An untoward incident Annya - 24 books and stories free download online pdf in Gujarati

An untoward incident અનન્યા - ૨૪

આગળના ભાગમાં અનન્યા અમિતના શરીરમાં પ્રવેશે છે, તેણે ઝંખનાની શક્તિથી ન્યાય જોઈતો હતો. સોહમ ગુસ્સે થઈ તેને દેવસ્થાન પાસે લઈ જવાની કોશિશ કરી ત્યારે, ગુંજનને જોઈને તેના શરીરમાં પ્રવેશ કર્યો, અમિતના બેહોશ થવાથી બંનેનું ધ્યાન અમિત પર હતુ, માટે તેઓને ગુંજન દેખાય નહિ, ઝંખના સુરક્ષા કવચથી તેનો રૂમ સુરક્ષિત કર્યો, અડધી રાત્રે ત્રણેયને એક જેવું સપનું આવે છે, એ જ રાત્રે ગુંજન સુરક્ષા કવચ દૂર કરે છે, જ્યારે અમિત ગુંજનના રૂમમાં જાય છે, ત્યારે તેનું વર્તન વિચિત્ર લાગે છે, ગુસ્સામાં અવાજ બદલીને ગુંજન તેને હાથનો દોરો છોડી નાખવા કહે , હવે આગળ..


******


કયા મોડ પર લઈ જશે આ રાહની મંજિલ,
કે પછી અધવચ્ચે ભુલભૂલૈયમાં અટવાશે રાહી.!
જિંદગીની અનજાની સફરમાં અજાણી મંજિલ,
કે પછી દસ્તક દઈને સફરનો સાથી બનશે રાહી.!


અમિત બોલ્યો: સારું, "વ્યક્તિત્વ ધરાવતા લોકો બીજાને નુકશાન નથી પહોંચાડતા.." બીજાની તકલીફને પોતાની માને છે.. હું તને ઓળખી ગયો છું.. અનન્યા, "તું ગુંજનને શા માટે હેરાન કરે છે.!?" "એણે તારું શું બગાડ્યું છે.!?" (હું તને મદદ કરવા તૈયાર છું.. તું ગુંજન ને આઝાદ કરી દે.. હું તારું દુઃખ સમજુ છુ..) "તારી સાથે શું થયું.!?" એ જાણવાની મને પણ ઘણી આતુરતા છે..


અનન્યા બોલી: તારી મોમ, "તને મારી મદદ નહિ કરવા દેશે.!" મારી પાસે આ એક જ રસ્તો છે.. દુનિયા સીધી રીતે કોઈ દિવસ માનતી નથી.! એણે મનાવવા રીત બદલવી જ પડે છે.. તે ઉગ્ર બનતા બોલી..


તું કહેશે એમ હું એમ જ કરીશ, "તું ગુંજનને છોડી દે.. તે નિર્દોષ છે. મારી બેનને હું દુઃખી નહિ જોઈ શકું..


તારી બેનને તુ દુઃખી નથી જોઈ શકતો, તો હું પણ તો કોઈની બહેન છું..


પણ અમે તારું શું બગાડ્યું છે.!? અમને જ શા માટે હેરાન કરે છે.!?


તમારા સિવાય મને કોઈ બીજું જોઈ શક્તું નથી, અને સાંભળી શક્તું નથી.. માટે મદદ જોઈએ.. મને પ્રોમિસ કર, કે તું મને મદદ કરશે.. તો જ હું અહીંથી જઈશ..


હા, હું પ્રોમિસ કરું છું.. હું તારી મદદ કરીશ.. પણ જ્યારે હું કૉલેજથી ઘરે આવું પછી જ તને મળીશ.. તું અત્યારે અહીંથી જા.. મોમ આવશે, "તો તને બંધનમાં બાંધી દેશે.." તું અહીંથી જા..


હવાની ઠંડી લહેરની જેમ, તે તેના શરીર માંથી બહાર આવી.. તારું પ્રોમિસ યાદ રાખજે.. અને ભુલ્યો તો..!!


આ સાથે ગુંજન ઢળી પડી.. અમિતે જોયું, "તો તેનું શરીર તાવમાં તપી રહ્યું હતું.. તેથી મોમને બૂમ પાડી.."


ઝંખનાને રૂમમાં એન્ટર થતાં જ ખબર પડી ગઈ, કે અનન્યા હજુ પણ ઘરમાં જ છે.. અમિતને જાણ ન થાય, માટે તે અજાણ રહે છે..


"ગુંજનને શું થયુ.!?"


તાવ લાગે છે.. બાકી, "તમે તો સમજદાર જ છો.!!"


"તું શું કહેવા માંગે છે.!?"


કંઈ પણ તો નહિ.. મારાથી તમને કંઈ કહેવાય.. મોમ..


