Sattani Bhookh - 1 books and stories free download online pdf in Gujarati

સત્તાની ભૂખ - 1

"पल्लू के नीचे छुपा के रखा है उठा दूं तो हंगामा हो पल्लू के नीचे दबा के रखा है उठा दूं तो हंगामा हो।"

વાતાવરણમાં ચારેતરફ અશ્લીલ ગીતનાં શબ્દો ગૂંજી રહ્યાં હતાં. દારૂ અને સિગારેટનાં ધુમાડાની ગંધ આખાં ફાર્મહાઉસમાં પ્રસરેલી હતી. બધાં માણસો એક જ માણસની આજુબાજુ ટોળે વળીને બેઠાં હતાં. એ માણસ "પ્રજા-કલ્યાણ પાર્ટી" નો મુખ્ય અધ્યક્ષ અને રાજ્યનો મુખ્યમંત્રી પણ હતો. એણે સફેદ ખાદીનાં કુર્તા-પાયજામા ઉપર કાળાં રંગનું જેકેટ અને મોજડી પહેરી હતી. ગળામાં સોનાની જાડી ચેઈન ઉપરાંત હાથમાં બ્રાન્ડેડ વોચ હતી. એની આંખોમાં સાફ દ્રશ્યમાન થતી હવસનાં લીધે ખાદીનાં કપડાં પહેર્યાં હોવાં છતાં એ નગ્ન સમાન જ હતો. આમ પણ ખાદી હવે સજ્જનોનો પોશાક રહ્યો નથી. એનું નામ વિજય ભારદ્વાજ.


વ્હિસ્કીની આખી બોટલ ગટગટાવી ગયાં બાદ એણે સામેની લાઇનમાં ઊભેલી આઠ-દસ છોકરીમાંથી એક છોકરીને પસંદ કરીને ફાર્મહાઉસની ઉપર જમણી સાઇડ આવેલાં એક આલીશાન રૂમમાં લઈ ગયો. શપથ વખતે જે હાથ વડે પ્રજા-કલ્યાણની કસમ ખાધી હતી એ જ હાથ અત્યારે પચ્ચીસ-છવ્વીસ વર્ષની યુવતીનાં વક્ષસ્થળથી લઈને કમર અને નિતંબ પર ફરી રહ્યાં હતાં. આખી રાત છોકરીનાં દેહને ચુંથી નાખ્યાં પછી પણ એની હવસ સંતોષાઈ નહોતી. સવારે છોકરી તો રાતનાં થાકને લીધે હજી ઊંઘમાં જ હતી અને વિજયે એનાં ખુલ્લાં પડેલાં શરીર પર રૂમમાં પડેલાં ચામડાનાં પટ્ટા વડે મારવાનું ચાલું કર્યું. એના સ્તન પર ક્રૂરતાપૂર્વક બચકાં ભરવા લાગ્યો. પેલી છોકરી પર નિર્દયી રીતે બળાત્કાર કરવાં લાગ્યો. એ છોકરીની ચીસોથી આખું ફાર્મહાઉસ ગૂંજી ઊઠયું, પરંતુ એની ચીસો સાંભળનાર કોઈ જ નહોતું. કારણકે આ ફાર્મહાઉસ શહેરથી ઘણું દૂર હતું. જ્યારે આનાથી એની હવસ સંતોષાઈ ત્યારે પેલી છોકરીને એ જ સ્થિતિમાં મૂકીને નાહવાં ચાલ્યો ગયો.


નાહીને બ્રેકફાસ્ટ કર્યા પછી એ એની કારમાં બેસીને સીધો કાર્યાલય જવાં નીકળી ગયો. આજે નવાં જોડાયેલાં કાર્યકર્તાઓ સાથે મીટિંગ હતી. નવાં જોડાયેલાં કાર્યકર્તાઓમાં બધાં જ યુવાનો હતાં, પરંતુ સૌથી આગળની હરોળમાં સત્તાવીસ-અઠ્ઠાવીસ વર્ષની એક યુવતી ઊભી હતી. એ યુવતીએ સફેદ કુર્તાની નીચે ડેનીમ જીન્સ પહેર્યું હતું. જે એનાં ઘાટીલા વદન પર ખરેખર શોભતું હતું. લાંબાં વાળની ઊંચી પોનીટેઈલ બાંધી હતી. સાદી બ્લેક વોચ અને મોજડી પહેરી હતી. એનાં આકર્ષક દેખાવને કારણે બધાનું ધ્યાન એનાં પર જ હતું.


