Travel to a different world - 1 books and stories free download online pdf in Gujarati

સફર એક અલગ દુનિયાની - 1

પંખીઓનો સુમધુર મીઠો કલરવ ચારેબાજુ વાતાવરણને એમની કિલ્લકિલિયારીઓથી સૌને પ્રભાવિત કરી રહ્યો હતો, અને ઉપરથી સૂરજના કોમળ કિરણો ધરા પર પડી ધરાને તેજવંતા કરી રહ્યા હતાં. ત્યાં અચાનક ફોનની ઘંટડી રણકી ઉઠી. સામેથી અવાજ આવ્યો, " ગુડ મોર્નિંગ રાજકુમારી નિશ! શું ઉઠી ગયા તમે કે નહીં? "

તો નિશે જવાબ આપ્યો કે, " અરે ઉઠવા જતી હતી ને તારો ફોન આવ્યો."

"ઓ નિશ આટલું જૂઠું ના બોલ હો. " સામેથી અવાજ આવ્યો.

નિશે કહ્યું, " અરે રાજલી હું સાચું કહું છું."

" રહેવા દે રહેવા દે, શું હું તને ઓળખતી નથી ? કે તું ઉઠવામાં કેટલી આળસુ છો. ઠીક છે હવે ઊઠીને ફટાફટ તૈયાર થઈ જા. આપણે લોંગ ડ્રાઈવ માં જવાનું છે." રાજલે કહ્યું.

" હા હા મને યાદ છે, પણ જવાનું ક્યાં છે? " નિશે પુછ્યું.

" એ તો હું નહીં કહું હો તને, સરપ્રાઈઝ છે, અને ચાલ હવે ફોન મૂકું તું તૈયાર થઈ જા. આઠ વાગ્યે તને લેતા જશું," રાજલે કહ્યું.

" હા ભલે ચાલ ફોન મૂકું પછી મળીએ. ઓકે બાય" અને નિશ ફોન ટેબલ પર મૂકીને તે નહાવા માટે બાથરૂમમાં જતી રહી.
( નિશનું નામ તો નિશા હતું પણ બધા એને પ્રેમથી નિશ કહીને બોલાવતા હતા. અને રાજલ નિશની બેસ્ટ ફ્રેન્ડ હતી.)


નિશ બાથરૂમમાંથી બહાર આવી, એ સીધી ડ્રેસિંગ ટેબલ સામે તૈયાર થવા લાગી. અને તૈયાર થતાં થતાં એ ગીત ગાઈ રહી હતી, " યે રાતે યે મોસમ નદી કા કિનારા, યે ચંચલ હવા..."

નિશ ગાતી જતી હતી ને તૈયાર થતી હતી. આજ ફરવા જવાનું હોવાથી નિશ ખૂબ જ ખુશ હતી. પણ ક્યાં જવાનું હશે એ વિચાર કરતી હતી, કેમકે કોઈએ પણ એને જણાવ્યું નહોતું. ત્યાં ફોનની ઘંટડી વાગી તો નિશ એના વિચારમાંથી જાગીને ફોનમાં જોયું તો રાજલ હતી.

" હા રાજલી બોલ શું કેશ?"

" નિશ તું તૈયાર થઈ ને તારા ઘરના મુખ્ય દરવાજા પાસે ઊભી રહેજે. અમે ત્રીસ મિનિટમાં પહોંચીએ છીએ. ઓકે," રાજલે કહ્યું.

"હા યાર બસ હું લગભગ તૈયાર જ છું." નિશે કહ્યું.

"ઓહહો શું વાત છે! આજે તો જલ્દી તૈયાર થઈ ગયા રાજકુમારીજી." રાજલ એની મસ્તી કરતા કહ્યું.

"અરે યાર એવું કઈ નથી, આ તો મોડું ના થઈ જાય એટલે ફટાફટ તૈયાર થઈ ગઈ. ચાલ હવે હું નાસ્તો કરી લઉં. બાય," નિશાએ કહ્યું.

"હા હા કરી લે બાય." રાજલે ફોન મૂકતા કહ્યું.

નિશા પોતાના રૂમમાંથી નીચે આવી અને રસોડામાં ટેબલ પર બેઠી, એની મમ્મીએ કોફી અને નાસ્તો આપતા બોલી, " નિશી તમે ક્યાં જવાના છો ફરવા માટે?"

મમ્મી એ તો મને પણ નથી ખબર. કોઈએ કંઈ નથી કહ્યું. નિશા બોલી.

"ઓહ! એવું કે, પણ ધ્યાન રાખજે અને ઘરે જલ્દી આવી જજે. કોણ કોણ આવવાનું છે? " એની મમ્મીએ પૂછ્યું.

"હા મારી મમ્મી હું ધ્યાન રાખીશ. હું, રાજલ, પૂજા, સમર અને લક્ષ અમે આટલા જવાના છીએ" નિશાએ જણાવ્યું.

"ઠીક છે પણ મને પહોંચીને ફોન કરી જાણ કરજે." મમ્મી બોલી.

"હા મમ્માં તને હું કહીશ. હવે નાસ્તો કરી લઉં? નહિ તો મોડું થશે તો બધા મને ચિડવશે" નિશાએ એની મમ્મીને કહ્યું.

