Shwet Ashwet - 4 in Gujarati Novel Episodes by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૪

શ્વેત, અશ્વેત - ૪

'શ્રુતિ!'

'શું?'

જોર જોરથી બરાડા પાડવાનું બંધ કર!' ક્રિયા મને વઢે છે.
'ઊંઘતા માણસને ના જગાડાય!'

'એ ઊંઘવા વાળી. ઊભીથા હવે, ઊંઘવા માટે ડે ઓફ લીધો છે?'

'હા નેતે.. -'

'એ બધુ છોડ. તને એક વાત કહું?'

'ના.'

'તો જો, મે તને વાત કરી હતી, મારા પેરેંટ્સના -'

'મેં ના પાડી!'

'ભલે. તો પણ સાંભળ. મારા પેરેન્ટ્સનું પોરબંદર વાળું ઘર યાદ છે?'

'પેલો ભૂત બંગલો?'

'હા. એમને હજી એ વેચ્યો નથી. આ વેકેશનમાં ત્યાં રેહવા જવું છે?'

'જો શ્રુતિ, સુસાઇડ કરવા તું જા. મારે નથી મરવું. હજી તો હું શાહરુખ ખાનને પણ નથી મળી.'

'માય ગોડ, તું સિરીયસલી ભૂતો માં બિલિવ કરે છે?'

'ના ભાઈ ના. પણ ખબર નઈ કેટલો જૂનો બંગલો હશે. પ્લેગ વખતે હોસ્પિટલ હતી. એની પેલા કોઈ અંગ્રેજ કોલેજની હોસ્ટેલ હતી. ખબર નઈ કેટલું જૂનું હશે. ત્યાં ઊભા રેતા માથા પર ભીતો પડશે!'

'તને તનુશ્રી યાદ છે?'

'હા હા - (ટીવી સિરિયલની સાસુની જેમ બોલે છે) - પેલી તનુશ્રીએ મારુ જીવન હરામ કરી નાખ્યું છે. ભૂત ઘરમાં ચાર રાત શું વિતાવી (આંખ પોળી કરે છે) - કોલેજના છોકરા તેની પાછળ જ પડી ગયા છે. શું છે? શું છે એનામાં જે મારામાં નથી? બતાવી દઇશ એને!'

'હા. બિલકુલ બતાવજેજ. પણ એના માટે પે'લા ત્યાં રેહવા જવું પડશે.'

'જરૂર જઈશું -'

'પણ સાંભળ મારી જોળે એક આઇડિયા છે. આપળે ઇન્સ્ટાગ્રામ પર 'ધ ભૂત ડિયારીસ' લખીશું.'

'એ શું?'

'રોજને રોજ જે આપળી જોડે થાય. ભૂતો જે આપણને દેખાય તેના કિસ્સા લખવાના.'

'અને પછી બધા તનુશ્રીને ભૂલી જશે. પેલી જાડી..'

'બસ, બસ -'

'તો ક્યારે જઈશું?'

'ત્રીજી તારીખે. ત્યાં સુધી સફાઇ કામ ચાલુ હશે.'

'આપણે છેને કાલે શોપિંગ પર જઈશું. અને હા, મૅચિંગ હેલમેટ લઈશું -'

'કઇ નઈ પડે તારા માંથે બાપ રે!'

'પત્યું, હવે હું ઉંઘું -'

'ના. હજી એક સરપ્રાઇસ તો બાકી છે.'

'શું?'

'તનિષ્ક.'

'તનિષ્ક?'

'હા. તનિષ્ક. એને હા પાડી દીધી.'

'ઓહ. માય. ગોડ. તનિષ્ક આપણી જોડે આવે છે. ભૂત બંગલામાં રેહવા. તું મજાક કરે છે? હા. ઓફ કોર્સ. એ કેમ આવે?'

'ફેમસ થવા. એને મારો આઇડિયા કઈક વધારેજ ગમી ગયો.'

'વોોોોોોોોટ? હવે કોઈ સરપ્રાઇસ આપીશને. તો હું. હાર્ટ અટૈકથી મરી જઈશ!' (પણ એ હસે છે)

'પણ હવે નઈ આપું.'

'હાઈશ. હવે ઉંઘું?'

'એ. કઇ ઊંઘવાનું નથી. ઊભી થા.'

'પણ કેમ?'

'તનિષ્કને મળવા જવાનું છે.'

'હાય, હાય. ક્યારે?'

'હાય, હાય. ત્રણ વાગે.'

'પણ કેમ?'

'ભૂત ડાઈરિસ ડિસકસ કરવા.'

'એમા હું ડિસકસ કરવું હોય?'

'એને તને મળવું છે.'

'સાચું?'

'ના. ઊભી થા હવે.'

'પણ ત્રણ વાગે મળવા જવાનું છે.'

'આમ. તારા કપડાં જો.'

'પેલી સફેદ છોકરિયો આવું પેરીને આવે તો હારું લાગે. અને હું પેરૂ તો લઘઘર વઘઘર?'

'હોવે. અવે ઊભી થા. જો મે કેટલા મસ્ત કપડાં પેર્યા છે?'

'યોર ફેવરિટ વ્હાઇટ ડ્રેસ. તનિષ્કને મળવા જવાનું છે કે એની જાન માં?'

'એની જાનમાં. હવે ઊભી થા ડોસી.'

'એય ડોસી કોને કહે છે. અભિતો મે જવાન હું.'

'જવાન હસીના બેન. ઊભા થાઓ.'

'પણ મળવાનું ક્યા છે?'

'કેફેટીરીયામાં.'

'બહાર નઈ?'

'પરમિશન નથી.'

'વેકેશનમા હેની પરમિશન? પેલા જાડિયા ડીન ડેનિયલને કે એનું અંગ્રેજી મૂકી બાર રખડવાદે.'

'ઓ મિસ રખડપટી. ઊભી થા હવે. વી'લ બી લેટ.'

'પેલા મને એ કે આ જાડિયાની ફોઇ -'

'ક્રિયા! ઊભી થાય છે..'

'ના મહાકાળી તમારો ગુસ્સો મારાથી સહન નઈ થાય. હું આવું છું ચલ.'

Rate & Review

Parash Dhulia

Parash Dhulia 5 months ago

Hema Patel

Hema Patel 5 months ago

Vijay

Vijay 9 months ago

Jagdish Patel

Jagdish Patel 9 months ago

Mukesh

Mukesh 12 months ago