Samvaadni Pranayno - 1 books and stories free download online pdf in Gujarati

સંવાદ પ્રણયનો : કોફી ઓર કુછ બાતે - ૧

" કોફી ઓર કુછ બાતે "


ઘણાં દિવસથી કહેવું હતું તને પણ કહી ના શક્યો હું ! કોઈને કોઈ કારણસર વાત હોંઠ સુધી આવી અટકી જતી હતી. આજ ઘણી હિંમત એકથી કરી મનને મક્કમ કરી ફરી એજ વાત કહેવા આવ્યો છું.
સાંભળ ! અ....! અ..... ! શું કહું અને કેવી રીતે કહું.... ચાલો કહી જ દઉં છું. તમને પહેલી વાર જ્યારે મળ્યો હતો ને ત્યારે આમ લાગ્યું ના હતું કે તમારી આટલી નજદીક આવી જવાશે અને મે તો એ પણ વિચાર્યું ના હતું કે તમે મને પ્રેમ કરશો અને એ પણ આ હદે. આ બધું અચાનક એવી રીતે થઈ ગયું કે મને સમજવાનો સમય જ ના મળ્યો અને સમયની એ એરણ પર આવી ઊભા છીએ બંને... કે શું કહું !
_______________________________________________

હું નિખિલ.... નિખિલ વર્મા ! ઉંમર ૩૦ વર્ષ અને બેંગ્લોરની એક પ્રતિષ્ઠિત કંપનીમાં જોબ કરું છું. ઘર પરિવારથી દૂર પરિણીત હોવા છતાં બેચલર લાઈફ જીવું છું એમ કહું તો ખોટું નથી. હા મારા મેરેજ થયા ને હજી ૨ વર્ષ થયાં છે અને નવી નવી નોકરી છે એટલે મજબૂરી કહો કે પછી બીજું કંઈ બસ એકલું રહેવું પડે છે. થોડો વધુ પરિચય આપુ છું મારો દેખાવે તો સારો જ છું બસ આ બોડી બનાવવાનો શોખ ગાંડો છે એટલે જ્યારે સમય મળે ત્યારે મંડી પડું છું શરીરને નવી ઓપ આપવા. અને બીજું હાં મને થોડો ઘણો શેરો શાયરીનો પણ શોખ છે. પ્રોફેશનલ તો નથી પણ થોડું ઘણું લખી નાખું છું.

બાકી અહીં બેંગલોર માં કોઈ મિત્ર તો નથી, બસ ઓફિસ થી ઘર અને ઘર થી ઓફિસ આમજ સમય નીકળી જાય છે. બાકીની વાતો આપ આગળ મારી વાર્તા માં જ જોઈ લો !

મળીએ પછી .....

_______________________________________________

બોલ ને નિત્યા ! કેમ ચૂપ છે. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું ! કંઇક તો બોલ !
પણ નિખિલ મને કશું સમજાય તો બોલું ને હું આગળ... જે હોય એ સાફ સાફ કહેને. આમ ગોળ ગોળ ના ફેરવ. શું કહેવું છે એ બોલ સીધું !
_______________________________________________

લો ફરી આવી ગયો આપને મળવા....

નિત્યા વિશે થોડું કહી દઉં....

નિત્યા કૌશલ.... ના કૌશલ એની સરનેમ નથી એના હસબન્ડ નું નામ છે સરનેમ તો એની નાગચી હતી પણ મને એ બોલવામાં ફાવતું નહિ એટલે હું નિત્યા કૌશલ કહી બોલાવતો અને એ મને પ્રેમથી નિક્સ કહેતી. ઉંમર ૨૭ વર્ષ, એકદમ ગોરી દૂધ જેવી સ્કિન એની જરાક બહાર નીકળો તાપ માં તો કરીના કપૂર ની જેમ નાક લાલ થઈ જતું. અને મારે એને પરાણે કરીના પણ કહેવું પડતું. મારી ઓફિસ થી અડધો કિલોમીટર દૂર એની ઓફિસ હતી. બસ કોક દિવસ અચાનક આમજ મુલાકાત થઈ ગયેલી તે આજે એક ગાઢ સંબંધ માં ફેરવાઈ ગઈ હતી.

આટલું કાફી છે ને એના વિશે જાણવું...? કાફી જ હોય ને આપ જાણી ને આમેય શું કરશો... ! એ કામ મારું છે કેટલું જાણવું ને કેટલું નઈ.

તો હવે આગળ જુઓ.... હું રજા લઉ છું... ફરી જરૂર પડે તો મળવા આવીશ વચ્ચે વચ્ચે..!
_______________________________________________

૬ મહિના પહેલાં.....

બાત બિગડી હે ઇસ કદર... દિલ હે તુટા... અરે સોંગ નથી રીંગ વાંગે છે મારા ફોન ની .... હેલો મેડમ... કેમ છો... ગુડ મોર્નિંગ...
નિખિલ એ ફોન ઉઠાવતા કહ્યું...

અરે વાહ ફોન મે કર્યો ને પહેલાં તારે બોલવાનું... વાહ આ ખરું છે મને તો બોલવા દે ક્યારેક... નિત્યા બોલી નખરો બતાવતાં.

બોલ નિત્યા શું કહે છે. કંઈ કામ હતું કે પછી... નિખિલ બોલતા બોલતા અટક્યો...

ના શું કામ હોય તોજ ફોન કરવાનું એમ... શું મને એટલો પણ હક નથી કે હું તને આમજ ફોન કરી શકું ? નિત્યા બોલી

અરે કરી જ શકો ને કેમ નઈ.... બોલો શું કહેતા હતા...

