્યું...

જો ગૌરી તું મારો નાની નાની વાતમાં ખ્યાલ રાખતી, તેથી મને આપણી દોસ્તી ઉપર ખૂબ જ માન હતું. પણ મે તને ક્યારે પણ પ્રેમ નથી કર્યો.. હું તારી અધૂરી ઈચ્છા પૂરી નહિ કરી શકું. કારણ કે મેં તને ક્યારે પણ એ નજરથી જોઈ જ નથી. તું મને માફ કર.. તારી આત્માને શાંતિ મળે એ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.

એ ભગવાને જ મને મારી ને પણ મારી નથી.. મને મારા મનની વાત કહેવાનો મોકો આપ્યો. તો હું ભગવાન પાસે ન્યાય માંગુ છું. હું ભગવાન પાસે તને માંગુ છું. મારી પહેલી અને છેલ્લી ઈચ્છા તું જ છે. મને તું જોઈએ.. મારો શું વાંક છે..? (મારી મૃત્યુ પછી પણ હું અહીં છું..!)

ગૌરી, "આ ખોટું છે..!" ( આમાં કુદરત પણ રાજી નહીં હોય.!)
તું મને પામવાની ઈચ્છા છોડી તારી સાચી દિશામાં ગતિ કર..

(ક્રમશ:)

*********

હવે, સોહમ શું કરશે.!?
શું ગૌરીની અધૂરી ઈચ્છા પૂરી થશે..!?
ઝંખનાની શકિતને સોહમ કેવી રીતે જાણશે.!?

વાંચતા રહો દર મંગળવારે માતૃભારતી પર ....
An untoward incident (અનન્યા)

🙏જય શ્રી કૃષ્ણ 🙏
🌺🌺રાધે રાધે 🌺🌺