Safadtani paachhad chupayelo sangharsh - 1 books and stories free download online pdf in Gujarati

સફળતા ની પાછળ છુપાયેલો સંઘર્ષ - 1

આજે બાજુવાળા હીનાબેન અચાનક જ દોડતા દોડતા રમીલામાસી ના ઘરે આવે છે અને હાંફતા અવાજે બોલ્યા
હીનાબેન: ઓ... રમીલા માસી... રમીલા માસી...આ ટીવી માં બધા ન્યૂઝ માં શું આવી રહ્યું છે તમે જોયું કે નહીં?
રમીલામાસી: હા...આઇ...શુું થયું હીના શેેેની બરાડા પાડી રહી છે?
હીનાબેન: રમીલા માસી આજે બધી ન્યૂઝ ચેનલો પર એક જ સમાચાર છે સુનીલ શર્મા હત્યાકાંડ ના
રમીલા માસી: અચ્છા! તો એમાં એવું તે શું છે કે તું આમ હાંફતી હાંફતી આવી?
હીનાબેન: અરે માસી, ન્યૂઝ માં એવું બતાવી રહ્યા છે કે સુનીલ શર્મા હત્યાકાંડ કેસમાં હવે એક જ આશરો છે મિસ પ્રિયા... તમે ટીવી ચાલુ કરીને એકવાર જુઓ એમાં ફોરેન્સિક ઍકસપર્ટ મિસ પ્રિયા ની વાત કરી રહ્યા છે ન્યૂઝ માં જે ફોટો બતાવે છે એ તમારી દીકરી પ્રિયા જેવો જ છે એટલે હું દોડી ને તમને કહેવા આવી . જલ્દી જોવો તમે...
રમીલા માસી: અલ્યા કહું છું સાંભળો છો! આ હીના કે છે કે પ્રિયા નો ફોટો ન્યૂઝ માં બતાવે છે જરાક ટીવી ચાલુ કરીને જોવો તો...
હિરેન કાકા: હા જોવું હો... કઇ ન્યૂઝ ચેનલ માં બતાવે છે હીનાબેન?
હીનાબેન: કાકા દરેક ન્યૂઝ ચેનલ પર એકજ સમાચાર છે તમે ગમે તે ચેનલ કરો.
હિરેન કાકા: (ન્યૂઝ માં પોતાની દીકરી નો ફોટો જોઇને અવાક્ થઈ ગયા) રમીલા...જો... આતો આપડી પ્રિયા નો જ ફોટો બતાવે છે.
રમીલા માસી: હા..લ્યા. પણ પ્રિયા તો અત્યારે ગાંધીનગર ઑફિસમાં હશે ને.આ સુનીલ શર્મા હત્યાકાંડ તો પેલો જ કેસ છેને જેમાં બહુ બધા લોકો, મોટા ઉધોગપતિઓ અને રાજકારણીઓ પણ સંડોવાયેલાં છે તેવું બધા લોકો કે છે.
સાંભળ્યું..., જરાક ટીવી નો અવાજ વધારોને પેલો રિપોટર શું કે છે સાંભળવા દોને.
( હિરેન કાકા રિમોટ થી ટીવી નો અવાજ વધારે છે)
* * *
ન્યૂઝ રિપોર્ટર: શું સુનીલ હત્યાકાંડ કેસ નો કોઈ નિવેડો આવશે? સુનીલ હત્યાકાંડ પાછળ કોનો હાથ હશે? શું સંડોવાયેલાં મોટા માથાઓ ની જાણ થશે કે પછી પૈસા ના જોરે ભીનું સંકેલાઈ જશે??
હવે સમય થયો છે એક વિરામનો વધુ માહિતી માટે જોતા રહો ITV news... પળેપળ ની ખબર હરપળ...
(એકાદ મિનિટ ના વિરામ બાદ )
ન્યૂઝ રિપોર્ટર 1: ફરીથી આપનું સ્વાગત છે ITV news માં આજે આપણે જોઇ રહ્યા છીએ સુનીલ હત્યાકાંડ વિશે. અમારા સંવાદદાતા તરફથી મળેલ માહિતી મુજબ ફૉરેન્સિક રિપોર્ટ ની મદદથી જ હત્યાકાંડ માં સંડોવાયેલાં લોકો ની જાણ થશે.વધુમા જાણવા મળેલ છે કે સંડોવાયેલાં લોકો એ સબૂત મીટાવવા પૂર્ણ પ્રયત્ન કરેલ છે છતાં ફૉરેન્સિક હૅડ નું કહેવું છે કે અમારા ઍકસપર્ટ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે.
ન્યૂઝ રિપોર્ટર 2: શું આ ઍકસપર્ટ સચોટ નિરાકરણ લાવશે કે રિપોર્ટ માં ચેડાં થવાની સંભાવના છે?
ન્યૂઝ રિપોર્ટર 1: અમારા સંવાદદાતા સતિષ ડાયરેક્ટ ફૉરેન્સિક હૅડ ઑફિસ ગાંધીનગર થી અમારી સાથે જોડાયેલા છે .હા સતિષ ત્યાં શું પરિસ્થિતિ છે?
સંવાદદાતા સતિષ: ફૉરેન્સિક ઑફિસ ની બહાર સંપૂર્ણ સિક્યોરિટી ગોઠવી દેવામાં આવી છે અને જાણવા મળ્યું છે કે આ કેસના ઇન્ચાર્જ લેડી ફૉરેન્સિક ઑફિસર મિસ પ્રિયા છે. મિસ પ્રિયા એકમાત્ર લેડી મર્ડર મિસ્ટ્રી ઍકસપર્ટ છે. તેઓ મૂળ ગુજરાતના છે.
ન્યૂઝ રિપોર્ટર 1: આભાર સતિષ. શું આ લેડી ફૉરેન્સિક ઍકસપર્ટ આ કેસનો ભેદ ઉકેલી શકશે કે કેમ? જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો ITV news પળેપળ ની ખબર હરપળ...
* * *
હીનાબેન: જોયું ને રમીલા માસી તમે, કાકા તમારી દીકરી પ્રિયા ની જ ન્યૂઝ માં વાત થાય છે.
હિરેન કાકા: ( ગર્વ થી માથું ઉચું કરતાં) હા મારી દીકરી પ્રિયા એકમાત્ર લેડી ફૉરેન્સિક ઍકસપર્ટ છે આમ તેનું નામ ન્યૂઝ માં જોઇને મારી છાતી ગદગદ ફૂલી ગઈ છે.મારી દીકરી એ અમારું નામ ઉચું કર્યું છે.
રમીલા માસી: હાસ્તો, પ્રિયા ને કેટલાય સિનિયર ઑફિસર ને પાછળ મૂકી સરકાર દ્વારા આ કેસ સોંપવામાં આવ્યો છે.આપણી દીકરી પાસે કાબેલિયત છે ત્યારે સરકારે તેના પર ભરોસો મૂક્યો છે.
હીનાબેન: સાચી વાત માસી. કાબેલિયત વગર આટલા મોટા કેસ માટે કોઈ ને ઇન્ચાર્જ ના આપવામાં આવે.

શું પ્રિયા તેના માં-બાપ અને સરકાર ના ભરોસા પર ખરી ઉતરસે કે નહીં , પ્રિયા ઇમાનદારી થી આ કેસ નો ઉકેલ લાવશે કે નહીં જાણવા માટે વાંચતા રહો ક્રમશઃ