Prem shu chhe? - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ શું છે? - 1

દિલવાલી કુડી

પ્રસ્તાવના

હુ જાણું છુ કે કોઈ પણ પ્રેમની વ્યાખ્યા આપવા સમર્થ નથી કારણ કે પ્રેમની કોઈ વ્યાખ્યા જ નથી હોતી. પ્રેમને તો માત્ર અનુભવી શકાય છે.

હુ માત્ર મારી સમજણ પ્રમાણે પ્રેમ શુ છે તે અહી જણાવી રહી છુ. દરેક વ્યક્તિ માટે પ્રેમ ના રૂપ અલગ છે પણ, આ અનેક રૂપ હોવા છતાય પ્રેમનો અનુભવ તો એક જ છે. પ્રેમને વ્યક્ત કરવાની રીત અનેક છે પણ, પ્રેમ વ્યક્ત કરતી લાગણીઓ તો એક જ છે.

પ્રેમ શુ છે તે સમજાવતી અમુક વાતોને એક વાર્તા સ્વરૂપે જણાવવા જઈ રહી છુ. હુ કેટલા અંશે સાચી છુ તેની ટકાવારી દરેક વ્યક્તિ માટે અલગ અલગ જ હશે. કારણ મે જેમ અગાઉ જણાવ્યું તેમ કે દરેકની માટે પ્રેમના અલગ રૂપો છે અને પ્રેમ વ્યક્ત કરવાની અલગ રીતો છે પણ, આ બધાની શરૂઆત અને અંત એ પ્રેમ તો એક જ છે.

આશા છે કે તમને બધાને આમાંથી કંઈક નવુ જાણવા મળે અને વાંચ્યા પછી પોતાની પ્રેમ સંબંધિત સમજણ માં ઊંડાણ મળે. હુ ખુશ થઈશ જો આ વાંચ્યા બાદ કોઈને પણ સાચો પ્રેમ મળી જાય ને જો કોઈને મુશ્કેલી થઈ રહી હોય સમજવામાં કે પ્રેમ શુ છે? અને સાચો પ્રેમ કોને કહેવાય? તે આ વાર્તા માંથી જાણવા મળે અને લોકો પોતાના જીવનમાં ઉતારે તો મારુ લખવુ સફળ થયું તેવું હુ માનીશ.

પ્રારંભ:-
વાર્તા નુ મુખ્ય પાત્ર એટલે રજની. હવે વાત આવે કે આ રજની કોણ? તો ચાલો હુ જણાવું કે રજની કોણ? તે શુ કરી રહી છે? તે ક્યાં રહે છે? આ બધા જ સવાલો ના જવાબ મળશે વાર્તામાં.

ભારતમાં આવેલ ગુજરાત રાજ્યનું સૌથી મશહૂર શહેર! મોજ અને મસ્તીનું શહેર, જ્યાં સમય ભાગે છે તેમ છતાંય, માણસની લાગણીઓ અને માણસાઈને પ્રથમ સ્થાન છે, જ્યાં ઇન્ડસ્ટ્રીઓ ધમધમે છે ને રાતેય રસ્તાઓ ખાલી જોવા નથી મળતા, જ્યાંના લોકો ખાવાના શોખીન છે ને એટલે મોડી રાત સુધી માણેક ચોક ભરાય છે, જ્યાં ભદ્રના દરવાજે રખવાળી કરતા ભદ્રકાળી બિરાજે છે તો સુલતાન અહેમદશાહ ની ૬૦૦ વર્ષ કરતા પણ વધુ જૂની મસ્જિદ છે, રાણીનો હજીરો, રાણી સિપ્રિની મસ્જિદ, જામા મસ્જિદ, ઝુલતા મિનારા વળી સિદી સૈયદની જાળી કેમ ભુલાય, ભદ્રનો કિલ્લો, હઠીસિંગના દેરા, કાંકરિયા તળાવ, લાલ દરવાજા ને લૉ ગાર્ડન, પરિમલ ગાર્ડન, સરખેજના રોજા, અડાલજની વાવ, રિવરફ્રન્ટ, સાબરમતી આશ્રમ ને મદમસ્ત વહેતી એવી સાબરમતી નદી એટલી બધી વિશેષતાઓ કે લખવા બેસો તો આખી ચોપડી લખાઈ જાય.

જે જાણે છે એને તો માણેક ચોકના નામ પરથી જ ખબર પડી ગઈ હશે કે કયા શહેરની વાત થઈ રહી છે જી હા બિલકુલ એ અમદાવાદ છે.

