Dear Pandit - 14 books and stories free download online pdf in Gujarati

પ્યારે પંડિત - 14

જમતા શુભાશિષ અવની ને પૂછયું કે કયા ગયો છે મૃણાલ. ફ્રેન્ડને મળવાં.
હા, થોડી વાતો કરશે અને પછી ક્યારે મળશે એ કહી પાછો આવી જશે. અવની મૃણાલની તરફદારી કરતા કહ્યું.
ઠીક છે.


ये चमनज़ार ये जमुना का किनारा, ये महल,
ये मुनक़्कश दर-ओ-दीवार, ये महराब ये ताक़,
इक शहंशाह ने दौलत का सहारा लेकर,
हम ग़रीबों की मुहब्बत का उड़ाया है मज़ाक़।
मेरे महबूब कहीं और मिला कर मुझसे।

મિત પોતાની ફીલિંગ નિહાર, મૃણાલ અને છોટુ ને સંભળાવી રહ્યો હતો.
નહીં cigarette નહીં લઉં હવેથી. પણ હા ચા લઈશ. છોટુના હાથમાંથી કપ લેતા બોલ્યો. બધા ચા પી ને છુટ્ટા પડ્યા.
*
ક્યારા સૂતી હતી ત્યાં જ એને સપનામાં આવ્યું કે તે આજે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠો જમતો હતો. અચાનક એની ઊંઘ ઊડી ગઈ. આજે બન્ને બહેનો કોલેજ જવા નીકળ્યા ત્યાં રસ્તામાં ક્યારા એ જોયું કે મૃણાલ હાથમાં ટિફિન લઈને જતો હતો. અરે આ તો એ જ છે.
કોણ? કુંદન પુછ્યું.
મૃણાલ.
અરે! થોડીવાર ગાડી ઉભી રાખી દો અને ત્યાં ફ્રૂટની લારીમાથી એપલ લઈ આવો તો. ક્યારાએ ડ્રાઇવરને કહ્યું.
ક્યારા ગાડી ઉભી રાખી જોવા માંગતી હતી કે જોબ તો છે નહીં તો મૃણાલ જાય છે ક્યાં. બરોબર ત્યાં જ ગાડી ઉભી રાખી જ્યાં કાલે ક્રિકેટના ગ્રાઉંડ પર બેઠો હતો.
પાછળ જો તો એ આ સાઇડ આવી રહ્યો છે.
કોણ. મૃણાલ
હા, એ જ.
નહીં. દેખાતો નથી.
હમણાં આવી જશે.
કુંદન ફરીથી પાછળ જોયું તો મૃણાલ રોડ ક્રોસ કરી રહ્યો હતો. હા આવી ગયો.
જોયું?
શું જોયું?
એ જ કે તે આપની ઓફિસ નથી જતો. આપની ઓફિસ તો બીજી બાજુ છે.

