31 Decemberni te raat - 15 books and stories free download online pdf in Gujarati

31 ડિસેમ્બરની તે રાત - 15

કેશવ રાહુલને ફોટો બતાવી રહ્યો હતો ત્યાંજ તેના ફોનની રીંગ વાગી અને સ્ક્રીન ઉપર નામ આવ્યું ત્રિશા.

રાહુલ : ચલો ....કરી લો વાત...

એટલું કહી રાહુલ પોતાના બેગમાંથી પોતાનો જરૂરી સામાન નીકાળવા લાગ્યો અને કેશવ ત્યાંજ બારી આગળ ઉભો રહી વાત કરવા લાગ્યો.

ત્યાંજ તેમના રૂમનાં દરવાજાની બેલ વાગી. રાહુલે દરવાજો ખોલ્યો અને બહાર ઊભી હતી જેસિકા.

જેસિકા : અરે.... અહીંયા ફોન ચાર્જ કરવા માટે પોઇન્ટ ચાલે છે? અમારા રૂમમાં નથી ચાલતા.

"એક મિનિટ અમે પણ ચેક નથી કર્યું " રાહુલે જેસિકાનો ફોન લઈ ચેક કર્યું અને ફોન ચાર્જ થવા લાગ્યો.

ત્યાર બાદ કેશવને કોઈની સાથે વાત કરતા જોઈ જેસિકાએ ઇશારાથી રાહુલને પૂછ્યું કે કોની સાથે વાત કરે છે અને રાહુલે પણ ઇશારાથી જવાબ આપ્યો.

ત્યારબાદ જેસિકા ત્યાંથી જતી રહી અને કેશવની વાત પણ પૂરી થઈ ગઈ હતી.

"શું કહેતી હતી જેસિકા?"

"જસ્ટ ફોન ચાર્જ કરવા આવી હતી." રાહુલે જેસિકાના ફોન તરફ હાથ લાંબો કરતા કહ્યું.
***********************

લગભગ સાંજના છ વાગવા આવ્યા હતા અને બધાએ નક્કી કર્યું કે મોલ રોડ ફરીએ અને કંઇક ખરીદી કરીએ. બધા ફટાફટ રેડી થઈ તેમની હોટેલથી
નજીક જ માર્કેટ હતું તેના માટે બધા હોટેલથી નીકળી ગયા.

વાતાવરણ એકદમ ઠંડુ અને અમુક જગ્યાએ બરફથી છવાયેલા હતું. તેઓ આકાશ પર ચાલતા હોય તેવું તેમને લાગતું.

ચારે બાજુ પર્યટકો, પ્રકૃતિપ્રેમીઓ અને શહેરીજનો નજર આવી રહ્યા હતા.

દરેક લોકો પોતપોતાની મનપસંદ વસ્તુઓ ખરીદી રહ્યા હતા , જૉનનું પહેલાંની જેમજ ફોટો સેશન ચાલી રહ્યું હતું.

"હેય... ઋત્વી આ ઝૂમખા કેવા છે?" જેસિકાએ બે ઝુમખા કાને રાખી ઋત્વીને પૂછતા કહ્યું.

"સારા છે બટ કલર બીજો લે... અંકલ ઈસમે કોઈ ઓર કલર્સ દિખાઈએ ના"

બંને જણા દુકાનદારની જોડે લમણા લેવા લાગ્યા જેમ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ.😂

અંધારું હતું તેથી કોઈએ ખાસ કોઈ શોપિંગ નહતી કરી. તેમણે બીજા દિવસે જોવાલાયક સ્થળો જોઈ અલગ અલગ જગ્યાએથી ખરીદી કરવાનું નક્કી કર્યું.

લગભગ સાત વાગ્યાની આસપાસ તેઓ ત્યાંનો પ્રખ્યાત નાસ્તો માણી રહ્યા હતા.

મોનિકા મેડમ: કેશવ ક્યાં છે? હમણાં તો અહીંયા હતો.

જ્યારથી મોનિકા મેડમે કેશવની પોલીસ કંપ્લેઈન કરવાની વાત સાંભળી હતી ત્યારથી તેઓ કેશવ પર નજર રાખી રહ્યા હતા.

રાહુલે કેશવને ફોન લગાવ્યો પરંતુ તેની કોઈની સાથે વાત ચાલી રહી હતી.

