prem no pagarav - 15 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પગરવ - ભાગ ૧૫

આપણે આગળ જોયું મોલ ના પાર્કિંગમાં મીરા પોતાની સ્કુટી ની ચાવી ની રાહ જોઈને બેઠી હતી. મિલન ત્યાં આવી ને તેને આપે છે પણ બંને વચ્ચે થોડી રકઝક થાય છે. મીરા ને ખબર પડે છે કે પ્રિન્સિપાલ આગળ ફરિયાદ કરનાર મિલન છે એટલે મિલન ને પાઠ ભણાવવા કોલેજ ના ગેટ પાસે તેની મીરા રાહ જોવે છે. મિલન કોલેજ માં આવીને પોતાની બાઇક પાર્ક કરે છે ત્યારે ભૂમિ અને મિલન ની આંખો ચાર થઇ જાય છે. હવે આગળ..

મિલન ની સામે આવીને મીરા કહે છે.
ઓય.... મિલન
આમ પ્રિન્સિપાલ આગળ ફરિયાદ કરીને હીરો બનવા જઈ રહ્યો હતો ને...!
અરે.. કાંડા માં બળ હોય તો સામી છાતીએ લડ ને. આમ પ્રિન્સિપાલ નો સહારો શા માટે લઈ રહ્યો છે.

મિલન ની નજર ભૂમિ પરથી હટી ને મીરા પર આવી અને મીરા ના આ કડવા વહેણ ને મિલન સારી રીતે મીરા ને જવાબ આપતા કહે છે.

હું મિલન છું મિલન....
સામી છાતીએ લડનારો મિલન...
પ્રિનસીપાલ મને પૂછીને પાણી પીવે છે. એ તું જાણતી નહિ હોય. અને રહી વાત બદલો લેવાની તો હું તે વાત ને ક્યારનો ભૂલી ગયો હતો. જો બદલો લેવોજ હતો ને મારે તો તું અહી કોલેજ આવતી ન હોય.. એટલા માં તું સમજી જા.

બંને વચ્ચે આગળ વધુ ઝગડો થાય તે પહેલાં ભૂમિ મીરા ને લઈને ક્લાસમાં તરફ નીકળી જાય છે. પાછળ મિલન પણ ક્લાસ તરફ રવાના થાય છે.

ક્લાસ પૂરા થયા પછી મીરા અને ભૂમિ ઘરે જવા નીકળ્યા. રસ્તામાં મીરા ભૂમિ પર ગુસ્સે થાય છે ને અફસોસ વ્યક્ત કરે છે કે તારા કારણે હું મિલન ને સબક આપી શકી નહિ. ત્યારે ભૂમિ પ્રેમ થી સમજાવે છે.
મીરા... જો મિલન એવો છોકરો મને નથી લાગતો. તેની વાતમાં પરથી લાગતું હતું કે તેણે આપણી ફરિયાદ પ્રિન્સિપાલ નથી કરી. અને મીરા સાચું કહું. ભૂલ તારી હતી. જો તે સ્કુટી સરખી પાર્ક કરી હોત તો આજે વાત અહી સુધી પહોંચી ન હોત. મારી વાત માન મિલન ને સોરી કહી વાત અહી થી પૂરી કરી દે.

મીરા સ્વભાવે મસ્તીખોર સાથે જિદ્દી હતી એટલે ભૂમિ ને કહી દીધું.
જો ભૂમિ... મિલન સાથે ની વાત અહી જ સમાપ્ત કરવી હોય તો મિલન ને માફી માંગવી પડશે. હું તો કદાપિ માફી નહિ માંગુ.

ભૂમિ સમજી ગઈ. આ મીરા કોઈ કાળે મિલન સામે માફી નહિ જ માંગે, મારે જ મિલન ને સમજાવી મીરા આગળ માફી મંગાવી પડશે.
ભલે મીરા હું મિલન ને સમજાવવાની કોશિશ કરીશ. આટલું કહી ભૂમિ તેના ઘર તરફ વળી.

બીજા દિવસે ભૂમિ અને મીરા સાથે કોલેજ જઈ રહી હતી. કોલેજ આવી ગયું અને ભૂમિ ની નજર મિલન પર પડે છે એટલે મારે લાઇબ્રેરી માં એક બુક લેવી છે એમ મીરા ને કહી ને ભૂમિ મિલન પાસે પહોંચે છે.

હાય.. મિલન
મિલને ભૂમિ સામે નજર કરીને મીઠી સ્માઈલ આપીને હાય.. કહ્યું.

ભૂમિ વાતો કરવા માટે મિલન બધા થી દુર લઇ જવા માંગતી હતી એટલે મિલન ને ભૂમિ એ કહ્યું.
"મિલન મારી સાથે ચાલ તો તારું કામ છે."

ભૂમિ પાછળ મિલન ચાલતો થાય છે. ભૂમિ બધા સ્ટુડન્ટ થી અલગ એક જગ્યાએ ઉભી રહે છે. પાછળ મિલન આવીને ભૂમિ ને પૂછે છે.
શું વાત છે ભૂમિ..?
આવી રીતે એકાંતમાં કેમ મને લાવી છો.?

મિલન ને પાસે બેસાડી ને પ્રેમ થી કહે છે.
જો મિલન.. તારી અને મીરા વચ્ચે જે ઝગડો થયો છે તે સમાધાન હેતુ થી હું તને વાત કરવા આવી છે.
મને ખબર છે તું બધા થી અલગ અને સારું વ્યકિતત્વ ધરાવતો યુવાન છો. અને હંમેશા સારા કાર્ય માટે તું હંમેશા પહેલા હોય છે.

ભૂમિ મારા વખાણ કરવાની કોઈ જરૂર નથી હું જે છું તે છું. તું મુદ્દા પર આવીશ કે હું ક્લાસ માં જાવ. ચહેરા પર થોડો ગુસ્સો દેખાડતો મિલન બોલ્યો.

મિલન મારી ઈચ્છા છે. મીરા અને તારી વચ્ચે થયેલ ઝગડા નો અંત. તે માટે માફી માંગવી ખુબ જરૂરી છે. માફી માગવા થી સંબંધ ફરી કાયમ થઈ શકે છે.

હજુ ભૂમિ આગળ વાત કરે તે પહેલા મિલન બોલ્યો. તો સાંભળ ભૂમિ હું મીરા સામે ક્યારેય માફી નહિ માંગુ. વાંક મારો નહિ મીરા નો છે. એટલે માફી તો મીરા ને માંગવી જોઈએ.

શું મીરા અને મિલન વચ્ચે ઝગડા નું સમાધાન થશે.? કે વધુ વકરશે. તે જોઈશું આગળના અંકમાં...

વધુ આવતા ભાગમાં..

ક્રમશ..