Rape of Karan's Career - 3 books and stories free download online pdf in Gujarati

કરણ નું ભવિષ્ય હરણ - ભાગ ૩

નમસ્કાર મિત્રો,
અગાઉ, જેમ આપણે જોયું કે કરણ હવે પેલી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી અને પૈસા વાળા બાપની છોકરી પૂજા ને ભૂલી અને શહેરની નામાંકિત કોલેજમાં જઈ ખૂબ સફળ બનવાના સ્વપ્ન સેવી રહ્યો હતો, અને આખરે એ દિવસ પણ આવી જ ગયો, હવે કરણ માટે એની કોલેજ ભલી અને એનું ભણતર ભલું, પણ કહેવાય છે ને કે "દિલમાં વસે, એ જલ્દી ના ખસે !" બસ એવીજ રીતે કરણ પ્રાયોગિક રીતે પૂજાને ભૂલવા માગતો હતો પરંતુ વાસ્તવિક રીતે ના તો એ પૂજાને ભૂલ્યો હતો કે ના તો બીજી કોઈ વિશે વિચારી શકતો હતો, બસ હવે કરણ એ પૂજા સુધી પહોંચવાના નિષ્ફળ પ્રયાસ બંધ કરી દીધા હતા, અને એની પાછળ મુખ્ય કારણ કદાચ કરણ એ મનમાં પાળેલી એ માનસિકતા હતી કે એ પૂજાને લાયક નહોતો.
આમ ને આમ, કરણનું ભણતર ચાલુ રહ્યું અને લગભગ એક વર્ષ આખુ પસાર થઈ ગયું, હવે કરણ પૂજાને ભૂલી જ ગયો હતો. એ કોલેજમાં પણ પ્રથમ વર્ષના બન્ને સત્રમાં ખૂબ સફળ રહ્યો હતો અને હવે ત્રીજા સત્રનો પ્રારંભ પણ થઈ ચૂક્યો હતો. ખૂબ જ મન લગાવીને ભણતો હતો અને સાથે સાથે પોતાની આર્થિક મદદ પણ મળી રહે માટે હવે એણે નાના બાળકોના ટ્યુશન લેવાનું પણ શરૂ કરી દીધુ હતું. લગભગ બધું જ ઠીક ઠાક ચાલતું હતું અને કરણ તેમજ તેના મમ્મી પપ્પા પણ એની પ્રગતિથી ખુશ હતા. આખો દિવસ કોલેજમાં અને સાંજે આવીને છોકરાઓનું ટ્યુશન, પછી રાત્રે મિત્રોની ગમ્મત અને વાંચન લેખન, આમ આખો દિવસ પસાર થઈ જતો, ક્યારેક ક્યારેક શનિ રવિ માં એ ઘરે પણ આવતો, આમ શૈક્ષણિક જવાબદારી સાથે સાથે આર્થિક અને સામાજિક જવાબદારી પણ નિભાવતો, બસ હવે બીજા ત્રણ વર્ષ કાઢવાના હતા, અને અત્યારથી જ કરણ પ્રોફેસર બનવાના સ્વપ્ન સેવી રહ્યો હતો, એણે તો તૈયારી પણ શરૂ કરી દીધી હતી, જેવી ડિગ્રી મળે એવો પહેલા જ પ્રયાસે ગેટ ની પરિક્ષા પાસ કરી દેશે (ઇજનેરી અભ્યાસ બાદ પ્રાધ્યાપક બનવા માટે ગેટની પરિક્ષા આવે). ના જાણે કેટકેટલા સપના જોયા હતા એણે, અને પોતાના સ્વપ્ન પૂરા કરવા હવે એ રાત દિવસ મહેનત કરવા લાગ્યો હતો.
આમ કરણનો અભ્યાસ ચાલી રહ્યો હતો અને અચાનક એક દિવસ કરણના ફોનમાં એક મેસેજ આવે છે."હાઈ, મે પૂજા.." હિન્દી ભાષામાં આવેલા એ મેસેજનો તરત કઈ વિચાર્યા વગર કરણ એ જવાબ આપતા પૂછ્યું,
કરણ : "કૌન પૂજા !!"
(સામેથી જવાબ આવ્યો,)
પૂજા : "પૂજા, રામપુર વાળી.. નિત્યા પાસેથી તમારો નંબર લીધો છે..
હવે કરણ ને ધીમે ધીમે લાઈટ થયું, અને આ એના માટે એક અવિશ્વસનીય ક્ષણ હતી, ધીરે ધીરે કરણ એ વાત કરી, છેલ્લા દોઢ વર્ષથી કરણ જેને મનમાં જંખી રહ્યો હતો, જેની છબી માત્ર સ્મૃતિપટ ઉપર સંભાળી રાખેલી, અને જેના અનન્ય સ્પર્શનો એ આહલાદક અનુભવ કરણ આજે પણ મહેસૂસ કરી શકતો હતો એવી પૂજા કે જેની સાથે વાત થશે કે નહિ એ પણ મોટ્ટો સવાલ હતો, એ પૂજાએ આજે સામેથી મેસેજ કરેલો અને વાત કરવા માંગતી