Dust, piles and humans - 2 books and stories free download online pdf in Gujarati

ધૂળ,ઢેફા ને માનવી - 2

[03/01, 2:34 PM] Bhavesh Parmar: પ્રકરણ 2


રમેશને તેની માં જીવીએ કહ્યું , “ દીકરા આજ માસીનો કચ્છથી ફોન હતો. તે ઉતાવળે જ બોલી ગ્યો. શુ કહ્યું માસીએ ? ? ક્યારે આવે છે ? ખબર નથી
તો શું કહ્યું બીજું ??
તેના ધ્યાનમાં એક છોરી છે તારી માટે ..
તું હા કે તો આગળ વાત વધે.
ના… મા…
અતાંરે આ બધું રેવાદે.
પણ દીકરા
હું તો સૂકું ઝાડ કયારે ભાંગી પડું એ તો ઈશ્વર જાણે !
તું ચિંતા ન કર.
બધુંય હારાવાના થશે. એટલું બોલી રમેશે વાતમાં પૂર્ણવિરામ મૂક્યું.ને મોબાઈલ લઇ બેઠો. પણ આજ તેનો જીવ મોબાઈલમાં ન અટવાયો પણ તેની બદલે એકીટશે તેની માતા તરફ ભાળવા લાગ્યો. માં સાચું બોલે છે તો રોશનીનું શુ …??
એક દિવસ સવારે રાંધણીયામાંથી બારીથી થઈ ચૂલાનો ધુમાડો બા’ર આવી હવામાં ઓગળી જતો. બાપુએ દરવાજામાં ડોકું ઘાલી બોલ્યા . બટા.. શિરામણ કરી , ચૂલાનો દેતવા ભભરાવી મારી જોડે ખેતરે હેંડવાનું. તેણીની આંખમાં પાણી હતું. હોય જ ને ચૂલાનો ધુમાડો જે આંખમાં બળતરા કરાવતો. રોશની તેના પિતા સાથે કહ્યા મુજબ બંને ઘરેથી ચાલી નીકળ્યા.
ખેતરે ઝાપડીવાળા રસ્તે હળવા ધીમા અવાજે દૂર પંખીઓ ટહુકતા. ખાટલામાં ભા સુતેલા પણ આ ઉંમરે નિંદ્રા નહોતી પણ છતાં ક્યાંક વિચારધીન હતા. ભા...
જોઈ તરત ઉભા થઇ ગયા . બેહો.. બેહો… ધંધો-શુ હાલે..? ચેમ હમણાં દેખાતા ની આલી પા ?? વગેરે જેવી અનેક વાતો પતાવી મેન વાત કરી. આડી-અવળી અનેક વાતો ખોલી તમાર ગગાના સગપણ માટે છોરી. ખેતરમાં કામ કરતા મૂલી સાથે ગગો પણ હતો.
લ્યા ભા સાંભળો કે
હા.
એ.. લ્યા ગગા
એમણી પા હેંડતો આવ
ગગો નીંદતા-નીંદતા ઉભો થઇ આગળ આવ્યો . તેના બાપાની પડખે ગોઠવાયો.
તમારી છોરી ને મારો ગગો
બોલો બાપુ તમે કો તો વાત વધે .
બાપુએ દીકરી સામે આંખપરોવી જોઈ લીધું. અરે દીકરીની જિંદગીનો જો સવાલ હતો. પણ રોશનિ એ તો મન મક્કકમ કરી નકી કર્યું કે જો આજ જ હા બોલે તો રવીને આપેલા કોલ છાજે. જેથી તેણીએ ના કહી નજર ફેરવી લીધી. બાપુની આંખમાં ઉપર લોહી તરવરવા લાગ્યું . તેના મનનો ગુસ્સો પી ગયા. અંતે દીકરી જો એકની એક હતી જેથી બીજું ન કહેવાયું.
કેવી લાગી...? કોમેન્ટ કરો.

પ્રકરણ 3
પાછા વળતા એ જ માર્ગના મોટા પથ્થરો ને સુકાઈ ગયેલા નદિયુના નીર, ઝાડી-જખરામાંથી તેતર અને કાબરનો અવાજ આજ આ મારગને વધારે બિહામણો બનાવતા હતા.
બંને બાપ દીકરી ઘરે પહોંચ્યા. બાપનો મિજાજ આજ ઠીક તો ન હતો. બાપુ દીકરીને ખિજાયા.
કેમ ના પાડી ??
તને એમાં શું ખોટ લાગી ???
તારી મા ગઈ
એમ હું પણ જવાનો પછી…. તેના હાદ ઊંચો હતો. તે કશું બોલી શકી નહીં.
રોશની દળ દળ દહકા ભરવા લાગી, આંસુઓ થોભવાનું નામ જ ના લેતા. બાપે કહ્યું રે છાની રે… કવ છું…
દીકરીને રડતી જોઈ બાપનું મન પણ ભરાઈ આવ્યું . તે બાપે રડી મન હળવું કરી લીધું. રોશની બાપને ગળે વળગી પડી. ગળે લપેટાયેલી દીકરી બોલી બાપ હું તો મારું કાળજું ક્યારની કોરી બેઠી છું… બાપુએ તો બધું તેના પર જ ઢોળી દીધું. તાર રવીને પરણવું તો આ ઘરને સદા માટે ભૂલી જા…
એટલે બાપુ..
બોલ દીકરા પ્રેમજોઈએ કે ઘર ??
શુ તે મારે યોગ્ય નથી ??
તે સંસ્કારી છે , તેનું ખેતર છે, ભણેલ છે.
તો પછી શાને આવું ??
કેમ બાપુ બોલો ?? આજ કેમ તમે કશું બોલતા નથી .