Sanam tamari vagar - 12 books and stories free download online pdf in Gujarati

સનમ તમારી વગર - 12

પછી વિક્રમ પ્રીયા ની કેબીન માથી બહાર આવે છે હસતા હસતા તે જોઈને વિજય અને અમર ને પણ ખુશી થાય છે . વિજય અને અમર વિક્રમ ને ખુશ જોતા વિક્રમ ના ખભે વિજય તેનો હાથ રાખી ને કહે છે કે " તને ફરીથી ખુશ જોતા યાર અમને બવ ખુશી થઈ " પછી ત્રનેય જણા હસી ને થોડી વાત કરે છે.

બીજે દીવસે વહેલી સવારે વિક્રમ કાર લઈને પ્રીયા ની ઘરે આવે છે તે નીચે થી જ બુમ પાડીને અને હોર્ન વગાડીને પ્રીયા ને બોલાવે છે વિક્રમ : પ્રીયા જલ્દી કર મોડુ થાય છે એમ કહી હોર્ન વાંરવાંર માર્યા કરે છે . પ્રીયા : હા બાબા હવે આ છોકરો તો પણ હવે ..... પછી બન્ને કાર મા બેસી ને જાય છે .
આદીત્ય મહેરા ની પાર્ટી મા બન્ને આવી પહોચે છે , પ્રીયા અને વિક્રમ ને જોતા તેને નવાઈ લાગી પછી તે તરત ઈગ્નોર કરતા તે બન્ને નુ ઉષ્મા ભર્યુ સ્વાગત કરે છે. પ્રીયા ને આદીત્ય કહે છે આ કોણ ? ત્યારે પ્રીયા વિક્રમ ની ઓળખાણ કરાવે છે કે આ મારો સેક્રેટરી કમ મારો બેસ્ટ ફ્રેન્ડ છે . એમ તેને હસી ને કહે છે તે જોતા આદીત્ય ને થોડીક શંકા જાય છે પછી તે તરત ઈગ્નોર કરીને બન્ને ને આવકારે છે. પછી ત્રનેય પાર્ટી મા જાય છે . પછી આદીત્ય બધા મહેમાનો સાથે પ્રીયા ની ઓળખાણ કરાવે છે પ્રીયા વિક્રમ ને તેની સાથે જ રહેવા કહે છે , ને પ્રીયા પોતાની કંપની વિશે બધા મહેમાનો ને કહે છે ને તેની કંપની વિશે ની બીજી માહીતી આપવા વિક્રમ ને કહે છે , ને પછી બધી માહીતી વિક્રમ મહેમાનો ને આપે છે , વિક્રમ બધી માહીતી મહેમાનો ને આપી રહ્યો હોય છે ત્યારે પ્રીયા બસ વિક્રમ ને જોતી રહે છે તે તેમના મા ખોવાઈ જાય છે , શાયદ તે વિક્રમ ને પ્રેમ કરવા લાગી હોય છે તે આદીત્ય ને શંકા થાય છે કારણ કે આદીત્ય ને પણ પ્રીયા પહેલી નજર મા ગમવા લાગી હોય છે , આદીત્ય ત્યારે તેના સેક્રેટરી ને બોલાવી વિક્રમ ની કુંડળી કઢાવવાનુ કહે છે ;

આ બાજુ આદીત્ય મન બનાવી લે છે કે આજે હું તે સેક્રેટરી ને પુછી લઈશ કે તે પ્રીયા ને પ્રેમ કરે છે , પ્રીયા જ્યારે એકલી તેમની કંપની વિશે મહેમાનો સાથે વાત કરી રહી હોય છે ત્યારે તેનાથી દુર ઊભો ઊભો વિક્રમ તેને જોઈજ રહ્યો હોય છે અને તેને હસી ને જોઈને તેને પણ હાંશ અનુભવે છે , ત્યારે જ ત્યા પાછળ આદીત્ય આવી જાય છે અને વિક્રમ ના ખંભે હાથ મુકીને થોડુ હસીને તેને પ્રીયા વીસે કહે છે કે તુ એને પ્રેમ કરસ ? આમ અચાનક પુછતા વિક્રમ આસ્ચ્રય મા મુકી જાય છે , ને વિક્રમ ની સામું જોવે છે આખ તેની નીચે જ હોય છે અને આદીત્ય તેને ના સમજી લે છે , આદીત્ય તરત વિક્રમ ના ખંભે શાબાશી દઈને ખુશ થતા જતો રહે છે ; અને પછી તે પાર્ટી મા જશ્ન મનાવે છે , પાર્ટી પુરી થતા બધા મહેમાનો પોતપોતાની ઘરે ચાલ્યા જાય છે પછી પ્રીયા અને વિક્રમ તેની રજા લેવા જાય છે ત્યારે આદીત્ય પ્રીયા ને કહે છે કે " તમે બન્ને અહીં આવ્યા તે મને ગમ્યુ ." પ્રીયા નો હાથ તેમના હાથ મા લઈને તે કહે છે ; પ્રીયા ને આ હાથ પકડવો થોડુક અજીબ લાગે છે , પછી બન્ને રજા લે છે .

....વધુ આવતા અંકે.....