અમદાવાદમાં એક મધ્યમ વર્ગના કુટુંબમાં રજની નો જન્મ થયો હતો. નાનપણથી જ એને કહેવામાં આવતું કે ભણશો તો જ આગળ વધશો તેથી જ તે માત્ર ભણવામાં સમય પસાર કરતી. શાળાએથી આવે કપડાં બદલે અને શેરીના બાળકો સાથે રમે પછી સાંજ થતા ઘરે જાય જમે ને પોતાનું લેશન કરવા બેસી જાય. આમ ને આમ તેણે 10 મું ધોરણ પાસ કરી લીધું એક જ શાળામાં આટલું ભણ્યું હોવા છતાં એક પણ છોકરા સાથે તેની કોઈ મિત્રતા નઈ શાળામાં તો તે માત્ર પોતાના ભણતરમાં ધ્યાન આપે અને પોતાની જ દુનિયામાં મસ્ત રહે.

હવે તે આવી 11માં ધોરણમાં જ્યાં તો પહેલેથી જ શાળામાં છોકરીઓ અને છોકરાઓના કલાસરૂમ જુદા જુદા હતા. રજની દેખાવમાં બવ જ સાધારણ હતી શ્યામ રંગ, પાંચ ફૂટ જેટલી ઊંચાઈ અને હંમેશા તેલવાળા માથામાં તેને લાંબો ચોટલો લીધો હોય તેમ છતાંય તેનો સ્વભાવ, તેનું વ્યક્તિત્વ અને સાદગી એ છોકરાઓ અને અન્ય લોકો પર હંમેશા પોતાનો પ્રભાવ છોડી જાય. તેનો નિખાલસ, લાગણીશીલ, દયાળુ, પ્રેમાળ, ને નારિયેળ જેવો સ્વભાવ બહારથી તે એકદમ મક્કમ રહે જાણે કોઈ તેને તોડી જ ના શકે પણ તેનું હૃદય એટલું જ કોમળ, ખોટું તો તેને જરાય ના ગમે ભલે પછી ખોટું બોલવાની વાત હોય કે ખોટું કરવાની, જે મનમાં હોય તે બેબાક કહી દેવાની તેની આદત, મદદ માટે કોઈને પણ ક્યારેય ના નહીં ગમે તે થાય તેને ધારી લીધું કે એને મદદ કરવી છે તો એ ગમે તે રસ્તો કાઢી જ નાખે. પણ તેનો લાગણીશીલ સ્વભાવ તો ભાગ્યે જ કોઈને જોવા મળે. શાળામાં તેના વર્ગમાં તેનો ટોપ 10 માં તો ક્રમ આવે જ એટલે સૌ રજની ને જાણે.

હવે બન્યું કંઈક એમ કે તેના વ્યક્તિત્વ, સાદગી અને સ્વભાવના પ્રભાવમાં આવી એક છોકરાને રજની ગમવા લાગી. રજની શાળામાં પ્રાર્થના ગાવા જતી અને ત્યાં જ તે છોકરો પણ પ્રાર્થના ગાવા આવતો. હવે રજની આ વાત થી સાવ અજાણ કારણ કે રજની ક્યારેય પ્રેમમાં પડવા નહોતી માંગતી અને કોઈ અજાણ્યો છોકરો રજની સાથે વાત કરે તેવી કોઈ છોકરાની હિમ્મત નહોતી થતી એનું કારણ પણ એ જ કે રજની છોકરાઓની બાબતમાં બવ જ સખ્ત કોઈ છોકરાની સામે પણ રજની ક્યારેય ન જોવે પછી ભલે ને એ આખી શાળાનો સૌથી સુંદર છોકરો પણ કેમ ના હોય. હવે જ્યારે રજનીનું આ રૂપ ખબર હોય તો ક્યાંથી કોઈ છોકરાની હિંમત થાય કે રજનીને બોલાવે અને વાત પણ કરે.

શુ રજની ના જીવન માં કોઈ બદલાવ આવશે? કોણ છે એ છોકરો જે રજની ને પ્રેમ કરવા લાગ્યો છે? રજની સુધી આ પ્રેમની વાત કોણ અને કેવી રીતે પહોંચાડશે? કોણ હિંમત કરશે રજની સાથે વાત કરવાની અને શું હશે રજની નો પ્રતિભાવ? જાણો આ બધાજ સવાલો ના જવાબ આવતા ભાગમાં.....