જે પારકા છે.. તેના માટે થઈ.. "તું તારા મોમ ડેડની સામે થાય છે..!?" આ રાહ પરથી હું પસાર થઈ ગઈ છું, "આ રાહ પર દુઃખ અને તકલીફો સિવાય કંઈ જ નથી.."


કોઈને મદદ કરવાથી દુઃખ મળે, તો દુઃખ પણ સુખ બરાબર છે.. કેટલી આશાએ તે આપણી પાસે મદદ માગવા આવી હશે.! જે મરીને પણ મરી નથી, "તેની અંતરઆત્મા અંદરથી કેટલી પીડાતી હશે.!" અને મોમ, આપણે કેટલા સ્વાર્થી છીએ નહિ.. "આપણે હંમેશા આપણું જ વિચારીએ છીએ.."


સ્વાર્થી... હા, "અમે સ્વાર્થી છીએ.. કોઈ અજાણ્યાને મદદ કરવાની ભાવનાએ, "તારી મોંમે પ્રેગનેસીનો પણ વિચાર કર્યો નહતો.." આત્માને મદદ કરવા માટે અમે અમારી પહેલી સંતાન ગુમાવી ચૂક્યા છીએ.. (મીસ્ટર અમિત..), તમે આ નહિ સમજી શકશો, મીસ્ટર. અમિત.. આ સોહમ ખુબ જ સ્વાર્થી છે, વાત જયારે તેના પરિવારની આવે ત્યારે.. અને હા, "આ ટોપિક પર હવે પછી મારે કોઈ ચર્ચા જોઈએ નહિ.." આ પ્રકરણને અહીં જ પૂરું કરો.. આ જ મારો હુકમ છે..


ડેડ, "મારી વાત સાંભળો..."


ઝંખના, "તું ગુંજનને દવાખાને લઈ જા.. અને સારું થાય, એટલે તરત જ તેને અહીંથી બરોડા જવા કહી દેજે. આ મારો આદેશ છે.. સમજ્યા.. આજે રજા લઈ લેજે, અત્યારે નોકરી કરતા આ જરૂરી છે.."


ડેડ, ડેડ..


આઈ એમ નોટ યોર ડેડ, આઈ એમ ઓનલી મિસ્ટર. સોહમ ફોર યુ.. એન્ડ આઈ એમ વેરી સેલ્ફિશ મેન.. ઓકે.. ગુસ્સે થઈ મોઢું ફેરવી તે બોલ્યો..


બટ, ડેડ..


મોમ, "ડેડ આવું શા માટે કરે છે.!?" તેઓ કેમ સમજતા નથી .!? તેમણે સમજવું જ પડશે.. હું તેમને મનાવી ને જ રહીશ..


તુ આ ચેપ્તર અહીં જ પૂરું કર.. હું તને કોઈ મદદ નહિ કરી શકું.. દીકરા તું સમજવાની કોશિશ કર.. અમે આ નિર્ણય પણ તારા માટે જ લીધો છે.. બોલતાં બોલતાં ઝંખનાની આંખોમાં પાણી આવ્યા.., દીકરા તું તારી ડિગ્રી મેળવી લે.. એ જ અમારી ઈચ્છા છે.. તું તારા ભણતર પર તો ધ્યાન આપ.. હું નથી ઈચ્છતી કે મારા જેવી તકલીફ તને પડે.! તુ મારી કસમ ખા કે આ બધાથી તુ દૂર જ રહેશેે.!


ના, "મોમ તમે કસમ નહિ આપો..! સાચું છુપાવવા કસમ ખવાય.. અને મારાથી ખોટુ બોલાશે નહિ, પણ તમને દુઃખ થાય, હું એવું કરીશ નહિ.. મને કોલેજ જવાનું મોડું થઈ રહ્યું છે. હું જાવ છું.. તમે તમારો ખ્યાલ રાખજો.. એમ કહી તે કોલેજ જવા નીકળ્યો.."


રસ્તામાં ધૂળની ડમરીઓ ઉડી.. તેનાથી અમિતની બાઈક આગળ વધી શકી નહિ.. તેને આંખે ઝાંખપ આવી, એક ઉજાસ પથરાયો. આથી તેની બાઈકની દિશા બદલાય.. એક ભ્રમણા સાથે તે કોલેજની વિરુદ્ધ દિશા તરફ બાઈક લઈ આગળ વધતો ગયો. જોયું તો આગળ એક ખેતર હતું.. દિશા વિહોણો અમિત ગૂગલ મેપ યુઝ કર્યું.. કોલેજની વિરુદ્ધ દિશા તરફ કેવી રીતે પહોચ્યો..!? "આટલા વર્ષોથી અવર જવર કરતો અમિત આજે સીધા રસ્તે અટવાયો.." હવે, રસ્તો ભુલ્યો, કે સીધો પોતાની મંજિલને પામશે, "એ તો ઈશ્વર જ જાણે.!!"


