Mountain Climbing in Narkanda - 2 books and stories free download online pdf in Gujarati

નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 2

બસ સ્ટેન્ડ સુધી નો સફર તમે વાંચ્યો છે . હવે આ પ્રકરણ મા દિલ્હી ને વાત કરવી છે .બસ સ્ટેન્ડ મા પહોચ્યા પછી એક સર નારકંન્ડા માટે ટિકિટ બુક કરાવા ગયા ટિકિટ મલી ગઈ બસ રાત્રે 11વાગે હતી . અમે થાકેલા હતા ફ્રેશ થાવનિ જરુર હતી . ત્યા ના કોઇ અધિકારી ને વાત કરી કે સામાન મુકવા ને ફ્રેશ થવા માટે જગ્યા આપે પણ એમની ના હતી . પછી અમારા સર ને ગુજરાત યુનિ. મા ફોન કર્યો ને ત્યાથી તેમને મોદી સર ના પી.એ. ને ફોન કર્યો .મોદી સર ના પી.ઍ. નો ફોન દિલ્હી ના સ્ટેન્ડ મા આવ્યો ને બ્લેક સફારી મા એક ભાઇ આવ્યો ને અમ્ને પુછ્યુ . ગુજરાત સે હો . બધા નો સામાન એક બાજુ મુકાવ્યો ને હાથ પગ ધોવા ને ફ્રેશ થવા માટે સ્ટેન્ડ ના સ્પેશ્યલ વોશ રૂમ આપ્યા. થોડી વાર પછી મુરલી મેડમ સિવાય બધા જ લોકો બહાર જમવા માટે ગયા. ત્યા નજીક ના ધાબા પર જમવાનું લઈ ને દિલ્હી ફરવા જવાનુ હતુ . સૌથી પહેલા અમે નજીક ના મેટ્રો સ્ટેન્ડ પર ગયા ત્યાથી ટોકન લઈ ને મેટ્રો સ્ટેશન ગયા . લગભગ બધા ને પહેલી વાર મેટ્રો નો અનુભવ થવાનો હતો . ત્યા ની સ્વચ્છતા બહુજ સુંદર હતી . અમે મેટ્રો મા બેસ્યા પહેલા અમે ચાંદની ચોક ગયા ત્યાનુ બજાર જોયુ . બજાર ખુબ મજાનું હતુ હતુ પણ અમારા માટે નવા શહેર મા અજાણ્યા લોકો ને આમા ય બીક કે ખીસા કોઇ કાપી ના જય પાછો વસ્તુ નો ભાવ પુછો ને ભાવતાલ કરવો તો વસ્તુ લેવી જ પડે. હુ ત્યાની ગીચ વસ્તિ મા વારે ગડીયે મારુ વોલેટ ચેક કરતો હતો . છેતરાઇ જવાના બીક અને ત્યાના લોકો ની વાત કરવાની રીત થી ત્યાથી કઈ વસ્તુ ખરીદી નહી . પણ બહુ લોન્ગ ટાઇમ ત્યા સ્પેન્ડ કર્યા પછી અમે લાલ કિલ્લા બાજુ ગયા .ત્યા થોડા ફોટોગ્રાફ પડ્યા . બહુજ અદ્ભુત ઇમારત નુ નિર્માણ કરાવ્યુ છે મુઘલો ઍ .ત્યા ફરતા ફરતા અમારા ગ્રુપ ના થોડા લોકો થી હુ પરિચિત થયો . જેમા આકાશ મારી માટે નવો હતો . પણ સૌથી વધુ મજા એની સાથે આવી . ગુજરાત થી સાથે બેસીને ટ્રેન મા ગયેલા ને દિલ્હી ના લાલ કિલ્લા મા અમારી દોસ્તી થઇ . ડોક્ટર કહી ને બોલવાનો શરૂ કર્યો ને પાછો એના માટે દિલ્હી નવુ ન હતુ થોડા સમય પહેલા જ એ ત્યા ફરી આવ્યો હતો . કૃતિ બહુજ શાંત હતી પણ ધીમે ધીમે એ પણ ગ્રુપ મા સેટ થતી હતી . લાલ કિલ્લા ના બજાર મા ફર્યા પછી ને ત્યાના ગાઇડ જોડે તેનો ઇતિહાસ જાણ્યા પછી મે લાલ કિલ્લા નુ નિરિક્શન કર્યુ .ગેટ મા દાખલ થતા ની સાથે નાંકકડી જગ્યા છે . ત્યા થી આગર જતા કિલ્લા ની જેમ વિશાળ દિવાલો વચ્ચે શોપ હતી .ત્યાથી બધાએ ખરીદિ કરી . ત્યા ના સુંદર બગીચો ને બગીચા ની પાછલ ની જગ્યા જ્યા રાજા મહારાજા ઓ બેસી ને પોતાનો રાજ દરબાર ભરતા હતા . જોધા અકબર મુવી નુ શુટિંગ ત્યા જ થયેલુ છે . જે માત્ર ફિલ્મ ને ટીવી મા જ જોયુ હતુ એ મારી નજર સામે હતુ . પ્રધાનમંત્રી અને પ્રેસિડન્ટ જ્યા થી ભાષણ આપે છે તે જગ્યા જોયા પછી . લાલ કિલ્લા ની બહાર ની બાજુ ના ચોર બજાર મા ગયા . હવે તે ખરેખર ચોર બજાર છે કે નહી ઍ ખબર નથી પણ કોઇ ઍ કહ્યુ તો મે માની લીધુ કે ચોર બજાર હશે . આં તો ત્યાથી કશુ લેવા જેવુ હતુ નહી પણ મે અને આકાશ ને 32gb ના 2મેમરી કાર્ડ લીધા ફોટા સેવ કરવા માટે.ત્યા ના માર્કેટ ની એક વાત છે કે એક વાર ભાવ પુછો ને ના લો તો ચાલે પણ તમારા ભાવ ઍ ભાઇ વેચવા તૈયાર થઇ જાય તો ઍ વસ્તુ લેવી પડે. અમે ત્યાથી બસ સ્ટેન્ડ તરફ ગયા ત્યા પ્રદુષણ ના કારણે ઓટો કે ટેક્ષી ઓછી હોય છે ત્યા સાઇકલ ની ઓટો હતી . પાછી દિવ્યા નુ વજન સહેજ વધારે હોવાથી સાઇકલ વાલા ભાઈ ચલાવી શક્તા નહતા . અમે સાઇકલ ને ધક્કો મારી ને ઢાલ ચડાવ્યો . ને અંતે સ્ટેન્ડ પર પહોચ્યા. નાસ્તો ને આતે પુરુ કરી અમે બસ ની રાહ જોવાની હતી .અંતે હિમાચલ ની બસ આવી ને અમે બસ મા બેસ્યા.




દિલ્હી થી હિમાચલ સુધી ની સફર અને હિમાચલ મા નારકંડા ની વાત વધુ આવતા ભાગ મા .