Falsehood - 5 books and stories free download online pdf in Gujarati

ગલતફેમી - 5


"ના, તું તો વનિતા ને યાદ કરતો હોઈશ... હું તો બસ તને જ યાદ કરું છું!" પાર્થને થોડું હસવું આવી ગયું કે હજી પણ રિચા ની વ્યંગ્ય કરવાની આદત ગઈ નહોતી!

"જો, પહેલી વાત તો એ કે તું પહેલાં સાજી થઈ જા! જો પ્લીઝ મારી માટે, હું તને પહેલાંની જેમ જોવા માંગુ છું!" પાર્થે કહ્યું.

"ના, મારે સાજુ નહિ થવું... મારે તો..." એ અશુભ બોલે એ પહેલાં જ પાર્થે કહી દીધું - "ઓ બસ હવે! એક શબ્દ પણ બોલી છે ને તો કાલે તો આવું જ છું!"

"હા, મરી જ જઈશ હું! હું તો મરી જ જવાની છું! તારા વિના રહેવાની કે જીવવાની મારામાં શક્તિ જ નથી!" રિચા એ કહી દીધું તો જાણે કે એનાં મગજ પરથી કોઈ બોજ હળવો થઈ ગયો!

"ઓ જો હજી વોર્ન કરું છું! જો હું ત્યાં હોત ને તો હોટેલમાં જેમ બાહોમાં લઈને કિસ કરેલી કેમ જ તારા માથે કિસ કરી લેત!" પાર્થે કહ્યું તો જાણે કે માહોલ બહુ જ શાંત અને સુખદ થઈ ગયો!

"આવી જા ને તો! પ્લીઝ, કાલે આવી જા તું!" રિચા બોલી.

"જો હું કાલે આવું છું, પણ ત્યાં સુધી તું જમી લે અને દવા પણ લેજે, ઓકે!" પાર્થે કહ્યું તો રિચા એ "હમમ" કહેવું જ પડેલું! કેટલું બધું ઠીક થઈ જતું હોય છે, જ્યારે ખાસ વ્યક્તિ આપણી પરવા કરે છે!

કોલ કટ થયો તો રિચા તો કાલનાં ઇંતેઝાર માં ખોવાઈ ગઈ! એણે ઠીક એવું જ કર્યું જેમ એણે ફોન પર પાર્થે કહેલું. એણે ખાધું અને દવા પણ લીધી. ઘણા લાંબા સમય પછી આજે એણે સારી ઊંઘ આવવાની હતી.

🔵🔵🔵🔵🔵

"જો જે કઈ થયું હતું, પ્લીઝ તું ભૂલી જા! રિયાલિટી તો એ છે કે હું તારી વિના જીવી જ નહિ શકતી! મારી લાઇફમાં તું એવી રીતે મિક્સ થઈ ગયો છે જાણે કે દૂધમાં ખાંડ... તું જુદો થઈશ તો હું પણ નહિ જ રહી શકું!" પાર્થ રિચા ના ઘરે આવી ગયો હતો. બંને રિચા ના રૂમમાં હતાં.

"જો ગમે તે થાય, પણ તારી ખુશીમાં જ મારી ખુશી છે... જો તું સાગરને પ્યાર કરતી હોય તો હું તને મારી સાથે જબરદસ્તીથી નહિ રાખવા માંગતો!" પાર્થે રિચા ના હાથને છુડાવી, બારીમાં બહાર જોતાં કહ્યું.

"અરે, હું તો તને લવ કરું છું! હું કોઈ સાગરને નહિ પ્યાર કરતી!" રિચા એ અકળાઈ જતાં કહ્યું.

"જો, પ્લીઝ! સચ્ચાઈ શું છે, વનિતા એ મને બધું કહ્યું જ છે!" પાર્થે બારીમાં જ નજર રાખતા કહ્યું.

"જો હું તો કોઈ સાગરને પ્યાર નહિ કરતી; પણ તું વનિતા ને પ્યાર કરે છે, એ તો મને ખબર છે!" રિચા એ ઊભા થઈ પાર્થને પાછળથી હગ કર્યું.

"મેં મારી લાઇફમાં બસ એક જ વ્યક્તિને પ્યાર કર્યો છે, અને એ તું જ છું! હું વનીતાને પ્યાર નહિ કરતો!" પાર્થે મક્કમતાથી કહ્યું.

"પ્યાર મને જ કરતો હતો તો કેમ આટલો દૂર રહ્યો મારાથી? કેમ મને ખુદથી આટલી દૂર કરી?! કેમ મને આમ એકલી બેસહારા મરવા માટે છોડી દીધી?!" રિચા બોલી.

"જો મને વનિતા એ એવું કહેલું કે તું પોતે સાગરને પ્યાર કરે છે... જો તારા અને મારા લગ્ન થશે તો તું ખુશ નહિ રહી શકું! એટલે જ તો હું તારાથી આટલો દૂર થઈ ગયો! મારા માટે આપનું સાથે હોવું નહિ, પણ તારું ખુશ રહેવું વધારે જરૂરી હતું! એટલે જ તો તારી ખુશી માટે, તું સાગર સાથે ખુશ રહે એટલે જ તો હું તારાથી આટલો દૂર રહ્યો." પાર્થ ફરી ગયો તો રિચા એણે ભેટીને રડવા લાગી.

"મતલબ... મતલબ... આ બધું જ વનિતા એ કર્યું છે! હું એણે ક્યારેય માફ નહિ કરું! એણે એના પ્યારને માટે તારી અને મારી બંનેની લાઈફ સાથે ખેલ કર્યો!" રિચા રડતાં રડતાં જ બોલી.

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 6(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: "હું પણ એ જ વિચારતી હતી કે વનિતા તારી આટલી નજીક છે તો ક્યારેય એણે તારી સાથે લવ નહિ થયો હોય; પણ, હવે મને જવાબ મળી ગયો! તું છું જ એટલો મસ્ત કે કોઈ પણ તને પ્યાર કરી જ લે!" રિચા એ પાર્થને માથે એક કિસ કરી લીધી.

"બધું જ બરાબર, પણ એણે એવું હશે કે જો આ રિચા ના દિલમાં પાર્થ વિશે નફરત ભરી દઉં એટલે પાર્થ તો ઓલરેડી મારો જ છે એમ!" પાર્થે કહ્યું.