prem no pagarav - 22 in Gujarati Motivational Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ નો પગરવ - ભાગ ૨૨

પ્રેમ નો પગરવ - ભાગ ૨૨

આપણે આગળ જોયું કે ભૂમિ કોલેજ જઈને મિલને પૂછવા માગતી હતી કે તે આવું કેમ કર્યું. તે કોલેજ પહોંચી એટલે મિલન અને તેના ફ્રેન્ડ વાતો કરી રહ્યા હતા. નજીક આવીને ભૂમિ તેમની વાતો સાંભળવા લાગી. તેઓની વાતો સમાભળી ને ભૂમિ સમજી ગઈ કે મિલને મારા પર ઇરાદાપૂર્વક રેપ કર્યો છે. એક નિર્ણય કરી ભૂમિ પોલીસ સ્ટેશન જવા નીકળે છે. પાછળ થી મિલન તેને જોઈ જાય છે. હવે આગળ...

ભૂમિ પોલીસ સ્ટેશન જવા નીકળી એટલે પાછળથી મિલન તેનો પીછો કરવા લાગ્યો. ભૂમિ પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં મિલન તેની સાથે આવીને ઊભો રહી જાય છે. અચાનક મિલનનું સામે આવવું ભૂમિ ને ધ્રાસકો પડ્યો. તે ગંભીર થઈ ઉભી રહી. શું બોલવું તે કંઈ સમજાયું નહિ.

ભૂમિ સમજી ગઈ હતી કે મિલન ખબર પડી ગઈ છે કે હું પોલીસ સ્ટેશન જઈ રહી છું. મિલન કંઈ બોલે તે પહેલા ભૂમિએ કહ્યું મિલન મારો રસ્તો રોકીશ નહિ. મને જવા દે. મારે ઉતાવળ છે.

ભૂમિ જવા માટે આગળ વધે તે પહેલાં મિલન તેની સામે આવી જાય છે ને પોતાનો મોબાઈલ કાઢીને એક વીડિયો ક્લિપ ભૂમિને બતાવતા કહે છે. તારે જ્યાં જવું ત્યાં જઈ શકે છે પણ ધ્યાન રાખજે આ વીડિયો ક્લિક થોડી મિનિટો માં વાયરલ થઈ જશે અને તારી જીંદગી બરબાદ થઈ જશે.

વિડિયો ક્લિપ જોઈને ભૂમિ તો પરસેવ રેબઝેબ થઈ ગઈ. અને ત્યાં ઉભી ઊભી રડવા લાગી. ભૂમિ ને રડતી જોઈને મિલન ત્યાંથી ભાગી ગયો.

ભૂમિ ને રડતી જોઈને આજુ બાજુના લોકો ભેગા થઈને પૂછવા લાગ્યા શું થયું છે. કોઈ મુશ્કેલી..?
કોઈએ તમને હેરાન કરે છે...?
આવા અલગ અલગ સવાલો કરવા લાગ્યા.

બધા ના સવાલોનો જવાબ ભૂમિ પાસે હતો નહિ, તેણે આશુ લૂછીને કહ્યું કંઈ નહિ બસ એમ જ.. આટલું કહી તેણે સ્કુટી સ્ટાર્ટ કરી આગળ વધી, પણ હજુ ત્યાં થી દુર નીકળે તે પહેલાં તેની સામે રોહિણી આવી જાય છે. રોહિણી ને જોઈને ભૂમિ તેની પાસે ઊભી રહે છે.

ભૂમિની આ હાલત જોઈને રોહિણી પૂછે છે.
શું થયું ભૂમિ...? તું કેમ રડે છે.

ભૂમિ રોડ ની એકબાજુ પોતાની સ્કુટી લઈને ત્યાં એક બાકડે બેસી જાય છે. રોહિણી પણ તેની પાસે આવીને બેસે છે.

રડતી આંખોએ ભૂમિ કહે છે.
રોહિણી.... મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જાણ્યા સમજ્યા વિચાર્યા વગર મિલન સાથે પ્રેમ કરીને મને પસ્તાવો થઈ રહ્યો છે. આટલું કહીને ભૂમિ રોકાઈ ગઈ.

મિલને તારી સાથે કંઈ કર્યું તો નથી ને...?
રોહિણી એ જાણવાની ઈચ્છા સાથે ભૂમિને પ્રેમથી કહ્યું.

ભૂમિ જાહેર કરવા માંગતી ન હતી એટલે રોહિણીને જવાબ આપતા કહ્યું.
મને મિલન પાસે જે પ્રેમની અપેક્ષા હતી તે પ્રેમ મને મળ્યો નહિ. મિલન હવે પ્રેમ નહિ પણ મારી સાથે ટાઈમ પાસ કરવા માંગે છે.

આતો યોગ્ય ન કહેવાય ને ભૂમિ.! એક કામ કર તું મિલનને છોડી દે અને અભ્યાસમાં ધ્યાન આપ. આશ્વાસન આપવા રોહિણીએ કહ્યું.

રોહિણી પ્રેમથી ભૂમિને સમજાવતી રહી અને મારી કોઈ મદદની જરૂર હોય તો કહેજે એમ કહીને રોહિણી ઘર તરફ નીકળીને ભૂમિ પણ ઘરે જવા નીકળી.

ઘરે પહોંચતા ભૂમિને વિચાર આવ્યો કે મમ્મી પપ્પાને મારી સાથે બનેલ ઘટના વિશે કહુ પણ તેઓ આઘાતમાં આવી જશે અને જો મારી સાથે રેપ થયો છે તે સમાજ સુધી પહોંચ છે તો તેઓ ભાંગી પડશે અને પરિવાર વેરવિખેર થઈ જશે. તે કરતા ચૂપ રહીને મારે જ કઈક કરવું પડશે તે વિચારથી ભૂમિ અંદરને અંદર માનસિક તાણ ભોગવતી રહી.

આગળ શું કરવું તે ભૂમિ ને સમજ પડતી ન હતી. તે કંઈ પણ કરવા તૈયાર હતી ત્યાં સુધી કે મિલન ને મારી નાખીશ એવો પણ વિચાર બનાવી લીધો હતો. પણ તેને પોતાની ઈજ્જત કરતા મમ્મી પપ્પાની ઈજ્જત બહુ વ્હાલી હતી એટલે તે એવું પગલું ભરવા ખચકાટ ભોગવી રહી હતી.

ન હતો તેની પાસે સપોર્ટ કે ન હતા પુરાવા કે જેના કારણે તે સાબિત કરી શકે કે મિલને મારી પર રેપ કર્યો છે. હા ડીએનએ રિપોર્ટ થી સાબિત થઈ શકે તેમ હતું પણ ત્યાં સુધી પોહોચવું ભૂમિને મુશ્કેલ લાગી રહ્યું હતું. મિલન.ને સજા તો આપવી જ હતી પણ ભૂમિ લાચાર બની ગઈ હતી.

શું મિલનને સજા આપવા ભૂમિ કઈક કરશે કે બસ એમ જ બેસી રહેશે.? શું મિલન પોતાની પાસે રહેલી ભૂમિની વિડિયો ક્લિપ વાયરલ કરી દેશે.? જોઇશું આગળનાં ભાગમાં...

ક્રમશ..

Rate & Review

Hetal Patel

Hetal Patel 8 months ago

Parash Dhulia

Parash Dhulia 8 months ago

Vadhavana Ramesh

Vadhavana Ramesh 8 months ago

ashit mehta

ashit mehta 8 months ago

વષૉ અમીત