prem no pagarav - 20 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પગરવ - ભાગ ૨૦

આપણે આગળ જોયું કે ભૂમિ જ્યારે કોલેજ આવે છે ત્યાં તેના કલાસમેટ પાસે થી સાંભળવા મળે છે. કે મારા કારણે મિલને ઊંઘની ઘણી ટેબ્લેટ ખાઈ લીધી છે અને તે કોમા માં છે. મિલનની ચિંતામાં ભૂમિ ઘરે આવે છે ને માનસિક રીતે થાકી હોવાથી તે સૂઈ જાય છે. જ્યારે બીજે દિવસે ભૂમિ કોલેજ જવા નીકળે છે ત્યારે રસ્તામાં એક પૂરપાટ ઝડપે જતી કારમાં મિલનને જોઈ જાય છે. હવે જોઈએ આગળ....

ભૂમિ જે કારમાં મિલનને જોઈ જાય છે તે કારનો ભૂમિ પીછો કરે છે. પણ કાર ફૂલ સ્પીડમાં જઈ રહી હતી એટલે તેની સ્કુટી તેં સ્પીડમાં દોડી શકે તેમ ન હતી. થોડી સ્કુટી ફાસ્ટ ચલાવી ને પછી ધીમી કરી ત્યાં તો તે કાર રોડ પર દેખાતી બંધ થઈ ગઈ. તે મિલન જ હતો..! તે એવું વિચારતી હતી ત્યાં કોલેજ આવી ગઈ.

કોલેજ પહોંચીને ભૂમિ તેની કલાસનેટ રોહિણીને શોધવા લાગી કેમ કે પહેલા તેની પાસેથી જાણવા માંગતી હતી કે મિલનને કેમ છે અને ક્યાં છે. પૂછતી પૂછતી ભૂમિ આખરે રોહિણી પાસે પહોંચી ને રોહિણીને પૂછ્યું.
મિલનના કોઈ સમચાર છે..?

ના, મને ખબર નથી, પણ હું કોલેજ આવી ત્યારે મે વાત સાંભળી હતી કે મિલનને હવે સારું છે ને હોશમાં આવી ગયો છે. રોહિણી એ જવાબ આપતા કહ્યું.

રોહિણી વાત સાંભળીને ભૂમિના દિલને થોડીક તો ઠંડક મળી પણ તેણે જે કારમાં મિલનને જોયો હતો તે શું સાચે મિલન હતો.! મિલન ને સારું છે સાંભળીને ભૂમિએ રાહત નો શ્વાસ લીધો.

રાહત નો શ્વાસ મળતા ભૂમિએ કોલેજના ક્લાસ પૂરા કરીને ઘરે જવા નીકળી. પણ ઘરે જતી વખતે ભૂમિએ મિલનને ઘણા ફોન કર્યા પણ તેનો ફોન બંધ આવી રહ્યો હતો જે ભૂમિને ચિંતામાં મૂકી રહ્યો હતો.

પણ બીજે દિવસે જ્યારે ભૂમિ કોલેજ જઈ રહી હતી ત્યારે રસ્તામાં સામે મિલન દેખાય છે. મિલનને જોઈને ભૂમિ તેની પાસે સ્કુટી ઉભી રાખીને મિલનને દોડીને ભેટી પડે છે. અને રડતી આંખોએ બોલી.
મિલન શું થયું હતું તને..?
તે કેમ આવું કર્યું..?

ભૂમિ ને શાંત કરીને કપાળ પર ચુંબન કરીને કહ્યું.
વ્હાલી... બસ પ્રેમ માટે થઈ ગયું પણ હવે તું આવી ગઈ છે ને એટલે હવે આવું ક્યારેય નહી કરું બસ. જાણે આશ્વાસન આપતો હોય તેમ ગળગળો થઈને મિલન બોલ્યો. થોડી વાતો બંનેએ કરી અને કોલેજના ક્લાસ પૂરા કરીને મળીએ એવું કહીને બંને છુટા પડ્યા.

ભૂમિ કોલેજ જવા નીકળી અને મિલન તેનું કોઈ અંગત કામ હોય તેમ કોલેજના વિરુદ્ધ રસ્તે નીકળી ગયો. કોલેજ જતી વખતે ભૂમિના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. જાણે તેને સાચો પ્રેમ મળ્યો હોય તેમ તે ભગવાનનો ઉપકાર માનતી ચાલી જઈ રહી હતી.

કોલેજના ક્લાસ પૂરા થયા એટલે ભૂમિ કોલેજ બહાર મિલનની રાહ જોવા લાગી.
મિલન કોલેજના ગેટ પાસે આવ્યો એટલે ભૂમિને આંખના ઇશારે સ્કુટી લઈને પાછળ આવવા કહ્યું. આગળ મિલન ને પાછળ ભૂમિ જઈ રહ્યા હતા.

મિલન એક ફાર્મ હાઉસ પર ભૂમિ ને લઇ ગયો. તે ફાર્મ હાઉસ મિલનનું હતું. તે ભૂમિને ખબર ન હતી પણ ભૂમિ ફાર્મ હાઉસને નિહાળી રહી હતી ત્યારે મિલને કહ્યું કે આ ફાર્મ હાઉસ મારું છે.

ભૂમિનો હાથ પકડીને મિલન આખું ફાર્મ હાઉસ બતાવવા લાગ્યો. ફાર્મ હાઉસમાં એક સુંદર ફૂલોના બગીચાની સાથે ઘણા વૃક્ષો પણ હતા. વૃક્ષોની બરોબર વચ્ચે એક આલીશાન બે માળનું મકાન હતું. બધું બતાવતો બતાવતો મિલન ભૂમિને મકાનની અંદર લઇ ગયો. મકાનને જોઈને ભૂમિ તો અચમંજસમાં પડી ગઈ. આટલું આબેહૂબ અને જહોજહાલી વાળું મકાન તેણે આજ સુધી જોયું ન હતું.

તે ફાર્મ હાઉસના મકાનમાં તેનો મનપસંદ રૂમ હતો તે રૂમને બતાવવા મિલન ભૂમિને લઈ ગાયો. અને બધી ચીજ વસ્તુઓ બતાવીને તેણે બેડ પર બેસાડી. ફાર્મ હાઉસ જોઈને ભૂમિ થોડી થાકી ગઈ હતી અને પાણીની તરસ પણ બહુ લાગી હતી એટલે મિલનને કહ્યું.
મિલન થોડું પાણી આપીશ.

મિલન બાજુના રૂમમાં જઈને ફ્રીઝ ખોલીને એક પાણીની બોટલ લાવ્યો અને ભૂમિને આપતા કહ્યું. લે ભૂમિ અત્યાર સુધી તે આવું પાણી પીધું નહિ તેવું આ પાણી છે.

ભૂમિની તરસ છીપાય તેટલું પાણી તેણે પીધું અને થોડી વારમાં તે તેનો હોશ ખોવા લાગી.

મિલને આખરે ભૂમિને શું પાયું હતું. જેનાથી તે હોશમાં રહી નહિ.? અને આવું કરવાનો મિલનનો શું ઈરાદો હતો તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...