Vaat Anjaani - 1 books and stories free download online pdf in Gujarati

વાત અણજાણી - 1

વાત અણજાણી

"પણ યાર હજી તને એના વિશે કઈ જ ખબર નથી... હજી એના ઘણા રાઝ છે... જે તું નથી જાણતી!!! ઘણી વાતો છે જે તારા માટે અણજાણી છે!" રિયા ને રાજીવે કહ્યું.

"રાઝ!!!" રિયાએ વિચાર્યું.

"હા... રાઝ પાગલ, રાઝ!!!" રાજીવે રિયા ને એક હળવી ટપલી માથે મારી.

"શું રાઝ છે... મને કહી દે ને યાર, મને હવે મીરા ની ચિંતા થાય છે!!! કઈ વાત અણજાણી છે જે મને હજી ખબર નથી!" એ બોલી.

"જાણે, મે તને કેમ કહું?!! ત્યારે તો પ્રભુ ની પાસેથી ખસતી નહોતી!!!" રાજીવે દાંત ભીંસી ને કહ્યું.

"ઓ મે તો એણે ભાઈ માનું છું!!!" એ બોલી.

"દેખ, આપણે અહીં ઇંગ્લિશ શીખવા ભેગા થયા છીએ... લોકો ની પંચાયત કરવા નહિ!" રાજીવે યાદ દેવડાવ્યું.

'"હા હવે... બસ લાસ્ટ કહી દે ને મને મીરા ની ફિકર થાય છે..." એ બોલી.

"એટલે વાત એમ છે ને કે પરેશ ની એક નહિ... બે નહિ... પણ ઘણી બધી ગર્લ ફ્રેન્ડ છે!!!" એ બોલ્યો.

"હાય હાય!!!" એ બોલી.

"જોયું એટલે જ લવ કરવા નો જ નહીં ને!!!" એણે કહ્યું.

રાજીવ એ નહોતું વિચાર્યું કે એનું છોડેલું તીર એની બાજુ જ આવશે... એણે વાત સમજાવી.

"ઓ એક એવું કરે તો કંઇ એવું થોડી કે આખી દુનિયા બેવફા એમ!!!" રાજીવ બોલ્યો.

બંને છેલ્લા કેટલાક દિવસ થી રાજીવ ના ઘરમાં એના જ રૂમમાં ઇંગ્લિશ ભણતા હતા.

રિયાની મમ્મી જ્યારે એણે માર્કેટ માં દેખેલો તો કહેલું કે મારી રિયા ને તારા જેટલી હોશિયાર કરી દે એમ.

આજ્ઞાંકિત બાળક ની જેમ રાજીવ બસ "જી." કહી શકેલો.

બંને નું ઘર સોસાયટી માં સામસામે જ હતું. બંને કલોઝ પણ ઘણા હતા.

રાજીવ ને ખાલી કિતાબિયું જ્ઞાન જ નહોતું, પણ એ વર્ગ માં ચાલ્યાં કરતા ઘણા પ્રસંગો અને એના કારણો પણ જાણતો હતો.

"જો, તું એ બેની વચ્ચે બિલકુલ નહિ પડું!!!" રાજીવે રીતસર ઓર્ડર જ કર્યો.

"કેમ? મીરા મારી ફ્રેન્ડ છે, બિચારી પાગલ છે! કોઈ પણ ની વાતમાં આવી જાય!!!" એ બોલી.

"અરે એ પણ કઈ દૂધ થી ધોયેલી નથી!!!" રાજીવે સૂર બદલ્યો!

"ઓહ! કેમ એની શું વાત છે?!" એ બોલેલી.

"અરે આપની જ સોસાયટી માં રહેતા પ્રશાંત સાથે પણ એ રીલેશનશીપ માં હતી!!!" એ બોલ્યો.

"બાપ રે બાપ... એ તો બહુ જ સીધી લાગે છે!!!" એ બોલી.

"બસ લાગે જ છે... છે નહિ!" રાજીવ બોલ્યો.

🔵🔵🔵🔵🔵

"કેવી લાગુ છું મેં?!" ડાર્ક બ્લ્યુ ડ્રેસ માં એ ઓસમ લાગતી હતી...

"જકક્કક્કક્કાસ!!!" રાજીવ બોલ્યો.

આજે ભણાવતા ભણાવતા જ રાજીવ ઘણીવાર એણે જોયા જ કરતો!

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઈમેકસ)ની ઝલક: "ના... યાર આવો મજાક ના કર... મને તો રડવું આવશે!!!" એ માંડ રડવું રોકતો હતો!

"આઈ જેન્યુએલી લવ યુ!!!" રિયા સિરિયસ હતી.

"દેખ, હમણાં મે કઈ કામ કરતો નથી... બસ એક સામાન્ય કોલેજીયન છું!!! અને તું રહી સૌથી માલદાર ઘર ની છોકરી ! ! ! મેળ જ શક્ય નથી ! ! !" રાજીવ રડમસ હતો.

"ઓ પાગલ, આઈ લવ યુ એન્ડ આઈ નો યુ ઓલસો ડુ!!!" એ બોલી.

"જસ્ટ શટ આપ! તારા ફાધર આપ ની મરજી નહિ માને સમજ ને તું!!!" એ બોલ્યો.

"ઓકે... નહિ કરું તને લવ... બસ એક વાત કહી દે... શું તેં ક્યારેય મને પ્યાર કર્યો છે?!!" એ મક્કમતા થી બોલી.

"હા!!! પહેલી મુલાકાત થી!!!" એ બોલ્યો.