Doctor's clause - 1 books and stories free download online pdf in Gujarati

ડોક્ટર ની કલમે - ભાગ 1

આપણાં દેશ માટે જીવન અર્પી દીધું તેમ છતાં પણ આજની પેઢીને મોટા ભાગના લોકો અજાણ છે અથવા જાણે છે તો બવ જ ઓછું.
આથી મેં એવા વિસરાય ગયેલ મહાનુભાવો માટે માહિતી એકઠી કરી છે ને અને એની તમારા સમક્ષ રજૂ કરીશું, ઘણા એવા લોકો થય ગયા જેમણે દેશ માટે, પ્રકૃતિ માટે, માનવ અધિકાર માટે, ગરીબી માટે, લોકો ના જીવન સુધારવાના તથા અન્ય એવા ઘણા પ્રયાસો કર્યા છે જેમાં થી આપણે પ્રેરણા મેળવવા જેવી છે જેથી આપને આપણી આસપાસ ના, આપણાં સમાજ ના અને આપણાં દેશ ના લોકો નું જીવન સુધારી શકીએ.
જિંદગી માં એવું થાતું હોય છે કે માણસ ડિપ્રેશન કે હતાશા નો શિકાર થાય છે અને એવા લોકો માટે આપણા મહાનુભાવો કૈંક કરી ગયા છે જે ખરેખર આવા લોકો ને પ્રેરણા આપશે અને લડવા માટે મદદ કરશે,
હવે તમે કહેશો કે ભાઈ, આવા લોકો ને મારી જરૂર નથી કે આવા મહાન લોકો કે પછી સામાન્ય લોકો જેમને મહાન કર્મો કર્યાં છે એવા લોકોની નહીં પરંતુ ડોક્ટર ની જરૂર છે, તો માનું છું કે ડોક્ટર બવ ઉપયોગી છે કેમ કે ભવિષ્યમાં માં હું પણ કદાચ એ શ્રેણી માં ગોઠવાઈ જવાનો છું. પરંતુ બધા લોકો હજુ પણ પોતાની તકલીફ સામે ચાલી ને કહી નથી શકતા, એવા લોકો માટે ક્યારેક આવા મહાન લોકો ના પ્રેરણા થી પણ સારું થાય જાય છે અને ગરીબ લોકો જે ડોક્ટર પાસે જઈ નથી શકતા તો એવા લોકો માટે આપને બધા જે કઈ પણ દેશ માટે કંઈક કરી ગયા છે or કરી રહ્યા છે એમના માંથી શિખી ને આપને એમને મદદ કરીએ તો પણ ઘણું છે. આજના સમયમાં અને કદાચ આવનાર સમયમાં જીવનધોરણ માં સુધારો થયો છે અને આપણું મેડિકલ સાયન્સ પણ ઘણું આગળ વધી ગયું છે પણ સાથે સાથે માનસિક રોગોમાં પણ 1000% નો વધારો થયો છે, પહેલાં લોકો એ આ ડિપ્રેશન વિશે સાંભળ્યું નહોતું ને અત્યારે કોઈ ના કોઈ સંબંધી જોવા મળશે જે ડિપ્રેશન or માનસિક બીમારી થી પીડાતા હોય, ને ભવિષ્યમાં તો દરેક ઘરે ઘરે આવું જોવા મળશે પણ થાય શું..! માણસની expeaction વધતી જાય છે ને સંતોષ, આનંદ, સહનશીલતા, ક્ષમા, લાગણી એ ઘટતું જાય છે સરવાળે માણસ એકલો પડી જાય છે, કેવા માટે તો સહુ કોઈ છે પણ અંદર તો એકલતા જ છે ને આ એકલતા એટલા હદ સુધી કોરી ખાય છે કે એક દિવસ આત્મહત્યા કરી બેસે છે ને લોકો ને પછી પણ ખબર નથી પડતી કે કેમ તે માણસે આવું પગલું ભર્યું.......!
તો ચાલો ને આપણે એક કામ કરીએ, આપણાં આસપાસ જે કોઈ પણ નિરાશા વાળું વ્યક્તિ દેખાય તો આપને તેના જીવન માં એક વાર ફરી થી happiness લાવીએ ?? ચાલો ને આપણે એના માટે આપણે આપણા થી બનતી મદદ કરીએ..!


