Unpleased Heart - 1 books and stories free download online pdf in Gujarati

નારાજ દિલ - 1


"બસ યાર હવે એની કોઈ પણ વાત મારે સાંભળવી જ નહિ..." નીતિ એ કહ્યું તો બધા જ ચૂપ થઈ ગયા. પણ જે બધાને વાત કરતા રોક્યા હતા, શું ખુદ પોતાના મનમાંથી પણ એની યાદોને કાઢવા સમર્થ હતી?

દિલને કોઈ ગમી જાય છે એ પછી એને દિલમાંથી બહાર કાઢવું બહુ જ મુશ્કેલ હોય છે.

છેલ્લા કેટલાક દિવસથી નીતિ બહુ જ ચીડ ચિડી થઈ ગઈ હતી. કોઈ પણ કામથી એને ચેન જ નહોતું મળતું. જાણે કે કોઈ વાત, કોઈ કારણે એને આમ બનાવી દીધી હતી.

ખુદમાં આવેલા આ ચેન્જ થી એ ખુદ પણ તો અણજાણ નહોતી! આથી જ તો આજે કૉલેજથી સીધી જ આં ગાર્ડનમાં આવી ગઈ હતી. એને રીલેક્સ થવું હતું.

એક બાંકળા પર બેગ બાજુમાં મૂકીને એ બેસી ગઈ.

આટલા દિવસોમાં બધ પર કરેલ ગુસ્સો એને કોઈ ફિલ્મ ની જેમ યાદ આવી રહ્યો હતો. છેલ્લે એક નામ એના મનમાં આવ્યું - "મહેન્દ્ર!" મનમાંથી ક્યારે એના હોઠ પર પણ આ નામ આવી ગયું એને ખુદ પણ ભાન ના રહ્યું. એને એના હાથથી માથાને પકડી રાખ્યું હતું.

કેટલો મસ્ત હતો એ છોકરો... મહેન્દ્ર... પહેલાં જ દિવસે બંનેની દોસ્તી થઈ ગઈ હતી. એ પછી તો જેટલા પણ દોસ્તો મળ્યા મહેન્દ્ર જેવી દોસ્તી નીતિ કોઈની પણ સાથે કરી જ નહોતી શકી!

"મહેન્દ્ર મારે તને કંઇક કહેવું છે..." કોલેજ કેમ્પસમાં એકવાર નીતીએ હિંમત કરીને કહેલું.

"હા... બોલ ને!" મહેન્દ્ર એ ઉત્સાહિત થતા કહેલું.

"એટલે વાત એમ છે કે... કે હું તને..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ લેક્ચર શુરૂ થવાનો સમય થઈ ગયો હતો! બંને ના ફ્રેન્ડ એ બંનેને જુદા કર્યાં અને ક્લાસમાં લઈ ગયા.

એટલો અફસોસ નીતિને આ પહેલાં ક્યારેય નહોતો થયો. એ બધું જ યાદ કરી રહી હતી.

"તું મને કઈક કહેતી હતી... લેક્ચર પછી બંને કોલેજની કેન્ટીન માં એકમેક ની સામે હતા.

"કઈ નહિ કહેવું..." નીતિ એ સાવ ઉદાસીથી કહેલું.

"મહેન્દ્ર... આઇ એમ ઈન લવ!" નીતિ એ કહ્યું તો મહેન્દ્ર જાણે કે એક હળવો ઝાટકો જ લાગ્યો.

"કોની સાથે?!" મહેન્દ્ર ના સવાલનો જવાબ નીતિ એ આપ્યો - "પણ એ મને લવ કરે છે કે નહિ એ જ નહિ ખબર!"

"હા... તો પ્રપોઝ કરી દે ને... એમ પણ તને તો કોઈ ના પાડી જ ના શકે!" થોડી ઉદાસીનતા સાથે મહેન્દ્ર એ કહેલું.

"શું મતલબ! ઈવન મને તો બહુ જ ડર લાગે છે કે એ મને હા કહેશે પણ કે નહિ કહે!" નીતિ એ સચ્ચાઈ જણાવી.

