Old School Girl - 5 books and stories free download online pdf in Gujarati

Old School Girl - 5

ધન્યવાદ તમામ મીત્રોનો જેમણે આ કૃતીને આટલો સારો પ્રતીસાદ આપ્યો એ પણ આટલા ટુંક સમયમાં.



**********


આપણને બાળપણમા સંસારની એટલી બધી શું ખબર હોય? બસ નવા કપડા અને ઉપરથી કોઈ પ્રસંગ હોય એટલે મજા રહેતી. આ બધા વચ્ચે અંકિત જરીક પણ ખુશ ન હતો, એ હવે સુનમુન રહેવા લાગ્યો હતો. કદાચ આ લગ્ન તેને પસંદ ન હતા. નિશાળમાં શિક્ષકોને આ વાતની ખબર પડી કે, અંકિતના બાળવિવાહની યોજના છે, એટલે તેઓ ઘરે આવ્યા. તેમણે અંકિતના પિતાને ખુબ સમજાયા પણ જે લોકો રૂઢીયોમાં માનતા હોય છે તેમના વિચારોને બદલવા એટલે નેવાના પાણીને મોભ પર ચડાવવા કહેવાય. તેમણે શિક્ષકોને મન ફાવે તેમ બોલી ભગાડી મુક્યા.


અંકિત, હું અને પારુલ એક જ સમાજના પણ વર્ષા અલગ સમાજની હતી. અંકિતના લગ્નનું તેને આમત્રંણ અપાયું ન હતું. આ મારા જીવનનો પહેલો પ્રસંગ હતો જેમા આટલું બધુ ઉંડાણમાં નાતજાતનો ભેદભાવ સમજાયો. આમ તો આ પહેલા પણ આવા અનુભવ આપણને થતા જ રહેતા હોય છે. અમને કોઈ દિવસ વર્ષાના મહોલ્લામા જવા દેવામા ન આવતા. કારણ, એ લોકો નીચા વર્ણના હતા, અને જો ક્યારેક જઈ ચડીયે તો અમારે અછૂત માંથી છૂત તો થવું જ રહ્યું.

અંકિતના લગ્ન થવાના હતા એથી અમે તો બહું ખુશ હતા. કારણ બીજુ કંઈ નહી પણ શહેરમાં જઈને પપ્પા નવા કપડા લઈ આપવાના હતા. બાળપણમાં નાની ખુશીયો માટે કારણ ગોતવા પડતા જ નથી, સામાન્યથી પણ મામુલી વાતોમાં ખુશીયો છુપાયેલી હોય છે. એક ચણાના પાદવાના જૅક્સથી લઈને મિત્રની ખુલ્લી રહી ગયેલ ચેઈન પણ પેટમાં દુ:ખાય તેટલું હસાવી શકતી. અમારા ઘરમા અમે ત્રણ ભાઇઓ અને એક નાની બહેન હતા, એક ભાઈ મારાથી મોટા અને એક નાનો, તો સૌથી નાની બહેન. મેં પહેલાજ કીધુ હતું તેમ મારે કોઈ બહેન ન હતી. હા, બહેન ન હતી તેનો મતલબ એ હતો કે તે પાંચ વર્ષની હતી ત્યારે આંગણામાં રમતી હતી, અચાનક વિજળી પડતા તે ત્યાંની ત્યાં જ બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં મારી માતા પણ જઘ્મી થઈ ગયા હતા અને બળી જવાની નીશાની કાયમને માટે તેમની સાથે રહી ગઈ. ઘણો લાંબો સમય મારી માતા બહેનની યાદમાં ઝુરતી રહી અને એમાંજ બીમારીયોએ પોતાનો કાયમી વસવાટ માતાના શરીરમાં કરી નાખ્યો. પહેલા ન્યુમીનાયા ત્યાર બાદ ટી.બી થઈ ગયો. તેમાંથી સાજા થતા બહુ સમય લાગ્યો. જ્યારે તેમાંથી બેઠા થયા તો પેટમાં દુ:ખાવાની અવાર નવાર ફરીયાદ રહેતી. શહેરમાં મોટા ડૉક્ટર જોડે ચેક અપ કરાવ્યું તો પેટમાં મોટી ગાંઠ હતી જેનાથી તેમની કીડની પર પણ અસર થઈ ગઈ હતી. ઍપરેશનથી સારા તો થઈ ગયા પણ તેઓ ક્યારેય પુર્ણ સ્વસ્થ ન થયા. તબીયત પહેલેથી બહુ સારી ન હતી રહેતી અને હવે આ બધી બિમારીયોને કારણે આવા બધા પ્રસંગોમા એ બહું ઓછી જ આવતી.