બસ આ ઉદ્દેશ થી હું એક ધારાવાહિક શરૂ કરી રહ્યો છું જેમાં કોઈ મહાન વ્યક્તિ or સામાન્ય માણસ જેને મહાન કામ કર્યા છતાં લોકો ને યાદ નથી એવા લોકો કે જેના જીવન ના સંઘર્ષ ભૂલી ગયા છીએ પણ એમાં થી આપને ખરેખર શિખવા જેવું છે એ આપણી સમકક્ષ રજૂ કરું. સાથે સાથે એવા વિચારો જેના થોડાક અમલ થી આપને આપણું તેમજ આપણી આસપાસ ના લોકો નું જીવન વધારે સારું કરી શકીએ. એવું નહીં કે માત્ર હું જ તમે પણ આવી રીતે રજૂ કરો જો તમે કોઈ ને જાણતા હોય ઓર તમારા વિચાર હોય અને જો ના કરી શકાય એમ હોય તો મને જણાવો હું એના પર વિસ્તૃત અવલોકન ને માહિતી સાથે રજૂ કરીશ., સાથે સાથે એ પણ ધ્યાન રાખીશ કે માતૃભારતી ના નિયમો નું ઉલ્લંઘન ના થાય.

આ ધારાવાહિક થી કદાચ એક વ્યક્તિ ના જીવન માં પણ જો હતાશા દૂર થશે ઓર જો એક વ્યક્તિ પણ પ્રેરણા મેળવી ને કોઈક ને મદદ કરશે તો હું મારી મહેનત ને સાર્થક ગણીશ. આથી આપની સમક્ષ હું એક વિચાર or ડોક્ટર ની કલમે એ નામ થી ધારાવાહિક શરૂ કરું છું હા તમને જો કોઈ સારું નામ ધ્યાન માં આવતું હોય તો એ પણ suggest કરી શકો છો.
આવા જ લોકો માંથી 2 વિશે આપની સમક્ષ રજૂ કરું ચૂક્યો છું
1) B N રાવ આપણાં બંધારણ માં બાબા સાહેબ આંબેડકર નો અદ્ભુત ફાળો છે પણ સાથે સાથે એક બીજા વ્યક્તિ નો અનન્ય ફાળો છે એવા. ના વિશે મેં થોડીક વાતો રજૂ કરી છે, પરંતુ માતૃભારતી પર બહુ પ્રતિભાવ મળ્યો નહીં, આશા રાખું છું કે આપ ફરીથી એક વાર વાંચી ને આપના વિચાર જણાવશો..
2) મેંગો મેન ઓફ ધ ઈન્ડિયા તરીકે જણાતા અને જેમણે કેરી નિ ઘણી બધી જાતો વિકસાવી અને સાથે પર્યાવરણ ને ઉપયોગી બની ને ઘણા કેરી ના વૃક્ષો નું વાવેતર કરાવ્યું એમના વિશે રજૂ કરી ચૂક્યો છું


હવે આવી જ રીતે કોઈ કોઈ મહાન વ્યક્તિ or સામાન્ય વ્યક્તિ જેને મહાન કાર્ય કર્યું છે એમની વાતો આપની સમક્ષ રજૂ કરીશ, વચ્ચે વચ્ચે કોઈ સારો વિચાર પણ રજૂ કરતો રહીશ. બસ આશા રાખું છું કે તમે વાંચતા રહેશો ને પ્રતિભાવ આપતા રહેશો, અને હા આપની આસપાસ ના લોકો ને મદદ કરવાનું ના ભૂલતા, કેમ કે છેલ્લે તો બધું અહીં જ મૂકી ને જવાનું છે એટલે જ "वसुधैव कुटुम्बकम।" ની ભાવના થી આપણી, આપણાં પરિવાર ને દેશ અને પર્યાવરણ ને ઉપયોગી બનીએ


( મિત્રો, આશા રાખું છું કે તમને ગમશે ને 2 min કાઢી ને તમે વાંચતા રહેશો ને પ્રતિભાવ આપતા રહેશો અને સાથે કોઈ સારું શિર્ષક હોય તો એ પણ suggest કરશો)


- Dr Jay Dave