ત્યાંથી બાઈક રિવર્સ કરવા જાય છે,"પણ આ શું.!?" ફરીથી ધૂળની ડમરી ઉઠી.. ફરીથી તેની દિશા બદલાય.. પણ વખતે તેનું બાઈક એ દિશા તરફ જઈ રહ્યું હતું, "જ્યાંથી આ સમસ્યાનું નિવારણ થઈ શકે..!" તેની મોમના બાંધેલા કવચને કારણે તેને કોઈ જાતની બીક હતી નહિ.. આમેય, ઝંખનાની શક્તિ તેનું રક્ષણ કરી રહી હતી..


હવે તો મોબાઈલમાં નેટ વર્ક પણ હતું નહિ, કે તે ગૂગલ મેપ પર રસ્તો શોધી શકે.!! ફ્કત ધૂળની ડમરી ઉઠે, ને બાઈક તેની વિરુદ્ધ દિશા તરફ આગળ વધે.!! તે તો પહોંચી ગયો ગુરુ ટેકરી, ગુરુજીના આશ્રમે.. સુંદર, શાંત, મનોહર વાતાવરણ, સાથે ઘંટનો રણકાર... પક્ષીઓનો કલરવ અને શિવજીનું મંદિર.. મંદિરની બહાર મૂકેલો કળશ ભરી તે શિવજીને અભિષેક કરવા ગયો.. જળ ચઢાવતાં તે શિવ તાંડવ સ્તોત્ર ગાવા લાગ્યો..


અચાનક, ત્યાં આવી પહોંચેલા સાધુએ કહ્યું: "કોણ છે.!?" તુ અહીં શા માટે આવ્યો છે.! મારી આજ્ઞા વિના અહી કોઈ જ આવી શકે નહિ..


મહારાજ, "આટલુ ઘમંડ શું કામ કરો છો.!?" અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી.. જળ અભિષેક માટે તમારી મંજૂરીની શી જરૂર મને..!?


છોકરા, "તારી જીભડી તો ઘણી લાંબી છે..! મારી સામે આ રીતે બોલવાની હિંમત હજુ સુધી કોઈએ કરી નથી..!"


કદાચ એ લોકો ભગવાનથી નહિ, પણ તમારાથી ડરતા હશે..!!


મૂર્ખ..! અવિવેકી, છોકરા સામે થાય છે.. હુ તો તારા શિવ તાંડવના ખેંચાણને કારણે હું અહીં આવ્યો છુ..


તો શાંતિથી દર્શન કરો.. બીજાને પણ કરવા દો..


"તુ જાણે છે, હું કોણ છુ.!?"


મારી જેમ રસ્તો ભટકેલ મુસાફર..


મુસાફર તો છુ જ, પણ "તું કોણ છે.!?" અને "ક્યાંથી આવ્યો છે.!?"


અરે, મહારાજ શ્રી, તમે તમારું કરો.. અને મને ભગવાનના દર્શન કરવા દો..


સારું, તું દર્શન કરી , મારી સાથે વાત કરજે.. હું સામે ઝૂંપડીમાં રહું છું..


શું ફરીથી તું શિવ તાંડવ ગાશે..!! મારે સાંભળવું છે.!


અને તેને ગાવાનું શરૂ કર્યું.. સાધુએ પણ તેની સાથે ગાઈ રહ્યા હતા.. એક ભક્તિમય વાતાવરણ બની ગયું..


સાધુ ઉંમરમાં મોટા હતા, એટલે તે સાધુને પગે લાગ્યો.. સાધુનો ગુસ્સો પણ ઉતરી ગયો.. અને કહ્યું , આ કવચ તને આપું છું, ભગવાન તારી સાથે રહે.. અને તારી પાસે આવનાર, દરેક સમસ્યાનું નિવારણ થશે.!!


માફ કરજો મહારાજ, જરા ગુસ્સામાં આવીને બોલી જવાયુ,
આ કંઈ જગ્યા છે.! ? તમે મારી સાથે એક સેલ્ફી લેશો..


તેઓ હસ્યા.. લઈ લે. "ભક્તિની શક્તિથી દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે..! એક ઈશ્વર પર ભરોસો જ અસંભવને સંભવ કરે છે.. જા ઈશ્વર તારી સહાયતા કરશે.!" તારી બેનને આ કવચ બાંધી દેજે..


"પણ, તમે કોણ છો.!??" મારી બેન વિશે તમને કેવી રીતે ખબર..!


(ક્રમશ:)


આ સાધુ કોણ .!?
તેમણે અમિતને શા કારણે દોરો બાંધ્યો. !?
અમિત કંઈ જગ્યાએ હશે .!?


દર મંગળવારે માતૃભારતી પર An untoward incident (અનન્યા) સ્વસ્થ્ય રહો.. મસ્ત રહો.. વાંચતા રહો.. ઘરમાં રહો.. સુરક્ષિત રહો..આપના પ્રતિભાવ આપતા રહો..

🙏જય શ્રી કૃષ્ણ 🙏
🌺🌺રાધે રાધે🌺🌺