નાનકડા એવા અંકિત વરરાજાના કપડા સીવાઈને આવી ગયા. એ આછા ગુલાબી રંગની શેરવાનીમાં રાજકુમાર જેવો લાગતો હતો. તેના મુખ પર કોઈ જાતની ખુશી ન હતી, તે પહેલેથી શરમાળ સ્વભાવનો હતો. તેને એક બે વાર પુછ્યું પણ એ કઈ થયુ નથી એમ કહીને વાતનો અંત લાવી દેતો. અંકિત પરણવા ગયો ત્યારે નાના વરવધુને જોવા લોકોની તો ભીડ જામી ગઈ હતી.



વર્ષ આમને આમ જ પુરું થઈ ગયું, અમારી ફાઈનલ એકઝામનું પરીણામ આવી ગયું હતું. વર્ષા માંડ માંડ પાસ થયેલ પણ તેને એ વાતથી કોઈ ફર્ક પડતો ન હતો. મારો રૂમમાં બીજો નંબર આવેલ એટલે બધાને એમ કે અંકિત પ્રથમ હશે, પણ અંકિત તેના લગ્ન બાદ બહુ બદલાઈ ગયો હતો અને એ પણ માંડ પાસ થયેલ. આ બધા વચ્ચે પારૂલ બાજી મારી ગઈ હતી.

આમ અમારી પંચતત્વ દોસ્તી આગળ વધતી રહી. આ પંચતત્વમા; હું, અજય, અંકિત, પારુલ અને ગૌતમનો સમાવેશ થાય. વર્ષા તેમા એક નવું પન્નું ઉમેરાયેલ હતું.

સમય વિતતો રહ્યો અને અમારી દોસ્તી એક મજબુત તાતણે બંધાઈ ગઈ હતી. હવે અમે પ્રાથમીકની સફર ખેડીને માધ્યમીક શાળામાં આવી ગયા હતા. અમે બધાએ હવે શહેરમાં એડમીશન લઈ લીધું હતું. ખુબ જ ખુશ હતા, પણ ખબર ન હતી કે અંહિથી એક નવી દુનીયાની શરૂઆત થવાની હતી.

આ બધી જ પરીસ્થિતીની વચ્ચે સૌથી દુ:ખદ ઘટના એ હતી કે વર્ષા અમને બધાને છોડી તેની માસીને ત્યાં ભણવા જતી રહી. ખબર નહી પણ દિલ તુટતું હતું, આવું કઈ રીતે બને? એ અમને છોડીને કઈ રીતે જઈ શકે? પણ, એ જતી રહી હતી એ વાત સત્ય હતી.

અમારૂ ગામ શહેરથી ૨૦ કિમી દુર હતું એટલે સાઈકલથી જવાય તેમ શક્ય હતું જ નહી. ઉપરથી સવારની શાળા હતી એટલે અમે કરી પણ શું શકીયે? ગામમાં એ વખતે બહુ સાધન નહી, અને જે હતા તેમા ટ્રેક્ટર, સાઈકલ અને કોઈકની પાસે સ્કુટર, આમાંથી એક પણ અવર જવરનું સાધન નહી. સરકારી બસ ત્રણ વખત આવતી પણ બે મહીના પહેલા ભાડાની માથાકુટમાં બાજુવાળા ગામના લોકોએ કંડક્ટર અને ડ્રાઈવર એમ બન્નેને મારેલ એટલે એ પણ ઠપ હતું. ગામના ભલાકાકા જુનામાંથી એક છકડો લાવેલ તે શહેર સુધીના રસ્તામા આવતા પાંચ ગામના તારણહાર બન્યા હતા.

સફર તો શરૂ થઈ પણ સ્થાન જમાવવું સરળ ન હતું. જુના નિશાળીયા પોતાનો રોફ બતાવી સીટ પર બેસી જાય અને અમે બધા ઉભા ઉભા જ નિશાળે પહોચતા. કાકાને પણ ન કહેવાય નહીતો આગળ જઈને પેલાઓનો માર પડે. આ બધા વચ્ચે માંડ ૧૫ દિવસ થયા ત્યાં એક સારા સમચાર આવ્યા.
વર્ષા અમારી સાથે ભણવા પાછી આવતી રહી હતી. તેને તેની માસીને ત્યાં ફાવ્યું. અમારી મિત્રતાનો જ આ નશો હતો જે તેને પરત લાવ્યો હતો. સાથે ભણવું, રમવું અને ફરવું એ અમારી રોજની બાબત બની ગઈ. જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ અમારી આ મૈત્રી ગાઢ બની ગઈ. બાળપણની સફર ક્યારે પુરી થઈ ગઈ એ સમજાયું જ નહી. હવે અમે લોકો ૧૦મા ધોરણમા આવી ગયા હતા. અમારી જીંદગીની નવી અને પેચીદી સફરની શરૂઆત આ વર્ષથી જ થવાની હતી.

મારી અને વર્ષાની મૈત્રી, પારૂલની જીંદગીના ચડાવ, અંકિતની છુપી જીંદગી, અજયની ડામાડોળ લાઈફ અને ગોતમના રહસ્યો તથા અન્ય ઘટનાઓ જે ઘટવાની હતી જેનાથી અમે બધા અજાણ હતા.

શું આવશે વંળાક?