નિખિલ મારે સાંજે મળવું છે તમને, શું પોસીબલ છે આજે ઓફીસ થી છૂટયા પછી... બસ ઈચ્છા થઈ ગઈ છે એક કપ કોફીની તારા સાથે... મચકતા મચકાતા નિત્યા એ કહ્યું

હાં કેમ નઈ... મળીએ સાંજે ૬ વાગ્યે તો પછી નિખિલે નીત્યાની વાતમાં હામી ભરતા કહ્યું !

ઓકે તો પાકું એજ આપણી જૂની જગ્યાએ " કોફી ઓર કુછ બાતે " કેફે માં... નિત્યા એ પ્લેસ કન્ફર્મ કરતા ફોન મૂક્યો...

નિખિલ ને જોતા લાગતું હતું કે આજે બોસે કંઇક વધારે જ મહેરબાની કરી હતી એના પર પોણા ૬ થવા આવ્યા હતા અને હજી એ કામમાં બરાબર અટવાયેલો લાગતો હતો. ત્યાં અચાનક એના મોબાઈલ પર મેસેજ આવે છે... ડુ ફાસ્ટ... ડોન્ટ બી લેટ ! નિત્યા નો હતો આ મેસેજ... ૬ વાગ્યે મળવાનું જે હતું... " ઓકે " લખી નિખિલે રિપ્લાય કરી પોતાનું કામ સમેટવાનું ચાલુ કર્યું... અને મોડું થાય એ પહેલાં કેબિન છોડી ઓફિસની બહાર નીકળી ગયો....

કોફી શોપ માં એન્ટર થતાં આમતેમ નજર ફેરવી તો ખૂણામાં એક ટેબલ પર એકદમ અપ ટુ ડેટ રેડી કોઈ પરી નજર આવી અરે બીજું કોઈ નહિ... નિત્યા જ હતી. એની પાસે જઈ નિખિલ... શું કહો મેડમ બો જલ્દી આવી ગયા લાગો છો ? હું લેટ તો નથી ને ! નિખિલ બોલ્યો...

આવ નિક્સ ! ના જરાય નઈ... બરાબર ટાઇમ પર જ છે. હું પણ હમણાંજ આવી... નિત્યા એ કહ્યું...

નિખિલ કોફી નો ઓર્ડર આપે છે અને હવે ફરી બંને વાતે વળગે છે... જોઈએ આગળ...

બોલ નિત્યા શું કહેવું હતું... કેમ અચાનક મળવાનું મન થઇ ગયું. નિખિલ કંઈ ખાસ નથી બસ મને તારી કંપની ગમે છે. કંઇક એવું અધૂરું છે જીવનમાં જે તને મળ્યા પછી પૂરું થાય છે. નિત્યા બોલી....

ઓહ... મેડમ આજ કંઇક અલગ જ મૂડમાં છે... નિખિલ મનમાં જ બોલ્યો...

નિખિલ તને કહું તો એવું નથી કે હું કૌશલ જોડે ખુશ નથી... ખુશ જ છું પણ મને તારા જોડે કંઇક અલગ જ એટલે કે ખૂબ સારું ફીલ થાય છે હંમેશા અને વિચારું છું કે તારા જોડે રહી જાઉં. પણ.... નિત્યા આટલું બોલતા અટકી ગઈ...

અરે ! શું થયું કેમ આજ આમ અચાનક... આવું વિચારવાનું થયું ? નિત્યા તને ખબર છે આપણે બંને મેરીડ છીએ. હાં એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી અનંત છે પણ એનો મતલબ એતો નથી કે આપણે આપણાં જ પાત્ર ને વગર વાંકે સજા આપી બેસીએ... નિખિલે નિત્યાની વાતમાં જવાબ આપતા કહ્યું...

હાં ખબર છે મને બધું નિક્સ ! પણ ! ક્યારેક એવું થાય છે કે બધું હોવા છતાં કંઇક ખૂટે છે અને એ વિચારો મને પજવી નાખે છે અને હું તારા માટે મારું બધું ખોવા તૈયાર થઈ જાઉં છું. તું પણ જાણે છે નિક્સ આપણે બને એક અજનબી જ તો હતા.... બસ આ એક બે એક બે નાની મોટી મુલાકાત અને ફોન પર થતી લાંબી ટૂંકી વાતોમાં ક્યારે આટલી એકબીજાની નજદીક આવી ગયા... એ ખબર પણ ના પડી. કહું તો હવે છે ને અહી થી પાછું વળવું મારા માટે અશક્ય છે ! મન માં જો એક વિચાર ચાલે છે તો એ બસ એજ છે જે બસ તને પામી લેવું છે.....

નિત્યા કોફી ઠંડી થાય છે... લઈ લે... પહેલાં... નિખિલે નિત્યા ને અડધે થી વાત કાપતા કહ્યું....!

બંને જણાં એકબીજાની આંખોમાં આંખો પરોવી કોફી ની સિપ ભરતા ભરતા ચૂપ થઈ ગયાં....

ક્રમશ :.......

જોઈએ હવે આગળ નિખિલ શું કહેશે અને પોતાનો શું અભિગમ રાખશે નિત્યા માટે.... વાર્તા આગળ ક્યાં જઈ વળાંક લેશે શું ખબર... ?

બસ ત્યાં સુધી આપ બન્યા રહો મારી સાથે... હું મિલન લાડ. " મન " એક નાનકડા વિરામ બાદ આગળની સફરે આપને લઇ જવા જલ્દી આવીશ... ત્યાં સુધી રજા આપો મને.


મિલન લાડ. " મન "