હતી, ત્યારે કરણનું એ શાંત થઈ ગયેલું એ સમુદ્રારૂપી હદય આજે ફરીથી પ્રેમના મોજાઓનેં ઉછાળી રહ્યું હતું, રાજસ્થાનના રણમાં જાણે કોઈ ઝરણું ફૂટ્યું હોઈ, કરણ આજે પાગલ થઈ ગયો હતો, એ જાણે આજે જ પૂજાને મળવા આતુર હતો, અને આટલા સમયથી મનમાં દબાવી રાખેલી એ વાત, પૂજા પ્રત્યેની એ લાગણી, એ વ્હાલ, એ પ્રેમ, બધું જ એને કહી દેવું હતું, એ આજે એટલો બધો ખુશ હતો કે છેલ્લા દોઢ વર્ષમાં ના થયેલી કેટલીય ઘટનાઓ આજે ઘટી ચૂકી હતી, એક તો બપોરે મેસેજ આવેલો એટલે ભાઈ એ ખુશીમાં ને ખુશીમાં સાંજના બધા લેક્ચર છોડીને માત્ર પૂજા સાથે વાત જ કરી હતી, રોજ સાંજે ઘરે ફોન કરતો એ કરણ આજે પહેલી વાર મમ્મી પપ્પા ને ફોન કરવાનું પણ ભૂલી ગયેલો, જમતી વેળાએ બીજું કોઈ કામ નહી એવો નિયમ પાળવા વાળો કરણ આજે એક હાથમાં મોબાઈલ લઈને જમતો હતો, રૂમ માંથી નીકળતી વેળાએ દરવાજે હેન્ડલ લગાવ્યા વિના તાળું મારતો હતો, ના જાણે આવી કેટલી વાતો એ વાતની સાક્ષી હતી કે કરણ પેલી પૂજાનો મેસેજ માત્ર આવવાથી જાણે પાગલ પાગલ થઇ ગયેલો, કોઈ પ્રેમમાં આટલું પાગલ કઈ રીતે હોઈ શકે !! પણ જે હતું તે નજર સમક્ષ હતું.
હવે કરણની જિંદગી, સ્વભાવ, અભ્યાસ પ્રત્યેનો લગાવ, એકલતાનો અભાવ, કોઈ ના મળ્યાનો ઘાવ, બધું જ બદલાઈ ગયું હતું, બસ હવે તો કરણ ભલો અને કરણની પૂજા, હવે પૂજા પણ કોલેજમાં આવી ગઈ હતી, પણ કમનસીબે પૂજાને એના પપ્પાએ એવી હોસ્ટેલમાં મૂકી હતી કે જ્યાં ફોન રાખવાની મનાઈ હતી, પણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણેલ પૂજા કૈક અલગ જ મિજાજ વાળી હતી, એણે ઘરે માં - બાપથી છૂપાવીને એક ફોન રાખેલો, એનાથી કરણ સાથે રોજ રાત્રે વાત કરતી અને સવાર પળ્યે છૂપાવી દેતી, એટલે હવે રોજ રાત પળે એટલે કરણ ને સવાર થાય, બન્ને મોડી રાત સુધી વાતો કરે, કોઈ વાર તો સવાર પણ પળી જાય, અને આની સીધી અસર કરણના અભ્યાસ પર પાળવા લાગી, એ વાતથી અજાણ કરણ પૂજાના પ્રેમમાં એટલો બધો અંધ થઇ ગયો કે હવે આખી રાત વાતો કરતો અને સવારે સૂઈ જતો તો છેક બપોરે જાગતો, ધીરે ધીરે કોલેજના લેક્ચર મીસ કરતો ગયો અને હવે તો વાંચવાનું પણ લગભગ બંધ જ થઇ ગયું હતું, જીવનમાં કોઈ દિવસ માં બાપને ખોટું ના બોલેલો કરણ હવે સાંજે વાત કરતા ખોટું પણ બોલવા લાગ્યો કે રોજ કોલેજ જાઉં છું અને નિયમિત અભ્યાસ કરું છું, આ બાજુ પૂજા કોઈક વાર કહેતી કે રાત્રે ફોન કરશે, અને સૂઈ પણ જતી, અહીંયા કરણ આખી રાત પૂજાના ફોન ની રાહ જોતો અને ઉજાગરા કરતો, કેમ કે પૂજાની હોસ્ટેલમાં ફોન પર પ્રતિબંધ હતો એટલે કરણને સામેથી ફોન કરવા ના પાળી હતી, એટલે કરણને રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો, અને પ્રેમ માં અંધ કરણ પૂજા માટે કઈ પણ કરવા તૈયાર હતો .. કોઈક વાર મળવાની વાત પણ કરતો પણ પૂજા એ વાતને ટાળી દેતી, અને આમ ને આમ કરણ અને પૂજા નું પ્રેમ પ્રકરણ આગળ ચાલતું રહ્યું...


ક્રમશઃ જોતા રહો : "કરણ નું ભવિષ્ય હરણ , ભાગ : ૪"

✍🏻 ચાહ" ગૌરાંગ પ્રજાપતિ.
( મહીસાગર )