અનુજ redy થઈને ઓફિસ જવા નીકળતા હતા ત્યાં મીરા બોલી તમે ખુદ કોલ કરજો. કદાચ એ તમારા કહેવાથી આવી જાય.
હા ઠીક છે.
જો તો પણ ના આવે તો સાંજે પંડિત શુભાશિષ સાથે વાત કરી લેજો. મનનો ભાર હળવો થઈ જશે.
મારા કહેવાથી ના આવ્યો તો પંડિતજી ને આ વાત નહીં કરું.
એનાથી શું ફરક પડશે?
ફરક તો પડે જ ને! એની આ જ વાત તો ખૂંચી હતી મને. ગુરુર સાથે કહ્યું હતું કે મારા પપ્પા ને જરૂર કહેજો. અને હવે વિચારું છું કે એના પપ્પાને હું શું કહું અને ગાડીમાં બેસી નીકળી ગયા.
બીજી તરફ મૃણાલ બીજી જોબ ઇન્ટરવ્યૂ માટે ગયો હતો. પણ જોબ મળવા માટે બહુ મહેનત કરવી પડશે એવું લાગી રહ્યું છે. ઇન્ટરવ્યૂમાં ફેઇલ થતાં ફરીથી એં જ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવી બેસી ગયો ત્યાં સેલ ફોનની રીંગ વાગી.
મૃણાલ બોલે છે? સામેથી અવાજ આવ્યો
હા.
હું અનુજ સવાણી વાત કરૂં છું અને જો બેટા મને પણ પાછળથી ખબર પડી કે તારી ભૂલ હતી જ નહીં એટલે મને અફસોસ છે કે હું તારી સાથે ખરાબ રીતે વર્તન કર્યું.
અરે! નહીં સર. અફસોસની વાત નથી. It's okay.
મેં તને કોલ એટલે કર્યો છે કે તું પાછો જોઈન્ટ કરી લે.
Thank you sir. પણ મને માફ કરી દો સર મને પણ સારું નથી લાગતું કે હું પપ્પાની ભલામણથી જોબ કરું.
પણ તું...
ના sir પણ વાળી કોઈ વાત નથી. પપ્પાને લાગતું હતું કે હું જોબ કરવા લાગીશ તો સુધરી જઈશ
એની ખ્વાહિશ પૂરી થઇ ગઇ છે. હું સુધરી ગયો છું હવે. અને સાચી વાત તો એ છે કે આદમી જ્યારે સુધરી જાય ત્યારે ભલામણથી મળેલી નોકરી નથી કરતો. Thank you sir. કહી call રાખી દીધો.
ત્યાં મિસ્ટર વ્યાસ કેબિનમાં આવ્યા. તમે મને બોલાવ્યો સર.
કેટલા છોકરાઓ છે તમારે?
સર, ત્રણ. બે છોકરા છે અને એક છોકરી.
છોકરીની ઉંમર શું છે?
સર, બાર વર્ષની છે.
અને આ મિસ મનસ્વી? એના કેટલા છોકરાઓ છે?
નહીં સર. એના તો હજુ લગ્ન પણ નથી થયા.
તો પછી મિસ મનસ્વીને ત્રણ મહિનાનો ચેક આપી ને છુટ્ટી આપી દો.
શું સર?
જો બીજીવાર શું સર કહ્યું તો આજ instructions તમારા માટે પણ લાગુ પડી જશે.
રાઇટ સર! કહી મિસ્ટર વ્યાસ ત્યાંથી જતા રહ્યા.
*
અવની મૃણાલના રૂમની સાફસૂફી કરી રહી હતી. ત્યાં એને મૃણાલના કબાટની ચાવી મળી. વિચારતી હતી કે લોક ખોલે કે નહીં પણ જીવ ના ચાલ્યો અને લોક ખોલી જોવા લાગી એને તો બસ એ છોકરીનું નામ જાણવું હતું જે મૃણાલ ને લેટર લખતી હતી. પછી થયું કે આ ખોટું છે તરત જ લોક મારી ચાવી જ્યાં હતી ત્યાં મૂકી જતી રહી.
ક્યારા અને કુંદન college થી રિટર્ન આવતી હતી. ત્યાં ક્યારા બોલી આ રસ્તેથી ના જાઓ.
પણ રોજ તો આજ જગ્યાએથી જઈએ છીએ. ડ્રાઇવર કહ્યું
હા, પણ હું એક શોર્ટકટ રસ્તો બતાવું ત્યાંથી લઈ લો.
ડ્રાઇવર પણ ક્યારા જ્યાં કહેવા લાગી ત્યાં ગાડી લેતો ગયો.
મૃણાલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં newspapers માં જોબ શોધી રહ્યો હતો ત્યાં સેલ ફોનની રીંગ વાગી.
હા, કેવી ચાલે છે જોબ? અવની બોલી
અચ્છા.
બ્રેક થઈ ગઈ? હા બસ બે મિનિટમાં પડશે.
શાંતિથી જમી લેજે.
હા, જમી લઈશ.
તારો રૂમ સાફ કરી દીધો છે મેં.
Thank you.
તારા રૂમના કબાટની ચાવી મળી હતી મને.
ચાવી?
અરે! મેં કઈ નથી જોયું.
હા હા હા. કરી મૃણાલ હસી પડ્યો.
પહેલા તો વિચાર આવ્યો કે લોક ખોલીને બધા લેટર વાંચી લઉં પછી યાદ આવ્યું કે ભગવાન જોઈ રહ્યા છે એટલે ના વાંચ્યા મેં.
હા, બસ આમ જ ભગવાનથી ડરતી રહેજે તું.
હમ સારું ચાલ જમી લઉં પછી વાત કરીએ. Bye.
કોલ રાખી મૃણાલ ટિફિન ખોલી રહ્યો હતો ત્યાં ગ્રાઉંડની બહાર એક ગાડી આવી ઉભી રહી અને એમાંથી કુંદન ને ઉતરતી મૃણાલ જોઈ રહ્યો. અને પાછળ ક્યારા બારીમાંથી બહાર એની સામે જોઈ રહી.

વધુ આવતા અંકે