"અરે તું કેટલી મસ્ત છું... તને તો કોઈ ના પાડી જ ના શકે!" ટેબલ પર રહેલા નીતિના હાથ પર મહેન્દ્ર એ હાથ મૂકી દીધો.

"ઓહ... જો હું એટલી જ ખૂબસૂરત હોત તો એ વ્યક્તિ એ મને ક્યારનું પ્રપોઝ કરી પણ દીધું હોત!" નીતિ એ કટાક્ષમાં કીધું.

"અરે, બધા ની સ્થિતિ એક જેવી થોડી હોય છે... એની ચોક્કસ કોઈ મજબૂરી હશે... એટલે જ એ પ્રપોઝ નહિ કરતો..." મહેન્દ્ર જાણે જે ખુદ નો જ પક્ષ લઈ રહ્યો હતો.

"કોઈ જ મજબૂરી નહિ... એકચૂઅલી તો હું એટલી ખરાબ છું ને કે કોઈ ને પસંદ આવું જ નહિ!" હળવા ગુસ્સા સાથે નીતિ એ કહ્યું તો મહેન્દ્રાથી ના જ રહેવાયું.

"જો તું બહુ જ મસ્ત છું... ઑક્કે!" મહેન્દ્ર એ કહ્યું.

"નથી!" નીતિ એ કહ્યું.

"એ વ્યક્તિ નું નામ શું છે?!" મહેન્દ્ર એ પૂછ્યું.

"કોઈ જ નહિ... હું કોઈને પણ નહિ લવ કરતી... કેમ કે કોઈ મને લવ ના કરી શકે... હું બહુ જ ખરાબ લાગુ છું!" નીતિ એ કહ્યું તો મહેન્દ્ર સમજી ગયો હતો કે હવે તો નીતિ ને ખબર પડવા લાગી છે કે પોતે પણ એને લવ કરે છે!

"જો તું બહુ જ બ્યુટીફુલ છું..." મહેન્દ્ર એ કહ્યું તો પણ નીતિ તો બોલ્યા જ કરતી હતી - "હું બહુ જ ખરાબ છું... મને કોઈ જ લવ નહિ કરતું... હું તો..." એ આગળ બોલે એ પહેલાં જ મહેન્દ્ર એ એના હોઠ પર એની આંગળી મૂકી દીધી હતી.

નીતિ જેવી જ શાંત થઈ કે મહેન્દ્ર એ આંખો બંધ કરી બહુ જ હિંમત કરીને કહી જ દીધું - "આઇ લવ યુ! આઇ લવ યુ, નીતિ!"

"આઇ લવ યુ..." આ ત્રણ શબ્દે નીતિ ને વર્તમાનકાળમાં લાવી દીધી હતી. જો ખરેખર જ એ મને પ્યાર કરતો હતો તો કેમ મને આમ કહ્યા વિના જ અચાનક ચાલ્યો ગયો!

આવતા અંકે ફિનિશ...

ભાગ 2(કલાઈમેકસ - અંતિમ ભાગ)માં જોશો: "આ લેટર તમારી માટે..." રોઝ વેચવા વાળા એ એક કાગળ નીતિને આપ્યો તો એ ચોંકી ગઈ.

આ જ ગાર્ડનમાં એક વાર પોતે મહેન્દ્ર સાથે આવી હતી ત્યારે આ રોઝવાળા પાસેથી જ એક રોઝ લઈને મહેન્દ્ર એ નીતિ ને આપ્યું હતું.

"માય સ્વીટ હાર્ટ નીતિ... સોરી યાર આમ અચાનક જ મારે જવુ પડ્યું, પણ તારા બધા જ સવાલના જવાબ હું આ લેટર માં કહીશ..." લેટર નો પહેલો ફકરો વાંચ્યો કે તુરંત જ કોઈ વીજળીનો કરંટ જાણે કે નીતિ ની આરપાર થઈ ગયો!

નીતિ એ કાગળને ગળે લીપટાઇ દીધું અને ચારેબાજુ ફરવા લાગી. જાણે કે એની જિંદગી જ પાછી આવી ગઈ હોય એમ એને આજે લાગી રહ્યું હતું.