"આવશે...અહીંયા ક્યાંક જ ગયો હશે."નીરજે નાસ્તો કરતા કરતા કહ્યું.

લગભગ અડધા કલાક બાદ સામેથી કેશવ આવી રહ્યો હતો.

હસમુખ સર : ક્યાં ભાઈ ક્યાં ગાયબ થઈ ગયો હતો? કોઈકને કહીને તો જવું તું.

" સોરી સર જસ્ટ ઘરેથી મમ્મીનો ફોન હતો અહીંયા નેટવર્ક નહતું આવતું એટલે અહીંયા આગળ જ વાત કરવા ગયો હતો." કેશવે જવાબ આપતા કહ્યું.

બધાએ નાસ્તો કરી લીધો હતો અને કેશવે પેક કરાવી લીધો. જમવાની હવે ખાસી વાર હતી.

બધા હળવી વોકિંગ અને આજુબાજુનો નજારો જોતા જોતા તેમની ઓશિયન હોટેલ તરફ જઈ રહ્યા હતા.

************************

"જેસિકા...!જેસિકા...!લે તારા ઘરેથી ફોન છે." ઋત્વીએ જેસિકાને બૂમ પડતા કહ્યું.

નીરજ : તું ફોન નથી લાવી?

જેસિકા : અરે...નાં ફોનની બેટરી ડાઉન થઈ ગઈ હતી તો હોટેલમાં જ ચાર્જ થવા મૂકીને આવી છું.

તેઓ હોટેલ પહોંચી ગયા હતા અને અમુક પોતાના રૂમમાં ફ્રેશ થવા ગયા અને અમુક હોટેલની અંદરજ ગેમ ઝોન , થીએટર તેમજ બાર ઘણું બધું હતું ત્યાંજ પોત પોતાની મનગમતી જગ્યાએ જઈ મજા માણવા લાગ્યા.

કેશવ , રાહુલ , ઋત્વી , નીરજ અને જેસિકા બારમાં બેઠા અને સોફ્ટ ડ્રીંક અથવા બિયર પીવાનું નક્કી કર્યું.

"એક મિનિટ હું મારો ફોન લઈને આવું...! રાહુલ તમારા રૂમની ચાવી?" જેસિકાએ રાહુલના રૂમની ચાવી માંગી કારણકે તેનો ફોન રાહુલ અને કેશવના રૂમમાં ચાર્જ થઈ રહ્યો હતો.

રાહુલે પાંચેય જણા માટે બિયરનો ઓર્ડર આપ્યો.

"હું એક મિનિટ આવ્યો "રાહુલ ટોઇલેટ માટે વોશ રૂમમાં ગયો.

રાહુલ વોશ રૂમમાં પ્રવેશ્યો. સામાન્ય રીતે એક સારી અને મોટી હોટેલનું વોશ રૂમ મોટું અને ચોખ્ખું જ હોય છે. આખા વોશ રૂમમાં રાહુલ સિવાય કોઈ ન હતું.

તે ટોઇલેટ જઈ વોશ બેસિનમાં હાથ ધોઈ અને મોઢાં પર પાણીનો છંટકાવ કરી મોં ધોઈને જેવું કાંચ ઉપર જોયું ત્યાંજ તેને પાછળ એક યુવતી દેખાઈ જેણે એક લોહીયાળ પીળા કલરનો ડ્રેસ પહેર્યો હતો અને મોઢાં પર ચપ્પુ તેમજ અમુક બીજા ઘાવ દેખાઈ રહ્યા હતા અને એક આંખની કીકીમાં તેનું જ લોહી પ્રસરી ગયું હતું.

રાહુલે આ નજારો જોતાજ પાછું વળીને જોયું ત્યાંજ વોશ રૂમની લાઈટ એક સેકંડ માટે બંધ થઈને ચાલુ થઈ ગઈ અને તે યુવતી ત્યાંથી ગાયબ થઈ ગઈ.

રાહુલનો શ્વાસ અચાનકથી ચઢવા લાગ્યો અને હૃદયના ધબકારા એકાએક વધવા લાગ્યા. તેણે પોતાને શાંત કર્યો અને પોતાને વિશ્વાસ અપાવ્યો કે આ માત્ર ભ્રમ હતો.

તે ફટાફટ મોં લૂછી સામાન્ય થઈ બહાર નીકળ્યો.

(ક્રમશ:)

- Urvil Gor