Premni Paheli - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પહેલી - 1


"કેટલું મુશ્કેલ હોય છે ને એ જાણીને પણ કે કોઈ આપણને લવ નહિ કરતું... એને જ બસ એને જ લવ કરવો..." સ્નેહલ એ કહ્યું.

"હા... ખબર નહિ આપને જેને પ્યાર કરીએ, એ જ વ્યક્તિ બીજા કોઈ ને ચાહે છે!" વિરલે કીધું તો એની નજર પ્રજ્ઞા સામે હતી.

"એ તો એવું જ હોય... આપને જેને પ્યાર કરીએ એ વ્યક્તિ બીજા કોઈને પ્યાર કરવા લાગે છે..." પ્રજ્ઞા બોલી. રાજેશ બાજુ જોઇને એને એક નિશ્વાસ નાંખ્યો.

"સ્નેહલ... પણ કેમ એ વ્યક્તિને એમ નહિ દેખાતું હોય કે ખુદ જેને પ્યાર કરે છે... એને પણ તો કોઈ પ્યાર કરતું હોય છે!" રાજેશે કહ્યું.

ચારેય લોકો સામસામે એક હોટલના ટેબલ પર બેઠા હતા.

🔵🔵🔵🔵🔵

"જો સ્નેહલ, તું ગમે તે કેમ ના કરી લે પણ... પણ વિરલ તને લવ નહિ કરે!" રાજેશ સ્નેહલ કોલેજના કેમ્પસમાં કહી રહ્યો હતો.

"જો રાજેશ... હું જાણું છું... મને ખબર છે કે વિરલ એ પ્રજ્ઞા ને બધા વચ્ચે પ્રપોઝ કરી છે... મને ખબર છે કે વિરલ તો... વિરલ તો પ્રજ્ઞાને પ્યાર કરે છે, પણ તેમ છત્તા હું એણે જ લવ કરીશ!" સ્નેહલ એ કહી જ દીધું.

"આ તો તું મારો ફ્રેન્ડ છું એટલે... જો તારી જગ્યા એ બીજું કોઈ હોત તો ક્યારનો રિશ્તો તોડી જ નાંખ્યો હોત!" સ્નેહલ ના અવાજમાં ગુસ્સો હતો.

"જો યાર, ..." રાજેશ આગળ કંઇ બોલે એ પહેલાં જ સ્નેહલ એ કહી દીધું - "લીસન, હું કઈ જ સાંભળવા નહિ માંગતી! કઈ પણ નહિ!"

આજે કંઇક એવું સ્નેહલ ને જાણવા મળવાનું હતું કે એ અફસોસ જ કર્યા કરવાની હતી કે કાશ એને રાજેશની એ વાત ત્યારે સાંભળી લીધી હોત! એની સાથે સાથે ઘણા બધાની લાઇફની સેટ થઈ ગઈ હોત!

રાજેશ અમુક સમય અગાઉની એ ઘટના આજે પણ યાદ કરી રહ્યો હતો. એને હજી પણ અફસોસ હતો કે પોતે એની ફ્રેન્ડ ને સમજાવવી ના શક્યો!

"ખા ને... પ્રજ્ઞા... જલેબી તો તારી ફેવરીટ છે ને!" વિરલ એ પ્રજ્ઞાને કહ્યું પણ પ્રજ્ઞા એ તો આ વાક્ય રાજેશના મોથી સાંભળવું હતું!

પ્રજ્ઞાને પણ ભૂતકાળ યાદ આવી ગયો.

"રાજેશ... મારે તને કંઇક કહેવું છે..." લાઈબ્રેરી માં બંને એકલા જ હતા ત્યારે હળવેકથી પ્રજ્ઞા એ કહેલું.

"હા... બોલ ને શું?!" રાજેશે કહ્યું અને ઉમેર્યું - "મારે પણ તને કંઇક કહેવું છે!"

"હા તો તું પહેલાં કહી દે ને!" પ્રજ્ઞા એ કહ્યું.

"મને સ્નેહલ બહુ જ ગમે છે! આઇ એમ ઈન લવ વિધ હર!" રાજેશે કહી દીધું તો પ્રજ્ઞાનો ચહેરો તો રીતસર જ પડી ગયો! એને એની વાતને એના દિલના કોઈ ખૂણે ફેંકી દીધી.

"બોલ ને, તારે શું કહેવું હતું?!" રાજેશના સવાલના જવાબમાં એને કહ્યું - "કઈ નહિ! કઈ ખાસ નહિ!"

"બોલ ને હવે!" રાજેશ એ કહ્યું તો એને કહેવું જ પડ્યું - "ચાલ ને આપને ફિલ્મ જોવા જઈએ..."

"ઓહ... બસ આટલી વાત... જઈએ આજે જ જઈએ! ઓકે!" રાજેશે તૈયારીમાં જ પ્લાન બનાવી પણ લીધો!

"હમમ..." માંડ પ્રજ્ઞા બોલી શકી.

પ્રજ્ઞા ને પણ પણ નહોતી ખબર એવો ધમાકો આવતી કાલે કોલેજમાં થવાનો હતો! ફિલ્હાલ તો પ્રજ્ઞા રાજેશના સાથ સાથે ફિલ્મનો આનંદ લઇ રહી હતી. લાઇફમાં એવું જ તો હોય છે... આગળ શું થવાનું એનું કોને જ્ઞાન હોય છે?!

વધુ આવતા અંકે...

ભાગ 2માં જોશો: "આ તો તું મારો ફ્રેન્ડ છું એટલે... જો તારી જગ્યા એ બીજું કોઈ હોત તો ક્યારનો રિશ્તો તોડી જ નાંખ્યો હોત!" સ્નેહલ ના અવાજમાં ગુસ્સો હતો.

"જો યાર, ..." રાજેશ આગળ કંઇ બોલે એ પહેલાં જ સ્નેહલ એ કહી દીધું - "લીસન, હું કઈ જ સાંભળવા નહિ માંગતી! કઈ પણ નહિ!"

"બીજું કંઈક જોઈએ છે?!" એક વેટર આવ્યો તો જાણે કે બધા ઊંઘ માથી ઉઠયા!

"અરે! બધું જ તો આવી ગયું... કઈ જ નહિ જોઈતું!" વિરલ એ કહ્યું.

"કઈ જોઈએ તો કહેજો!" વેટરે કહ્યું અને એમને ડિસ્ટર્બ કર્યા વિના ચાલ્યો ગયો.