Jivanani Khati-mithi yado - 2 books and stories free download online pdf in Gujarati

જીવનની ખાટી- મીઠી યાદો - 2

તો ચાલો ફરી એક વાર જીવનની ખાટી - મીઠી યાદો માં તમારું સ્વાગત છે, એ તો તમે વાચ્યું જ હશે કે આલોક અને નેહા ના લગ્ન પહેલા શું થયું, પણ હા અંત માં તો દરેકના મનનું જ થયું.

બંને ના લગ્ન થઈ ગયાં, અને બંને પોતાનું આ નવું જીવન સારી રીતે પ્રસાર કરે છે, ધીમે ધીમે નેહા પણ ઘર માં બધાની પ્રિય થઈ ગઈ છે અને દરેક ના દિલ માં એને એક સ્થાન પ્રાપ્ત કરી લીધું છે, અને આલોક ના પિતાને તો જાણે નેહા માં અન્નપૂર્ણા દેખાતી છે, એમને નેહાના બનાવેલા ભોજન સિવાય કોઈ ગમતું જ નથી, જે દિવસે બીજા કોઈ એ બનાવ્યું હોય એ તરત જ પૂછે આજે કેમ નેહા એ નથી બનાવ્યું, તને સારું તો છે ને. આમ નેહા ધીમે ધીમે એ ઘરની વહુ નહી પણ દિકરી બની ગઈ અને આલોક ના પિતા પણ નેહા ને એના પિતા ની યાદ ન આવવા દેતા.

પછી અચાનક એક દિવસ નેહા બેહોશ થઇ જાય છે, બધા ખુબજ ચિંતિત થઈ જાય છે, ત્યાં જ આલોક નું ઘરે આવવાનો સમય થાય છે, અને આલોક ના પિતા ડોક્ટર ને ફોન કરે છે અને તાત્કાલિક ઘરે બોલાવે છે. ડોક્ટર પેહલા આલોક ઘરે આવે છે અને એ નેહા ને બેહોશ જોઈ ચિંતિત થાય છે અને પેહલી વાર એ એના પિતા સાથે ગુસ્સા માં વાત કરે છે અને કહે છે તમારા કારણે જ આ બેહોશ થઇ છે તમે એના પાસેથી આટલું બધું કામ શા માટે કરાવો છો? આલોક ના પિતા આ સાંભળી થોડી વાર ચૂપ રહે છે ત્યાં ડૉક્ટર આવે છે અને નેહા ને તપાસે છે પછી એક ખુશખબરી આપે છે, આ સાંભળી બધા ખુબજ ખુશ થઇ જાય છે અને આલોક એના વ્યવહાર બદલ એના પિતાથી માફી માંગે છે, એ સમયે આલોકનાં પિતા આલોકને કહે છે, "જો બેટા નેહા તારી વહુ છે તો મારી પણ દિકરી છે, માન્યું કે તને એની ચિંતા છે પણ મને તારા કરતા વધારે છે, હશે હવે જૂનું ભૂલી જા અને હવે નેહાનું તારે વધારે ધ્યાન રાખવાનું છે."

આ ખુશખબરી સાંભળી ભગવાન નો આભાર માનવા એ બધા જાત્રા કરવા જાય છે, અને આખા ગામ માં મીઠાઈ વેહચાવે છે. અને હવે આલોક નેહાની પેહલા કરતા પણ વધારે ધ્યાન રાખે છે, બંને રાત્રે ચાલવા જાય છે, અને નેહાના મુડસ્વિમ ને પણ સમજે છે, આમ થતાં આજે સાત મહિના પૂરા થવા આવ્યા છે.

એક દિવસ નેહા એના રૂમ માંથી હોલમાં આવતી હતી ત્યારે એનો પગ લપસ્યો અને એ પડી ગઈ, થોડી બેહોશ પણ થઈ ગઈ આલોક એ તરત જ ડોક્ટર ને ફોન કર્યો, અને ટૂંક સમયમાં ડોક્ટર આવ્યા, પછી નેહાને તપાસયા પછી કહ્યું, નેહા ને હમણાં જ દવાખાને લઇ જવી પડશે, એનું બાળક સમય પેહલા દુનિયા માં આવી શકે છે.

આલોકએ બધી વ્યવસ્થા કરી અને નેહાને દવાખાને લઈ ગયાં ત્યાં નેહા નો દુખાવો વધતો ગયો, તાત્કાલિક એની સારવાર કરવામાં આવી, થોડી વાર માં ડોક્ટર એ જણાવ્યું કે," બંને માંથી કોઈ એક જીવ બચાવી શકસુ," આલોક કે તરત જ કહ્યું તમે પેહલા નેહા ને બચાવજો, પણ નેહા ને આ બધી વાત ની જાણ હતી એટલે નેહા એ ડૉક્ટર ને કહ્યું તમે પેહલા મારા બાળક ને બચાવો, આ વાત પર નેહા અને આલોક વચ્ચે થોડી વાર વાત ચાલી.

છેલ્લે નેહા એ હાર માની આલોક ની વાત માની લીધી પણ મનોમન તો એ એના બાળક ને જ ઈચ્છતી હતી.

આલોક અને નેહા ના જીવન માં બાળક નું સુખ આવશે કે નહિ? એ આના પછી ના ભાગ માં જાણવા મળશે, એ માટે વાંચતા રહો જીવનની ખાટી - મીઠી યાદો.

- આયુષી ભંડારી