એ યુવતી ફક્ત સુંદર અને આકર્ષક જ હતી એવું નહોતું પરંતુ એ બોલવામાં પણ એટલી જ ચપળ હતી.

"સર...પ્રજાની સેવા માટે હું હંમેશાથી તત્પર રહી છું...હવે મને એનો મોકો મળ્યો છે...!"
"જો આ વાત તો રાજકારણમાં આવનાર સૌ કોઈ કહે જ છે...પરતું હવે તારો રાજકારણમાં આવવાનો આશય જલ્દી બોલી જા."
"મારે મુખ્યમંત્રી બનીને આ રાજ્યની સત્તા હાંસિલ કરવી છે."

યુવતીનો આટલો આત્મવિશ્વાસ જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં હતાં. થોડીવાર તો કાર્યાલયમાં સન્નાટો છવાઈ ગયો.

"આટલો આત્મવિશ્વાસ હાનિકારક સાબિત થઈ શકે છે." (વિજય એ યુવતીને ટોકતાં બોલ્યો.)
"આ સત્તાની ભૂખ એટલી બળવત્તર છે કે એ કોઈ પણ હાનિકારક વસ્તુની મારાં પર અસર નહિ થવાં દે."
"સારું...સારું...એ તો હવે જોયું જશે... બાય ધ વે...તમારું નામ?"
"ધૈર્યા મેઘવાલ."
"મિસ. ધૈર્યા મેઘવાલ તમે તો એસસી. કાસ્ટમાંથી છો તો એનાથી અમારી પાર્ટીને ઘણો ફાયદો થશે."
"સર... આજ સુધી આનો ગેરફાયદો મેં ક્યારેય નથી ઊઠાવ્યો અને ના ક્યારેય ઊઠાવીશ."
"આ બધું જ ભૂત થોડાં દિવસોમાં ઊતરી જશે."
"સત્તા માટે બધી જ બાબતોમાં સમજૂતી કરી લઈશ પરંતુ આમાં નહિ જ કરું."
"સારું તો તમારે થોડાં દિવસ ફક્ત શીખવાનું જ છે, જ્યારે તમે બધું શીખી જશો ત્યારે તમને પાર્ટીમાં એક મોટાં પદ પર સ્થાન આપવાનું છે." ધૈર્યા મંદ હાસ્ય સાથે ત્યાંથી નીકળી ગઈ.


ધૈર્યાનાં પરિવારમાં ફક્ત એનાં મમ્મી જ હતાં. બંને બે રૂમ, રસોડાનાં ફ્લેટમાં રહેતાં હતાં. ધૈર્યાનાં મમ્મી શાળામાં ટીચર હતાં. ધૈર્યા જ્યારે દસ વર્ષની હતી ત્યારે એનાં પપ્પા એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાં હતાં. તેથી તેનાં મમ્મીએ એકલાં હાથે જ એને મોટી કરી હતી. ધૈર્યા બાળપણથી ભણવામાં ઠીકઠાક હતી, પરંતુ ભણવા સિવાયનાં પુસ્તકોમાં એને ખૂબ જ રસ હતો. જેમ-જેમ મોટી થતી ગઈ તેમ-તેમ રાજનીતિ વિષયક પુસ્તકો વાંચવા એને ખૂબ જ ગમતાં. ધીરે-ધીરે એનું મન રાજનીતિમાં પ્રવેશવા તરફ ઢળી રહ્યું હતું. ધૈર્યાનાં મમ્મી હંમેશા ધૈર્યાને આનાં માટે પ્રોત્સાહિત કરતાં રહેતાં.




ધૈર્યા કૉલેજમાં પણ એવાં જ મિત્રો બનાવતી જેનાં પરિવારનાાં કોઈ ને કોઈ રાજનીતિમાં હોય. "પ્રજા-કલ્યાણ પાર્ટી" ચુંટણીમાં છેલ્લાં વીસ વર્ષથી અપરાજિત હતી. તેથી ધૈર્યાને આ જ પક્ષમાં જોડાવવું હતું અને હવે, ધૈર્યા છેલ્લાં એક વર્ષથી આ પક્ષમાં હતી તો એનો આત્મવિશ્વાસ દિવસે ને દિવસે વધતો જતો હતો. એક વર્ષમાં એનો સંબંધ વિજયનાં ઘરે આવવાં-જવાં સુધીનો થઈ ગયો હતો.

(ક્રમશઃ)