"હા બેટા પણ સરખો તો કર, કઈ નહિ રહી જાય તું." મમ્મી બોલી.
અને નિશ ફટાફટ નાસ્તો કરીને ઊભી થઈ. ઘડિયાળમાં જોયું તો આઠ વાગવામાં દસ મિનિટ જ બાકી હતી. ફટાફટ રૂમમાં ગઈ ને પોતાનો બેગ લઈને એ નીચે આવી.
મમ્મી ને બૂમ પાડતા કહ્યું કે," મમ્માં હું જાઉં છું. બાય."

"હા નિશ બેટા, ધ્યાનથી જજો બાય." મમ્મી બોલી.


અને નિશા પોતાના ઘરના મુખ્ય દરવાજા પાસે ઊભી રહી ગઈ. એ બધા લોકોની રાહ જોવા લાગી. "ઓહો આ બધા હજુ કેમ ના નઈ આવ્યાં. મને આઠ વાગ્યાનું કહ્યું ને પોતાના ઠેકાણાં નથી. " નિશ મનમાં બબળી રહી. ત્યાજ ગાડીનો હોર્ન વાગ્યો, અને ગાડી નિશાની પાસે ઊભી રહી. "

"હાય નિશ, કેમ છો? " સમરે પુછ્યું.

" હું મજામાં અને તું." નિશે કહ્યું.

ત્યાં રાજલ બોલી, "હવે અહીં જ વાતો કરશો કે પછી જવું પણ છે."

"હા હા યાર બેસું છું ગાડીમાં" બોલતા નિશ ગાડીમાં પાછળની બાજુ બેસી ગઈ. આગળ લક્ષ અને સમર તેમજ પાછળ નિશ, રાજલ અને પૂજા બેઠા હતા.

" યાર હવે તો કહો ક્યાં જઈએ છીએ?" નિશ બોલી.

"અરે નિશ છાનીમાની બેસને. જ્યારે પહોંચીએ ત્યારે જોઈ લેજે. " પૂજા બોલી.

"હા નિશ, પૂજા બરાબર કહી રહી છે. તું તારે બેસને." લક્ષ બોલ્યો.

"ઠીક છે બાબા, આમેય તમે બધા કેવાના તો છો નહીં એટલે મારે ચૂપ જ રહેવું પડશે." નિશ દુઃખી થતાં બોલી.

"અરે નિશ તું દુઃખી ના થા. હું કહું તને." સમર બોલ્યો.

"વાહ વાહ સેમ, તું મારો સાચો દોસ્ત છો." નિશ બોલી.

"ઓ સમરકુમાર, ચૂપ રહો છાનામાના કઈ કેવાની જરૂર નથી. કીધું છે તો તને અહીં જ નીચે ઉતારી નાખશું." રાજલ ગુસ્સાથી બોલી.

"માફ કરો માતાજી, નહિ કહું બસ. સોરી નિશ." સમર બોલ્યો.

"હા યે હુઈ ના બાત." રાજલ બોલી.

"ઠીક છે, કઈ વાંધો નય સેમ. રાજલી હું તને જોઈ લઈશ." નિશ નારાજગી સાથે બોલી.

"હા જોઈ લે, હું અહી જ છું તારી સામે." રાજલ હસતા હસતા બોલી.

"છોકરીઓ હવે બસ કરો તમારી આ જીભાજોડી." લક્ષ બોલ્યો.

અને લક્ષે ગીત વગાડવાનું ચાલુ કર્યું, "ગુલાબી આંખે જો તેરી દેખી, શરાબી યે દિલ હો ગયા, સંભાલો મુજકો ઓ મેરે યારો, સંભલના મુશ્કિલ હો ગયા..."

અને બધા આ ગીતની સાથે ગાવા ને ઝૂમવા લાગ્યા. અને ગાડી સડસડાટ રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યાં નિશે જોયું કે, " અરે આ તો ભચાઉ બાજુનો રસ્તો છે, તો શું આપણે ભચાઉ જઈએ છીએ?" નિશ બોલી.

"હા યાર ત્યાંજ જઈએ છીએ પણ તું તો હોશિયાર નિકળી નિશ." રાજલ બોલી.

"ઓહ અચ્છા, હું તો પહેલાંથી હોશિયાર છું. પણ ભચાઉમાં ક્યાં જઈએ છીએ? " નિશે પૂછ્યું.

"ધોળાવીરા જઈએ છીએ. ખડિર બેટ. બંને મસ્ત અને શાંત સ્થળ છે. મજા આવે ત્યાં." સમર બોલ્યો.

" આ સમરને શું છે ? પેટમાં કઈ ટકતું જ નથી. શું કામ નિશને કહ્યું તે." પૂજા બબળીને બોલી.

"અરે પૂજી છોડને યાર કહી દીધું તો શું થયું?" સમર બોલ્યો.

"અરે પાગલ અમારે નિશને સરપ્રાઈઝ આપવી હતી પણ તે બગાડી નાખી." રાજલ નિરાશ થઈને બોલી.

"અરે કંઈ વાંધો નહીં. તો શું થયું કહી દીધું? ચાલો છોડો હવે." નિશ બોલી.

"હવે આપણે ત્રીસ ચાલીસ મિનિટમાં ધોળાવીરા પહોંચીશું." લક્ષે જણાવ્યું.

અને બધા ખુશ થઈ ગયા અને ગાડીમાં મસ્તી કરવા લાગ્યા તેમજ સેલ્ફી લેવા લાગ્યા. અચાનક ગાડી થોભી ગઈ. બધા ચોંકી ગયા કે અચાનક શું થયું?

ક્રમશ:

-હેતલ ગોર "હેત..✍️"